Home Blog Page 892

રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં, PM મોદીના ભવિષ્યવાણી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ભાજપના ઉમેદવારો માટે મત માંગવા રાજસ્થાન પહોંચ્યા. બુધવારે એક જાહેર સભાને સંબોધવા માટે સાગવાડા ડુંગરપુર પહોંચેલા PM મોદીએ આ વિસ્તાર સાથે તેમનો ખાસ સંબંધ જણાવતા કોંગ્રેસ અને અશોક ગેહલોત સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે ભૂમિમાં માવજી મહારાજને સચોટ ભવિષ્યવાણીઓ માટે આશીર્વાદ મળ્યા છે, ત્યાં ભાજપ આવી રહ્યું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, માવજી મહારાજને વંદન કરતી વખતે હું ભવિષ્યવાણી કરવાની હિંમત કરી રહ્યો છું. મારી આગાહી છે કે આ વખતે જ નહીં, પરંતુ રાજસ્થાનમાં ક્યારેય અશોક ગેહલોતની સરકાર નહીં બને. માવજી મહારાજની ભૂમિ પરથી બોલાયેલા શબ્દો. ક્યારેય ખોટું ન થઈ શકે.

PM મોદીએ આજે રાજસ્થાનના ડૂંગરપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. સાગવાડામાં આયોજિત વિશાળ જનસભામાં તેમણે અશોક ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા અને પેપર લીક મુદ્દે અનેક આરોપો લગાવ્યા. આ સાથે જ પીએમ મોદીએ અશોક ગેહલોત અંગે ભવિષ્યવાણી પર કરી નાખી. તેમણે કહ્યું કે, આજે હું એક ભવિષ્યવાણી કરવા માગુ છું કે આ વખતે તો નહીં જ પરંતુ હવે પછી ક્યારેય પણ રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર નહીં બનશે. આ માવજી મહારાજની ધરતી પરથી બોલવામાં આવેલા શબ્દો ક્યારેય ખોટા નહીં પડે.

PM મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, જે ધરતીને સટીક ભવિષ્યવાણી માટે માવજી મહારાજના આશીર્વાદ મળ્યા છે. ત્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભાજપની સરકાર બની રહી છે. આ એ ધરતી છે જેણે એવા વીરોને પેદા કર્યા છે જેમણે મહારાણા પ્રતાપની ખ્યાતિ વધારવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આજે હું માવજી મહારાજ જીના આશીર્વાદ લઈને એક ભવિષ્યવાણી કરવાની હિંમત કરી રહ્યો છું. આ પવિત્ર ધરતીની તાકાત છે કે, મારા મનમાં વિચાર આવ્યો છે અને હું માવજી મહારજની માંગીને એ હિમ્મત કરી રહ્યો છું. હવે રાજસ્થાનમાં ક્યારેય પણ અશોક ગેહલોતની સરકાર નહીં બનશે.

આ પણ વાંચો :-

કેન્દ્રીય નાણાં પ્રધાને કહ્યું કે નવા બજેટમાં ખેડૂતો માટે બે હજાર વધારો સન્માન મળશે

0

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ૨૦૨૪-૨૫ આ નાણાંકીય વર્ષ માટેનું બજેટ સંસદમાં રજૂ કરશે. નિર્મલા સીતારામન છઠ્ઠી વાર બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટમાં ખેડૂતોને આપવામાં આવનાર સન્માન નિધીમાં બે હજાર રુપિયાનો વધારો થવાની શક્યતાઓ છે.

હાલમાં આ યોજના હેઠળ ખૂડૂતોને ૬ હજાર રુપિયા આપવામાં આવે છે. ત્યારે હવે આ રકમ વધારીને ૮ હજાર રુપિયા થઇ શકે છે. હાલમાં સન્માન નિધી વર્ષમાં ત્રણ હપ્તામાં મળે છે. દર ચાર મહિને ૨ હજાર રુપિયા સીધા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. મોદી સરકાર તરફથી ૧૫મી નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં આ સન્માન નિધીનો ૧૫મો હપ્તો જમા થયો હતો. કેન્દ્ર સરકારની આ સૌથી મોટી યોજના છે. ૧ ડિસેમ્બર ૨૦૧૮થી આ યોજના લાગૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા આપવામાં આવનાર સન્માન નિધીમાં વધારો થવો જોઇએ એવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી હતી.

ચૂંટણીની પાર્શ્વભૂમી પર ખેડૂતોની જેમ જ મહિલા, આદિવાસી, આર્થિક પછાત વર્ગ, ઉદ્યોગપતી, કર્મચારી વગેરે વર્ગોને સરકાર કંઇક ને કંઇક આપવાનો પ્રયત્ન કરશે. તેથી ભલે વચગાળાનું હોય પણ આ બજેટમાં લોકપ્રિય જાહેરાત કરવામાં આવશે એમ એક્સપર્ટ્સનું માનવું છે. અત્યાર સુધી ૧૧ કરોડ પરિવારોને વડા પ્રધાન ખેડૂત સન્માન નિધીનો લાભ મળ્યો છે. ૨.૬૦ લાખ કરોડ રુપિયા આ યોજના હેઠળ વહેંચવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ભારતના આ ક્ષેત્રોમાં મોટો ફાયદો સતલુજ નદીમાં મળ્યો ‘ટેન્ટલમ’ નો ભંડાર

0

ઈન્ડિયન ઈન્ડસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) રોપરને તાજેતરમાં એક મોટી સફળતા મળી. આઈઆઈટી સાથે સંકળાયેલા રિસર્ચરોને પંજાબમાં સતુલજ નદીની રેતમાં અત્યંત દુર્લભ ધાતુ ટેન્ટલમ મળી આવી છે. એવી શક્યતા છે કે આ શોધ બાદ ભારતને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રમાં મોટો ફાયદો થશે. પ્રથમ વખત તેની શોધ ૨૨૧ વર્ષ પહેલા સ્વીડનમાં થઇ હતી.

ટેન્ટલમ અત્યંત દુર્લભ મનાય છે. આજના દોરમાં વપરાતી સૌથી વધુ કાટવિરોધી ધાતુઓ પૈકી એક છે. તે ગ્રે કલરની હોય છે. ખાસ વાત એ છે કે ટેન્ટેલમ શુદ્ધ હોય ત્યારે તે અત્યંત ફ્લેક્સિબલ હોય છે જેને રબરની જેમ ખેંચી કે પાતળું કરી તાર કે દોરાની જેમ પણ બનાવી શકાય છે. તેનું મેલ્ટિંગ પોઈન્ટ પણ વધારે હોય છે. આ મામલે ટેન્ટલમથી આગળ ફક્ત ટંગસ્ટન અને રીનિયમ જ હોય છે.

આ ધાતુનો સૌથી વધુ ઉપયોગ ઈલેક્ટ્રોનિક સેક્ટરમાં થાય છે. ટેન્ટલમથી તૈયાર થયેલા કેપેસિટર્સમાં નાના આકારમાં પણ મોટાપાયે વીજળી સ્ટોર કરવાની ક્ષમતા હોય છે. તેના લીધે તેને સ્માર્ટફોન, લેપટોપ અને ડિજિટલ કેમેરા જેવા ડિવાઈસમાં ઉપયોગમાં લેવા આદર્શ મનાય છે. આ ધાતુનું નામ પૌરાણિક ગ્રીક મિથકના ચર્ચિત નામ ટેન્ટેલસના નામે રખાયું છે. હાઈ મેલ્ટિંગ પોઇન્ટને લીધે તેનો ઉપયોગ પ્લેટિનમની જગ્યાએ પણ થાય છે. ખાસ વાત એ છે કે ટેન્ટેલમની તુલનાએ પ્લેટિનમ વધારે મોંઘી ધાતુ છે. સાથે જ તેનો ઉપયોગ કેમિકલ પ્લાન્ટ્સ, ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સ, વિમાન અને મિસાઈલના કોમ્પોનન્ટ કે ઘટક બનાવવા માટે પણ થાય છે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેટની આડમાં આતંકવાદી ષડયંત્ર

0

ઉત્તર પ્રદેશમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોની ખરીદી, વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ પછી શરૂ થયેલો હોબાળો અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. હકીકતમાં ૧૭ નવેમ્બરના રોજ હઝરતગંજમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે હલાલ સર્ટિફિકેટ આપતી કંપનીઓ દ્વારા આતંકવાદનું ફંડિંગ થઈ રહ્યું છે અને તેના દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ કરવામાં આવી રહી છે. એફઆઇઆરમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે હલાલ સર્ટિફિકેટ આપતી કંપનીઓ જે ઉત્પાદનો બનાવી રહી છે તે માત્ર ચોક્કસ શ્રેણીના ઉત્પાદનોને અને તેના વેચાણને પ્રોત્સાહન આપવા માટે છે. આ કારણે અન્ય સમુદાયનું વેચાણ ઘટે છે. આ એફઆઇઆર દાખલ થયા બાદ યુપી સરકારે ૧૮ નવેમ્બરના રોજ, ઉત્તર પ્રદેશ સરકારે હલાલ પ્રમાણિત ઉત્પાદનો અને તમામ પ્રકારના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો અને દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. સરકાર માને છે કે આવા ખાદ્ય ઉત્પાદનો અથવા વેચવામાં આવતી અન્ય પ્રોડક્ટ્સને લાઇસન્સ આપવાની કાનૂની પ્રક્રિયા ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ હેઠળ આવે છે. હલાલ સર્ટિફિકેટ આપતી કંપનીઓના કાર્યક્ષેત્રમાં આવતા નથી. તેથી આવું કોઈપણ પ્રમાણપત્ર આપવા પર પ્રતિબંધ છે.

ગૃહ મંત્રાલયને આપવામાં આવેલી અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જમિયત ઉલેમા-એ-હિંદ, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદના લોકોના તાર સીધા આતંકવાદીઓ સાથે જોડાયેલા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે. ગૃહ મંત્રાલયને આપવામાં આવેલી અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જમિયત ઉલેમા-એ-હિંદ, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદીઓને કારણે દેશની સુરક્ષા ખતરામાં છે. તેથી, NIA, ED અને CBI દ્વારા તેમની કામગીરીની તપાસ કરવા ગૃહ મંત્રાલય પાસે માંગ કરવામાં આવી હતી.

આ મામલાની તપાસ એસટીએફને સોંપવામાં આવી છે ત્યારે એક વાત ચોક્કસ છે કે હવે ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેટનો ખેલ ખતમ થઈ ગયો છે. હવે આ મામલો માત્ર ઉત્તર પ્રદેશ પૂરતો સીમિત નહીં રહે. ટેરર ​​ફંડિંગની તપાસમાં એસટીએફ સૌથી વધુ ફોકસ કરે તેવી પૂરી સંભાવના છે. જ્યારે દેશની સુરક્ષાની વાત આવે છે, ત્યારે કોઈ સમાધાન કરી શકાય નહીં.

આ પણ વાંચો :-

કોંગોમાં સેનાની ભરતી દરમિયાન નાસભાગમાં ૩૭ લોકોના મોત

0

રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાની ભરતી અભિયાન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક સ્ટેડિયમમાં સેનામાં ભરતી માટે યુવાનોની મોટી ભીડ એકત્ર થયા બાદ નાસભાગ મચી ગઈ હતી જેમાં ૩૭ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની બ્રાઝાવિલેના લશ્કરી સ્ટેડિયમમાં સેનાની ભરતી અભિયાન દરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી જેમાં ૩૭ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયાથી દરરોજ ભરતી કેન્દ્રોની બહાર લાંબી લાઇનો લાગી હતી. યુવાનો મોટી સંખ્યામાં સેનામાં જોડાવા માંગતા હતા. દરરોજ લગભગ ૭૦૦ લોકોનું રજિસ્ટ્રેશન થતુ હતું જયારે માત્ર ૧૫૦૦ જ જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો :-

કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકા, ૩.૦ની તીવ્રતા નોંધાઇ

0

કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ હવે ફરી એકવાર આજે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. વિગતો મુજબ આજે સવારે કચ્છના ધોળાવીરા નજીક ધરતીકંપ આવ્યો હતો. આ અગાઉ ગઈકાલે પણ ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી :૧૫ કિલોમીટર દૂર નોંધાયું હતું.

કચ્છનાધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ આજે સવારે ૬:૫૫ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0ની નોંધાઈ છે. આ સાથે ધોળાવીરાથી ૧૬ કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે.

દિવાળીના તહેવારો બાદ હવે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ ગઈકાલે પણ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ની નોંધાઈ હતી. આ તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૫ કિલોમીટર દૂર નોંધાયું હતી. ફરી એકવાર ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

ભ્રામક જાહેરાતો પર સુપ્રીમ કોર્ટે પતંજલિને ૧ કરોડનો દંડ ફટકારવાની ચીમકી આપી

0

સુપ્રીમ કોર્ટે મંગળવારે હર્બલ પ્રોડક્ટ્સ કંપની પતંજલિ આયુર્વેદને વિવિધ રોગોની દવાઓ વિશેની જાહેરાતોમાં ‘ખોટા’ અને ‘ભ્રામક’ દાવા કરવા સામે ચેતવણી આપી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચે મૌખિક ટિપ્પણીમાં કહ્યું, ‘પતંજલિ આયુર્વેદની આવી તમામ ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવી જોઈએ. કોર્ટ આવા કોઈપણ ઉલ્લંઘનને ખૂબ જ ગંભીરતાથી લેશે…’ યોગ ગુરુ રામદેવ પર રસીકરણ અભિયાન અને આધુનિક દવાઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ લગાવતી IMAની અરજી પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલય અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ પાઠવી હતી. સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન બેન્ચે પતંજલિ આયુર્વેદને દવાની આધુનિક પદ્ધતિઓ વિરુદ્ધ ભ્રામક દાવાઓ અને જાહેરાતો પ્રકાશિત ન કરવા જણાવ્યું હતું.

બેન્ચ દરેક પ્રોડક્ટ પર ૧ કરોડ રૂપિયાનો દંડ લાદવાનું પણ વિચારી શકે છે જો ખોટો દાવો કરવામાં આવે છે કે કોઈ ચોક્કસ રોગનો ઈલાજ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલને ભ્રામક તબીબી જાહેરાતોના મુદ્દાનો ઉકેલ શોધવા માટે કહ્યું, જ્યાં અમુક રોગોની સચોટ સારવાર કરતી દવાઓ વિશે દાવાઓ કરવામાં આવે છે. બેંચ હવે આવતા વર્ષે ૫ ફેબ્રુઆરીએ IMAની અરજી પર સુનાવણી કરશે. અરજી પર નોટિસ જારી કરીને સર્વોચ્ચ અદાલતે એલોપેથી અને એલોપેથિક પ્રેક્ટિશનરોની ટીકા કરવા બદલ રામદેવની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેમને ડોકટરો અને સારવારની અન્ય પ્રણાલીઓને બદનામ કરવાથી રોકવું જોઈએ.

તત્કાલીન ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે, ‘ગુરુ સ્વામી રામદેવ બાબાને શું થયું છે?… અમે તેમનું સન્માન કરીએ છીએ કારણ કે તેમણે યોગને લોકપ્રિય બનાવ્યો હતો. અમે બધા તે કરીએ છીએ. પરંતુ, તેઓએ બીજી પદ્ધતિની ટીકા ન કરવી જોઈએ. ખંડપીઠે કહ્યું હતું કે, “આયુર્વેદ, તેઓ જે પણ પદ્ધતિ અપનાવી રહ્યા છે, તે કામ કરશે તેની શું ગેરંટી છે? તમે એવી જાહેરાતો જુઓ છો કે જેમાં બધા ડૉક્ટરો જાણે ખૂની હોય એમ આરોપી હોય છે. ‘મોટી જાહેરાતો આપવામાં આવી છે’ IMAએ ઘણી જાહેરાતો ટાંકી હતી જેમાં એલોપથી અને ડોકટરોને ખોટી રીતે બતાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

પાસપોર્ટ અરજદારને વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશનનો નહીં ખાવા પડે ધક્કો

0

દિવાળી બાદ હવે પાસપોર્ટ અરજદારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાસપોર્ટ વેરીફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરાયો છે. વિગતો મુજબ કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. નોંધનિય છે કે, આ અગાઉ પાસપોર્ટ અરજદારોને પોલીસ પહેલા સ્ટેશન બોલાવતી હતી અથવા તેમના ઘરે પણ જતી હતી.

કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે જાહેર કરેલ પરિપત્રથી પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળી છે. હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. જેથી હવે અરજદારોના સરનામા ચકાસણીની આવશ્યકતા નથી અને જો કોઈક કિસ્સામાં જરૂર પડે તો જ પોલીસ અરજદારના ઘરે જશે. પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.

આ પણ વાંચો :-

ટ્રાફિક બ્રિગેડના ૬૩૦૦ જવાનોને રાતોરાત રઝળતા કરી દેવાનો નિર્ણય અમાનવીય

0
  • એક તરફ સરકારની કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કરોડોની લહાણી, બીજી તરફ ટીઆરબીના જવાનોના પેટ ઉપર લાત મારવાનું કૃત્ય શા માટે?
  • રોજના ૩૦૦ રૂપિયાના હિસાબે મહેનતાણું મેળવતા ટીઆરબીના જવાનો ભારેખમ પગારદાર પો.કો.ની ગરજ સારતા હતા અને છતા સરકારની આંખમા શા માટે ખટક્યા?
  • સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદના ક્યાં ગઈ? પોલીસદળને પગના અંગૂઠાથી માથાની ચોટલી સુધી જાણતા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઇચ્છે તો જવાનોની રોજગારી બચી શકે

દિવાળીના તહેવારોના દિવસોમાં રાજ્ય સરકારે કર્મચારીઓ માટે લ્હાણી કરી હતી. પગાર અને વિવિધ ભથ્થામાં ઉમેરો કરીને કર્મચારીઓને ખુશહાલ કરી દીધા હતા. કોન્ટ્રાકટના કર્મચારીઓના પગારમાં સીધો ૩૦ ટકા વધારો કરીને સરકાર વરસી પડી હતી એમ કહી શકાય. પરંતુ આ બધાની વચ્ચે ટીઆરબી એટલે કે ટ્રાફિક બ્રિગેડના ૬૩૦૦ જેટલા જવાનોને રાતોરાત નોકરીમાંથી છૂટા કરી દેવાનો નિર્ણય આઘાતજનક હતો. બલ્કે એવું કહી શકાય કે સરકારી કર્મચારીઓને પગાર અને ભથ્થામાં કરાયેલા વધારા ઉપર પાણી ફેરવી દીધું હતું. અને ટીઆરબી જવાનોના ૬૩૦૦ પરિવારોમાં તહેવારોના દિવસોમાં નિસાસા નાંખવા જેવી હાલત કરી હતી.

01ખાસ કરીને ટ્રાફિકના સંચાલન માટે સેવાભાવી સંસ્થાના બેનર હેઠળ ફિક્સ મહેનતાણું આપીને નોકરી ઉપર લેવાનો નિર્ણય કરાયો હતો. સંભવત આ ટ્રાફિક બ્રિગેડની શરૂઆત લગભગ ૨૦૦૫ના વર્ષમા સુરતથી થઈ હતી અને પૂર્વ પોલીસ કમિશનર સુધીર સિંહાએ આ શરૂઆત કરી હતી. સુરતના સામાજિક અને ઉદ્યોગઅગ્રણી અશોક કાનુગો, જે.પી.અગ્રવાલ સહિત અન્ય અગ્રણીઓની આગેવાની હેઠળ એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી તથા ચોક્કસ ભંડોળ ઊભુ કરીને આ ભંડોળમાંથી ટીઆરબીના જવાનોને પગાર નહી પરંતુ ચોક્કસ રકમનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું. આ તરફ ટ્રાફિક બ્રિગેડના જવાનો મળવાથી પોલીસ જવાનોને મોટી રાહત થઇ હતી. પોલીસ સ્ટાફની ખોટ આ જવાનોની હાજરીને પગલે પુરાઇ જતી હતી ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ હતી કે બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનુ કામ થઇ રહ્યું હતું.ટ્રાફિક બ્રિગેડની યોજના વર્ષ ૨૦૦૯માં ક્રમશઃ રાજ્યભરમાં લાગુ કરવામાં આવતા પોલીસ, સરકાર અને સમાજ બધા માટે રાહતજનક હતું. વળી આ જવાનો બળબળતા તાપમાં પણ ફરજ બજાવવા ઉપરાંત અનેક કિસ્સાઓમા પોલીસદળ માટે પણ ઉપયોગી થતા આવ્યા છે. પરંતુ વધતી જતી મોઘવારી વચ્ચે આ જવાનોના પગાર કે જરૂરિયાતમાં વધારો કરવાનું કોઈએ પણ વિચાર્યું નહોતું. મહેનતાણું ચૂકવતા ટ્રસ્ટની એક મર્યાદા હતી.

પરંતુ સરકારે પણ ટ્રાફિક ‌િબ્રગેડના જવાનોના મહેનતાણામાં વધારો કરવાની દિશામાં વિચાર્યું નહોતું, બલ્કે ટીઆરબીના જવાનો પોલીસની કામગીરીનો જ એક ભાગ હતા.આજે ચારે તરફ મોંઘવારી, બેરોજગારી ભરડો લઇ ચૂકી છે. એવા સમયે ૬૩૦૦ જેટલા જવાનોને રાતોરાત જાણે રઝળતા મૂકી દેવાનો નિર્ણય ખરેખર નિંદનીય છે. ખરેખર તો ટીઆરબીમાં ફરજ બજાવી રહેલા જવાનોને લાયકાત પ્રમાણે પોલીસદળમા સામેલ કરવાની જરૂર હતી. વળી, એક તરફ સરકારી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે. એવા સમયે ટીઆરબીના જવાનોના મહેનતાણામાં વધારો કરવાને બદલે નોકરી છીનવી લેવાનો સરકારનો નિર્ણય ધરાર વ્યાજબી નથી.આ જવાનો સરકારના નિર્ણય સામે કાનૂની લડત આપી શકે તેમ નથી. કારણ કે તેઓ સરકારના કાયમી કર્મચારીઓ નથી અને એટલે જ સરકાર રાતોરાત આ જવાનોને નોકરી વગરના કરી દેવાની હિંમત કરી શકી.
પરંતુ વખત જતા સરકારનો નિર્ણય કમનસીબ પુરવાર થશે. રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા ઊધઈના રાફડાની માફક રોજેરોજ વકરી રહી છે.

ટીઆરબીના જવાનોને છૂટા કરી દેવાથી તેમની જગ્યાએ પોલીસ જવાનોને ગોઠવવા પડશે. મતલબ, પોલીસદળમાં એટલા જવાનોનો ગુનાખોરી રોકવા સહિતની કામગીરીમા ઉપયોગ લઈ શકાશે નહીં. આમ પણ રાજ્યના પોલીસદળમાં સુપરવાઇઝરી અધિકારીઓનો રાફડો છે. પરંતુ ફિલ્ડમાં કામ કરનાર પોલીસ જવાનોની ખૂબ મોટી ખોટ છે. વળી સરકાર નવા પોલીસ કૉન્સ્ટેબલોની ભરતી કરીને આર્થિક ભારણ વધારવાની તરફેણમાં નથી. આવા સમયે ટીઆરબીના જવાનોને રાતોરાત છૂટા કરવાનો નિર્ણય સરકાર અને પ્રજા માટે અઘાતજનક પુરવાર થશે. બીજી તરફ ગુનાખોરીને નિયંત્રણમાં રાખવા પોલીસ જવાનોની મોટી ખોટ વર્તાશે.
સરકારને ખબર જ હશે કે પ્રત્યેક સુપરવાઇઝરી ઑફિસર પોતાની સુખ, સાહ્યબી, સેવા માટે કેટલા જવાનોને રોકી રાખે છે. કહેવાની જરૂર નથી કે ઉપરી અમલદારોના ઘરના અને ખાનગી કામો પણ કોન્સ્ટેબલો દ્વારા જ કરાવવામાં આવે છે. ધરખમ પગાર અને સરકારી સુવિધાઓની ભરમાર છતાં અનેક અધિકારીઓ પોલીસ કોન્સ્ટેબલો પાસે નહીં કરાવવા જેવા કામ કરાવતા હોવાની છાને ખૂંણે ફરિયાદો ઊઠતી રહે છે.

ખેર, ખાખી વર્દીની આડમાં કે ખાખી વર્દીના જોરે કેવાં-કેવાં કામ કરાવી શકાય છે તેનો લગભગ દરેક નાગરિકને ક્યાંક ને ક્યાંક અનુભવ થયો હશે જ, પરંતુ ડંડાના જોરે અનેક લોકોએ મૂંગામોઢે અન્યાય સહન કરી લીધો હશે.
ટીઆરબીની વ્યવસ્થા જેવી હતી તેવી, પરંતુ જરૂરી હતી. જવાનોને ઓછુવત્તું પણ મહેનતાણું મળતુ હતું. ઉપરાંત પોલીસ જવાનોની ગરજ પણ સારતા હતા. મતલબ ટીઆરબી જવાનોની હકાલપટ્ટીનો નિર્ણય કસમયનો ગણાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની આખી સરકાર રોજ સવાર પડે ને ક્યાંક ને ‘સંવેદના’ દાખવતી રહે છે અને ભૂપેન્દ્ર પટેલને તો સંવેદનશીલ મુખ્યમંત્રી માનવામાં આવે છે. આનાથી પણ વધુ કહીએ તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એક સમયે પોતે પોલીસદળનો એક ભાગ હતા. મતલબ કે પોલીસની સમગ્ર કામગીરી પગના અંગૂઠાથી માથાની ચોટલી સુધી ઓળખનાર સી.આર.પાટીલ પણ દરમિયાનગીરી કરીને ટીઆરબીના જવાનો સાથે ન્યાય કરશે અને નોકરીથી વંચિત થતા બચાવી લેશે તો હાલના બેરોજગારી, અને મોંઘવારીના કપરા સમયમાં માનવીય પગલું ભર્યું ગણાશે.

સને ૨૦૦૫માં સુુધીર સિન્હા પોલીસ કમિશનર તરીકે સુરત શહેરમાં હતા ત્યારેે ટ્રાફીક ‌નિયમન માટે પોલીસની સાથે સાથે ટ્રાફીક બ્રિગેડ ટીઆરબીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જે તે સમયે સુરત શહેરમાં ૩૦ ટીઆરબીની નિમણુંક કરાઇ હતી.
ટ્રાફીક બ્રિગેડનો ખર્ચ ઉઠાવવા માટે અલગ-અલગ દાતા પાસેથી ખર્ચ મેળવાયો હતો. ત્યારબાદ તત્કાલીન પોલીસ કમિશનર આર.એમ.એસ બ્રારે ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટની રચના કરી હતી. અને તેના વ્યાજમાંથી ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા કાર્યરક રહે તેવું કાયમી આયોજન કર્યું હતું.
સરકારે પણ ૫-૫-૨૦૦૯માં આ વ્યવસ્થા અપનાવી રાજ્યભરમાં ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા કાર્યરત કરી, એક ટ્રાફિક બ્રિગેડને દૈનિક માનદ વેતન પેટે રૂ. ૩૦૦ ચૂકવવામાં આવતા હતા.

આ પણ વાંચો :-

૨૨ નવેમ્બર, ૨૦૨૩/ વ્યસનોથી દૂર રહેજો, પરિવારમાં વાદ-વિવાદથી સાચવવું, આ રાશિના જાતકોને બુધવાર કાઢવો કઠિન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં મનમેળ રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. જુની ઉઘરાણી છુટી થાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. સાસરા પક્ષ તરફથી લાભ મળતવાના યોગ બને છે. નોકરી ધંધામાં પ્રગતિ.

વૃષભઃ

નાણાંકીય દ્રષ્ટિએ દિવસ સારો છે. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યક્ષેત્રે આધુરા કાર્ય પૂર્ણ થતા જણાય. નવી નોકરી મળી શકે અને ધંધામાં સફળતા મળે. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને અભ્યાસમાં રસ વધે.ભાગ્ય સાથ આપતું જણાય.

મિથુનઃ

ગણત્રી પૂર્વક કાર્ય કરી શકાય. વાણીથી ધાર્યા કાર્ય કરી શકાય. ભાગ્યને બળે કાર્યમાં સફળતા અનુભવાય. પરિવારમાં આનંદનનું વાતાવરણ રહે. આરોગ્ય સારૂ રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. પડવા વાગવાથી સાચવવું. સંતાનની ચિંતા રહે.

કર્કઃ

સફળતા માટે મહેનત વધારે કરવી પડે. વાણી ઉપર કાબુ રાખવો. પિતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોના સાથ સહકારથી કામ પાર પડતા જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. ભાગ્યનો સાથ મળતો નથી.

સિંહઃ

મનના ખોટા વિચારો ઉપર કાબુ રાખવો. દિવસ દરમ્યાન આવક જળવાશે. પરિવારમાં વાદ-વિવાદથી સાચવવું. જમણા હાથની કાળજી રાખવી. કાપડના ધંધામાં લાભ. નોકરીમાં સામાન્ય સંતાનોથી અસંતોષ રહે. આરોગ્ય સાચવવું. માન-સન્માન સચવાય.

કન્યાઃ

મનોબળ મજબૂત રહે. દિવસ દરમ્યાન શક્તિનો સંચાર થાય. આવકનું પાસુ મજબુત બને છે. પરિવારના સભ્યો વચ્ચે ઉગ્રતા ટાળવી.જમણા હાથની કાળજી રાખવી. નવા રોકાણો ટાળવા. સુખ-શાંતિ ઓછા થતા જણાય. માતાની તબિયત સાચવવી.

તુલાઃ

કામકાજમાં વિધ્‍નો આવે પરંતુ ભાગ્યને જોરે સફળતા મળે. વારેવારે ખોટું લાગી જાય એવા પ્રસંગોનું નિર્માણ થાય. આવક જળવાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. નવા રોકાણો ટાળવા. જુના રોકાણોમાંથી આવક મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃશ્ચિકઃ

દિવસ દરમ્યાન ઉગ્રતા અને નરમાશનો મિશ્ર અનુભવ થાય. આવક અંગે સંતોષ. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ફાયદાકારક રહે. માતા તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને.

ધનઃ

આવક આવતી અનુભવાય. ભાઇ બહેન વચ્ચે પ્રેમમાં વધારો થાય. પરિવારમાં અત્યંત પ્રસન્નતા ભર્યું વાતાવરણ રહે. નવા આયોજનો સફળ રીતે કરી શકાય. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલના ધંધામાં લાભ. મકાન બાંધકામ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓ માટે ફાયદો.

મકરઃ

શારિરીક અને માનસિક તંદુરસ્તી અનુભવી શકાય. આવકમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતુ જણાય. ભાઇ બહેનો સાથે પ્રેમભાવમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ. જુના રોકાણોથી ફાયદો મળે.

કુંભઃ

દિવસ દરમ્યાન પ્રસન્નતાનો અનુભવ થાય. જુના ગુરૂ, શિક્ષકો, મિત્રોને મળવાનો યોગ થાય. ગ્રહણ શક્તિ વધે. આવકમાં વધારો થતો જણાય. અનાજ એડમીનીસ્ટ્રેશન, સરકારી, સોનીકામ કરતી વ્યક્તિઓ માટે ફાયદો અનુભવાય. પગના તળિયામાં દુઃખાવો થતો જણાય.

મીનઃ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. માનસિક ઉચાટ રહે. પરિવારમાં ઉગ્રતાભર્યું. વાતાવરણ રહે. નવા રોકાણો ટાળવા. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિથી રાહત અનુભવાય. હાડકાનો દુઃખાવો, આંખની સમસ્યા સતાવે. પ‌િત્ન સાથે મનમેળ રહેશે.

આ પણ વાંચો :-