Home Blog Page 900

આર્થિક બેહાલી ક્યાં સુધી? ગરીબોના ચહેરા ઉપર હાસ્ય ક્યારે રેલાશે

0
  • ગરીબ, મહેનતકશ પરિવારો સરકાર શું કરે છે તેની ક્યારેય પરવા કરતા નથી, પરંતુ આર્થિક સંકટ ભલભલાને મરણિયા બનાવે છે
  • દેશના લોકોને શાસન, સરકાર બદલવામાં કોઈ જ રસ નથી, બસ વેપાર, ઉદ્યોગ ધમધમતા રહે અને આવકના સાધનો સાથે ખુશહાલી બરકરાર રહે
  • નોટબંધીની એ કાળરાત્રીથી શરૂ થયેલા આર્થિક સંકટે ભલભલાને બરબાદ કરી નાંખ્યા, સમાજ અમીર અને ગરીબો વચ્ચે વહેચાઈ ગયો, સેંકડો લોકો મોતની ગોદમાં સમાઈ ગયા, આઠ આઠ વર્ષો પછી પણ આર્થિક સંકટ દૂર થયું નથી
  • દેશના વિકાસ સાથે સમાંતર પ્રજાની સુખાકારીમાં પણ વધારો થવો જોઈએ દેશનાં લોકો ખુશહાલ હોય એજ તો સુશાસનની નિશાની છે

નોટબંધીના આજકાલ કરતાં આઠ વર્ષ પસાર થઈ ગયા. ૨૦૧૬ના વર્ષનાં નવેમ્બર માસની ૮મી તારીખની મોડીરાત્રે નોટબંધીની કરાયેલી જાહેરાતનાં પડઘા હજુ પણ સેંકડો લોકોનાં કાનમાં અને જીવનમાં પડઘાયા કરતાં હશે. ૫૦૦ અને ૧૦૦૦ નોટ ‘અબ લીગલ ટેન્ડર નહીં રહેગી’… કમનસીબ પળે બોલાયેલા આ શબ્દો સાથે જ દેશમાં આર્થિક કટોકટીનાં મંડાણ થયા હતા એ રાત્રે ઘણાં લોકોને ઊંઘ નહીં આવી હોય, પરંતુ દેશના ખૂબ મોટા વર્ગને વિશ્વાસ હતો અને એવી ભ્રમણામાં હતો કે, નોટબંધી કરવાથી કાળુ નાણું માર્કેટમાં આવી જવાથી લોકોનાં ખિસ્સા રૂપિયાથી તરબતર રહેશે. જ્યાં હાથ નાંખો ત્યાં રૂપિયા રૂપિયા જ હશે. કાળા નાણાંના કારોબારીઓનાં દરવાજા બંધ થઈ જશે, પરંતુ સરવાળે આમાનું કંઈ જ થયું નહીં. બલ્કે લોકોનાં ખિસ્સા ખાલી થઈ ગયા. મધ્યમ, ગરીબ પરિવારની મહિલાઓએ ખૂંણે ખાંચરે મુકી રાખેલી મૂડી સાફ થઈ. નાના નાના ભુલકાઓનાં બચતનાં ડબ્બા ખાલી થઈ ગયા. બસ ૮મી નવેમ્બર ૨૦૧૬ની મધરાતથી શરૂ થયેલી કઠણાઈ હજુ સુધી અટકી નથી.

નોટબંધી બાદ જીએસટી અને ત્યારબાદ કુદરતનાં કોપરૂપે ત્રાટકેલી કોરોનાની મહામારીમાં સેંકડો લોકો મોતનો કોળિયો બની ગયા અને બેમોત કાળપથારીમાં પોઢી ગયા. ઘણાં તો આખાને આખા પરિવારો સાફ થઈ ગયા, પરંતુ કોરોનાં માટે કુદરત સિવાય કોઈને દોષ આપી શકાય તેમ નહોતુ, પરંતુ હકીકત એ પણ છે કે, કોરોના પહેલા બે વર્ષમાં નોટબંધી અને જીએસટીએ જ લોકોને મરણ પથારીમાં ધકેલી દીધા હતા અને બાકી હતું તો કોરોનાએ પુરું કરી નાંખ્યું.

ખેર, ઘણી વખત નસીબ સાથ આપતુ હોય ત્યારે ઊંધુ નાંખો તો પણ છતુ પડે. કેન્દ્ર સરકારે નોટબંધી અને જીએસટીની કરેલી ભુલો કોરોનાની મહામારીમાં ભુલાઈ ગઈ હતી. મતલબ પીડા ચોક્કસ હતી, પરંતુ વ્યક્ત કરી શકાય તેવી સ્થિતિ નહોતી.

લોકોને વિશ્વાસ હતો કે, આજે નહીં તો કાલે સારા દિવસો આવશે. સરકાર પણ યોગ્ય દિશામાં વિચાર કરશે અને દેશની કથળી ગયેલી અર્થવ્યવસ્થા સુધારવા માટે ઉદારદીલે પગલાં ભરશે. વેપાર, ઉદ્યોગને મોકળુ મેદાન આપીને લોકોની આર્થિકપીડા દૂર કરવાની દિશામાં પગલાં ભરશે, પરંતુ આઘાતવશ આમાનું કંઈ જ થયું નહીં. બલ્કે, વેપારી, કારખાનેદારો, ઉદ્યોગપતિઓને ચોર સમજીને આકરા કાયદા લાવીને ગાળિયો વધુ કસવામાં આવ્યો. વેપાર, ઉદ્યોગને મોકળાશ આપવાને બદલે સરકારનાં સુબાઓ એટલે કે અધિકારીઓને છુટોદોર આપવામાં આવતાં ભ્રષ્ટ અધિકારીઓને જોઈતુ હતું ને મોકળુ મેદાન મળી ગયું!

આ તરફ વેપારી, કારખાનેદાર કે ઉદ્યોગપતિની વાસ્તવિક પીડા પણ સાંભળવા કોઈ તૈયાર નહોતું. ખુદ શાસક પક્ષનાં લોકો પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ખોટી રીતની કનડગત રોકી શકવાની સ્થિતિમાં નહોતા. મતલબ સરકાર ઉપર અધિકારીઓએ પૂર્ણ કબજો જમાવી દીધો હતો. પરિણામે ત્યાર પછી દેશની હાલત કેવી થવા પામી એનું ચિત્ર રજુ કરવાની જરૂર નથી. છેવાડાનાં નાગરિકથી શરૂ કરીને ટોચનાં ઉદ્યોગકારો પરિસ્થિતિનો ભોગ બની ચૂક્યા છે.

આજે પણ કોઈ નહીં માને, પરંતુ હકીકત એ છે કે, સરકારમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિ કરતાં અધિકારીઓની પકડ વધુ મજબૂત છે. બલ્કે લોકપ્રતિનિધિ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. અરે, પક્ષનાં પદાધિકારીઓને પણ અધિકારીને મળવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. ઘણી વખત તો ‘સાહેબ’ મુલાકાત આપતા નથી. ચૂંટાયેલા લોકસેવકોની આવી દયનીય સ્થિતિને કારણે ક્રમશઃ શરૂ થયેલી નારાજગી વર્ષો જતાં વિસ્ફોટક બનવા તરફ જઈ રહી છે. સત્તા સામે કોઈ બોલવા રાજી નથી કે મોરચો માંડી શકે એવી હાલત નથી, પરંતુ શાસક પક્ષમાંથી ઉઠતો જતો નારાજગીનો સૂર જ્યારે મરણિયો બનીને મેદાનમાં આવશે ત્યારે પતન સિવાય કંઈ જ હાથમાં નહીં આવે અને ઈતિહાસ સાક્ષી છે કે, ખુશામતખોરોએ ભલભલી સલતનતોને ભોંય ભેગી કરી દીધી હતી.

મજા કરવા માટે કે બેઘડીક આનંદ લેવા માટે મુરખાઓના ટોળામાં બેસી શકાય, પરંતુ શાસન ચલાવવામાં મુરખાઓની સલાહ માનવામાં આવે તો ઊંધા પડવા સિવાય કંઈ જ હાથમાં બચે નહીં.

બધાં જ બાદશાહ પાસે બિરબલ જેવા સલાહકાર હોતા નથી, પરંતુ ખુશામતખોરો હંમેશા પોતાની જાતને બિરબલ જ માનતા હોય છે.

વિતેલા વર્ષોનું સરવૈયું મુકવામાં આવે તો ગરીબ વધુ ગરીબ બનતો ગયો છે અને ગરીબીનું પગથિયું ચઢીને મધ્યમવર્ગી બનેલા પરિવારોની હાલત ઊંચેથી પટકાવા જેવી થવા પામી છે. આવકમાં થોડો વધારો થવાથી જીવનધોરણમાં આંશિક બદલાવ આવવાથી સંતાનોને સારી શાળા, કોલેજોમાં ભણાવવાના સપના જોઈ રહેલા આવા મધ્યમવર્ગી પરિવારો હવે ક્યાંયના રહ્યાં નથી. સંતાનોને ઉચ્ચશિક્ષણ અપાવવાનું તો ઠીક બલ્કે માથે આર્થિક દેવું કરીને આવા પરિવારો આવક કરતાં વધુ વ્યાજ ભરતા હશે!

ક્રમશઃ સમાજ ગરીબ અને સધ્ધર બે વર્ગમાં વહેંચાઈ રહ્યો છે. મધ્યમવર્ગ સાવ ભુલાઈ ગયો છે. સામાજિક માળખાની સ્થિતિનું સમાજશાસ્ત્રી અને અર્થશાસ્ત્રીઓ દ્વારા વિશલેષણ કરવામાં આવે તો ખુબ જ બિહામણું દૃશ્ય બહાર આવશે. એક એવો વર્ગ છે કે, જેને સરકાર કોઈની પણ આવે તેને ચિંતા નથી. કારણ આ વર્ગનાં લોકોની આર્થિક સ્થિતિ પહેલા હતી એના કરતાં વધુ સધ્ધર બની છે. જ્યારે બીજો વર્ગ એવો છે કે જેણે રોજ સવાર પડેને કંઈક મળવાની આશા સાથે ધંધા, રોજગારની ચિંતામાં ભટકતા રહેવું પડે છે. કરોડો લોકો રોજગારી માટે ભટકી રહ્યાં છે. દેશમાં બેરોજગારીનો દર રોજ સવાર પડેને ભયાનક રીતે ઊંચે જઈ રહ્યો છે. એક સમય એવો હતો કે, ઓફિસો, કારખાના માટે માણસો મળતા નહોતા. આજે જે છે તેને લોકો છુટા કરીને સંખ્યા ઘટાડીને આર્થિક ભારણ ઘટાડવાની મથામણ કરી રહ્યાં છે. સેંકડો કારખાના, ઓફિસોમાં કામ કરતાં કર્મચારીઓનાં પગાર અડધા થઈ ગયા હશે, પરંતુ મજબૂરી વશ નોકરી કર્યા વગર છુટકો નથી.

આ સ્થિતિનાં દુષ્પરિણામરૂપે આપઘાતનાં બનાવોની સંખ્યામાં ભયાનક રીતે વધારો થઈ રહ્યો છે. ભૂતકાળમાં ઘરકંકાસ, બિમારી અથવા તો અન્ય કારણોને લઈને લોકો આપઘાત કરતાં હતાં પરંતુ હાલનાં સંજોગો જોતા મોટાભાગનાં આપઘાતનાં બનાવો પાછળ ‘આર્થિક સંકડામણ’ બહાર આવે છે. પરિસ્થિતિ એવી આકાર લઈ રહી છે. સમાજનો મોટાભાગનો વર્ગ લાગણી શૂન્ય બની રહ્યો છે. કારણ પોતે ઈચ્છે તો પણ કંઈપણ કરી શકે એવી સ્થિતિમાં નથી. મતલબ કે જાણવા છતાં મૂકપ્રેક્ષક બનીને બેસી રહેવા સિવાય છુટકો નથી. બીજી તરફ આર્થિક સંકડામણને પગલે સમાજમાં ચારેતરફ આર્થિક ગુનાખોરીનાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને ‘સાયબર’ ફે‌િસલીટીએ આર્થિક ગુનાખોરીનાં માર્ગને વધુ સરળ બનાવી દીધો છે.

બીજી તરફ સરકારમાં બેસેલા લોકો નહીં માને પરંતુ ‘ભ્રષ્ટાચાર’નો અજગર ચારેતરફથી ભરડો લઈ ચૂક્યો છે. એકલદોકલ સિવાય મોટાભાગનાં ભ્રષ્ટાચારીઓને સરકાર પાંજરામાં પુરવામાં નિષ્ફળ રહી છે. એક હકીકત એવી પણ છે કે ઉપલા સ્થાનો ઉપર બેઠેલા ભ્રષ્ટાચારીઓને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને પણ ભય નથી.

સરેરાશ જોવા જઈએ તો જમીની માળખામાં સુધારા થયા હશે. મોંઘવારીના ઊંચા જતાં ગ્રાફને કારણે સરકારની ટેક્સની આવકમાં વધારો થયો હશે. મુઠ્ઠીભર લોકોએ મોંઘી ગાડીઓ ખરીદી હશે, પરંતુ ગરીબ, મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગ વિતેલા વર્ષોમાં વધુને વધુ ઘસાતો ગયો છે. થોડી ઘણી સાચવી રાખેલી મૂડી પણ સાફ થઈ ગઈ હશે. લગભગ દરેક વ્યક્તિ, પરિવાર સતત મુરજાયેલો રહે છે. ચહેરા ઉપરનું હાસ્ય તો ક્યારનુંય વિસરાઈ ગયું છે. ઘણાં લોકોને ભરયુવાનીમાં બુઢાપાનો અહેસાસ થતો હશે.

દેશની આઝાદીનો ‘અમૃતકાળ’ પસાર થઈ રહ્યો છે, પરંતુ લોકોને અમૃતકાળનો અહેસાસ થતો નથી. કારણ ખૂબ મોટો વર્ગ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. પ્રત્યેક પરિવાર ઘરનાં એક સભ્યને વિદેશ મોકલવા માંગે છે. કારણ હવે અહિંયા જોખમ દેખાઈ રહ્યું છે. સેંકડો યુવાનો વિદેશની વાટ પકડી ચૂક્યા છે અને હજુ પણ પ્રવાહ વહી રહ્યો છે. આગામી વર્ષોમાં સ્થિતિ નહીં સુધરે તો એક સમયે ‘સોનાની ચિડીયા’નો ગણાતો દેશ ફરી ગરીબીમાં ધકેલાઈ ગયો હશે. કુદરતે ભારતની ધરતીમાં ઠાંસી ઠાંસીને સમૃદ્ધિ ભરી છે. અહિંયા ખનીજ છે, પાણી છે, ફળદ્રુપ ખેતીવાડી પણ છે અને કામ કરવા બાવડામાં તાકાત પણ છે, પરંતુ સરકારે ‘કોચલા’માંથી બહાર આવીને લોકોની વાસ્તવિક જી‍ંદગી ઉપર નજર દોડાવવાની જરૂર છે. સ્વાર્થી, લુચ્ચા સલાહકારોને બાજુમાં હડસેલીને વેપાર, ઉદ્યોગને વિકસાવા માટે મોકળુ આકાશ આપવાની જરૂર છે અને વેપાર, ઉદ્યોગ ધમધમતા હશે તો ભલે ભારતની વસ્તી દોઢસો કરોડની હોય પરંતુ એકપણ પરિવાર બેકાર નહીં રહે, આર્થિક સંકટના વાદળો આપો આપ વિખેરાઈ જશે. પરંતુ સરકારે ‘‘બધા જ લોકો ચોર છે’’ એ સમજવાની માનસિકતામાંથી બહાર આવવું પડશે.

સત્તા ટકાવી રાખવા માટે રાજકીય દાવપેચ રમવા સામે કોઈને પણ વાંધો હોઈ શકે જ નહીં. સત્તા માટે થઈને માત્ર ભારતમાં જ નહીં વિશ્વનાં દેશોમાં પણ ષડયંત્ર રચાતા રહે છે. પરંતુ દેશની પ્રજાનું પેટ ભરેલુ હશે, આર્થિક સંકડામણ નહીં હોય અને પ્રત્યેક પરિવારમાં ખુશાલી લહેરાતી હશે ત્યાં સુધી લોકોને શાસકોનાં હરીફોને મહાત કરવા કોઈપણ રાજકીય ષડયંત્ર સામે વાંધો કે વિરોધ નહીં હોય. બલ્કે પડખે ઉભા હશે.

ભારતના પરાક્રમી રાજાનું વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ દેશનાં લોકો માટે સુખદાયી નિવડે અને શાસકો પણ પ્રજાવત્સલ બને એવી ‘સુદૃષ્ટિ’ આપનારું નિવડે એવી અભ્યર્થના.

આ પણ વાંચો :-

સી.આર.પાટીલની હાજરીમાં AAPના નીખિલ સવાણી ભાજપમાં જોડાયા

0

દિવાળીના તહેવાર પર ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. નીખિલ સવાણીએ આમ આદમી પાર્ટીને બાય બાય કઈ દીધું છે અને કેસરીયા કર્યા છે. સી.આર.પાટીલની હાજરીમાં નીખિલ સવાણી ભાજપમાં જોડાયા છે. અત્રે જણાવીએ કે, ગઈકાલે AAPના તમામ પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હતું.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના કદાવર નેતા નીખિલ સવાણીએ ગઈકાલે આપના તમામ પદો પરથી રાજીનામુ ધરી દીધું હતું. ત્યારે તેમણે આજે સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના કદાવર નેતા નીખિલ સવાણીએ ગઈકાલે આપના તમામ પદો પરથી રાજીનામુ ધરી દીધું હતું. ત્યારે તેમણે આજે સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

નીખિલ સવાણી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું અને તે સમય તેમણે ભાજપ પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, જે પાટીદારોને સાથ આપશે તેમાં જોડાશે. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં કોંગ્રેસે તેમને ગુજરાત યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખનો પદ આપ્યો હતો. તેમનું ગજગ્રાહ થતાં તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેઓ ખૂદ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેમ તેમણે કહ્યું હતું. બાદમાં તેઓ જાડુના સાહારે ગયા અને પછી ફરી ભાજપમાં ઘર વાપસી કરી છે.

આ પણ વાંચો :-

અમદાવાદના કુંભારવાડામાં ફટાકડા ફોડવા બાબતે ભયંકર બબાલ, એક નું મોત

0

ગુજરાતમાં દિવાળી દિવસે ફટાકડા ફોડીને ઉજવણી કરવાની સાથે અનેક વિસ્તારમાં અથડામણની ઘટના પણ સામે આવી છે. વિગતો મુજબ અમદાવાદના સરદારનગરમાં ખાણીપીણી લારી પર ઝઘડા બાદ એક બાઈક સળગાવી દેવામાં આવી હતી. આ તરફ ભાવનગરના કુંભારવાડામાં ફટાકડા ફોડવા બાબતે બબાલ થતાં બાથાભાઈ ચોકમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ સાથે સાબરકાંઠાના પોશિના તાલુકાના લાંબડીયા ગામે સામાન્ય બોલાચાલીમાં જૂથ અથડામણ સર્જાઇ હતી.

દિવાળીના દિવસે ફટાકડા ફોડવાને લઈ ભાવનગરના કુંભારવાડામાં બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. સામાન્ય બાબતે બાથાભાઈ ચોકમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી . જેમાં છરી વડે હુમલો કરાતા ગોપાલ ચુડાસમા નામના વ્યક્તિને ઇજા પહોંચી હતી. જે બાદમાં ઇજાગ્રસ્તનેએ સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને લઈ બોરતળાવ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠાના પોશિના તાલુકાના લાંબડીયા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. વિગતો મુજબ બે જૂથ વચ્ચે લાંબડીયામાં મારામારી થઈ હતી. સ્થાનિક ચર્ચા મુજબ સામાન્ય બાબતે બોલાચાલી થતા છુટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ સામસામે આવતા લોકોના ટોળું જામ્યું હતું.

આ પણ વાંચો :-

હૈદરાબાદમાં આજે પ્રમુખ ફાર્મા કંપની સહિત અલગ-અલગ સ્થળો પર ITના દરોડા

0

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. પરંતુ મતદાન પહેલા ED અને ઇન્કમટેક્સ દ્વારા તેલંગાણામાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આજે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. મળેલા અહેવાલો મુજબ ઇન્કમટેક્સ વિભાગની ટીમ કુલ ૧૫ સ્થળો પર દરોડા પાડી રહી છે.

ઇન્કમટેક્સના અધિકારીઓ તેલંગાણાનાના મંત્રી સબિતા ઈન્દ્રા રેડ્ડીના સંબંધીઓના ઘરે દરોડા પાડી રહ્યા છે. ઈન્કમટેક્સ અધિકારીઓએ ગાચીબોવલીમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપ નામના વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા છે. મળેલા અહેવાલ મુજબ પ્રદીપ તેલંગાણાના મંત્રી સબિતા ઈન્દ્રાના નજીકના સંબંધી છે. આટલું જ નહીં પરંતુ ટીમે રેડ્ડીના અન્ય સંબંધીઓના ઘરે પણ તલાશી લીધી છે.

ઇન્કમટેક્સના અધિકારીઓ હાલ હૈદરાબાદમાં એક પ્રમુખ ફાર્મા કંપની પર પણ દરોડા પાડી રહ્યા છે. આ સાથે હૈદરાબાદમાં ૧૫ જુદા જુદા સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ફાર્મા કંપનીના માલિકના ઘરે અને ઓફિસમાં તલાશી લેવામાં આવી રહી છે. બે દિવસ પહેલા તેલંગાણાના ખમ્મામ જિલ્લામાં કોંગ્રેસ નેતા પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીના ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમે દરોડા પડ્યા હતા. કોંગ્રેસના નેતાઓ હાલ પ્રચારમાં વ્યસ્ત છે. રેડ્ડી તાજેતરમાં BRSમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

જેગુઆર બાદ મર્સિડીઝ… સિંધુભવન રોડ બન્યો રેસિંગ ટ્રેક! નબીરાએ રેસ લગાવી કર્યો અકસ્માત

0

 અમદાવાદમાં બે કાર ચાલકો વચ્ચે રેસિંગની શરત લાગી હતી અને પુરપાટ ઝડપે કાર હંકારી હતી જેમાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના વહેલી સવારે બની હતી, આ અકસ્માતમાં મર્સિડીઝ કારની ઝડપ એટલી હતી કે તે બેકાબૂ બની હતી અને તેમાંથી વ્હીલ પણ નીકળી ગયું હતું તેમ છતાં ૫૦૦ મિટર જેટલી ઢસડાતી રહી હતી

અમદાવાદમાં નબીરાઓએ કાયદા અને પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ રેસિંગની શરત લગાવી હતી અને બેફામ કાર ચલાવતા બે કારો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શહેરના સિંધુ ભવન રોડ પર રેસિંગના ચક્કરમાં મર્સડીઝ કારચાલકે એક સાથે બે ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. આકસ્માતની ઘટના આશરે વહેલી સવારે 3 વાગ્યે બની હતી. મર્સિડીઝ કારની સ્પીડ એટલી હતી કે કાર સાથે અકસ્માત સર્જ્યા બાદ વ્હીલ નીકળી ગયું હતું તેમ છતાં ૫૦૦ મિટર સુધી ઢસડાતી રહી હતી.

અકસ્માતની ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસ દરમિયાન મર્સિડીઝ કાર રિશીત પટેલ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. અને બીજી કાર ઓડી હોવાની માહિતી મળી છે જો કે આ કાર કોણ ચલાવતું હતું તેની હાલ કોઈ જાણકારી મળી નથી. આ અકસ્માતમાં કોઈ મટી જાનહાની નથી.

આ પણ વાંચો :-

વિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી, ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ

0

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ. જયશંકરે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જયશંકર UKના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

એસ જયશંકરની મુલાકાત બાદ ખબર પડી કે UKના વડા પ્રધાન ઋષિ સુનક પણ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ફેન છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે વિરાટ કોહલીનું બેટ ઋષિ સુનકને ભેટમાં આપ્યું હતું, જેના પર ક્રિકેટરની સહી પણ હતી.

આ પણ વાંચો :-

હૈદરાબાદના એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં ૭ લોકોના દર્દનાક મોત

0

 દિવાળીના તહેવાર વચ્ચે હૈદરાબાદમાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં સાત લોકોના કરૂણ મોત થયા છે. નામપલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બજાર ઘાટ સ્થિત ચાર માળના એપાર્ટમેન્ટની નીચે સ્થિત કાર રિપેરિંગ ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ તરફ આગની જ્વાળાઓ ઝડપથી આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ અને તેમાં હાજર લોકો બહાર આવી શક્યા ન હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આગમાં ફસાયેલા ૭ લોકોના મોત થયા છે, ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. ઘટના સ્થળેથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આગની જ્વાળાઓ ઉંચી થઈ રહી છે. ભારે ધુમાડો વધી રહ્યો છે અને સ્થાનિક લોકો ફાયર એન્જિન સાથે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ એટલી ભયાનક હતી કે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી પણ જોઈ શકાતા હતા. આજુબાજુમાં બીજા પણ ઘણાં મકાનો છે પરંતુ હાલમાં નજીકના મકાનોને કોઈ નુકસાનના સમાચાર નથી.

ફાયર ફાઈટર ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે. ઈમારતની અંદર ફસાયેલા લોકોને બહારથી સીડીઓ લઈને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે બિલ્ડિંગની નજીક મજબૂત જ્વાળાઓ વધી રહી છે. આ અકસ્માતમાં અનેક વાહનો બળીને રાખ થઈ ગયા હતા. અનેક ટુ-વ્હીલર્સમાં આગ લાગી હતી. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી એક કાર પણ સળગી ગઈ હતી. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, કાર અને ટુ-વ્હીલર બિલ્ડિંગમાં રહેતા લોકોનું હતું કે રિપેરિંગ માટે પાર્ક કરવામાં આવ્યું હતું.

ફાયર ફાઈટરોએ ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવ્યા બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘણા પ્રયત્નો બાદ ફાયર ફાઈટરોને આગ ઓલવવામાં સફળતા મળી હતી. આ પછી બિલ્ડિંગમાંથી જોરદાર ધુમાડો નીકળવા લાગ્યો. સ્થળ પર સ્થાનિક પોલીસ તૈનાત છે. દરમિયાન મકાનની અંદરથી સીડીનો ઉપયોગ કરીને ઘરની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મહિલાઓ અને બાળકોને પણ આ જ માર્ગેથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :-

ભારતના બધુ એક દુશ્મન મૌલાના રહીમુલ્લાહને ગોળી મારી હત્યા

0

દિવાળી ટાણે પાકિસ્તાનમાં ભારતના બધુ એક દુશ્મનની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા જૈશના નજીકના લોકોને નિશાન બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. કરાચીમાં મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૌલાના રહીમ ઉલ્લાહ જૈશ ચીફ મસૂદ અઝહરનો નજીકનો હોવાનું કહેવાય છે. મૌલાના તારિક ઘણીવાર ભારત વિરોધી મેળાવડાઓમાં ભારત વિરુદ્ધ જોરદાર ભાષણો આપતો હતો.

પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યાની વધુ એક ઘટના સામે આવી છે.કરાચીના ઓરંગી ટાઉનમાં ભારત વિરોધી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને મૌલાના રહીમુલ્લાહ તેમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી છે. નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા લશ્કરના આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.

તાજેતરના દિવસોમાં પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ઘણા ભારત વિરોધી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. લશ્કર-એ-તૈયબાના ભૂતપૂર્વ કમાન્ડર અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અકરમ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તેણે ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન લશ્કરમાં ભરતીનું ધ્યાન રાખ્યું હતું. અકરમ લશ્કરના ટોચના કમાન્ડરોમાં સામેલ છે. તે લાંબા સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.

આ પણ વાંચો :-

યુપીમાં ૫ નરાધમોઓએ યુવતી સાથે કર્યું સામૂહિક દુષ્કર્મ

0

ઉત્તર પ્રદેશના આગ્રામાં હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આ તરફ હવે ગેંગરેપ પીડિતાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને બચાવવા માટે આજીજી કરી રહી છે. આરોપીઓની બળજબરી વચ્ચે પીડિતાને તેના પેન્ટમાં શૌચ કરવું પડ્યું. પીડિત મહિલા સાથે હોમ સ્ટેમાં પાંચ યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો તો મહિલાને ખેંચવામાં આવી અને માર પણ મારવામાં આવ્યો.

આગ્રામાં હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી પર ગેંગરેપની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેને બળજબરીથી રૂમમાં ઘસડવામાં આવી અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તરફ હવે પોલીસે પણ આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આગ્રાના તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના તાજનગરી ફેઝ ૨ માં આવેલ હોટેલ હોમ સ્ટેમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પાંચ યુવકોએ યુવતીને હોટેલ હોમ સ્ટેમાં બળજબરીથી દારૂ પીવડાવ્યો અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાની ઉંમર આશરે ૨૫ વર્ષની છે. તેણે કહ્યું કે, અગાઉ તેનો વાંધાજનક વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેને લઈને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. આરોપીએ તેના માથા પર કાચની બોટલ પણ તોડી નાખી હતી.

પીડિત યુવતી છેલ્લા દોઢ વર્ષથી હોમ સ્ટેમાં કામ કરતી હતી. પીડિતાનો મિત્ર જીતેન્દ્ર તેના ચાર મિત્રો સાથે હોટલ પર પહોંચ્યો હતો અને તેને બળજબરીથી દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

 

૧૩, નવેમ્બર ૨૦૨૩/ આ ૩ રાશિના લોકો પર મહેરબાન રહેશે મહાદેવ, નોકરી-વ્યાપારમાં મળશે સફળતા જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ-

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબુત મનોબળમાં વધારો જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને.‌ પ‌‌‌રિવારના સભ્યોની પ્રગ‌તિથી આનંદ,છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામાત્ય સુખમાં આનંદ.

વૃષભઃ-

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે આવક અંગે સામાન્ય ‌‌‌‌દિવસ છે. પ‌‌‌રિવાર માં શાં‌‌તિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પ‌‌ત્નિ સાથે પ્રેમ જળવાય.‌‌ ‌મિત્રો થી સહકાર મળે.

મિથુનઃ-

મનનું ‌સિધ્ધાંતવાદી વલણ રહે.આવક જળવાશે.પ‌‌રિવારના સભ્યો સાથે આત્મીયતા  વધે. જૂના રોકાણો થી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગ‌તિથી આનંદ વધે.

કર્કઃ- ‌‌‌‌

દિવસ દરમ્યાન આનંદની અનુભૂ‌‌તિ થાય. કરેલા રોકાણો રૂળદાયી નીવડે, નવા વાહન ની ખરીદી શક્ય બને નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગ‌તિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં ‌વિશેષ લાભ.

સિંહઃ-

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબુત થતું જણાય. પ‌રિવારના તમામ સભ્યોની પ્રગ‌‌તિ આનંદદાયક સા‌‌બિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું

કન્યાઃ-

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગ‌તિનો ભોગન બનાય એનું ધ્યાન રાખવું. ‌‌આર્થિક પાસુ મજભુત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફ‍ળતા મળતી જ‍ણાય છે.

તુલાઃ-

સૌદઇ, કલા અને રસીક તત્વના સંયોગથી આનંદની અનુભૂ‌તિ થાય. ‌હિંમત અને ‌વિદ્ધત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રો‌નિક્સ, પુસ્તકાલય,કુ‌રિયર જેવા ધંધામાં ‌‌‌વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃ‌શ્ચિકઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબુત બનતું જણાય. ‌પ્રિય પાત્ર નું ‌મિલન શક્ચ બને. ભાગ્યનો સાથ મ‍ળતો નથી આથી નોકરી,ધંધા માં શાં‌તિ રાખવી.

ધનઃ-

જીવનમાં અસંતોષ જણાય પણ માન‌સિક ‌સ્થિરતા જળવાઇ રહે. ખોટા ‌વિચાર મનનો કબજો ન લઇ લે એંનું ધ્યાન રાખવું, ‌મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે, ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ-

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગ‌તિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ‌આર્થિક રોકણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને, ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગ ના ધંધામાં ‌વિશેષ લાભ.

કુંભઃ-

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનત વધુ સફ‍ળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો, શેર બજાર,સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે ‌વિશેષ લાભ. પ‌ત્નિ ના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ-

મજબૂત આત્મબળને કારણે સા‌‌હ‌‌સિક ‌નિર્ણય લઇ શકો. પ‌‌રિવારમાં આનંદ જળવાય, આવકવનું પ્રમાણ સાધારણ રહે. માતાની ત‌‌‌બિયતની કાળજી જરૂરી.માથાનો દુઃખાવો, પડ્યા- વાગ્યાથી સાચવવું સંતાન સુખ સારૂં.

આ પણ વાંચો :-

• અજિત પવારને મળ્યા બાદ શરદ પવારે શું નિવેદન આપ્યું કે રાજકારણ ગરમાયું
• અનુરાગ ઠાકુરએ OTT એપ્સ માટે કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ રજુ કર્યું