રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસ પાસે જાહેરાત કરવા માટે કોઈપણ પ્રવાસની વિગતો નથી

Share this story

જો બાયડને ઈઝરાઇલની મુલાકાત અંગે વિચારણા કરી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ તેમણે ગાઝા પટ્ટી પર ઈઝરાઇલના લાંબા ગાળાના કબજા સામે ચેતવણી આપી હતી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આંતરિક ચર્ચાઓથી પરિચિત બે લોકોના જણાવ્યા અનુસાર ઈઝરાઇલની મુસાફરી વિશે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસ પાસે જાહેરાત કરવા માટે કોઈપણ પ્રવાસની વિગતો નથી.

એક ચેનલને આપેલ ૬૦ મિનિટના ઇન્ટરવ્યુમાં જો બાયડને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈઝરાઇલ યુદ્ધના નિયમો અનુસાર કાર્ય કરશે અને નિર્દોષ નાગરિકોને દવા, ખોરાક અને પાણીની ઍક્સેસ હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ માને છે કે ઈઝરાઇલ લાંબા ગાળા માટે પ્રદેશ પર નિયંત્રણ ન રાખવું જોઈએ તેના બદલે પ્રદેશ પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા સંચાલિત થવો જોઈએ.

જો બાયડન અને ઈઝરાઇલના નેતાઓ છેલ્લે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન મળ્યા હતા. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન સાઉદી અને ઇજિપ્તના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સોમવારે ઈઝરાઇલ પરત ફરે તેવી શક્યતા છે અને એક્સિઓસે અહેવાલ આપ્યો છે કે, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ પણ જો બાયડને સંઘર્ષ સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં આમંત્રણ આપ્યું છે. પેલેસ્ટિનિયન અને ઈઝરાઇલના નેતાઓ સંઘર્ષમાં મધ્યસ્થી કરવા ઇજિપ્ત પર દબાણ કરી રહ્યા છે અને યુએસએ દેશ પર રફાહ સરહદ ક્રોસિંગ ખોલવા દબાણ કર્યું છે

જો બાયડને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમની ટીમ ગાઝાના રહેવાસીઓ માટે સલામત ક્ષેત્રની સ્થાપના અંગે ચર્ચા કરી રહી છે. સંઘર્ષ ઝોનમાંથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢવામાં સહાય અંગે ઇજિપ્તની સરકાર સાથે વાટાઘાટો કરી છે. ઈઝરાઇલીઓ નિર્દોષ નાગરિકોની હત્યા ટાળવા માટે તેમની શક્તિમાં બધું જ કરવા જઈ રહ્યા છે. જો બાયડને કહ્યું કે, હમાસ દ્વારા પ્રારંભિક હુમલા પછી ઈઝરાઇલને જવાબ આપવાની જરૂર છે. જો બાયડને ઇન્ટરવ્યુમાં પુનરોચ્ચાર કર્યો હતો કે, તેઓ યુએસ સૈનિકોને પરિસ્થિતિમાં સીધો હસ્તક્ષેપ કરવા માટે કોઈ કારણ જોતા નથી, જોકે તેમણે ઈઝરાઇલ અને યુક્રેનને વધારાની લશ્કરી સહાય પૂરી પાડવા માટે ધારાશાસ્ત્રીઓ પર દબાણ કર્યું હતું.

આ પણ વાંચો :-