Home Blog Page 915

ગુજરાતમાં ૧૩૨૭ ડૉક્ટરની અછત, ૫૪૬ ડૉક્ટરોએ છોડી દીધી સરકારી નોકરી, જાણો કેમ

0

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર્સની અછત હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજ્યની અનેક સરકારી હોસ્પિટલોમાં ૧૩૨૭ ડૉક્ટરની અછત છે. વિગતો મુજબ પેરામેડિકલ સ્ટાફની ૨ હજાર પોસ્ટ ભરાઈ નથી. આ તરફ ચિંતાજનક વાત તો એ છે કે, રાજ્યમાં ૫૪૬ ડૉક્ટરોએ સરકારી નોકરી છોડી દીધી છે. આ તરફ વર્ગ ૧ ડૉક્ટરની ૬૩૭ જગ્યાઓ ખાલી તો તબીબી અધિકારી વર્ગ ૨ ની ૬૩૦ જગ્યા ખાલી છે.

રાજ્યમાં સૌથી વધુ ડોક્ટર્સની ઘટ એ દાહોદ જિલ્લામાં છે. આ સાથે CHCમાં સૌથી વધુ ૪૪૮ અને PHCમાં ૨૭૩ જગ્યા ખાલી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં ૨૬૫૩ બોન્ડેડ તબીબ મૂક્યા હતા. નોંધનિય છે કે, આ તમામ વિગતો સપ્ટેમ્બર માસમાં યોજાયેલ વિધાનસભા સત્રમાં બહાર આવી હતી. વિગતો મુજબ સરકારી હોસ્પિટલોમાં ૧૩૨૭ ડૉક્ટરની અછત છે તો પેરામેડિકલ સ્ટાફની ૨ હજાર પોસ્ટ ભરાઈ નથી.

રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં ૨૬૫૩ બોન્ડેડ તબીબોને અલગ-અલગ જિલ્લામાં મૂકવામાં આવ્યા હતા. જે બાદમાં માત્ર ૭૯૭ ડોક્ટર્સ જ હાજર થયા તો ૧૮૫૬ ડોક્ટરોમાંથી ૫૪૬ લોકોએ પોતાની ૫ લાખની બોન્ડની રકમ જમા કરાવી નોકરી ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ ૫૪૬ ડોક્ટરોએ 5 લાખની બોન્ડની રકમ પેટે કુલ ૨૭.૩૦ કરોડ જમા કરાવ્યા હતા. આ તરફ હવે ૧૩૧૦ ડોક્ટર્સ એવા છે કે, જેમણે નોકરી પણ નથી સ્વીકારી અને બોન્ડ પણ નથી ભર્યા.

આ પણ વાંચો :-

ઈઝરાઇલમાં એક લાખ ભારતીય મજૂરો મોકલવા કંઇ સરળ નથી, મોત ને પણ એટલુ જોખમ

0

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બાદ ઈઝરાઇલ દ્વારા ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઈઝરાઇલે તુરંત જ ભારત પાસેથી ૧૦૦,૦૦૦ કામદારોની મોકલવાની માંગણી કરી છે. એક અહેવાલ મુજબ ઈઝરાઇલની બાંધકામ કંપનીઓએ સરકાર પાસે ૧૦૦,૦૦૦ ભારતીય કામદારોની પરવાનગી માંગી છે. જેથી કરીને ૯૦ હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને રિપ્લેસ કરી શકાય. ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરવામાં આવી છે.

ઈઝરાઇલની કન્સ્ટ્રક્શન કંપનીઓએ ત્યાંની સરકારને કહ્યું છે કે, તેઓ ૯૦ હજાર પેલેસ્ટાઈનની જગ્યાએ ૧ લાખ ભારતીય કામદારોને નોકરી પર રાખવા માંગે છે. આ માટે તેમને છૂટ આપવી જોઈએ. હકીકતમાં ૭ ઓક્ટોબરે હમાસના હુમલા પછી ઈઝરાઇલમાં કામ કરતા ૯૦ હજાર પેલેસ્ટિનિયન મજૂરોની પરમિટ રદ કરવામાં આવી છે. જેના કારણે ઈઝરાઇલમાં બાંધકામ સંબંધિત તમામ કામો ઠપ્પ થઈ ગયા છે. ભારતીય કામદારોએ ખાડી દેશોમાં રણમાં આધુનિક શહેરો બનાવ્યા છે, જેના કારણે ઇઝરાયેલની કંપનીઓને પણ તેમની મહેનત પર વિશ્વાસ છે. પરંતુ શું આ સ્થિતિમાં આ મજૂરોને મોકલવા યોગ્ય રહેશે?

ઈઝરાઇલ બિલ્ડર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમ ફેઈગ્લિને કહ્યું, ‘અત્યારે અમે ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે કામદારોને મંજૂરી આપવા માટે ઈઝરાઇલ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અમને ભારતમાંથી ૫૦ હજારથી ૧ લાખ કામદારોની જરૂર છે. જો ભારતીય કામદારો ઈઝરાઇલ જશે તો મોટા પાયે રોજગારી મળશે. આ સિવાય તેમના દ્વારા મોકલવામાં આવેલ નાણાં અર્થતંત્રમાં યોગદાન આપશે. જોકે ભારતના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અહેવાલ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે હજુ પણ જાણી શકાયું નથી કે ભારત કામદારોને ઈઝરાઇલ જવા દેશે કે કેમ, તે પણ એવા સમયે જ્યારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીયોને બહાર કાઢવાનું ઓપરેશન અજય હજુ પૂર્ણ થયું નથી.

ઈઝરાઇલના બાંધકામ ઉદ્યોગમાં પેલેસ્ટિનિયનો લગભગ ૨૫ ટકા છે. તેમાંથી 10 ટકા એવા છે જે ગાઝાથી આવે છે. બાકીના વેસ્ટ બેંકમાંથી આવે છે. યુદ્ધ દરમિયાન મજૂરોની માંગમાં અચાનક વધારો થયો હોવા છતાં,ઈઝરાઇલ પહેલેથી જ ભારતીય કામદારોને લાવીને પેલેસ્ટિનિયન મજૂરોથી છુટકારો મેળવવા માંગતો હતો. આ વર્ષે મે મહિનામાં ભારતે ઈઝરાઇલ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ૪૨,૦૦૦ ભારતીય કામદારોને ઈઝરાઇલમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ લોકો નર્સિંગ સિવાય બાંધકામ ક્ષેત્રે પણ કામ કરશે.

આ પણ વાંચો :-

સુરતના મનિષ સોલંકી પરિવારના સામૂહિક -આપઘાત પાછળ પઠાણી ઉઘરાણી કારણભૂત

0

સુરતમાં મનિષ સોલંકીના પરિવાર સહિતની સામુહિક આત્મહત્યા કેસને લઈને રાજ્ય આખામાં ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં પોલીસે કરેલી તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. મનિષ સોલંકી સહપરિવાર સામુહિક આત્મહત્યા પૂર્વે બીજી ચિઠ્ઠી લખી હતી. જેમાં મનિષ સોલંકીની આત્મહત્યાનું કારણ ધંધાના ભાગીદારનું દબાણ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સુરતમાં અડાજણ સામુહિક આપઘાત કેસ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું હતું. આ સાથે પરિવારના બાકીના સભ્યોને સોડામાં ઝેરી દવા મિક્સ કરી પીવડાવ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે,આ તરફ સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ શોધવા પોલીસની મથામણ યથાવત છે. આ તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતક મનીષભાઈ સોલંકી સામે ફરિયાદની તજવીજ પણ હાથ ધરી હતી.રતમાં મનિષ સોલંકીના પરિવાર સહિતની સામુહિક આત્મહત્યા કેસને લઈને રાજ્ય આખામાં ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં પોલીસે કરેલી તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. મનિષ સોલંકી સહપરિવાર સામુહિક આત્મહત્યા પૂર્વે બીજી ચિઠ્ઠી લખી હતી. જેમાં મનિષ સોલંકીની આત્મહત્યાનું કારણ ધંધાના ભાગીદારનું દબાણ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

તપાસમાં સામે આવ્યું કે મનિષ સોલંકીએ ઇન્દ્રપાલ નામની વ્યક્તિ સાથે ભાગીદારીમાં હાર્ડવેરનો ધંધો શરૂ કર્યો હતો. હાર્ડવેરના અનેક બિલ એક સાથે આપ્યા હતા અને મોટી રકમની લોન પણ મનિષ સોલંકી પાસે લેવડાવી હોવાનું પણ બહાર આવ્યું છે. બાદમાં દિવાળી સમયે પેમેન્ટ આપવા ઇન્દ્રપાલ શર્મા દબાણ કરતો હતો અને આ અંગે ચિઠ્ઠીમાં ઉલ્લેખ પણ કરાયો છે. ત્યારબાદ ઇન્દ્રપાલના દબાણને લઈને મનિષ સોલંકીએ સહપરિવારનું જીવતર ઝેર થયું હતું. જેથી તમામેં અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. આથી અડાજણ પોલીસે ઇન્દ્રપાલ શર્માની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.

સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનીષ સોલંકીએ પરિવારના ૭ સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનીષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષભાઈના પત્ની રીટાબેન, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે. સામૂહિક આપઘાતની ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન હતું, પરંતુ માતા-દિકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળુ દબાવવાથી થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બાદમાં સામૂહિક આપઘાતના બનાવની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના પણ કરી હતી.

આ પણ વાંચો :-

 

• નીતિશ કુમારને મહિલા પંચે કેમ આપી નોટિસ વિગતે જાણો

• હાર્દિક પટેલની કેશ મુક્તિની અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી

ભારતના ‘પ્રલય’ થી કાંપી ઉઠશે ચીન અને પાકિસ્તાન, બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ

0

ભારતે આજે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ ઓડિશા તટ પર અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યુ છે. આ પ્રલય મિસાઈલ DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ સવારે ૯:૫૦ વાગ્યે કરવામાં આવ્યુ અને તેણે તેના તમામ ઉદ્દેશ્યો પૂરા કરી લીધા છે.

ટ્રેકિંગ ઉપકરણોથી મિસાઈલની ટ્રેજેક્ટરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રલય મિસાઈલની રેન્જ ૩૫૦-૫૦૦ કિલોમીટર છે અને તે ૫૦૦-૧૦૦૦ કિલોગ્રામ પેલોડ લઈ જવામાં સક્ષમ છે. પ્રલય મિસાઈલને LAC અને LOC પર તૈનાત કરવા માટે વિકસાવવામાં આવી છે. રક્ષા અધિકારીઓનું કહેવું છે કે, ચીનની ડોંગ ફેંગ ૧૨ અને રશિયાની ઈસ્કેન્ડર મિસાઈલોની તુલના ભારતની પ્રલય મિસાઈલ સાથે થઈ શકે છે. યુક્રેન યુદ્ધમાં રશિયાએ ઈસ્કેન્ડર મિસાઈલનો મોટાપાયે ઉપયોગ કર્યો છે. પાકિસ્તાન પાસે પણ આ રેન્જની બેલેસ્ટિક મિસાઈલો છે.

૨૨ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ DRDOએ અબ્દુલ કલામ દ્વિપથી પ્રલયનું પ્રથમ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલને ઉચ્ચ સ્તરની સટીકતા, માન્ય નિયંત્રણ, માર્ગદર્શન પ્રણાલી અને મિશન એલ્ગોરિદમ સાથે ૪૦૦ કિમી પર નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટે અર્ધ બેલેસ્ટિક પથને ફોલો કર્યો હતો. ૨૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ DRDOએ અબ્દુલ કલામ દ્વીપથી પ્રલયનું વધુ એક પરીક્ષણ કર્યું હતું. હથિયારોની ઘાતકતા અને સટીકતાની તપાસ માટે ભારી પેલોડનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો :-

બિહારના મુખ્યમંત્રીનું મોટું એલાન, અનામત ૫૦ ટકાથી વધારીને ૭૫ ટકા કરવાનો પ્રસ્તાવ, જાણો શું પડશે અસર

0

બિહારમાં જાતિય વસતી ગણતરી અને આર્થિક સર્વે રજૂ કર્યાં બાદ સીએમ નીતિશ કુમારે એક મોટો દાવ ખેલ્યો છે. તેમણે રાજ્યમાં વસતીના પ્રમાણમાં અનામતની લિમિટને ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વિધાનસભામાં ચર્ચા દરમિયાન સીએમ નીતિશે બિહારમાં અનામતનો વ્યાપ ૫૦થી વધારીને ૬૫ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અનામતને ઇડબલ્યુએસના ૧૦ ટકાથી વધારીને ૭૫ ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સીએમ નીતિશે કહ્યું કે, સરકાર અનામતનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ પ્રસ્તાવ મુજબ, એસસી માટે અનામતની મર્યાદા હાલના ૧૬ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવે. એસટીને એક ટકાથી વધારીને ૨ ટકા કરવામાં આવશે,  અતિ પછાત અને ઓબીસીને ૪૩ ટકા અનામત આપવામાં આવે.

બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. તેમણે કહ્યું કે, જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આખા સદનમાં આ નિવેદન દરમિયાન અજીબોગરીબ સ્થિતિ જોવા મળી હતી. આ વાત પર મહિલા ધારાસભ્ય ગુસ્સે દેખાયા હતા. સાથે જ કેટલાક અન્ય ધારાસભ્યો હસી રહ્યા હતા.

વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલમાં જણાવાયું છે કે બિહારમાં અનુસૂચિત જનજાતિઓમાં ૪૨.૭૦ ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જાતિના કુલ પરિવારોમાંથી ૪૨.૯૩ ટકા પરિવારો ગરીબ છે. સરકારી આંકડા મુજબ રાજ્યમાં ૩૩ ટકા લોકો શાળાએ પણ ગયા ન હતા. એટલું જ નહીં, ભૂમિહાર પરિવારો રાજ્યમાં સૌથી ગરીબ વર્ગ છે. પછી બ્રાહ્મણ પરિવારો છે.

આ પણ વાંચો :-

ગૃહરાજ્યમંત્રી સાહેબ તમારા પોલીસ સુરત પાસીંગના ગાડી ચાલકોને ખોટી રીતે કરે છે હેરાન, MLA કુમાર કાનાણી

0

ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે અને ગુનેગારો ગુનો કરવા માટે અવનવા હથકંડા અપનાવી રહ્યા છે તેમ છતાં ગૃહમંત્રી પોલીસના વખાણ કરતા થાકતા નથી ત્યારે હવે સુરતના ધારાસભ્યએ ગૃહરાજ્યમંત્રીને પત્ર લખ્યો છે કે વાંસદ ટોલનાકા બાદ સુરત પાર્સીગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે.

સુરતની વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને કહ્યું હતું કે શહેરના વાસંદ ટોલનાકા બાદ સુરત પાર્સીગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. તેમણે સ્થાનિકો વતી રજૂઆત કરી કે પોલીસના ચેકિંગના કારણે વાહનચાલકોને મુશ્કેલી ઉભી થઈ રહી છે.

કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે મને મળેલ રજુઆતના સંદર્ભમાં છેલ્લા કેટલાય સમયથી સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી ફોર વ્હીલરોના માલિકો સાથે ટોલનાકા પછી ત્યાં આણંદ જીલ્લાની પોલીસ ૧૫-૨૦ ના ટોળામાં ઉભા રહી ફોર વ્હીલરો ગાડીઓ ઉભી રાખી ગાડી ચેકિંગના બહાના હેઠળ પરિવારમાં બહેન- દીકરીઓ અને પત્ની સાથે જતા હોય તેવા વાહનોને સાઈડમાં ઉભા રખાવી ડોકયુમેન્ટની માંગણી કરવામાં આવે છે. કાયદાકીય રીતે પોલીસ તેમની ફરજ બજાવે તેમાં કોઈને પણ વાંધો ન હોવો જોઈએ, પરંતુ માત્ર તોડબાજી કરવાના હેતુસર વાહન માલિકો સાથે ગાળા-ગાળી કરી ગમે તે ભાષામાં વાત કરી એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. અને માત્ર પૈસાની તોડબાજી માટે વાહન માલિકોને હેરાન કરવામાં આવે છે. અને જો વાહન માલિકો દ્વારા કઈપણ રજુઆત કરવામાં આવે અથવા મોબાઈલ પર કોઈ સાથે વાત કરવાનું કહેવામાં આવે તો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવે છે. તો આવી રીતે કોઈ મોટા આંતકવાદી તરીકેના ગુનેગાર હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવે છે. તો આ બાબતને ગંભીરતા પૂર્વક લઇ તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા મારી માંગણી છે.

આ પણ વાંચો :-

ગુજરાત સરકારએ ST વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓને દિવાળી ભેટ, જુઓ કેટલો વધારે મળશે

0

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે.  તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.

આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીઓ જોડાયા હતા. આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો :-

Mahadev Appને લઈને BJP ના કોગ્રેસ પર પ્રહાર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું- ૫૦૦ કરોડની લાંચ લીધી

0

મહાદેવ એપને લઈને ભારતીય જનતા પાર્ટી સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. મંગળવારે ભોપાલમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઠાકુરે કહ્યું કે ‘કોંગ્રેસે દારૂ કૌભાંડ, કોલસા કૌભાંડ, મહાદેવ એપમાંથી ૫૦૮ કરોડ રૂપિયાની લાંચ લીધી છે.

છત્તીસગઢની ૨૦ વિધાનસભા બેઠકો અને મિઝોરમની તમામ ૪૦ વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢની બાકીની ૭૦ સીટો માટે ૧૭ નવેમ્બરે મતદાન થશે. મતદાનને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર થશે. ચુંટણીના આ માહોલ વચ્ચે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકોરનું નિવેદને ચર્ચાનો વિષય બન્યું છે.

અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, છત્તીસગઢમાં મહાદેવ એપ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ મોટી મોટી વાતો કરતા હતા, પરંતુ દિલ્હીમાં પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે આ રાજ્ય એક સમયે ‘બીમાર રાજ્ય’ હતું, પરંતુ ભાજપના શાસનમાં છેલ્લા વર્ષોમાં વિકાસ થયો છે. અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે છેલ્લા એક-બે વર્ષથી ગોઠાન કૌભાંડ, દારૂ કૌભાંડ, કોલસા કૌભાંડની તપાસ ચાલી રહી છે. ભૂપેશ બઘેલ ભ્રષ્ટ નેતા છે. અટકળો દ્વારા સત્તા મેળવવા માંગે છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો એકતરફી હતા અને અમે ચૂંટણી જીત્યા. તેમનું ઈન્ડી ગઠબંધન કોઇ કામનું નથી. મધ્યપ્રદેશમાં પણ મતદારોને મતનું નુકસાન થશે. કોંગ્રેસ વિરુદ્ધ મતદાન થશે. દેવેન્દ્ર તોમરના વાયરલ વીડિયો પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ મામલે FIR દાખલ કરવામાં આવી છે. ઠાકુરે વધુમાં કહ્યું કે હિમાચલ અને કર્ણાટકમાં કોંગ્રેસના વાયદા નિષ્ફળ ગયા છે. ન તો મહિલાઓને પૈસા મળ્યા કે ન દૂધના ભાવ ઘટ્યા. એક હજાર યુવાનોને પણ નોકરી આપી શક્યા નથી. છત્તીસગઢ અને રાજસ્થાન સરકારોએ પણ તેમના વચનો પૂરા કર્યા નથી.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં મતદાનની વચ્ચે સુરક્ષા દળોનો સપાટો, એન્કાઉન્ટરમાં ઘણા નકસલીઓને ઠાર માર્યાં

0

છત્તીસગઢમાં પહેલા તબક્કાના મતદાનની વચ્ચે સુરક્ષા દળો અને નકસલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં ઘણા નકસલીઓ માર્યા ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે. સુકમામાં તાડમેટલા અને ડૂલેદ વચ્ચે સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાના સમાચાર છે કોબ્રા ૨૦૬ સૈનિકો સાથે એન્કાઉન્ટર થઈ રહ્યું છે. મિંપામાં મતદાન દળને સુરક્ષા આપવા માટે જંગલોમાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અહીં એન્કાઉન્ટર લગભગ ૨૦ મિનિટ સુધી ચાલ્યું હોવાનું સામે આવ્યું છે. આમાં કેટલાક સૈનિકો ઘાયલ પણ થયા છે.

