Home Blog Page 908

ભારતના બધુ એક દુશ્મન મૌલાના રહીમુલ્લાહને ગોળી મારી હત્યા

0

દિવાળી ટાણે પાકિસ્તાનમાં ભારતના બધુ એક દુશ્મનની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા જૈશના નજીકના લોકોને નિશાન બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. કરાચીમાં મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૌલાના રહીમ ઉલ્લાહ જૈશ ચીફ મસૂદ અઝહરનો નજીકનો હોવાનું કહેવાય છે. મૌલાના તારિક ઘણીવાર ભારત વિરોધી મેળાવડાઓમાં ભારત વિરુદ્ધ જોરદાર ભાષણો આપતો હતો.

પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યાની વધુ એક ઘટના સામે આવી છે.કરાચીના ઓરંગી ટાઉનમાં ભારત વિરોધી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને મૌલાના રહીમુલ્લાહ તેમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી છે. નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા લશ્કરના આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.

તાજેતરના દિવસોમાં પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ઘણા ભારત વિરોધી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. લશ્કર-એ-તૈયબાના ભૂતપૂર્વ કમાન્ડર અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અકરમ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તેણે ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન લશ્કરમાં ભરતીનું ધ્યાન રાખ્યું હતું. અકરમ લશ્કરના ટોચના કમાન્ડરોમાં સામેલ છે. તે લાંબા સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.

આ પણ વાંચો :-

યુપીમાં ૫ નરાધમોઓએ યુવતી સાથે કર્યું સામૂહિક દુષ્કર્મ

0

ઉત્તર પ્રદેશના આગ્રામાં હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આ તરફ હવે ગેંગરેપ પીડિતાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને બચાવવા માટે આજીજી કરી રહી છે. આરોપીઓની બળજબરી વચ્ચે પીડિતાને તેના પેન્ટમાં શૌચ કરવું પડ્યું. પીડિત મહિલા સાથે હોમ સ્ટેમાં પાંચ યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો તો મહિલાને ખેંચવામાં આવી અને માર પણ મારવામાં આવ્યો.

આગ્રામાં હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી પર ગેંગરેપની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેને બળજબરીથી રૂમમાં ઘસડવામાં આવી અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તરફ હવે પોલીસે પણ આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આગ્રાના તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના તાજનગરી ફેઝ ૨ માં આવેલ હોટેલ હોમ સ્ટેમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પાંચ યુવકોએ યુવતીને હોટેલ હોમ સ્ટેમાં બળજબરીથી દારૂ પીવડાવ્યો અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાની ઉંમર આશરે ૨૫ વર્ષની છે. તેણે કહ્યું કે, અગાઉ તેનો વાંધાજનક વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેને લઈને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. આરોપીએ તેના માથા પર કાચની બોટલ પણ તોડી નાખી હતી.

પીડિત યુવતી છેલ્લા દોઢ વર્ષથી હોમ સ્ટેમાં કામ કરતી હતી. પીડિતાનો મિત્ર જીતેન્દ્ર તેના ચાર મિત્રો સાથે હોટલ પર પહોંચ્યો હતો અને તેને બળજબરીથી દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

 

૧૩, નવેમ્બર ૨૦૨૩/ આ ૩ રાશિના લોકો પર મહેરબાન રહેશે મહાદેવ, નોકરી-વ્યાપારમાં મળશે સફળતા જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ-

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબુત મનોબળમાં વધારો જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને.‌ પ‌‌‌રિવારના સભ્યોની પ્રગ‌તિથી આનંદ,છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામાત્ય સુખમાં આનંદ.

વૃષભઃ-

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે આવક અંગે સામાન્ય ‌‌‌‌દિવસ છે. પ‌‌‌રિવાર માં શાં‌‌તિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પ‌‌ત્નિ સાથે પ્રેમ જળવાય.‌‌ ‌મિત્રો થી સહકાર મળે.

મિથુનઃ-

મનનું ‌સિધ્ધાંતવાદી વલણ રહે.આવક જળવાશે.પ‌‌રિવારના સભ્યો સાથે આત્મીયતા  વધે. જૂના રોકાણો થી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગ‌તિથી આનંદ વધે.

કર્કઃ- ‌‌‌‌

દિવસ દરમ્યાન આનંદની અનુભૂ‌‌તિ થાય. કરેલા રોકાણો રૂળદાયી નીવડે, નવા વાહન ની ખરીદી શક્ય બને નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગ‌તિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં ‌વિશેષ લાભ.

સિંહઃ-

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબુત થતું જણાય. પ‌રિવારના તમામ સભ્યોની પ્રગ‌‌તિ આનંદદાયક સા‌‌બિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું

કન્યાઃ-

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગ‌તિનો ભોગન બનાય એનું ધ્યાન રાખવું. ‌‌આર્થિક પાસુ મજભુત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફ‍ળતા મળતી જ‍ણાય છે.

તુલાઃ-

સૌદઇ, કલા અને રસીક તત્વના સંયોગથી આનંદની અનુભૂ‌તિ થાય. ‌હિંમત અને ‌વિદ્ધત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રો‌નિક્સ, પુસ્તકાલય,કુ‌રિયર જેવા ધંધામાં ‌‌‌વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃ‌શ્ચિકઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબુત બનતું જણાય. ‌પ્રિય પાત્ર નું ‌મિલન શક્ચ બને. ભાગ્યનો સાથ મ‍ળતો નથી આથી નોકરી,ધંધા માં શાં‌તિ રાખવી.

ધનઃ-

જીવનમાં અસંતોષ જણાય પણ માન‌સિક ‌સ્થિરતા જળવાઇ રહે. ખોટા ‌વિચાર મનનો કબજો ન લઇ લે એંનું ધ્યાન રાખવું, ‌મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે, ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ-

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગ‌તિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ‌આર્થિક રોકણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને, ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગ ના ધંધામાં ‌વિશેષ લાભ.

કુંભઃ-

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનત વધુ સફ‍ળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો, શેર બજાર,સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે ‌વિશેષ લાભ. પ‌ત્નિ ના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ-

મજબૂત આત્મબળને કારણે સા‌‌હ‌‌સિક ‌નિર્ણય લઇ શકો. પ‌‌રિવારમાં આનંદ જળવાય, આવકવનું પ્રમાણ સાધારણ રહે. માતાની ત‌‌‌બિયતની કાળજી જરૂરી.માથાનો દુઃખાવો, પડ્યા- વાગ્યાથી સાચવવું સંતાન સુખ સારૂં.

આ પણ વાંચો :-

• અજિત પવારને મળ્યા બાદ શરદ પવારે શું નિવેદન આપ્યું કે રાજકારણ ગરમાયું
• અનુરાગ ઠાકુરએ OTT એપ્સ માટે કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ રજુ કર્યું

૧૨, નવેમ્બર ૨૦૨૩/ આજથી ૫ રાશિના જાતકોના ખુલી જશે નસીબના દ્વાર, આ રાશિના જાતકોને રવિવાર થશે સારા શુકન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભઃ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્કઃ

આર્થિક દષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ, ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઈલેક્ટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિકઃ

આવકમાં ઘ઼ટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો  શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ

આર્થિક પાસુ મજબુત થતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાંં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપ્રશ્ન તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શક્ય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફ‍ળતા મ‍ળતી જણાય. પરિવારમાં પ્રેમ  જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ- ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

ઈટાલીના આઠ લાખ લોકોના માથે આ કુદરતી જોખમ

0

ઈટાલીના નેપલ્સ શહેરથી ૨૦૦ કિલોમીટર દુર આવેલા વિસ્તાર પર જ્વાળામુખીનો ખતરો મંડરાઈ રહ્યો છે. જ્વાળામુખી ફાટવાના કારણે હવે આગામી દિવસોમાં કેટલોક વિસ્તાર ખાલી કરાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.જેમાં ૧૨૫ સ્કૂલો અને ૧૫૦૦૦ ઈમારતોનો સમાવેશ થાય છે.આ તમામ બાંધકામો સંવેદનશીલ ક્ષેત્રોમાં આવેલા છે.

