ઈન્ડોનેશિયાના તિમોરમાં રિક્ટર સ્કેલ પર ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિકોમાં ભયનો માહોલ

Share this story

યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, આજે સવારે (બુધવારે) સવારે ૧૨:૫૫ વાગ્યે ઈન્ડોનેશિયામાં Kepulauan Barat Daya ખાતે રિક્ટર સ્કેલ પર ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ઈન્ડોનેશિયાના તિમોરમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા ૬.૪ માપવામાં આવી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સપાટીથી લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.

ભૂકંપની તીવ્રતા ૬થી વધુ હોય ત્યારે સામાન્યપણે ભારે ખુવારીનો ભય હોય છે, પણ સદનસીબે હજી સુધી તિમોરમાંથી જાનમાલને નુક્સાન કે ખુવારીના કોઇ સમાચાર આવ્યા નથી.

ભૂકંપના કેન્દ્રની નજીકના વિસ્તારોમાં મધ્યમ ધ્રુજારી અનુભવાઈ હતી, જ્યારે તિમોર પ્રદેશ અને તિમોર-લેસ્તેમાં અન્યત્ર હળવા આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.