Home Blog Page 935

સુરત ગ્રે-કાપડના વેપારી સાથે ૫૬.૫૮ લાખની ઠગાઈ કરનાર મિલેનિયમ માર્કેટનો વેપારી ઝડપાયો

0

સુરતના વેડરોડના ગ્રે કાપડના વેપારી પાસેથી રૂા. ૫૬.૫૮ લાખનો ગ્રે કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપનારા કાપડ દલાલ તેમજ વેપારી સહિત કુલ ૮ની સામે ઠગાઇનો ગુનો નોંધાયો છે. બાદમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી ધરી આપોપીને ઝડપી લીધો હતો.ચોકબજાર પોલીસના જણાવ્યા પ્રમાણે, કાસકીવાડના હલદીયા શેરીમાં રોશન મંજીલમાં રહેતા ઇરફાન હુસેન ઇબ્રાહીમ ઘડીયાળી વેડરોડ ઉપર સંયોગ પાવર લૂમ્સના નામથી કાપડનો વેપાર કરે છે.

દરમિયાન તેમની મુલાકાત રીંગરોડ પર મિલેનીયમ ટેક્સટાઇલમાં મહેક ટેક્સટાઇલના નામે વેપાર કરતા વેપારી રજનીકાંત ધીરૂભાઇ વસોયા, શિવમ એન્ટરપ્રાઇઝના હિતેશ ઝાલાવડીયા, કાપડ દલાલ મેહુલ ગાંધી, શ્રી રાધે ફેશનના માલિક ઘનશ્યામ સેવાગ અને દલાલ મનીષ જરીવાલા, સરકાર ટેક્સટાઇલના માલિક રાકેશકુમાર રામપાલસિંહ નાયક અને નરેન્દ્ર અગ્રવાલની સાથે થઇ હતી.

આ તમામએ ભેગા થઇને ઇરફાનભાઇની પાસેથી રૂા. ૫૬.૫૮ લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને ૩૦ દિવસમાં પેમેન્ટ આપી દેવા કહ્યું હતું. મહિના બાદ ઇરફાનભાઇએ કાપડ દલાલો તેમજ વેપારીઓ પાસેથી પેમેન્ટની ઉઘરાણી કરી ત્યારે તેઓએ ફોન સ્વીચઓફ કરી દઇને દુકાનો બંધ કરી ફરાર થઇ ગયા હતા. જે અંગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો :-

કીર્તિ પટેલે તો હદ વટાવી! મહિલા સાથે બબાલ કરવા સાથીદારોને લઈને અમદાવાદ પહોંચી, પોલીસની હાજરીમાં ઝીંક્યા લાફા

0

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની મહિલાને ઘરમાં ઘુસીને માર મારવા મામલે કીર્તિ પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાના લગ્ન રામનિવાસ અગ્રવાલ સાથે વર્ષ 2014માં થયા હતા. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા તેઓએ 2019માં છૂટાછેડા લઈ લીધા હતા. જોકે, છૂટાછેડા બાદ પતિ એકલો રહેતો હોવાથી રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરતા હતા.

ચારેક દિવસ રમીલાબેન ઘરમાં હાજર હતા, ત્યારે કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ નામની યુવતીઓ સહિત 4 લોકો તેમના ઘરે આવ્યા હતા  અને તેમને ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી હતી. જે બાદ કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ સહિત તેમના મિત્રોએ રમીલાબેનને માર માર્યો હતો. જેથી મહિલાએ તાત્કાલિક પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી.  જેથી પોલીસની ટીમ ત્યાં દોડી આવી હતી. વસ્ત્રાપુર ગોયલ પાર્કના એક ફ્લેટમાં પોલીસની હાજરીમાં આ તમામે રમીલાબેન સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કીર્તિ પટેલે પોલીસની હાજરીમાં જ મહિલાને લાફો ઝીંકી દીધો.

મારામારી કર્યા બાદ આ તમામ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જે બાદ મહિલા સીધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. આ મામલે કીર્તી પટેલ, ગુડ્ડી પટેલ, વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી.  આપને જણાવી ધઈએ કે, આ પહેલી વખત નથી જ્યારે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ હોય, આ પહેલા પણ તેની સામે સુરત અને અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. અગાઉ સુરતની પુણા પોલીસે ત્રણ વર્ષ પહેલા હત્યાના પ્રયાસ મામલે કીર્તિ પટેલની ધરપકડ પણ કરી હતી.

