Home Blog Page 926

ઈન્દ્રમણિ પાંડે BIMSTECના આગામી મહાસચિવ બન્યા, પ્રથમ વખત કોઈ ભારતીયને મળી જવાબદારી

ઈન્દ્રમણિ પાંડે 1990 બેચનાં ભારતી સેવા ઓફિસર (IFS) છે. તેઓ દેશનાં બુદ્ધિશાળી બ્યૂરોક્રેટ્સમાંનાં એક છે. હાલમાં તેઓ જિનેવા સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર સાત દેશોનાં સમૂહ BIMSTECનાં મહાસચિવ નિયુક્ત થનારા ઈન્દ્રમણિ પાંડે પહેલાં ભારતીય હશે.

બિમ્સટેક એટલે કે બે ઑફ બેંગાલ ઈનિશિએટિવ ફૉર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન. આ 7 દેશોનું એક સંગઠન છે જેમાં દક્ષિણ એશિયાનાં 5 દેશ ભારત-બાંગ્લાદેશ- ભૂટાન-નેપાળ-શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં 2 દેશો મ્યાંમાર – થાઈલેન્ડ શામેલ છે. વર્ષ 1997માં આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું. BIMSTECનું સચિવાલય બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છે.

બિમ્સટેક દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાને તેમજ હિમાલય-બંગાળની ખાળી જોડે છે. ભારત ઘણાં સમયથી નેબરગુડ ફર્સ્ટ અને એક્સ ઈસ્ટ પોલિસીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમજ હાલમાં જે રીતે ચીનની આક્રમકતા વધી રહી છે તેવી પરિસ્થિતિમાં ભારતને બિમ્સટેકમાં મહાસચિવ જેવો મોટો હોદો પ્રાપ્ત થવું એ મોટી વાત છે. તેનાથી દેશને ઘણાં લાભ પહોંચી શકે છે.

આ પણ વાંચો :-

 

કોંગ્રેસની પહેલી યાદી જાહેર, અશોક ગેહલોત અને સચિન પાઈલટને મળી ટીકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

0

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ૩૩ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટનું નામ પણ સામેલ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને સરદારપુરાથી અને સચિન પાયલટને ટોંક વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગોવિંદસિંહ ડોટાસરા લચમનગઢથી અને મુકેશ ભાકર લડનુનથી ચૂંટણી લડશે. પોતાની પહેલી યાદીમાં કોંગ્રેસે પાંચ મંત્રીઓને જગ્યા આપી છે, જ્યારે બે ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો ઝગડો માંડ શાંત પડ્યો છે. તેઓ અવારનવાર ઝગડતા હોય છે અને તેમની વચ્ચેનો વિવાદ ઘણી વાર જાહેરમાં આવી ચૂક્યો છે.

૩૩ ઉમેદવારોની યાદીમાં ૩૨ નામ જૂના છે, આ વખતે લલિત યાદવનું નામ મુંડાવર સાથે જોડાયેલું છે, જે બસપામાંથી છેલ્લી વખત ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસની પહેલી યાદીમાં સચિન પાયલટ જૂથના ચાર નેતાઓને ટિકિટ મળી છે. જેમાં ઇન્દ્રજસિંહ ગુર્જરને બિરાટનગરથી, મુકેશ ભાકરને લાડનુન બેઠક પરથી, રામનિવાસ ગાવાડિયાને પરબતસર બેઠક પરથી અને અમિત ચાચનને નોહર બેઠક પરથી ટિકિટ મળી છે.

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઈસી)એ બુધવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પર ચર્ચા કરી. રાજસ્થાનની તમામ ૨૦૦ વિધાનસભા બેઠકો માટે ૨૫ નવેમ્બરે મતદાન યોજાશે. ૩ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો :-

મહાદેવ એપ કૌભાંડમાં EDએ કરી ચાર્જશીટ દાખલ, ૧૯ બોલિવુડ કલાકારો રડાર પર, જાણો કલાકારોના નામ ?

0

મહાદેવ એપ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહાદેવ એપ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડમાં મની લોન્ડરિંગ એક્ટની કલમ ૪૪ અને ૪૫ હેઠળ ૧૪ લોકો સામે તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સી EDના વકીલ સૌરભ પાંડેએ એક ખાનગી મીડિયા હાઉસ સાથે આ વાતની પુષ્ટિ કરી છે.

EDની ૧૯૭ પાનાની ચાર્જશીટમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ, વિકાસ ચપ્પરિયા, ચંદ્રભૂષણ વર્મા, સતીશ ચંદ્રાકર, અનિલ દમ્માણી, સુનીલ દમ્માણી, વિશાલ આહુજા, ધીરજ આહુજા, પુનારામ વર્મા દ્વારા શ્રીજન એસોસિએટ્સ, શિવકુમાર વર્મા, શિવકુમાર વર્મા, પુનારામ વર્માના નામ છે. આ સાથે કુમાર વર્મા, યશોદા વર્મા અને પવન નૈથાની આરોપીઓની યાદીમાં સામેલ છે. ૮,૮૦૦ થી વધુ પાનાના દસ્તાવેજો પુરાવા તરીકે ટાંકવામાં આવ્યા છે.

EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ દર્શાવે છે કે આ કૌભાંડ રૂ. ૬,૦૦૦ કરોડનું હોઈ શકે છે. ED પહેલાથી જ ગુનાની કાર્યવાહી તરીકે કુલ રૂ. ૪૧ કરોડ જપ્ત કરી ચૂકી છે. કૌભાંડના કથિત કિંગપિન અને મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલનું ED દ્વારા મુખ્ય કાવતરાખોર તરીકે નામ આપવામાં આવ્યું છે. એજન્સીએ બંને પર એપ દ્વારા જુગાર અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે. રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકર દુબઈ ભાગી ગયા બાદ મહાદેવ એપના ઓપરેશનમાં મદદ કરવા બદલ આરોપી સતીશ ચંદ્રાકરનું નામ લેવામાં આવ્યું છે. પાંડેએ જણાવ્યું કે, સતીશે પૈસા આપ્યા અને મહાદેવ એપ માટે આઈડી ખરીદ્યું. આ આઈડીનો ઉપયોગ અન્ય લોકોને એપનો ઉપયોગ કરીને દાવ લગાવવા માટે કરવામાં આવ્યો હતો. આવક 70-30 ટકા સતીશ ચંદ્રાકર અને દુબઈ સ્થિત પ્રમોટર્સ વચ્ચે વહેંચવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ

0

રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યાએ ચિંતા વધારી છે. હાર્ટ એટેકના બનાવો પહેલા પણ બનતા હતા, પરંતુ છેલ્લા ૪-૫ વર્ષમાં તો હાર્ટ એટેકના બનાવમાં ખૂબ જ વધારો થયો છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળતા હતા, પરંતુ હવે નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યાં છે. ચિંતાનો વિષય એ છે કે આ હાર્ટ એટેકના બનાવોમાં ઓન ધ સ્પોટ મોત થાય છે જેથી સારવાર માટેનો સમય મળતો નથી. રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં આજે એક જ દિવસમાં ૯ લોકોના મોત થયા છે.

દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં ૩, ખેડા જિલ્લામાં એક યુવકનું અને વડોદરામાં ૧૩ વર્ષના બાળકનું હાર્ટ અટેકથી મોત થયું છે. ઉલટી થયા બાદ વૈભવ સોની નામના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો. ધોરણ ૬માં અભ્યાસ કરતા વૈભવ સોનીનું નિધન થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આમ રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યા વધતા આરોગ્ય નિષ્ણાંતોની ચિંતા વધી છે.

દ્વારકા જિલ્લામાં ૨૪ કલાકમાં હાર્ટએટેકથી ૩ લોકોના મોત થયા છે. જેમાં રામનગરમાં ૭૨ વર્ષીય વેલજી કણજારિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે મોટા આંબલામાં ૩૧ વર્ષના આતિમ બશિર સંઘાર અને દ્વારકામાં ૫૨ વર્ષના ભિક્ષુક રાજકુમાર સોલંકીને હાર્ટ એટેક ભરખી ગયો છે. રાજ્યમાં યુવાનોના હાર્ટએટેકથી મોતને લઇને ચકચાર મચી ગઈ છે.

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં પણ એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. વિગતવાર વાત કરીએ તો રાજકોટની મધ્યસ્થ જેલમાં ફરજ દરમિયાન જેલકર્મી સવાઇસિંહ હાલાજી સોઢાને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :-

ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ૮૩ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, નેતા વસુંધરા રાજે ક્યાંથી લડશે?

0

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે અહીં ૮૩ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને પણ ટિકિટ અપાયાની માહિતી છે. તેમાં ઝાલરાપાટનથી વસુંધરાને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે વસુંધરા રાજેથી ભાજપ નારાજ છે. તેમની અનેક મામલે અવગણના થવા લાગી હતી. જોકે હવે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાયો છે.

ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે પ્રથમ યાદીમાં પોતાના ઘણા મોટા નેતાઓના નામ જાહેર કર્યા છે. આજે રાજસ્થાન ભાજપાએ ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીએ ઝાલરા પાટણ વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અને શક્તિશાળી નેતા વસુંધરા રાજે સિંધિયાને ટિકિટ આપી છે. અંબરમાંથી સતીશ પુનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપે બીજી યાદીમાં ૧૦ મહિલાઓ, ૧૫ અનુસૂચિત જનજાતિ અને 10 અનુસૂચિત જાતિના ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપાએ થોડા સમય પહેલા જ પાર્ટીમાં જોડાયેલા જ્યોતિ મિર્ધાને પણ ટિકિટ આપી છે. મિર્ધાને નાગૌરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ નાથદ્વારાથી વિશ્વરાજ સિંહ મેવાડને ટિકિટ આપી છે . રાજસ્થાનમાં ૧ ઓક્ટોબરે ૪૧ સીટો માટે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. બાકી સીટ માટે નામ નક્કી કરવા પાર્ટીએ ગઈ કાલે સીઈસી બેઠક બોલાવી હતી.

વસુંધરા રાજેને તેમની જ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડને તારાનગરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ ચુરુના ધારાસભ્ય હતા. તેઓ તારાનગરથી ચૂંટણી લડી ચૂક્યા હોવા છતાં પક્ષે તેમને ફરી એકવાર તારાનગરથી નસીબ અજમાવવા મોકલ્યા છે. પાર્ટીએ ચિત્તોડગઢથી વર્તમાન ધારાસભ્ય ચંદ્રભાન સિંહની ટિકિટ રદ કરી છે અને તેમની જગ્યાએ ચિત્તોડગઢથી નરપત સિંહ રાજવીને ટિકિટ આપી છે.

આ પણ વાંચો :-

ISRO ચીફ એસ સોમનાથનું માનવું છે ચંદ્ર પર સ્લીપ મોડમાં રહેલા ચંદ્રયાન-૩નું રોવર પ્રજ્ઞાન ફરીથી સક્રિય

0

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નું રોવર ‘પ્રજ્ઞાન’ ચંદ્રની સપાટી પર સ્લીપ મોડમાં છે, પરંતુ તે ફરીથી સક્રિય થવાની શક્યતા નકારી શકાય નહીં. સોમનાથે કહ્યું કે અંતરિક્ષ એજન્સી સારી રીતે જાણે છે કે રોવર અને લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટી પર સુષુપ્ત અથવા સુષુપ્ત અવસ્થામાં ગયા છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-૩ મિશનનો હેતુ સોફ્ટ લેન્ડિંગનો હતો અને ત્યારબાદ આગામી ૩ દિવસમાં પ્રયોગો કરવામાં આવ્યા અને તમામ જરૂરી ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે.

સોમનાથે કહ્યું, હવે તે ત્યાં શાંતિથી સૂઈ રહ્યું છે. તેને સારી રીતે સૂવા દો. આપણે  તેને ખલેલ ન પહોંચાડીએ … જ્યારે તે જાતે સક્રિય થવા માગતું હોય ત્યારે થઈ જશે. હું હવે વધારે કંઈ કહેવા માગતો નથી. શું ઈસરોને હજુ પણ આશા છે કે રોવર ફરીથી સક્રિય થશે તો તેમણે કહ્યું કે, “આશાવાદી બનવાનું કારણ છે. પોતાની “આશા”નું કારણ જણાવતાં સોમનાથે કહ્યું હતું કે આ મિશનમાં એક લેન્ડર અને રોવર સામેલ છે.

સોમનાથે કહ્યું કે લેન્ડર એક વિશાળ માળખું હોવાથી તેની સંપૂર્ણ ચકાસણી થઈ શકી નથી. પરંતુ જ્યારે રોવરનું માઈનસ ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે તેનાથી પણ ઓછા તાપમાને કાર્યરત હોવાનું જણાયું હતું. ઈસરો ચીફે સ્પષ્ટતા કરી હતી કે ચંદ્રયાન-૩ મિશનનો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે ઇસરો મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા વૈજ્ઞાનિક ડેટાને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો :-

કેનેડાના PMએ રાજદ્વારીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી, કહ્યું કે લાખો લોકોનું જીવન મુશ્કેલીમાં

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલો વિવાદ હજુ સુધી અટક્યો નથી. આ બધાની વચ્ચે હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન રાજદ્વારીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી પર ફરીથી નારાજગી વ્યક્ત કરી છે. કેનેડીયન PMનું કહેવું છે કે, ભારતની આ કાર્યવાહી લાખો લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે. અહી નોંધનીય છે કે, આ નિવેદનના એક દિવસ પહેલા જ કેનેડાએ ભારતમાંથી તેના ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવવાની જાહેરાત કરી હતી.

વિગતો મુજબ થોડા દિવસો પહેલા ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે કહ્યું હતું. જો આમ નહીં કરવામાં આવે તો સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. હવે રાજદ્વારીઓ પાછા ખેંચવાની જાહેરાત પછી ૨૦ ઓક્ટોબરે ઑન્ટારિયોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રુડોએ મોટું નિવેદન આપ્યું છે.

ભારત સરકાર ભારત અને કેનેડામાં લાખો લોકો માટે જીવન અવિશ્વસનીય રીતે મુશ્કેલ બનાવી રહી છે. તેઓ મુત્સદ્દીગીરીના મૂળ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરી રહ્યા છે. હું લાખો ભારતીય કેનેડિયનોની સુખાકારી અને સુખ માટે ખૂબ જ ચિંતિત છું. આ સાથે તેમણે કહ્યું કે, કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાથી મુસાફરી અને વ્યવસાયમાં અવરોધ આવશે અને કેનેડામાં અભ્યાસ કરતા ભારતીયો માટે મુશ્કેલીઓ ઊભી થશે.

કેનેડામાં લગભગ ૨૦ લાખ ભારતીયો રહે છે, જે ત્યાંની કુલ વસ્તીના પાંચ ટકા છે. આ સાથે કેનેડામાં બહારથી ભણવા માટે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતીયો હોવાનું પણ નોંધનિય છે.

ભારત અને કેનેડાના આ નવા તણાવ પર અમેરિકાએ પણ નિવેદન જાહેર કર્યું છે. USA દ્વારા ૨૦ ઓક્ટોબરે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની વિદાય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી અને આશા વ્યક્ત કરી હતી કે, ભારત રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું પાલન કરશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, મતભેદોને ઉકેલવા માટે પાયાના સ્તરે રાજદ્વારીઓની જરૂર છે. અમે ભારત સરકારને વિનંતી કરી છે કે, કેનેડાની રાજદ્વારી હાજરીના અભાવ પર ભાર ન મૂકે અને કેનેડિયન તપાસમાં સહકાર આપે. મિલરે કહ્યું કે, તેઓ અપેક્ષા રાખે છે કે ભારત રાજદ્વારી સંબંધો પર ૧૯૬૧ વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓ નિભાવશે.

આ પણ વાંચો :-

સુરતમાં ગરબા મંડપમાં વિધર્મી યુવક ચાંદલો અને સાફો પહેરીને ઝડપાયો, બજરંગ દળે વિધર્મીની ધુલાઇ કરી

રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિના ગરબાની રમઝટ જામી છે, આ વખતે રાજ્યમાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકળો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ બધાની વચ્ચે સુરતમાંથી એક વિધર્મીને ગઇ કાલે નવરાત્રિ ગ્રાઉન્ડ પરથી ગરબા રમતા પકડી પાડ્યો હતો. આ પછી તેની ધૂલાઇ કરવામાં આવી હતી, ખાસ વાત છે કે, મુસ્લિમ યુવક કપાળમાં ચાંદલો અને માથામાં સાફો પહેરીને ઓલપાડના ગરબા મંડપમાં ઘૂસ્યો હતો.

સુરતમાંથી વિધર્મી પકડાયાની વાત સામે આવી છે. સુરતના ઓલપાડના કીમ ગામે ગઇ રાત્રે એક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતો એક વિધર્મી યુવક ઝડપાયો હતો. વિધર્મી યુવકે ગરબા ઘૂમતી વખતે પોતાના કપાળમાં ચાંદલો અને માથા પર સાફો પણ બાંધેલો હતો, જ્યારે આ વાતની જાણ ઓલપાડ તાલુકાની VHP અને બજરંગ દળની ટીમને થઇ તો તેમને તરતજ ગરબા મંડપમાંથી વિધર્મી યુવકને ઝડપી પકડી પાડ્યો હતો અને ધુલાઇ કરી હતી.

પકડાયેલા વિધર્મી યુવક પાસેથી ૧૭૮ નંબરનો ગ્રાઉન્ડ એન્ટ્રી પાસ પણ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં લવ જેહાદના કિસ્સામાં સતત સામે આવી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઠેર ઠેર બજરંગ દળ અને VHPની ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, જુઓ શું કહે છે

0

દક્ષિણ અરબી સમુદ્રમાં આ દિવસોમાં એક ચક્રવાતી તોફાન ઉઠ્યું છે. જેને હવામાનશાસ્ત્રીઓએ ‘તેજ’ નામ આપ્યું છે. અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનના કારણે દેશના પશ્ચિમ કિનારા પર તેની અસર થવાની ધારણા છે. જોકે, ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું છે કે ચક્રવાતી તોફાન તેજની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, ૨૨ ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક ૨૨ ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે.

દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૨૪ ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી ૧૫૦ કિમીથી વધુની હોઈ શકે છે.

પશ્ચિમ વિક્ષેપ આવશે તો ઠંડી ઘટશે. જો પશ્ચિમ વિક્ષેપ હટે તો ઠંડી વધી શકે છે. દિવાળીમાં પશ્ચિમ વિક્ષેપ હટવાના કારણે ઠંડી વહેલી પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, ૨૨, ૨૩ ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે ૨૪, ૨૫ ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.

દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાતી તોફાન ‘તેજ’ની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ આ માહિતી આપી છે. IMDએ કહ્યું છે કે ક્યારેક-ક્યારેક ચક્રવાત પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. ૨૨ ઓક્ટોબરની સાંજ સુધીમાં તેના ભયંકર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઈને દક્ષિણ ઓમાન અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાત ‘તેજ’ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાની તરફ આગળ વધશે.

આ પણ વાંચો :-

રેપિડ ટ્રેનનું નામ ‘નમો ભારત’ કરાયા બાદ રાજકારણ ગરમાયું, કોંગ્રેસે PM મોદી પર કર્યો કટાક્ષ

0

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘નમો સ્ટેડિયમ બાદ હવે નમો ટ્રેન. તેમના અહંકારની કોઈ સીમા નથી.’ સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી આવતીકાલે ‘નમો ભારત’ ટ્રેનનું ઉદઘાટન કરવાના છે, જેનું અગાઉ નામ RRTS હતું.

અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રસ નેતા પવન ખેડાએ પણ વડાપ્રધાન પર આડકતરો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, દેશનું નામ ભારત શા માટે રાખવું જોઈએ ? દેશનું નામ પણ બદલીને નમો કરી નાખો અને અહીં જ કામ સમાપ્ત થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૨૦મી ઓક્ટોબરે દેશની પ્રથમ રેપિડ ટ્રેનનું ઉદઘાટન કરવાનાં છે. તેઓ સવારે ૧૧.૫૦ કલાકે સાહિબાબાદમાં રેપિડ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્તાવ કરાવશે. કેન્દ્ર સરકારે આ રેપિડેક્સ ટ્રેનનું નામ બદલીને ‘નમો ભારત’ કરવાનો નિર્ણય કર્યો છે.

થમ RapidX ટ્રેન મળી છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧.૧૫ વાગ્યે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના ૧૭ કિલોમીટર લાંબા પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન PM મોદીએ રેપિડએક્સ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. RapidX ને ‘નમો ભારત’ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેન સામાન્ય લોકો માટે ૨૧ ઓક્ટોબર એટલે કે શનિવારથી દોડવાનું શરૂ કરશે.

આ પણ વાંચો :-