જ્વાળામુખીમાં લાવા ઉકળી રહ્યો છે અને તેનુ નામ છે કેમ્પી ફ્લેગ્રેઈ. આ જવાળામુખી ૨૦૦ કિલોમીટર વિસ્તારના એરિયમાં છે.૨૦ લાખ પહેલા સુપર વોલ્કેનોના કારણે આ વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો હોવાનુ મનાય છે.જ્વાળામુખીની આસપાસના વિસ્તારમાં નાના નાના ગામડા, શોપિંગ મોલ્સ , સ્કૂલો તેમજ હોસ્પિટલો આવેલી છે.આસપાસના વિ સ્તારોમાં આઠ લાખની વસતી છે.

જ્વાળામુખી ફાટયો તો આ વિસ્તારમાં જાન માલની મોટુ નુકસાન થઈ શકે તેમ છે.આ વિસ્તારના રેડ ઝોનમાં પાંચ લાખ લોકોની વસતી છે.જ્વાળામુખીની આસપાસના ૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં ૧૮ શહેરો આવેલા છે.જ્યાં મોટા નુકસાનની આશંકા છે.નેપલ્સ શહેરની આસપાસના લોકો પણ સંભવિત ખતરાથી બહાર નથી.

કેમ્પી ફ્લેગ્રેઈ જવાળામુખી છેલ્લે ૧૫૩૮માં ફાટયો હતો અને એ પછી અહીંયા એક નવો પહાડ અસ્તિત્વમાં આવ્યો હતો.બીજી તરફ હવે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા પણ વધી રહ્યા છે અને તેના કારણે સમગ્ર વિસ્તાર વધારે સંવેદનશીલ બની રહ્યો છે. આવનારા સમયમાં અહીંના ઘણા લોકોને બીજે ખસેડવાની જરુર પડશે. કુલ મળીને ૧૫૦૦૦ જેટલી ઈમારતોના લોકોને ૨૭ નવેમ્બર સુધીમાં આ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

કેનેડા ગેંગવોરમાં સિખ પિતા-પુત્રના મોત

0

કેનેડાના એડમોન્ટન શહેરમાં સિખ વ્યક્તિ હરપ્રીતસિંહ ઉપ્પલ અને તેમના ૧૧ વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.આ ઘટના ગેસ સ્ટેશનની બહાર ગુરુવારે બપોરે બની હતી. જેમાં ઉપ્પલના પુત્રના એક યુવા મિત્રનો બચાવ થયો હતો. ફાયરિંગ થયુ તે સમયે તે કારમાં હતો.

આ મામલો ગેંગવોર સાથે જોડાયેલો છે. શૂટરોએ હરપ્રીતસિંહની સાથે સાથે તેમના પુત્રની જાણી જોઈને હત્યા કરી છે અને તે બહુ દુખની વાત છે. ગેંગવોરમાં પહેલા બાળકોને ટાર્ગેટ નહોતા કરતા પણ હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. ઉપ્પલ એડમોન્ટની અંધારી આલમમાં ચર્ચાસ્પદ નામ હતુ. જોકે પોલીસે આ મામલામાં હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. ઉપ્પલ પર પહેલા કોકેન રાખવાના આરોપ લાગી ચુકયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ માટેનો એક કેસ ૨૦૨૪થી શરુ થવાનો હતો.

આ પણ વાંચો :-

આઇસલેન્ડમાં ૧ કલાકમાં ૧૦૦૦થી વધુ ભૂકંપના આંચકા

0

વિશ્વના વિવિધ ભાગોમાં ધરતીકંપ આવતા રહે છે. જેના કારણે તબાહી મચાય છે. તાજેતરના દિવસોમાં દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, અહીં આવેલા ભૂકંપ દિવસમાં માત્ર એક જ વાર નોંધાયો હતો. પરંતુ એક એવી જગ્યા છે જ્યાં ૧૦૦૦ થી વધુ વખત ભૂકંપ આવ્યો છે. જેના કારણે આ જગ્યા સંપૂર્ણપણે બંધ કરવી પડી હતી. તે છે યુરોપિયન દેશ આઇસલેન્ડમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ બ્લુલગૂન. જેને ૧૬ નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આઇસલેન્ડના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રેકજેનેસ પેનિનસુલા વિસ્તારમાં લગભગ ૧૪૦૦ ભૂકંપ નોંધાયા છે. તેમાંથી સાત ભૂકંપ એવા હતા કે તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર કે તેથી વધુ માપવામાં આવી હતી. જે જગ્યાએ ભૂકંપ આવે છે ત્યાં બ્લુ લગૂન પણ છે.

રેકજેન્સ પેનિનસુલા પ્રદેશ આઇસલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે અને  પશ્ચિમમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરની સામે આવેલો છે. રાજધાની રેકજાવિકથી તેનું અંતર ૫૦ મિનીટ સુધીનું છે. બ્લુ લગૂન સિવાય દેશનું મુખ્ય એરપોર્ટ કેફલાવિક ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અહીં આવેલું છે. આઇસલેન્ડ વિશ્વમાં જ્વાળામુખી માટે સૌથી જાણીતું સ્થળ છે. આ દ્વીપકલ્પમાં ખીણો, લાવાના ક્ષેત્રો અને શંકુ વિસ્તારો જોવા મળે છે.

આ પણ વાંચો :-

અનુરાગ ઠાકુરએ OTT એપ્સ માટે કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ રજુ કર્યું

0

સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ (રેગ્યુલેશન) બિલ ૨૦૨૩અંગે ગઈકાલે નવો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. જેનો ઉદેશ્ય પ્રસારણ ક્ષેત્રમાં તકનીકી નિયમનકારી માળખું બનાવવાનો છે. મંત્રાલયે આ ડ્રાફ્ટ અંગે લોકો પાસેથી ફીડબેક માંગ્યો છે. આ અંગેની જાણકારી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, વિઝાનને આગળ વધારતા અમે બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ (રેગ્યુલેશન) બિલનો ડ્રાફ્ટ રજૂ કરી રહ્યા છીએ. આ મહત્વપૂર્ણ કાયદો આપણા પ્રસારણ ક્ષેત્રના નિયમનકારી માળખાને આધુનિક બનાવે છે.

બિલ OTT, ડિજિટલ મીડિયા, DTH, IPTV અને નવીનતમ ટેકનોલોજીને અપનાવે છે અને તકનીકી પ્રગતિ અને ઉત્ક્રાંતિને પ્રોત્સાહન આપે છે. હાલમાં આ એક ડ્રાફ્ટ છે જે પહેલા લોકસભામાં પસાર થશે અને પછી રાજ્યસભામાં રજૂ  કરાશે. નવા નિયમો બંને ગૃહોમાંથી પસાર થયા બાદ અમલમાં આવશે.

નવું બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ (રેગ્યુલેશન) બિલ ૨૦૨૩ દેશમાં બ્રોડકાસ્ટિંગ સેવાઓનું નિયમન કરવા માટે એકીકૃત માળખું પ્રદાન કરે છે અને વર્તમાન કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ,૧૯૯૫ અને અન્ય નીતિ માર્ગદર્શિકાઓને બદલે છે જે હાલમાં દેશમાં પ્રસારણ ક્ષેત્રને સંચાલિત કરે છે.  આ બિલમાં ૬ પ્રકરણ, ૪૮ વિભાગ અને ત્રણ શિડ્યુલ સામેલ છે. તેના મુખ્ય લક્ષણોની યાદી આપતા, મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, આ બિલ માત્ર OTT સામગ્રી, ડિજિટલ સમાચાર અને વર્તમાન બાબતોનો સમાવેશ કરવા માટે નિયમનકારી અવકાશને વિસ્તૃત કરે છે પરંતુ ભવિષ્યમાં વિકસિત કોઈપણ નવા પ્લેટફોર્મને પણ સામેલ કરે છે.