આ પણ વાંચો :-

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન યુવકે મહિલા પોલીસ કર્મચારીઓને માર્યા થપ્પડ

0

ભારતીય ટીમે પાકિસ્તાન સામે ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં સાત વિકેટથી ધમાકેદાર જીત મેળવી છે. ભારતીય ટીમની પાકિસ્તાન સામે વનડે વર્લ્ડ કપમાં આ સતત ૮મી હાર રહી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. હવે ભારત-પાકિસ્તાનની મેચનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા પોલીસ કર્મચારી એક ફેનને લાફો મારી રહી છે. જોકે, યુવક પણ ગુસ્સામાં પોલીસકર્મી પર હાથ ઉઠાવે છે.

સોશિયલ મીડિયા પર યૂઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે વીડિયો શેર કરતા લખ્યું કે, મહિલા પોલીસકર્મી સાથે ઉદ્ધતતા છે. તો કોઈ કહી રહ્યું છે કે, પહેલા પોલીસ કર્મીએ લાફો માર્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, જેમણે પણ કાયદાનો ભંગ કર્યો છે, તેના પર કાર્યવાહી થવી જોઈએ, તે પણ કાયદાકીય રીતે. મહિલા પોલીસ કર્મી પણ અને આ યુવકને પણ આ ધ્યાન રાખવું જોઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સ્ટેડિયમ અંદાજે ૧ લાખ કરતાં વધુ લોકોથી ખીચોખીચ ભરેલું હતું. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું અને પાકિસ્તાનની ઈનિંગ માત્ર ૧૯૧ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે માત્ર ૩૦ ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો :-

ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા સુરતના બે દલાલ ઝડપાયા

0

વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા બે દલાલને ક્રાઈમ બ્રાન્ચે પાલ સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી ઝડપી પાડી ચાર મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.૧૫,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાલ એલ.પી.સવાણી સ્કુલ પાસે સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી હાલ ચાલી રહેલા આઈસીસી વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા દલાલ કુંજેશ અમરચંદ કાજી (ઉ.વ.૬૫, રહે.૯૦૧, પૂજા કિરણ એપાર્ટમેન્ટ, આશીર્વાદ એપાર્ટમેન્ટની બાજુમાં, રૂપાલી નહેર, ભટાર રોડ, સુરત ) અને હીરાદલાલ કમલેશ સેવંતીલાલ દોશી (ઉ.વ.૫૨, રહે.ઈ-૧૦૨, મણિભદ્ર રેસિડન્સી, સેલ પેટ્રોલ પંપની સામે, અડાજણ, સુરત ) ને ઝડપી લીધા હતા.

ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી રૂ.૧૩ હજારની મત્તાના ચાર મોબાઈલ ફોન અને રોકડા રૂ.૨૧૦૦ મળી કુલ રૂ.૧૫,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી તેમને મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમવા આઈડી-પાસવર્ડ આપનાર સ્નેહલ માકુવાળાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :-

 

સુરતના પાંડેસરા GIDCમાં પ્રયાગ મિલમાં ભીષણ આગ, 6 ફાયર સ્ટેશનથી 17 ગાડીઓ પહોચી

0

સુરતના પાંડેસરા GIDCમાં આવેલી પ્રયાગ મિલમાં આજે ભીષણ આગ ભભૂકી ઊઠી છે. બનાવની જાણ ફાયર વિભાગને કરતા શહેરનાં 6 ફાયર સ્ટેશનથી કાફલો ઘટનાસ્થળે પહોચ્યો છે. 17થી વધુ ફાયરની ગાડી આગ પર કાબૂ મેળવતા ઘટનાસ્થળે પહોંચી પ્રયાસ હાથ ધર્યો છે. ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મિલમાં કોઈ ફસાયું છે કે નહીં તેને લઈ ફાયરના જવાનો તપાસ કરી રહ્યા છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

પાંડેસરામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જૂના પ્રયાગરાજના નામે અને હાલ તરાનાના નામ સાથે ચાલતી મિલમાં આગની ઘટના બની હતી. જેથી આગની ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતાં. જેથી ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગને કરવામાં આવતા 6 ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા રવાના થઈ હતી. ભેસ્તાન, મજુરા, માન દરવાજા, ડિંડોલી, દુંભાલ અને નવસારી બજાર મળી કુલ છ ફાયર સ્ટેશનની ગાડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા પહોંચ્યો છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસ પાસે જાહેરાત કરવા માટે કોઈપણ પ્રવાસની વિગતો નથી

0

જો બાયડને ઈઝરાઇલની મુલાકાત અંગે વિચારણા કરી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ તેમણે ગાઝા પટ્ટી પર ઈઝરાઇલના લાંબા ગાળાના કબજા સામે ચેતવણી આપી હતી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આંતરિક ચર્ચાઓથી પરિચિત બે લોકોના જણાવ્યા અનુસાર ઈઝરાઇલની મુસાફરી વિશે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસ પાસે જાહેરાત કરવા માટે કોઈપણ પ્રવાસની વિગતો નથી.

એક ચેનલને આપેલ ૬૦ મિનિટના ઇન્ટરવ્યુમાં જો બાયડને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈઝરાઇલ યુદ્ધના નિયમો અનુસાર કાર્ય કરશે અને નિર્દોષ નાગરિકોને દવા, ખોરાક અને પાણીની ઍક્સેસ હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ માને છે કે ઈઝરાઇલ લાંબા ગાળા માટે પ્રદેશ પર નિયંત્રણ ન રાખવું જોઈએ તેના બદલે પ્રદેશ પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા સંચાલિત થવો જોઈએ.

જો બાયડન અને ઈઝરાઇલના નેતાઓ છેલ્લે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન મળ્યા હતા. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન સાઉદી અને ઇજિપ્તના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સોમવારે ઈઝરાઇલ પરત ફરે તેવી શક્યતા છે અને એક્સિઓસે અહેવાલ આપ્યો છે કે, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ પણ જો બાયડને સંઘર્ષ સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં આમંત્રણ આપ્યું છે. પેલેસ્ટિનિયન અને ઈઝરાઇલના નેતાઓ સંઘર્ષમાં મધ્યસ્થી કરવા ઇજિપ્ત પર દબાણ કરી રહ્યા છે અને યુએસએ દેશ પર રફાહ સરહદ ક્રોસિંગ ખોલવા દબાણ કર્યું છે

જો બાયડને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમની ટીમ ગાઝાના રહેવાસીઓ માટે સલામત ક્ષેત્રની સ્થાપના અંગે ચર્ચા કરી રહી છે. સંઘર્ષ ઝોનમાંથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢવામાં સહાય અંગે ઇજિપ્તની સરકાર સાથે વાટાઘાટો કરી છે. ઈઝરાઇલીઓ નિર્દોષ નાગરિકોની હત્યા ટાળવા માટે તેમની શક્તિમાં બધું જ કરવા જઈ રહ્યા છે. જો બાયડને કહ્યું કે, હમાસ દ્વારા પ્રારંભિક હુમલા પછી ઈઝરાઇલને જવાબ આપવાની જરૂર છે. જો બાયડને ઇન્ટરવ્યુમાં પુનરોચ્ચાર કર્યો હતો કે, તેઓ યુએસ સૈનિકોને પરિસ્થિતિમાં સીધો હસ્તક્ષેપ કરવા માટે કોઈ કારણ જોતા નથી, જોકે તેમણે ઈઝરાઇલ અને યુક્રેનને વધારાની લશ્કરી સહાય પૂરી પાડવા માટે ધારાશાસ્ત્રીઓ પર દબાણ કર્યું હતું.

આ પણ વાંચો :-

વર્લ્ડ કપમાં અપસેટ, અફધાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવ્યું

0

રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને મોહમ્મદ નબીની જાદુઈ સ્પિનને કારણે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને 2023 ODI વર્લ્ડ કપમાં પ્રથમ અપસેટ સર્જ્યો હતો. કોઈપણ ફોર્મેટમાં ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનની આ પ્રથમ જીત છે. પ્રથમ રમત રમીને અફઘાનિસ્તાને રહેમાનુલ્લાહ ગુરબાઝની 80 રનની તોફાની ઇનિંગને કારણે 285 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 40.3 ઓવરમાં માત્ર 215 રનમાં જ સમેટાઈ ગઈ હતી. હેરી બ્રુકે ઈંગ્લેન્ડ માટે 61 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો. જ્યારે અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ નબીને બે સફળતા મળી હતી.

અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા 286 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. જોની બેયરસ્ટો બીજી ઓવરમાં માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. બેયરસ્ટોને ફઝલહક ફારૂકીએ પેવેલિયન મોકલ્યો હતો. આ પછી જો રૂટ પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. રૂટ 17 બોલમાં બે ચોગ્ગાની મદદથી 11 રન બનાવીને આઉટ થયો હતો. તેને મુજીબ ઉર રહેમાને બોલ્ડ કર્યો હતો. આ પછી બધાની નજર ડેવિડ મલાન પર હતી, પરંતુ માલાન અફઘાન સ્પિનરોનો વધુ સમય સુધી સામનો કરી શક્યો નહીં. તે 39 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 32 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઈંગ્લેન્ડે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. એક તરફ ઈંગ્લેન્ડની ટીમ નિયમિત અંતરે વિકેટો ગુમાવી રહી હતી. બીજી તરફ હેરી બ્રુક સતત રન બનાવી રહ્યો હતો. તે સરળતાથી ચોગ્ગા ફટકારી રહ્યો હતો. જોકે, બ્રુક સિવાય ઈંગ્લેન્ડનો કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. આ દરમિયાન જોસ બટલર 09 રન, લિયામ લિવિંગસ્ટોન 10, સેમ કુરન 10 અને ક્રિસ વોક્સ 09 રન બનાવીને આઉટ થયા હતા.

અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને 37 રનમાં ત્રણ અને મુજીબ ઉર રહેમાને 51 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ નબીએ માત્ર 16 રનમાં બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ફઝલહક ફારૂકી અને નવીન ઉલ હકને એક-એક સફળતા મળી છે. આ પહેલા રહેમાનુલ્લા ગુરબાઝે બેટિંગમાં અફઘાનિસ્તાન માટે અજાયબીઓ કરી હતી. ગુરબાઝે માત્ર 57 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા. જ્યારે ઇકરામ અલી ખિલે 58 રનની ઇનિંગ રમી હતી. અંતમાં મુજીબ ઉર રહેમાને 16 બોલમાં મહત્વપૂર્ણ 28 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગર – પાટડી હાઇવે પર અકસ્માતમાં 50 મુસાફરોને ઇજા, બે ગંભીર

0

સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર એસ.ટી બસને અકસ્માત નડ્યો હતો. દિયોદર-જૂનાગઢ રૂટની આ બસ રોડની સાઈડના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર ૪૦થી ૫૦ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિયોદર-જૂનાગઢ રૂટની બસનો અકસ્માત વિગતો મુજબ, દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસને સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર અણીન્દ્રા.

સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર એસ.ટી બસને અકસ્માત નડ્યો હતો. દિયોદર-જૂનાગઢ રૂટની આ બસ રોડની સાઈડના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર ૪૦થી ૫૦ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસને સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર અણીન્દ્રા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર દોડતી બસ એકાએક ખાડામાં ઉતરી જતા અંદર બેઠેલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર મોટાભાગના મુસાફરો પોલીસ તાલીમાર્થીઓ હોવાની પણ માહિતી મળી રહી છે.

આ પણ વાંચો :-

 

 

રાજકોટનો યુવાન રાત્રે સુતો, તો સવારે ઉઠ્યો જ નહીં

0

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, બેઠા-બેઠા, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયા બાદ પરિવારમાં શોક છવાયો છે.

રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક ગઈકાલે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ઘરના સભ્યો તેને લઈને હોસ્પિટલ ખાચે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબોએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું છે.

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં અમર રાઠોડ નામના યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. ઈચ્છાપોરમાં યુવાન નવરાત્રી નિમિતે માતાજીની મૂર્તિ લેવા ગયો હતો. આ વેળાએ પહેલા છાતીમાં દુખાવો થયો હતો, પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતું. જોકે, ત્યારબાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડ્યો હતો અને તે જીવલેણ સાબિત થતાં યુવકનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :-

 

સુરતમાં પાંચ વર્ષનો બાળક રમતા-રમતા ૫ સેમીનો સ્ક્રુ ગળી ગયો, ડોક્ટરોના શ્વાસ થઈ ગયા અધ્ધર, જુઓ શું બન્યું

0

સુરતમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમતા રમતા ૫ વર્ષનો બાળક સ્ક્રુ ગળી જતા માતા-પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે, સુરત સિવિલ હોસ્પિટલના તબીબોએ સ્ક્રુ બહાર કાઢીને બાળકનો જીવ બચાવ્યો હતો.

નવાપુરના કંરજાળી ગામે રહેતા સાજન ગાવીતનો ૫ વર્ષીય પુત્ર ચહલ રમતા રમતા ૫ સેમીનો સ્ક્રુ ગળી ગયો હતો. જે બાદ તેને ઉલટીઓ શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તપાસ કરતા સ્ક્રુ ફેફસામાં ડાબી બાજુએ શ્વાસનળીમાં ફરાયો હોવાનું સામે આવ્યું હતું. જેથી એક પણ મિનિટની રાહ જોયા વગર માતા-પિતા સીધા ચહલને લઈને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ડોક્ટરને સમગ્ર હકીકત જણાવી હતી.

સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મહામહેનતે બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકના શરીરમાંથી સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યો હતો અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. સ્ક્રુને સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવતા માતા-પિતાને જીવમાં જીવ આવ્યો હતો. જે બાદ માતા-પિતાએ પોતાના બાળકનો જીવ બચાવવા બદલ તબીબોનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો :-