અનુરાગ ઠાકુરએ OTT એપ્સ માટે કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ રજુ કર્યું

Share this story

સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ (રેગ્યુલેશન) બિલ ૨૦૨૩અંગે ગઈકાલે નવો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. જેનો ઉદેશ્ય પ્રસારણ ક્ષેત્રમાં તકનીકી નિયમનકારી માળખું બનાવવાનો છે. મંત્રાલયે આ ડ્રાફ્ટ અંગે લોકો પાસેથી ફીડબેક માંગ્યો છે. આ અંગેની જાણકારી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, વિઝાનને આગળ વધારતા અમે બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ (રેગ્યુલેશન) બિલનો ડ્રાફ્ટ રજૂ કરી રહ્યા છીએ. આ મહત્વપૂર્ણ કાયદો આપણા પ્રસારણ ક્ષેત્રના નિયમનકારી માળખાને આધુનિક બનાવે છે.

બિલ OTT, ડિજિટલ મીડિયા, DTH, IPTV અને નવીનતમ ટેકનોલોજીને અપનાવે છે અને તકનીકી પ્રગતિ અને ઉત્ક્રાંતિને પ્રોત્સાહન આપે છે. હાલમાં આ એક ડ્રાફ્ટ છે જે પહેલા લોકસભામાં પસાર થશે અને પછી રાજ્યસભામાં રજૂ  કરાશે. નવા નિયમો બંને ગૃહોમાંથી પસાર થયા બાદ અમલમાં આવશે.

નવું બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ (રેગ્યુલેશન) બિલ ૨૦૨૩ દેશમાં બ્રોડકાસ્ટિંગ સેવાઓનું નિયમન કરવા માટે એકીકૃત માળખું પ્રદાન કરે છે અને વર્તમાન કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ,૧૯૯૫ અને અન્ય નીતિ માર્ગદર્શિકાઓને બદલે છે જે હાલમાં દેશમાં પ્રસારણ ક્ષેત્રને સંચાલિત કરે છે.  આ બિલમાં ૬ પ્રકરણ, ૪૮ વિભાગ અને ત્રણ શિડ્યુલ સામેલ છે. તેના મુખ્ય લક્ષણોની યાદી આપતા, મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, આ બિલ માત્ર OTT સામગ્રી, ડિજિટલ સમાચાર અને વર્તમાન બાબતોનો સમાવેશ કરવા માટે નિયમનકારી અવકાશને વિસ્તૃત કરે છે પરંતુ ભવિષ્યમાં વિકસિત કોઈપણ નવા પ્લેટફોર્મને પણ સામેલ કરે છે.

આ પણ વાંચો :-