Home Blog Page 879

સુરતમાં મેટ્રો કામગીરી લઇ ને સોમવારે ૬ લાખ ઘરોમાં પાણી પુરવઠો બંધ રહેશે

0

સુરતમાં આવતીકાલે એટલે કે સોમવારે સુરતના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી નહીં મળે. મહત્વનું છે કે, મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી કરાશે. જેને લઈ સોમવારે ૬ લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. વિગતો મુજબ સુરતના વરાછા, કતારગામ, સેન્ટ્રલ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે.

રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મેટ્રો શરૂ થવાની છે. જેને લઈ હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઇન શિફ્ટ કરવામાં આવશે. જેથી લાઇન શિફ્ટીંગની કામગીરીને લઇ પાણી પુરવઠો બંધ રહેશે. સુરતના વરાછા, કતારગામ, સેન્ટ્રલ ઝોનમાં  પાણી પુરવઠો ખોરવાશે જેથી સોમવારે ૬ લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. મહત્વનું છે કે, લંબેહનુમાન રોડ લાભેશ્વર ભવન ખાતે સોમવારે પાણી કાપ રહેશે. સવારે ૪ કલાકથી રાત્રે ૧૧ કલાક સુધી કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

• ખેડામાં સીરપ કાંડ બાદ ગુજરાત પોલિસ જાગી રાજ્ય માથી લાખોની સીરપ જપ્ત

• બેંગલુરુમાં ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

તમિલનાડુમાં EDના અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

0

તમિલનાડુમાં EDના અધિકારી અંકિત તિવારી શુક્રવારે એક ડૉક્ટર પાસેથી ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ પછી તમિલનાડુ વિજિલન્સ અને એન્ટી કરપ્શન વિંગે મદુરાઈમાં ED સબ ઝોનલ ઓફિસ પર દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારી અંકિત તિવારી પર ભ્રષ્ટાચારનો આરોપ છે, જેના કારણે આ દરોડા પાડવામાં આવ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો CRPFના જવાનો પણ દરોડા દરમિયાન મદુરાઈમાં ED ઓફિસ પહોંચ્યા હતા. તમિલનાડુ ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC)ના અધિકારીઓની સર્ચ બાદ મદુરાઈમાં ED સબ-ઝોનલ ઑફિસને તાળું મારી દીધું હતું.

ED અધિકારી અંકિત તિવારી અને અન્ય અધિકારીઓએ ઘણા લોકોને ધમકાવીને લાંચ વસૂલવાનું કામ કર્યું છે. તેમનું કહેવું છે કે લાંચ લીધા બાદ તેઓ EDમાં ચાલી રહેલા કેસને બંધ કરાવી દેશે. એ જ રીતે, તેણે એક ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને તે સ્વીકારતી વખતે, અંકિત તિવારીની રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે કારણ કે તે બ્લેકમેલિંગ અને ધમકીઓ સાથે સંબંધિત છે. મળતી માહિતી મુજબ અંકિત તિવારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઓફિસર છે અને મદુરાઈની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં કેન્દ્રીય કર્મચારી તરીકે કામ કરે છે.

ED અધિકારી અંકિત તિવારી પર લાગેલા આરોપો પર તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે. અન્નામલાઈ માને છે કે માત્ર એક વ્યક્તિની ભૂલને કારણે સમગ્ર EDને જવાબદાર ઠેરવવી જોઈએ નહીં. તેમણે કહ્યું, DVAC એ ED વિભાગના એક અધિકારીની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો અને હવે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આવું પહેલીવાર નથી થયું કે છેલ્લી વાર પણ નથી.

આ પણ વાંચો :-

• ખેડામાં સીરપ કાંડ બાદ ગુજરાત પોલિસ જાગી રાજ્ય માથી લાખોની સીરપ જપ્ત

• બેંગલુરુમાં ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ઇઝરાયેલની સેનાએ ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો, ૧૮૦ પેલેસ્ટિનિયનના મોત

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ૫ દિવસ સુધી ચાલેલું યુદ્ધવિરામના પૂર્ણ થતાની સાથે જ ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે (૧ ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાઇલી સેનાએ ગાઝામાં હવાઈ હુમલો કર્યો. શુક્રવારે ઇઝરાઇલી બોમ્બમારામાં લગભગ ૧૮૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

શુક્રવારે યુદ્ધવિરામ સમાપ્ત થતાંની સાથે જ રોકેટ ફાયરિંગ, હવાઈ હુમલા અને જમીની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. ઇઝરાયેલી સૈન્યએ હમાસ પર દક્ષિણ ઇઝરાઇલ તરફ રોકેટ છોડવાનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદ IDFએ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. આ સાથે ગાઝામાં લડાઈનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે.

હમાસ સાથેના યુદ્ધવિરામના અંત પછી ગાઝા પર ઇઝરાયેલી બોમ્બમારામાં લગભગ ૧૮૦ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જ્યારે ૫૮૯ લોકો ઘાયલ પણ થયા હતા. હમાસનું કહેવું છે કે તેમણે દક્ષિણ અને મધ્ય ઇઝરાઇલના શહેરો તરફ રોકેટ છોડવાનું ફરી શરૂ કર્યું છે. તે જ સમયે, પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટનું કહેવું છે કે ઇઝરાઇલની સેના રફાહ બોર્ડર ક્રોસિંગ દ્વારા ગાઝામાં પ્રવેશતા સહાયક ટ્રકોને રોકી રહી છે.

ઇઝરાઇલની સેના હવે ધીમે ધીમે ગાઝા પટ્ટીના દક્ષિણી ભાગ તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહેલા કતાર, ઇજિપ્ત અને અમેરિકાનું કહેવું છે કે તેઓ ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

IMDએ ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર, જાણો આ રાજ્યોમાં વરસાદની આગાહી?

0

ભારતીય હવામાન વિભાગ (IMD) એ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. આ ચક્રવાતી તોફાનું નામ Michaung છે. IMDએ ગુરુવારે જાહેર કરેલી આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. IMD અનુસાર ૩ ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. પરંતુ તેની અસર ઓડિશા સુધી પહોંચી શકે છે.

ચક્રવાતી તોફાન વિશે વાત કરતા IMD વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે, સંભવિત ચક્રવાતનો માર્ગ અને અન્ય પરિમાણો ડિપ્રેશનની રચના પછી જ અનુમાન કરી શકાય છે. તેથી અમે ઓડિશા અથવા દરિયાકાંઠાના અન્ય કોઈ સ્થાન પર અસર વિશે કંઈ કહ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે, આગામી ચાર દિવસ સુધી ઓડિશાના દરિયાકાંઠે કોઈ ચેતવણી નથી. તેમણે કહ્યું કે ઓડિશા કિનારે માછીમારો માટે પણ કોઈ ચેતવણી નથી.

IMDની હવામાન આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ સામે ઝઝૂમી રહેલું તમિલનાડુ ચક્રવાતી તોફાન માટે તૈયાર થઈ રહ્યું છે. ચક્રવાત માઈચોંગ ૪ ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. IMD એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઉત્તર તટીય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના રહેવાસીઓ ૩ ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદ (૨૦૪.૪ મીમીથી ઉપર) અને ૪ ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનો અનુભવ કરે તેવી શક્યતા છે.

હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે. આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાનમારે આપ્યું છે. IMD એ તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઓડિશા સહિત દક્ષિણના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓની આગાહી કરી છે. જે ચક્રવાતની સંભાવના ધરાવે છે.

આ પણ વાંચો :-

• ખેડામાં સીરપ કાંડ બાદ ગુજરાત પોલિસ જાગી રાજ્ય માથી લાખોની સીરપ જપ્ત

• બેંગલુરુમાં ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

૦૨ ડીસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના  તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ

પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન

દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાનાભાઇ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઇજાથી સાચવવું. સંતાન સુખ સારૂ મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પુરવાર થાય.

કર્ક

અભ્યાસ, ગ્રહણ શક્તિ વધે, બીજાની નકલ કરવાની ઇચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહ

રોગ પ્રતિકાર શક્તિ નબળી પડતી જણાય શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યા

ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત પ્રગતિ. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા

વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિધ્ધ થતી જણાય. ‌પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઇ જાય. પ્રતિષ્‍ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિક

આવક ઓછી થતી જણાય. પરિવારમાં મનદુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન

આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરનાં જ રહેવાની સલાહ છે.

મકર

આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ

મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીન

આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એકસપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

સુરત પોલીસે ગેંગસ્ટર ચિરાગ ભરવાડને કરાવ્યુ રીકન્સ્ટ્રક્શન, હત્યા,વ્યાજખોરી સહિતના ૧૬ ગંભીર ગુનાનો આરોપી

0

સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં કુખ્યાત ચિરાગ ભરવાડએ ક્રાઇમની દુનિયામાં કાંઈ બાકી જ ન રાખ્યું હોય તેમ અનેક ગુનામાં તેમની સંડોવણી ખુલી છે. ધારાસભ્યના ભાઈ પર હુમલાથી માંડી ચમડાતોડ વ્યાજની વસુલાત સહિત ૧૬ થી વધુ ગુનાઓનો તેમના માથા પર આરોપ છે. ત્યારે કૌભાંડી કરૂણેશને મદદ કરનારા માથાભારે ચિરાગ રેવા મેર ઉર્ફે ભરવાડનું સુરત પોલીસે આજે સરઘસ કાઢ્યુ હતું.

ઉતરાણ વિસ્તારમાં માથાભારે ચિરાગ ભરવાડે ધારાસભ્યના ભાઈ પર હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે આજે સુરત પોલીસે ચિરાગ ભરવાડનું આજે સરઘસ કાઢ્યું હતું. વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા ગેંગસ્ટરનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. જે જગ્યા પર ગેંગસ્ટર ચિરાગે હુમલો કર્યો હતો ત્યાં ઘટનાનું આજે રીકંસ્ટ્રકશન કરાયું હતું.

આરોપી ચિરાગ ભરવાડ પર હત્યા, વ્યાજ વટાવ સહિતના ગંભીર ગુનાઓ દાખલ છે. ૧૬થી વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલા ચિરાગ ભરવાડના ચહેરા પર એક પણ ગુનાનો અફસોસ જોવા મળતો ન હતો.. ઉલટાનો પોતાનો રૌફ જમાવતો હોય તેવુ જોવા મળ્યું હતું. મૂળ બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ ગઢડાના માંડવા ગામનો ચિરાહ વતની છે. આરોપી ચિરાગ જીગ્નેશનગર, પટેલનગરની બાજુમાં ડીંડોલી બ્રીજ પાસે, ગોડાદરા અને એલીગેન્ઝા હાઈટસની સામે સહિત અનેક જગ્યાઓ પર તે હવાલા અને સોપારીને લઈને ગેરકાયદેસર કામ કરતો હતો.

આ પણ વાંચો :-

• ખેડામાં સીરપ કાંડ બાદ ગુજરાત પોલિસ જાગી રાજ્ય માથી લાખોની સીરપ જપ્ત

• બેંગલુરુમાં ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

૨૦૦૦ની ૯૭% નોટો બેન્કમાં થઈ જમા, જાણો આ રીતે જ કરાવી શકશો એક્સચેન્જ

0

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૯ મે ૨૦૨૩ના રોજ રૂ. ૨૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. RBIએ કહ્યું છે કે હજુ પણ ૯૭૬૦ કરોડ રૂપિયાની ૨૦૦૦ની નોટો લોકો પાસે છે જ્યારે ૯૭% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર જે દિવસે ૨૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે દિવસે ૨૦૦૦ રૂપિયાની ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. લોકોને ૨૦૦૦ રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે 30મી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. RBIએ ૨૦૦૦ રૂપિયાની નોટ જમા અને બદલવા માટે સમયમર્યાદા વધારીને ૭ ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી. નોટ જમા કરાવવા તેમજ બદલવાની છેલ્લી તારીખના મહિના બાદ પણ હજુ પણ ૨.૭ ટકા નોટો લોકો પાસે છે જે બેંકમાં જમાં કરાવી નથી. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર ૨૦૦૦ રૂપિયાની બેંકમાં અત્યાર સુધીમાં ૯૭.૨૬% નોટો જ જમા થઈ છે.

RBIના જણાવ્યા અનુસાર, માર્ચ ૨૦૧૭ પહેલા રૂ. ૨૦૦૦ના મૂલ્યની બેંકનોટમાંથી લગભગ ૮૯% જારી કરવામાં આવી હતી. ચલણમાં રહેલી આ બેંક નોટોનું કુલ મૂલ્ય ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ તેની ટોચ પરના ૬.૭૩ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ ૩.૬૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું, જે ચલણમાં રહેલી નોટોના માત્ર ૧૦.૮ ટકા છે. RBIને એ પણ જાણવા મળ્યું કે, આ નોટનો સામાન્ય રીતે વ્યવહારો માટે ઉપયોગ થતો નથી. વધુમાં, અન્ય મૂલ્યોની બેંક નોટોનો સ્ટોક લોકોની ચલણી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો રહે છે.

આ પણ વાંચો :-

જામનગરમાં વિદ્યાર્થીના અપહરણ કરાયા બાદ હત્યા કરાતાં મચી ખળભળાટ

0

જામનગરમાં સગીરનું અપહરણ કરાયા બાદ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ધોળા દિવસે ૧૧માં ધોરણના વિદ્યાર્થીનું બાઇક પર અપહરણ કર્યા બાદ તેની કરપીણ હત્યા કરી દેવાઈ છે. પહેલા આ વિદ્યાર્થીના અપહરણને લઈ અફરાતફરીના માહોલ વચ્ચે પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે CCTV કેમેરા ચેક કર્યા બાદ આરોપીઓને ઝડપી પાડવા કવાયત કરી હતી. જે બાદમાં એક અવાવરુ જગ્યાએથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિજનો ભાંગી પડ્યા હતા. આ તરફ હવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર ૧૫માં બ્લોક નંબર ૩૦૨માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયાના ૧૭ વર્ષના પુત્રનું અપહરણ કરાયું હતું. વિગતો મુજબ ગઈકાલે બપોરે ૦૧:૦૦ વાગ્યે ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈનો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. જે બાદમાં આ વિદ્યાર્થી એકાએક લાપતા બન્યો હતો.

પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો કોઈ પતો નહીં લગતા આખરે સીટી એ. ડિવિઝન નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ તરફ પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જ્યાં મોહન નગર આવાસના બિલ્ડીંગના CCTV કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

મણીપુરની PNB બેંકમાં ૧૮.૮૫ કરોડ રૂપિયાની લૂંટ

0

મણિપુરના ઉખરુલ શહેરમાં ગુરૂવારે પંજાબ નેશનલ બેંક (PNB)ની એક શાખામાં લૂંટની મોટી ઘટના બની હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અજાણ્યા સશસ્ત્ર ડાકુઓએ ઉખરુલમાં સ્થિત PNB શાખામાં લૂંટ ચલાવી હતી અને ૧૮.૮૫ કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. પોલીસે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું કે, ૮ થી ૧૦ સશસ્ત્ર માણસો બપોરે ઉખરુલ શહેરના વ્યૂલેન્ડ-૧ સ્થિત PNB બેંકની શાખા પર ત્રાટક્યા હતા. તે સમયે બેંકના કર્મચારીઓ આખા દિવસની લેવડદેવડ પછી પૈસાની ગણતરી કરી રહ્યા હતા.

હથિયારબંધ લૂંટારૂઓ પૈસાની ગણતરી કરતા સુરક્ષા કર્મચારીઓ પાસે પહોંચ્યા અને PNB શાખાના કર્મચારીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓ અને બેંક કર્મચારીઓને બંદૂકની અણી પર દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા. લૂ્ંટારૂઓએ રોકડ લઈને જતા સમયે સુરક્ષા કર્મચારીઓ અને બેંક કર્મચારીઓને સ્ટોર રૂમની અંદરથી બંધ કરી દીધા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ સુરક્ષા દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બેંક ઓથોરિટીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :-

CBSE બોર્ડે ૧૦મી અને ૧૨મીની પરીક્ષા પહેલા કર્યો મોટો ફેરફાર

0

CBSE બોર્ડે ૧૦મી અને ૧૨મીની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કર્યો છે. બોર્ડે આ અંગે મહત્વની માહિતી જાહેર કરી છે. તેની સૂચના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર પોસ્ટ કરવામાં આવી છે. આ મુજબ, વર્ષ ૨૦૨૪માં CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વિભાગ, રેન્ક અથવા ડિસ્ટ્રિક્શન માર્કસ આપવામાં આવશે નહીં.

CBSE એ સત્તાવાર સૂચનામાં જણાવ્યું છે કે પરીક્ષા પેટા-નિયમોના પ્રકરણ ૭ ની પેટા કલમ ૪૦.૧ (૩) મુજબ, કોઈ ટકા કે ડિવિઝન આપવામાં આવશે નહીં. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્કસની ટકાવારીની ગણતરીને લઈને ઘણી વખત સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં સીબીએસઈએ નિર્ણય લીધો છે કે કોઈ ડિવિઝનની ગણતરી કરવામાં આવશે નહીં. CBSEના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને અસર થશે.

ભારદ્વાજે કહ્યું કે બોર્ડ માર્ક્સની ટકાવારીની ગણતરી, જાહેરાત કે સૂચના આપતું નથી. તેમણે કહ્યું કે જો હાયર એજ્યુકેશન કે રોજગારી માટે માર્ક્સની ટકાવારીની જરૂર હોય તો ઈન્સ્ટિટ્યૂટ કે નોકરી આપનાર ખુદ માર્ક્સની ગણતરી કરી શકશે. બોર્ડે માર્ક્સને લઇને મચેલી હોડલ અને અનહેલ્દી કોમ્પિટિશનથી બચવા માટે આ નિર્ણય કર્યો છે. અગાઉ બોર્ડે મેરિટ લિસ્ટ જારી કરવાની પ્રથા પણ ખતમ કરી હતી.

આ પણ વાંચો :-