આ પણ વાંચો :-

અજિત પવારને મળ્યા બાદ શરદ પવારે શું નિવેદન આપ્યું કે રાજકારણ ગરમાયું

0

શરદ પવાર અને અજિત પવાર પોતાના પૂરા પરિવાર સાથે પૂણેમાં પ્રતાપરાવ પવારના આવાસ પર દિવાળી  માટે એકઠા થયા છે. આ અવસર પર શરદ પવારે દિવાળીની શુભકામના પાઠવી છે. પવારે એમ પણ કહ્યું કે, વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ અને મુશ્કેલીઓ આવે છે તથા ક્યારેક-ક્યારેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ થોડા દિવસો માટે મુશ્કેલીઓને ભૂલીને પરિવાર સાથે સમય વિતાવવો પડે છે.

દિવાળી પહેલા આખો પરિવાર બાણેર સ્થિત પ્રતાપરાવ પવારના આવાસ પર મળ્યો છે. આ પારિવારિક સમારોહમાં શરદ પવાર અને અજિત પવાર પણ પહોંચ્યા હતા. NCPના દાવાને અદાલતમાં પડકારનારા કાકા અને ભત્રીજા ફરી એક વખત પરિવાર સાથે એકજૂથ નજર આવ્યા. જેના કારણે રાજકારણ ગરમાયુ છે.

જ્યારે ‘કાકા’ અને ‘ભત્રીજા’ એકસાથે નજર આવ્યા હોય. અજિત પવાર છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુથી પીડિત છે. કેબિનેટની બેઠક હોય, પ્રદૂષણ પરની બેઠક હોય કે અન્ય કોઈ સરકારી કાર્યક્રમ હોય અજિત પવાર આ તમામ બેઠકોથી દૂર રહેતા નજર આવ્યા છે. પરંતુ અજિત પવારે પ્રતાપરાવના ઘરે કાર્યક્રમમાં સામેલ થવાની જિદ કરી. આ બેઠક બાદ શરદ પવારની બહેન અને સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

શરદ પવાર સાથે મુલાકાત બાદ અજિત પવાર દિલ્હી માટે રવાના થઈ ગયા છે. અજિત પવાર સાથે પ્રફૂલ્લ પટેલ પણ હાજર હતા. દિલ્હીમાં તેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. એવી ચર્ચા છે કે, ડેપ્યુટી સીએમ એ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત, NCPમાં રાજકીય સંકટ અને NCP પર દાવાને લઈને તેમની સાથે મુલાકાત કરી છે.

આ પણ વાંચો :-

ચેન્નાઈ-બેંગ્લોર હાઈવે પર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત, ૫૦થી વધુ ઘાયલ

0

તમિલનાડુમાં મોટી દુર્ઘટનાની જાણકારી સામે આવી છે. બે બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. પાપ્ત માહિતી મુજબ આ રોડ અકસ્માતમાં ૫ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તિરુપત્તુર જિલ્લાની વાનીયમબાડી સરકારી હોસ્પિટલમાં અને વેલ્લોરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે ચેન્નાઈ-બેંગ્લોર નેશનલ હાઈવે પર સરકારી બસ અને અન્ય બસ ધડાકાભેર અથડાઈ હતી. જે ગંભીર અકસ્માતના પગલે પાંચ લોકોના મોત થયા છે જ્યારે ૫૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બંને બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભાગીને ભૂકા થઈ ગયા છે. પોલીસે ઘટનાસ્થળે દસ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો :-