Home Blog Page 920

રાજસ્થાનમાં ૧૭ લાખની લાંચ લેતા ED અધિકારીનો ધરપકડ, ACBએ સહયોગી સાથે ઝડપ્યાં

0

રાજસ્થાનમાં ગઈકાલે EDએ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘરે દરોડાની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત CM ગહલોતના પુત્ર વૈભવને પણ FERA સંબંધિત કેસમાં પૂછપરછ માટે બોલાવાયા હતા. દરમિયાન રાજસ્થાન ACBએ EDના એક અધિકારી અને તેના સહયોગીને ઝડપી પાડ્યો છે. તેના પર એક કેસની પતાવટ અને ધરપકડ ન કરવા માટે ૧૭ લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ છે. અધિકારીએ તેના વચેટિયાના માધ્યમથી લાંચ માગી હોવાની માહિતી રાજસ્થાન ACB દ્વારા આપવામાં આવી હતી.

ED અધિકારી નવલ કિશોર મીણા પર એક વચેટિયા મારફત ૧૭ લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે બાદ રાજસ્થાન સરકારની તપાસ એજન્સી એસીબીએ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીના અધિકારીની ધરપકડ કરી લીધી હતી.

એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂ. ૧૫ લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. ACBના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, જયપુર-૩ યુનિટને એક ફરિયાદ મળી હતી કે ED ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસના સમાધાનના બદલામાં મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવા માટે ઇમ્ફાલ સબ ઝોન ઓફિસે ૧૭ લાખની લાંચની રકમ EO નવલ કિશોર મીણા દ્વારા માંગવામાં આવી હતી. ત્યારબાદ ૧૫ લાખની લાંચ લેતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

હિંમતનગરમાં ST બસ ડ્રાઈવરને અચાનક આવ્યો હાર્ટએટેક, ડ્રાઈવરે બચાવી લીધા મુસાફરોના જીવ

0

રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન હવે સાબરકાંઠા જિલ્લામાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. જોકે બસ ચાલકે સમય સૂચકતા વાપરી બસને સાઈડ કરી દેતાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ તરફ હાર્ટ એટેક બાદ તાત્કાલિક એસટી બસના ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ચાલકની તબિયત સ્થિર છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટણ-લુણાવાડા બસ પોતાના નિર્ધારિત સમયે ઉપડી હતી. આ દરમિયાન પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. આ તરફ બસ ચાલકે પણ હાર્ટ એટેક વચ્ચે પણ પોતાની ફરજના ભાગરૂપે તાત્કાલિક બસને સાઈડ કરી હતી. જોકે ચાલકને હાર્ટ એટેક આવ્યો હોય બસ સાઈડમાં કરવા જતા પાટણ લુણાવાડા બસ પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ખાડામાં ઉતરી ગઈ હતી. જોકે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યા બાદ ચાલકે બસ પર કાબુ કરી સાઈડમાં ઉતારી હતી. ડ્રાઈવરે સુરક્ષિત જગ્યાએ બસ લઈ જતા પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. જે બાદમાં ડ્રાઇવરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ડ્રાઇવરની તબીયત સ્થિર છે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ પર કાર્યવાહી કરનાર IAS અધિકારી સસ્પેન્ડ, જાણો કારણ

0

ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના SDM દ્વારા રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિરુધ સમન્સ જાહેર કરી તેને હાજર થવાનો આદેશ બહાર પડ્યો હતો. આ પ્રકારનો આદેશ જાહેર થતા જ ખળભળાટ મચી ગયો હતો. આ મામલો સામે આવ્યા પછી રાજ્યપાલ આનંદીબેન પટેલ વતી તેમના સચિવે DMને પત્ર લખી ચેતવણી આપી હતી. એવામાં સરકારે સમન્સ જાહેર કરનાર SDMને સસ્પેન્ડ કર્યા છે.

મળતી જાણકારી અનુસાર, બદાયૂં જિલ્લાના SDM દ્વારા કાયદાકીય વ્યવસ્થાઓને અવગણીને રાજ્યપાલ વિરુધ સમન્સ જાહેર કર્યું હતું. જેમાં SDM કોર્ટમાં રાજ્યપાલને હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ મામલો સામે આવતા જ  રાજ્યપાલના સચિવે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર મોકલ્યો હતો.

રાજ્યપાલના સચિવે DMને પત્ર લખ્યો કે, બંધારણના અનુચ્છેદ ૩૬૧ મુજબ બંધારણીય પદ વિરુધ કોઈ સરળતાથી નોટિસ અથવા સમન્સ પાઠવી શકે નહીં.  આ પત્ર રાજ્યપાલના સચિવ બદ્રીનાથ સિંહ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં બંધારણના અનુચ્છેદ ૩૬૧નું ઉલ્લંઘન કરવાની વાત કરવામાં આવી અને DMને નિયમાનુસાર સમન્સ જાહેર કરનાર વિરુધ કાયદાકીય કાર્યવાહી કરવાના દિશાનિર્દેશ આપ્યા હતા.

બદાયૂં જિલ્લાના લોડા બહેરી ગામના રહેવાસી ચંદ્રહાસે સદર તહસીલના SDM કોર્ટમાં, સંબંધિત પીડબ્લ્યુડી અધિકારીઓ,લેખરાજ અને રાજ્યપાલને વિરોધ પક્ષ તરીકે પક્ષકાર બનાવી અરજી કરી હતી. SDM કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, ચંદ્રહાસની કાકી કટોરી દેવીની સંપત્તિ તેમના એક સંબંધીએ તેમના નામે રજીસ્ટર કરાવી હતી. આ પછી તેને લેખરાજના નામે વેચી દીધી હતી. આ અરજી પર, SDM ન્યાયિક વિનીત કુમારે કોર્ટમાંથી લેખરાજ અને રાજ્યના રાજ્યપાલને  ૭ ઓક્ટોબરના રોજ રાજ્ય સંહિતાની કલમ ૧૪૪ હેઠળ સમન્સ પાઠવ્યું હતું, જે ૧૦ ઓક્ટોબરના રોજ રાજભવન પહોંચ્યું હતું. આ સમન્સમાં રાજ્યપાલને ૧૮ ઓક્ટોબરે SDM જ્યુડિશિયલ કોર્ટમાં હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

“આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” જોખમી સાબિત થઇ શકે છે, ભારત-યુરોપિયન યુનિયન સહિત ૨૭ દેશોની સહમતી

0

ભારત અને યુરોપિયન યુનિયન સહિત ૨૭ અન્ય દેશોએ ઇંગ્લેન્ડમાં એક બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા જોખમોનું મૂલ્યાંકન કરવા સાથે મળીને કામ કરવાની પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડા પ્રધાન ઋષિ સુનકના કાર્યાલયના સત્તાવાર પૃષ્ઠે જણાવ્યું હતું કે, અગ્રણી AI દેશો એઆઈ સુરક્ષા પર વિશ્વના પ્રથમ કરાર પર પહોંચ્યા છે.

યુકે સરકારે બુધવારે “ધ બેલેચલે ઘોષણા” નામનું એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ઇયુ સહિત ૨૮ સહભાગી દેશોના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને અત્યંત અત્યાધુનિક “ફ્રન્ટિયર” આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ દ્વારા રજૂ કરાયેલા જોખમો વિશેની ભયંકર ચેતવણી બહાર પાડવામાં આવી હતી.

બેલેચલે પાર્ક ઘોષણાપત્રમાં ૨૮ દેશો AI પર આંતરરાષ્ટ્રીય પગલાંની તકો, જોખમો અને જરૂરિયાત પર સંમત છે, જે સિસ્ટમોને સૌથી વધુ તાકીદનું અને ખતરનાક જોખમ ઊભું કરે છે તેની ઓળખ કરે છે.

આ બેઠકમાં પ્રતિનિધિત્વ કરનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચિલી, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈઝરાયેલ, ઈટાલી, જાપાન, કેન્યા, સાઉદી અરેબિયા, નેધરલેન્ડ, નાઈજીરીયા, ફિલિપાઈન્સ, કોરિયાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

વડોદરામાં દારૂના નશામાં BJP નેતાએ પડોશીના નાકમાં દમ કર્યો, ગઇકાલે જ બારડોલીમાં BJP નેતાની ધરપકડ

0

ગુજરાતમાં સતત બીજા દિવસે રાજકીય નેતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે સુરતના બારડોલીના ભાજપ કોષાધ્યક્ષ દારૂના નશામાં ઝડપાયા હતા. જોકે આજે સતત બીજા દિવસે આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. વડોદરામાં ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી નશાની હાલતમાં ઝડપાયા છે. ઘટનાને લઈ હાલતો પોલીસે આ નેતા સામે કેસ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં ભાજપ નેતા અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી નશાની હાલતમાં ઝડપાયા છે. અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી છે. પાડોશીને પરેશાન કરતા પપ્પુ ગઢવી વિરૂદ્ધ સ્થાનિકે પોલીસને જાણ કરી હતી. જેને લઈ વારસિયા પોલીસ સ્થળ પર પહોચી ત્યારે નેતા નશાની હાલતમાં ઝડપાયા હતા. આ તરફ હવે વારસિયા પોલીસે પપ્પુ ગઢવી સામે કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, પપ્પુ ગઢવી પોલીસમાં પકડાતા રાત્રે અનેક નેતાઓ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.

આ પણ વાંચો :-

ઈન્ડોનેશિયાના તિમોરમાં રિક્ટર સ્કેલ પર ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિકોમાં ભયનો માહોલ

0

યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, આજે સવારે (બુધવારે) સવારે ૧૨:૫૫ વાગ્યે ઈન્ડોનેશિયામાં Kepulauan Barat Daya ખાતે રિક્ટર સ્કેલ પર ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ઈન્ડોનેશિયાના તિમોરમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા ૬.૪ માપવામાં આવી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સપાટીથી લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.

ભૂકંપની તીવ્રતા ૬થી વધુ હોય ત્યારે સામાન્યપણે ભારે ખુવારીનો ભય હોય છે, પણ સદનસીબે હજી સુધી તિમોરમાંથી જાનમાલને નુક્સાન કે ખુવારીના કોઇ સમાચાર આવ્યા નથી.

ભૂકંપના કેન્દ્રની નજીકના વિસ્તારોમાં મધ્યમ ધ્રુજારી અનુભવાઈ હતી, જ્યારે તિમોર પ્રદેશ અને તિમોર-લેસ્તેમાં અન્યત્ર હળવા આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.

CERT-Inએ Apple પ્રોડક્ટ્સમાં હાજર એક કમજોરી વિશે એપ્પલ યુઝર્સને હાઈ એલર્ટ, જાણો શું છે કારણ

0

ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કામ કરનાર સાઈબર સુરક્ષા એજન્સી, કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ iPhone, iPad અને Apple Watch સહિત અન્ય એપ્પલ પ્રોડક્ટ્સમાં હાજર એક કમજોરી વિશે એપ્પલ યુઝર્સને હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

આ એલર્ટને ઈગ્નોર કરો છો તો હેકર્સ તમારા ડેટા સુધી પહોંચી શકે છે. CERT-Inએ પોતાની લેટેસ્ટ એડવાઈઝરીમાં ચેતાવણી આપી છે કે એપ્પલ પ્રોડક્ટ્સમાં ઘણી ખામીઓ મળી છે જે હેકર્સને ઘણા પ્રકારની દુર્ભાવનાપૂર્ણ ગતિવિધિઓ કરવાની પરવાનગી આપી શકે છે.

જેમાં ઓથરાઈઝેશન વગર સંવેદનશીલ જાણકારી સુધી પહોંચવું, ઈચ્છા અનુસાર કોડ એક્ઝીક્યુટ કરવો, સિક્યોરિટી પ્રતિબંધોને સાઈડ પર રાખવી, સર્વિસ એટેક, ઓથરાઈઝેશનને બાયપાસ કરવુ અને ટાર્ગેટેડ ડિવાઈશને સ્પૂફિંગ દ્વારા ખરાબ કરવું વગેરે શામેલ છે.

ડિવાઈઝમાં મળી ખામી

  • Apple iOS વર્ઝન ૧૭.૧ અને iPadOS વર્ઝન ૧૭.૧થી પહેલા
  • Apple iOS વર્ઝન ૧૬.૭.૨ અને iPadOS વર્ઝન ૧૬.૭.૨ પહેલા
  • Apple iOS વર્ઝન ૧૫.૮ અને iPadOS વર્ઝન ૧૫.૮ પહેલા
  • ૧૪.૧ પહેલાના Apple macOS સોનોમા વર્ઝન
  • ૧૩.૬.૧ પહેલાનાં Apple macOS વેંચુરા વર્ઝન
  • ૧૨.૭.૧ પહેલાના Apple macOS મોન્ટેરી વર્ઝન
  • ૧૭.૧ પહેલાના Apple TVOS વર્ઝન
  • ૧૦.૧ પહેલાના Apple watchOS વર્ઝન
  • ૧૭.૧ પહેલાના Apple Safari વર્ઝન

આવા લોકો જે પોતાના ડેટાને સુરક્ષિત કરવા માંગે છે તેમણે CERT-Inના પોતાના iOS, macOS, tvOS, watchOS અને Safariને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવા માટે કહ્યું છે.

ડિવાઈઝને અપડેટ નથી કરતા તો હેકર્સ તમારા ડેટા સુધી પહોંચી શકે છે. એપ્પલે આ વિષય પર એક્શન લેતા બધા માટે અપડેટ જાહેર કર્યું છે. તમે સેટિંગમાં જઈને પોતાના ડિવાઈઝને લેટેસ્ટ OS પર અપડેટ કરી શકો છો.

આ પણ વાંચો :-

દિલ્હીના CM કેજરીવાલની પૂછપરછ પહેલાં વધું એક AAPના મંત્રીની ઘરે EDની રેડ

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે EDએ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. દારૂ કૌભાંડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. જોકે આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, EDની ટીમે આજે સવારે દિલ્હી સરકારના અન્ય મંત્રીના ઘરે દરોડા પાડ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી સરકારના અન્ય મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડી રહી છે. EDની ટીમ સિવિલ લાઇન્સમાં મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન સહિત ૯ સ્થળોએ તપાસ કરી રહી છે. રાજકુમાર આનંદના બિઝનેસ સાથે જોડાયેલા મામલામાં EDની ટીમ દરોડા પાડી રહી છે. સૂત્રોનું માનીએ તો રાજકુમાર આનંદ હવાલા વ્યવહારમાં સામેલ હોવાની શંકા છે. આ દરોડાને કસ્ટમના મામલામાં પણ જોડવામાં આવી રહ્યો છે.

રાજકુમાર આનંદ વર્ષ ૨૦૨૦માં પહેલીવાર પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીણા આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હાજર હતા, જે બાદ ઘણો હોબાળો થયો હતો અને રાજેન્દ્ર ગૌતમને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

EDએ દિલ્હી દારૂ કૌભાંડની તપાસમાં આજે સવારે ૧૧ વાગ્યે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલે ૧૬ એપ્રિલે કેજરીવાલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે CBIએ લગભગ ૯ કલાક સુધી સીએમની પૂછપરછ કરી હતી. આ એ જ કેસ છે જેમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. લગભગ ૯ મહિના બાદ કેજરીવાલની ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે. જેના કારણે સીએમ ઓફિસથી લઈને ઈડી ઓફિસ સુધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલના હવાઈ હુમલામાં ૧૯૫ લોકોના મોત

0

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગાઝા પટ્ટી છોડીને અન્ય સ્થળે જવા મજબૂર બન્યા છે ત્યારે ગઈકાલે ઉત્તર ગાઝામાં આવેલા જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં ૧૯૫ લોકોના મોત થયા છે.

ઈઝરાઇલ દ્વારા જબાલિયા શરણાર્થી કેમ્પ પર કરવામાં આવેલા હુમલામાં ૧૯૫ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં અલ જજીરાના એક એન્જિનિયરનો આખો પરિવાર ખતમ થઈ ગયો હતો અને પરિવારના ૧૯ લોકોના મોત થયા હતા. ઈઝરાઇલી હવાઈ હુમલામાં ઉત્તરી ગાઝામાં આવેલા જબાલિયા શરણાર્થી કેમ્પમાં ખાના ખરાબી સર્જાઈ હતી. આ કેમ્પ બરબાદ થઈ ગયો હતો. અહેવાલો અનુસાર ઈજિપ્તે ઈઝરાઇલના હવાઈ હુમલાનેને અમાનવીય ગણાવ્યો હતો. ઈજિપ્તે કહ્યું હતું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ઈઝરાયલ હોસ્પિટલ, શરણાર્થી કેમ્પ પર હુમલા કરે છે. ઈજિપ્તે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈઝરાઇલી હુમલાને રોકવા અને ગાઝાના રહેવાશીઓ સુધી માનવીય સહાય આપવા માટે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો હતો.

કોહેને કહ્યું કે છેલ્લા પાંચ દિવસોમાં અમે હમાસની મોટાભાગની ક્ષમતાઓ નષ્ટ કરી દીધી છે. તેની રણનીતિક સુવિધાઓ, તેના તમામ વિસ્ફોટકો, તેની ટનલો અને અન્ય સુવિધાઓ પર સીધો પ્રહાર કરાયો છે. જોકે તેમણે કહ્યું કે આ યુદ્ધ લાંબુ ચાલશે અને એક કપરો મિશન છે. આ સાથે આઈડીએફએ કહ્યું કે તેણે હવાઈ હુમલામાં હમાસના એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રમુખ કમાન્ડર મોહમ્મદ એસારને ઠાર માર્યો હતો. આઈડીએફએ આ હુમલાનો વીડિયો પણ જારી કર્યો હતો.

આ પણ વાંચો :-

લિકર કૌભાંડમાં ED સામે હાજર નહીં થાય કેજરીવાલ, કહ્યું- નોટિસ પાછી લે એજન્સી, સિસોદિયા પહેલેથી જ છે જેલમાં

0

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે આજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડી ઓફિસ ખાતે બોલવવામાં આવ્યા હતા. EDના સવાલોના જવાબ આપતા પહેલા કેજરીવાલે કહ્યું હતું કે, પૂછપરછ માટે આવેલી નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિ પ્રેરિત છે. તેમણે કહ્યું કે ભાજપના ઈશારે નોટિસ મોકલવામાં આવી છે. હું ચાર રાજ્યોમાં પ્રચાર ન કરી શકું તે માટે કરવામાં આવ્યું છે જેથી તપાસ એજન્સીએ નોટિસ તાત્કાલિક પાછી ખેંચવી જોઈએ.

AAP નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. સિસોદિયાની ધરપકડ બાદ EDએ તાજેતરમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરી હતી. દિલ્હી શરાબ કૌભાંડને લઈને ED ધીમે ધીમે AAPના ઘણા બધા નેતાઓ પર કાર્યવાહી કરી રહી છે. મની લોન્ડરિંગ કેસમાં આજે EDએ દિલ્હીના કેબિનેટ મંત્રી રાજ કુમાર આનંદના ઘર પર દરોડા પાડ્યા છે. AAPને એ પણ ડર છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના ઘણા ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવશે. આ મામલે પાર્ટીએ બીજેપી પર સીધું નિશાન સાધ્યું હતું. રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે, ભાજપ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. આંમાં કેજરિવાલની ધરકડ થઈ શકે છે અને જેઓ પ્રથમ નહી હોય.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ૨૦૧૪થી ED દ્વારા નોંધાયેલા તમામ કેસમાંથી ૯૫ ટકા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ નોંધાયા છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ ઈન્ડિયા ગઠબંધનથી નારાજ છે. વધુમાં કહ્યું કે, કેજરીવાલની ધરપકડ કરવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે. ભાજપ જાણે છે કે તે દિલ્હીની સાતેય લોકસભા બેઠકો ગુમાવશે. જેથી તેમને ચૂંટણી લડવાથી રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક યાદી બતાવી અને કહ્યું કે તેમાં જે લોકોની ધરપકડ થવાની છે તેમના નામ સામેલ છે. કેજરીવાલ બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીનો નંબર આવશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનની પણ ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો :-