રાજકોટનો યુવાન રાત્રે સુતો, તો સવારે ઉઠ્યો જ નહીં

Share this story

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, બેઠા-બેઠા, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયા બાદ પરિવારમાં શોક છવાયો છે.

રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક ગઈકાલે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ઘરના સભ્યો તેને લઈને હોસ્પિટલ ખાચે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબોએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું છે.

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં અમર રાઠોડ નામના યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. ઈચ્છાપોરમાં યુવાન નવરાત્રી નિમિતે માતાજીની મૂર્તિ લેવા ગયો હતો. આ વેળાએ પહેલા છાતીમાં દુખાવો થયો હતો, પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતું. જોકે, ત્યારબાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડ્યો હતો અને તે જીવલેણ સાબિત થતાં યુવકનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :-