Home Blog Page 831

ફ્રાંસમાં ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI લોન્ચ, જાણો મોદીએ શું કહ્યું?

0

ફ્રાંસની ઈન્ડિયન એમ્બેસીના કહેવા પ્રમાણે ભારતની નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તેમજ ફ્રાંસના ઓનલાઈન પેમેન્ટ કલેકશન લાયરા દ્વારા સંયુક્ત રીતે UPIનુ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે હવે ભારતીય પર્યટકોને UPIથી પેમેન્ટ કરવાની સુવિધા મળશે. ભારતીય પર્યટકો રૂપિયામાં પણ પેમેન્ટ કરી શકશે.

ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે ૨ ફેબ્રુઆરીએ પેરિસમાં એફિલ ટાવર ખાતે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ઔપચારિક રીતે લોન્ચ કર્યું હતું. હવે લોકો UPI દ્વારા એફિલ ટાવર માટે ટિકિટ બુક કરી શકશે. વડાપ્રધાને આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું- આ જોઈને ખૂબ જ આનંદ થયો. UPIને વૈશ્વિક બનાવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે.

આ લોન્ચ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત બાદ કરવામાં આવ્યું છે. મેક્રોન ૨૫ જાન્યુઆરીએ જયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને UPI પેમેન્ટ ડિજિટલ સિસ્ટમ વિશે જાણકારી આપી હતી. તેમને પેમેન્ટ કેવી રીતે કરવું તે શીખવ્યું. આ સિવાય બંને નેતાઓએ ચા પીધી હતી. તેની ચુકવણી રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા કરવામાં આવી હતી.

ભારતમાં RTGS અને NEFT ચુકવણી સિસ્ટમ RBI દ્વારા સંચાલિત છે. IMPS, RuPay, UPI જેવી સિસ્ટમ્સ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત થાય છે. સરકારે ૧ જાન્યુઆરી, ૨૦૨૦ થી UPI વ્યવહારો માટે શૂન્ય-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું હતું.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ UPI પેમેન્ટના ચાહક બની ગયા હતા. ૨૬ જાન્યુઆરીએ સ્ટેટ ડિનર દરમિયાન મેક્રોને કહ્યું- જયપુરમાં પીએમ મોદી સાથે મેં જે ચા પીધી હતી તેને હું ક્યારેય ભૂલી શકતો નથી કારણ કે તેના માટે પેમેન્ટ UPI દ્વારા કરવામાં આવ્યું હતું. તે મારા માટે ખૂબ જ ખાસ હતું. તે ચા અમારી મિત્રતા, હૂંફ, પરંપરા અને નવીનતાનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું.

આ પણ વાંચો :-

ઉલ્લાસનગર ફાયરિંગ કેસમાં ભાજપના MLA સહિત ત્રણ લોકોની ધરપકડ

0

મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના કેસની તપાસ થાણે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કરવા બદલ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો કુલ છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિવસેનાના નેતા મહેશ ગાયકવાડના શરીરમાંથી ૬ ગોળીઓ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, પરસ્પર વિવાદ બાદ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કર્યું હતું, જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ACP નિલેશ સોનાવણેના નેતૃત્વમાં થાણે ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ધરપકડ કરાયેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડને મેડિકલ તપાસ માટે પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવી રહ્યા છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાના સંદર્ભમાં ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી સુધાકર પઠારે કહે છે, ‘છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. એફઆઈઆરમાં આઈપીસી અને આર્મ્સ એક્ટની કલમો લગાવવામાં આવી છે.

હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના આ કેસમાં ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, કુલ ૬ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ફાયરિંગના કેસમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે. હિલ લાઇન પોલીસે કુલ ૬ લોકો સામે કેસ નોંધ્યો છે, જેમાંથી ૩ની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના ૩ આરોપીઓને શોધી રહી છે. પોલીસે IPC IO કલમ ૩૦૭, ૧૨૦ B, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૦૯, ૩૨૩, ૫૦૪ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈને બંને પક્ષો ઉલ્લાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્યએ શિવસેનાના નેતા મહેશને છ ગોળી મારી હતી. મહેશ ઉપરાંત અન્ય એક નેતા રાહુલ પાટીલ પણ ફાયરિંગમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા. આ પછી બંને નેતાઓને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :-

ગઈ કાલે મૃત્યુ થયાની ચર્ચાથી પૂનમ પાંડે આજે કહ્યું કે ‘હું જીવતી છું.

0

ગઇકાલે એક સમાચાર આવ્યા હતા કે એક્ટર-મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે સર્વાઇકલ કેન્સરને કારણે તેનું મૃત્યુ થયું છે અને તેના મેનેજરે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે એ બાદ પૂનમ પાંડેના અંતિમ સંસ્કાર વિશે કોઈ સમાચાર સામે આવ્યા નહતા અને ઘણા લોકો કહી રહ્યા હતા કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે.

૩૨ વર્ષની ઉંમરે પૂનમ પાંડે ઈન્ડસ્ટ્રીની ચમકતી સ્ટાર બની ગઈ હતી. તે અવારનવાર કોઈને કોઈ વિવાદને કારણે હેડલાઈન્સમાં રહેતી હતી. હવે તેમના મૃત્યુના સમાચાર પણ વિવાદ બની ગયા છે. જો કે ગઇકાલે એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે ડ્રગ ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું છે પણ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તેના મેનેજરે અત્યાર સુધી માત્ર પૂનમના નિધનની પુષ્ટિ કરી છે.

પૂનમ પાંડેએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેમાં તેને પોતે કહ્યું કે ‘હું જીવતી છું.સર્વાઇકલ કેન્સરને કારણે મારુ મૃત્યુ નથી થયું. દુર્ભાગ્યપૂર્ણ હું આ વાત એ મહિલાઓ માટે નથી કહી શકતી જેમને કેન્સરને કારણે એમનો જીવ ગુમાવ્યો છે. આ એટલા માટે નહોતું કારણ કે તે મહિલાઓ કંઈ કરી શકતી ન હતી પરંતુ એટલા માટે હતું કારણ કે એમને શું કરવું તેની કોઈ જાણ નહોતી.

ઉમૈર સંધુએ પોતાના ટ્વીટમાં લખ્યું, પૂનમ પાંડેના કઝિન સાથે હમણાં જ વાત કરી, તે જીવિત છે અને તેના મૃત્યુના સમાચારનો આનંદ માણી રહી છે. પૂનમે પબ્લિસિટી સ્ટંટ કર્યો છે.’ ઉમૈર સંધુના આ ટ્વિટથી લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે.

અમેરિકાની સીરિયા-ઇરાકમાં ૮૫ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક, ૧૮ લોકોનાં મોત

0

અમેરિકાએ જોર્ડન હુમલાના જવાબમાં સીરિયા અને ઇરાકમાં ૮૫ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. અમેરિકન સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના યુદ્ધ વિમાનોએ શુક્રવારે ઈરાક અને સીરિયામાં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ અને તેમના સમર્થિત મિલિશિયાના ૮૫થી વધુ ઠેકાણા પર જવાબી હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં અમેરિકન સેનાએ ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી છે.

હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળાની સપ્લાય ચેઇન સુવિધાઓ સહિતના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં સીરિયામાં ચાર અને ઈરાકમાં ત્રણ સહિત સાત સ્થળોએ ૮૫થી વધુ ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સીરિયાના રણ વિસ્તારોમાં અને ઇરાકની સરહદ નજીક સ્થિત ઠેકાણા પર અમેરિકન હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોના ઠેકાણાઓ પર થયેલા હુમલા બાદ અમેરિકન પ્રમુખજો બાયડેને એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા મધ્ય પૂર્વમાં સંઘર્ષ નથી ઈચ્છતું, પરંતુ જો કોઈ અમેરિકનને નુકસાન થશે તો અમે તેનો યોગ્ય જવાબ આપીશું. તેમણે વધુમાં કહ્યું કે ગયા રવિવારે જોર્ડનમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. શુક્રવારે, મેં આ બહાદુર સૈનિકોના શ્રદ્ધાંજલિ સમારોહમાં હાજરી આપી હતી અને તેમના પરિવારો સાથે વાત કરી હતી.

આ પણ વાંચો :-

રામ મંદિરને ફક્ત ૧૦ દિવસમાં મળ્યું અધધધ દાન

0

અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી અયોધ્યાના માર્ગો પર રામ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ભક્તો ભગવાન રામ પર પોતાની તમામ ખુશીઓ ન્યૌછાવર કરી દેવા માંગતા હોય તેમ છૂટા હાથે દાન કરી રહ્યા છે. ભક્તો ફક્ત ભગવાન રામના મંદિરમાં મૂકેલી દાનપેટીમાં જ દાન કરે છે એટલું જ નહિ પરંતુ ઓનલાઈન પણ ઘણું દાન આપી રહ્યા છે.

૨૨ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ૨૩ જાન્યુઆરીના રોજથી મંદિર સામાન્ય ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહેત્સવના દિવસે જ રામ મંદિરને ૩.૧૭ કરોડનું દાન મળ્યું હતું જ્યારે ૨૨ જાન્યુઆરીથી લઈને ૨ ફેબ્રુઆરી સુધીમાં અધધધ કહી શકાય તેટલું દાન મળ્યું છે. રામ મંદિરમાં ૧૦ દિવસમાં જ ભક્તોએ રામમંદિરને ૧૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ૧૦ દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો રામ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિર સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું તે દિવસે જ ફક્ત ૫ લાખ ભક્તોએ ભગવાન રામના દર્શન કર્યા હતા.

વહેલી સવારે ૭ વાગ્યાથી લઈને રાતે ૧૦ વાગ્યા સુધી ભગવાન રામના દર્શન કરવા માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવે છે. મળતી માહિતી મુજબ રામ મંદિરમાં ૧૪ ફેબ્રુઆરીએ મંદિરના ઉદ્ધાટન બાદ વસંત પંચમીનો પહેલો તહેવાર ઉજવવામાં આવશે. જેમાં માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રામ મંદિરમાં આખા વર્ષ દરમિયાન ૧૨ મુખ્ય તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવશે.

આ પણ વાંચો :-

અડવાણી બનશે હવે ભારતરત્ન

0

લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, તેઓ અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી PM પદ ઉમેદવાર હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘મને એ વાત જણાવતાં ખુશી થઈ રહી છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની જોડે વાત કરી છે અને આ સન્માનથી સન્માનિત કરવા અંગે તેમને શુભેચ્છા પાઠવી હતી. અમારા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક, ભારતના વિકાસમાં લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન અવિસ્મરણીય છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. આની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.

આ પણ વાંચો :-

૦૩ ફેબ્રુઆરી, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને શનિવાર થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

0

મેષઃ

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભઃ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્કઃ

આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેકટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિકઃ

આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ

આર્થિક પાસુ મજબુત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનુ વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતા નું વાતાવરણ રહે. આરોગ્ય  જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

જ્ઞાનવાપી પરિસરમાં બંધ નહીં થાય પૂજાપાઠ, હાઈ કોર્ટે મુસ્લિમ પક્ષને રાહત આપી નહીં

0

જ્ઞાનવાપી પરિસરના ભોંયરામાં હિન્દુઓને પૂજા-પાઠ કરવાના વારાણસી કોર્ટના ચુકાદાને જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. વિવાદિત ઢાંચા જ્ઞાનવાપી પરિસરમાં આવેલા ભોંયરા ‘વ્યાસજી કા તહેખાના’માં વારાણસી કોર્ટના આદેશથી પૂજાપાઠ શરૂ થયા બાદ મસ્જિદનું સંચાલન કરતી અંજુમન એ ઇંતેજામિયા મસ્જિદ સમિતિ અલાહાબાદ હાઈકોર્ટ પહોંચી હતી અને તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે ઈનકાર કરી દીધો છે. જેથી હાલ પૂજાપાઠ ઉપર કોઇ પણ પ્રકારની રોક લાગશે નહીં. હાઈકોર્ટે સ્થાનિક તંત્રને સ્થળની સુરક્ષા કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આદેશ આપ્યા છે.

કોર્ટે મસ્જિદ સમિતિને પોતાની અપીલમાં સંશોધન કરવા માટે કહ્યું છે અને આ મામલે હવે આગામી સુનાવણી આગામી ૬ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. દરમ્યાન, પૂજાપાઠ ચાલુ રહેશે. કોર્ટે તંત્રને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અને કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે જણાવ્યું છે.

મુસ્લિમ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું કે હિંદુ પક્ષની અરજીને ૧૭ જાન્યુઆરીએ રિસીવર (વારાણસી ડીએમ)ની નિમણૂક કરીને મંજૂરી આપવામાં આવી હતી અને ૩૧ જાન્યુઆરીએ પૂજાની મંજૂરી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે જ્ઞાનવાપી પરિસરમાં ૪ ભોંયરાઓ છે, પરંતુ હિન્દુ પક્ષ કયા ભોંયરામાં પ્રાર્થના કરવા માંગે છે તે અંગે કોઈ દાવો નથી. તેના પર મુસ્લિમ પક્ષે કોર્ટને કહ્યું કે હિન્દુ પક્ષ ચાર ભોંયરાઓમાંથી એક વ્યાસ ભોંયરાની માંગ કરી રહી છે. હાઇ કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે તમે ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કરવાના ૧૭ જાન્યુઆરીના આદેશને પડકાર્યો નથી. ૩૧ જાન્યુઆરીનો આદેશ પરિણામલક્ષી આદેશ છે, જ્યાં સુધી તે આદેશને પડકારવામાં ન આવે તો આ અપીલ કેવી રીતે જાળવી શકાય? આ પછી કોર્ટે મુસ્લિમ પક્ષને તેની અપીલમાં સુધારો કરવા કહ્યું.

બીજી તરફ, હિંદુ પક્ષ તરફે એડવોકેટ વિષ્ણુશંકર જૈને દલીલ કરી હતી કે આ અપીલ સાંભળવાયોગ્ય જ નથી અને ૩૧ જાન્યુઆરીનો આદેશ ૧૭ જાન્યુઆરીના આદેશ પર જ આધારિત હતો. મસ્જિદ સમિતિએ આજ સુધી ૧૭ જાન્યુઆરીના આદેશને પડકાર્યો નથી. તેમણે કોર્ટને એમ પણ જણાવ્યું કે, વ્યાસ પરિવાર પાસે ભોંયરાની ચાવી પણ હતી અને ASIના રિપોર્ટમાં સામે આવ્યું કે ભોંયરામાં કોઇ દરવાજો નથી અને તેનો કબજો લઇ લેવાયો હતો, જેના આધારે કોર્ટે DMને નિયંત્રણ સોંપ્યું હતું.

આ પણ વાંચો :-

ગુજરાત બજેટ ૨૦૨૪ના શિક્ષણ વિભાગ માટે કુલ ૫૫,૧૧૪ કરોડની જોગવાઈ

0

ગુજરાતમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે ૧૫ હજારથી વધુ ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે. ૬૫ હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવેલ છે જયારે બીજા ૪૫ હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે. ૬ હજાર શાળાઓમાં ૧ લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવેલ છે.

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ૨૫૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ૩૦ કરોડની જોગવાઇ.માધ્યમિક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત ૩૦ કરોડની જોગવાઇ.સરકારી ટેકનિકલ સંસ્થાઓનાં આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓ, નવા ભૌતિક સંસાધનો તેમજ હયાત વર્ગખંડો/પ્રયોગશાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત કરવા ૧૯૮ કરોડની જોગવાઈ.

ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ માટે વર્ષ ૨૦૨૩-૨૪ની બજેટ જોગવાઇમાં ૧૧,૪૬૩ કરોડના માતબર વધારા સાથે આગામી વર્ષે ૫૫,૧૧૪ કરોડ કરવામાં આવી છે. સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા ૧૨૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે. ધોરણ-૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે ૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ૪૦૦ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી ૪૫૦૦ વિદ્યાર્થીનીઓને સહાય આપવા ૧૬૦ કરોડની જોગવાઇ.બિન આદિજાતિ વિસ્તારની ૦૮ અને આદિજાતિ વિસ્તારની ૦૨ એમ કુલ ૧૦ નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને વર્તમાન કોલેજોમાં વધારાની સુવિધા ઉભી કરવાના કામો, રખરખાવના કામો તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે ૧૩૪ કરોડની જોગવાઇ. રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ૧૦૧ કરોડની જોગવાઇ.શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે ૨૦૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ૪૦ કરોડની જોગવાઇ.

આ પણ વાંચો :-

ઝારખંડના નવા CM તરીકે ચંપઈ સોરેને આજે શપથ લીધા

0

ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્ય પ્રધાન તરીકે ચંપઈ સોરેને આજે શપથ લીધા છે. આ ઉપરાંત કોંગ્રેસના આલમગીર આલમ અને આરજેડીમાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જો કે નવી સરકારે ૧૦ દિવસમાં બહુમત સાબિત કરવો પડશે. ચંપઈ સોરેન ઝારખંડના ૧૨મા સીએમ તરીકે શપથ લીધા હતા. તેમજ શાસક ગઠબંધનના ધારાસભ્યોને બે દિવસ માટે ચાર્ટર્ડ પ્લેન દ્વારા હૈદરાહાદ મોકલી દેવામાં આવ્યા છે.

અગાઉ ચંપઈ અને ગઠબંધન નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ બુધવારે રાત્રે ૯ વાગ્યે રાજ્યપાલને મળવા ગયા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ રાજ્યપાલ શપથ ગ્રહણ માટે સમય આપી રહ્યા નહોતા. ઝારખંડમાં નવા સીએમની પસંદગીની પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે ED એ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની ધરપકડ કરી હતી.

હેમંત સોરેનના રાજીનામા બાદ લગભગ ૩૦ કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ રાજ્યપાલે ગુરુવારે રાજભવન બોલાવ્યા અને સીએમ તરીકે તેમની નિમણૂક વિશે માહિતી આપી અને નામાંકન પત્ર સોંપ્યું હતું. ઝારખંડ સરકારમાં સત્તાધારી ગઠબંધનના ૩૫ ધારાસભ્યો હૈદરાબાદ રવાના થઇ ગયા છે. જોકે કેટલાક ધારાસભ્યોએ જવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય આજે ઝારખંડમાં પ્રવેશી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના કેટલાક ધારાસભ્યો આ યાત્રામાં ભાગ લેશે. ચંપઈ સોરેને નવી સરકારની રચના અંગે રાજ્યપાલને ૪૩ ધારાસભ્યો તરફથી સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો.

આ પણ વાંચો :-