બીએસએફ અને ડીઆરજીની એક ટીમ કાંકેર જિલ્લાના બાંદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મતદાન માટે એરિયા વર્ચસ્વ પર નીકળી હતી. આ દરમિયાન પનવાર પાસે ૧ વાગે ડીઆરજી સાથે એન્કાઉન્ટર થયું હતું. ઘટના સ્થળેથી AK-૪૭ મળી આવી છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેટલાક નક્સલવાદીઓ ઘાયલ અથવા મૃત્યુ પામે તેવી સંભાવના છે. બપોરે લગભગ ૧ વાગે પડેડાના દક્ષિણમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 85મી બટાલિયન અને માઓવાદીઓ વચ્ચે થયું હતું, જેઓ મતદાનના દિવસે એરિયા ડોમિનેશન ડ્યુટી પર હતા. આ એન્કાઉન્ટર લગભગ ૫-૧૦ મિનિટ સુધી ચાલ્યું હતું, માઓવાદીઓ ૨-૩ મૃતદેહો લઈને ભાગતા જોવા મળ્યા હતા. તમામ સૈનિકો સુરક્ષિત છે અને આસપાસ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આજથી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે છત્તીસગઢની ૧૦ સીટો પર મતદાન ખતમ થઈ ગયુ છે. બાદમાં ૧૦ બેઠકો માટે મતદાન શરૂ થયું હતું. મિઝોરમમાં એક જ તબક્કામાં તમામ ૪૦ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.ચૂંટણી પંચે મતદાનને કારણે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ૬૦ હજાર સુરક્ષા દળોને તૈનાત કરી દીધા છે.

આ પણ વાંચો :-

ભારતીયો ને ઈઝરાઇલમાં રોજગારની ઊજળી તકો, મોત ને પણ એટલુ જોખમ

0

હમાસ-ઇઝરાઇલ યુદ્ધના કારણે વિશ્વમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને મૃત્યુઆંક પણ દિવસેને દિવસે વધતો જાય છે, એવામાં આ યુદ્ધથી ભારતને એક સારી તક મળી શકે છે. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાઇલ સરકાર એક લાખ ભારતીયોને તેના દેશમાં નોકરી આપવાની તૈયારી કરી રહી છે. જો આવું થશે તો ઇઝરાઇલમાં કામ કરનારા પેલેસ્ટાઇની નાગરીકોનું સ્થાન ભારતીય નાગરિક લઇ લેશે.

એક અમેરિકન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાઇલ બિલ્ડર્સ એસોસિએશને ઇઝરાઇલ સરકાર પાસે દેશની બાંધકામ કંપનીઓમાં એક લાખ ભારતીયોને નોકરી આપવાની મંજૂરી માંગી છે. જેઓ 90 હજાર પેલેસ્ટિનિયન ગામોમાં કામ કરશે અને કામદારોની જગ્યા લેશે. જોકે આ અંગે હજુ વિદેશ મંત્રાલયે કોઈ ટિપ્પણી કરી નથી. એવા અહેવાલો છે કે, ઇઝરાઇલના બાંધકામ ક્ષેત્રના ૨૫ ટકા કામદારો પેલેસ્ટિનિયન છે.

ઇઝરાઇલ-હમાસ વચ્ચેના યુદ્ધને આજે એક મહિનોપૂર્ણ થયો છે પરંતુ તેનો અંત હજુ સુધી દેખાઈ રહ્યો નથી. આ હુમલામાં આશરે ૧૪૦૦ જેટલા ઇઝરાયેલના નાગરિકો માર્યા ગયા હતા અને ગાઝાનો મૃત્યુઆંક ૧૦ હજારને વટાવી ગયો છે. અત્યાર સુધી બંને તરફથી કુલ ૧૧ હજાર લોકોના મૃત્યુ થયા છે. હમાસે ૨૪૦લોકોને બંધક બનાવી દીધા હતા. ઇઝરાઇલએ હમાસને ખતમ કરવા માટે સોગંદ ખાધી હતી અને જવાબી કાર્યવાહી કરી હતી. તેણે ગાજા પટ્ટી પર અનેક બોમ્બ વસાવ્યા હતા જેમાં અત્યાર સુધી ૯,૫૦૦ જેટલા પેલેસ્ટાઈન વાસીઓ માર્યા ગયા છે.

આ પણ વાંચો :-