Home Blog Page 791

સુરતના VR MALLને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઇલ

સુરતમાં પોલીસે VR મોલ ખાલી કરાવ્યો છે. મોલમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત વીઆર મોલને એક મેઇલ આવ્યો છે, જેમાં લખ્યું છે કે ‘જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’. આ ધમકીભર્યો મેઇલ મળતાં જ ક્રાઈમ બ્રાંચ, SOG, બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ દેશભરમાં ૫૨ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા મેઇલ મળ્યા છે. એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. અમે બધાને મોલમાંથી બહાર કાઠ્યા છે. અમારી ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે. VR મોલમાં નોકરી આસિફ નામના યુવકે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટે આવીને અમને કીધુ કે મોલમાં કોઈ બોમ્બ રાખીને ગયું છે, તમે તમારો સ્ટોર ક્લોજ કરો, એ સમયે હડબડાટ પણ થઈ, જે કસ્ટમર હતા એમને બહાર નીકળવાનુ કહ્યું, ૧૦-૧૫ મિનિટમાં પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ આવી ગયા હતા. ૨ થી ૩ હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

કમલમના ઘેરાવ પહેલા કરણી સેનાના નેતા રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પર અટકાયત

0

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા આજે બપોરે ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. આ બાદ, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે અને મોડી રાત્રે રાજ શેખાવતની અટકાયતના આદેશ કરવામાં આવ્યા હતો. જેને લઈને અમદાવાદ એરપોર્ટ ખાતેથી તેમની અટકાયત કરવામાં આવી છે.

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે બપોરે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવવા હુંકાર કર્યો હતો. આ માટે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેમને નજરકેદ કરીને લઈ જવામાં આવ્યા હતા.

અરપોર્ટ પર ઉતર્યા બાદ રાજ શેખાવતે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન માટે મજબૂર ન કરો. મેં કહ્યું હતું સરકાર અને પ્રશાસનને કે મને અમા મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવા માટે તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ. એટલે મને મજબૂર ન કરો.

ઉત્તરાખંડમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર ખાડામાં પડી જતાં ૮ લોકોના કરૂણ મોત

0

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ ડેવલપમેન્ટ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ ૮ લોકોના મોત થયા હતા. અહીં એક મેક્સ વાહન ખાડામાં પડી ગયું હતું. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેતાલઘાટ પોલીસ સ્ટેશનના SHO અનીશ અહેમદે કહ્યું, ‘અમને માહિતી મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા. ગ્રામજનો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંધારું હતું અને ખાડો ઊંડો હોવાથી બે કલાક લાગ્યા. આ અકસ્માતમાં સાત નેપાળી અને ડ્રાઈવરના મોત થયા હતા.

બેતાલઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનીશ અહેમદે જણાવ્યું કે રાજેન્દ્ર કુમાર મોડી રાત્રે ઉંચકોટના મલ્લગાંવથી પોતાની બોલેરોમાં નેપાળ મૂળના ૧૦ લોકોને લઈને ટનકપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન બોલેરો બેકાબૂ બનીને ૨૦૦ મીટર ઉંડી ખીણમાં પડી હતી. માહિતી મળતાં જ બેતાલઘાટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં ડ્રાઈવર સહિત ૮ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. હાલમાં આ જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

નેપાળ મૂળના રહેવાસીઓ, જલ જીવન મિશન હેઠળ ઉંચકોટ આવ્યા હતા, જેમાં આજે તમામ લોકો કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. વાહન પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને પ્રશાસનને પણ અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. આ પછી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉત્તરાખંડમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર ખાડામાં પડી જતાં ८ લોકોના કરૂણ મોત થયા.

0

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ ડેવલપમેન્ટ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ ૮ લોકોના મોત થયા હતા. અહીં એક મેક્સ વાહન ખાડામાં પડી ગયું હતું. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેતાલઘાટ પોલીસ સ્ટેશનના SHO અનીશ અહેમદે કહ્યું, ‘અમને માહિતી મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા. ગ્રામજનો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંધારું હતું અને ખાડો ઊંડો હોવાથી બે કલાક લાગ્યા. આ અકસ્માતમાં સાત નેપાળી અને ડ્રાઈવરના મોત થયા હતા.

બેતાલઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનીશ અહેમદે જણાવ્યું કે રાજેન્દ્ર કુમાર મોડી રાત્રે ઉંચકોટના મલ્લગાંવથી પોતાની બોલેરોમાં નેપાળ મૂળના ૧૦ લોકોને લઈને ટનકપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન બોલેરો બેકાબૂ બનીને ૨૦૦ મીટર ઉંડી ખીણમાં પડી હતી. માહિતી મળતાં જ બેતાલઘાટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં ડ્રાઈવર સહિત ૮ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. હાલમાં આ જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

નેપાળ મૂળના રહેવાસીઓ, જલ જીવન મિશન હેઠળ ઉંચકોટ આવ્યા હતા, જેમાં આજે તમામ લોકો કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. વાહન પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને પ્રશાસનને પણ અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. આ પછી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આજે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ પહેલીવાર ૭૫,૦૦૦ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

0

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારે તેનું સ્વાગત કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે. આજે શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં મજબૂતી સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સે જોરદાર કૂદકો માર્યો અને પ્રથમ વખત ૭૫,૦૦૦ના આંકને પાર કરી લીધો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ રોકેટની ઝડપે ભાગ્યું અને ૨૧,૭૦૦ની નવી ટોચે પહોંચી ગયું.

BSI સેન્સેક્સે સવારે ૯.૧૫ વાગ્યે પ્રથમ વખત ૭૫૦૦૦નો આંકડો પાર કર્યો અને ૭૫,૧૨૪.૨૮ પર ખુલીને તેના સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ ૭૪.૭૪૫.૫૦ ના સ્તર પર બંધ થયો હતો. NSE નિફ્ટી પણ ખુલતાંની સાથે જ નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ આજે ૨૨,૭૬૫.૧૦ના રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. NSEનો આ ઇન્ડેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે ૨૨,૬૬૬.૩૦ના સ્તર પર બંધ થયો હતો.

શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે, જ્યારે ૧,૬૬૨ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો, ત્યાં ૫૮૪ શેર્સ એવા હતા જે ઘટાડા સાથે શરૂ થયા હતા અને રેડ નિશાનમાં ખુલ્યા હતા. ૯૭ શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જો આપણે સેન્સેક્સ વિશે વાત કરીએ તો ૧૫ મિનિટના ટ્રેડિંગ પછી, આ ઇન્ડેક્સ તેના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો અને ૨૮૧.૮૫ પોઇન્ટ અથવા ૦.૩૮ ટકાના વધારા સાથે ૭૫,૦૨૪.૩૫ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

 

સુરતમાં નકલી શેમ્પુ અને ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ, ૫૦ લાખના મુદ્દા માલ સાથે ૫ લોકોની ધરપકડ

સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામેથી નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. અત્રે જણાવીએ કે, માસમાં ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નકલી શેમ્પુ અને ગુટક બનાવવાનો નેટવર્ક ચાલી રહ્યું હતું, જેના પગલે ઓલપાડ પોલીસને બાતમી મળી હતી, તો પોલીસે રેડ પાડતા મોટી માત્રામાં નકલી ગુટકા અને શેમ્પુનું મટીરીયલ્સ મળી આવ્યું હતું.

આ દરોડામાં ૭૦૦ કિલો ડુપ્લીકેટ રો મટીરીયલ અને રોલ ઝડપાયા છે. ૧૯૦૦ લીટર ડુપ્લીકેટ શેમ્પુનું રો મટીરીયલ અને ૩૭ પેકેટ કબજે કર્યા છે. પોલીસે નકલી શેમ્પુ અને ગુટકાનો જથ્થો અને રો મટીરીયલ મળી ૫૦લાખથી વધુનો મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

સુરતના ઓપલાડના માસમાં ગામેથી ડુપ્લીકેટ શેમ્પુ અને ગુટખા બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે. માસમા ગામે ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી આ ગોડાઉન ઝડપાયું છે. ઓલપાડ પોલીસે બાતમીના આધારે અહીં દરોડા પાડ્યા હતા. અહીં નકલી ગુટખા અને શેમ્પુ બનાવવાના મશીનો મળી આવ્યા હતા. ગુજરાતમાં પહેલા નકલી ઘી, મસાલા, નકલી તેલ સહિત અનેક વસ્તુઓ મળી ચુકી છે. પરંતુ હવે નકલી શેમ્પુ પણ બનાવી વેચવામાં આવી રહ્યાં છે.

૦૯ એપ્રીલ, ૨૦૨૪/ આ રાશિ માટે મંગળવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ

માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુન

મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળતા થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદરરીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી ધંધામાં પ્રગતિ.

સિંહ

માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.

કન્યા

વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા

આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક

મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન

દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસેથેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.

મકર

માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ

જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન

ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્‍ઠા વધે. આવકમાં વૃધ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીઆતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

દેશની પહેલી કિન્નર મહામંડલેશ્વર વારાણસીથી PM મોદી સામે લડશે ચૂંટણી

0

આજે દેશની પહેલી કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સાખી વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ હેમાંગી સખીને બનારસથી ટિકિટ આપી છે. તે ૧૨ એપ્રિલે બનારસ પહોંચશે અને બાબા વિશ્વનાથના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.

કિન્નર મહાસભાના મહામંડલેશ્વર હિમાંગી સાખી અખિલ ભારતીય હિન્દુ મહાસભા વતી વારાણસીથી ઉમેદવાર હશે. ૧૦મી એપ્રિલે વારાણસી પહોંચ્યા બાદ તે પહેલા ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરશે. આ પછી તે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી વતી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાય પણ વારાણસીથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે.

 

મહામંડલેશ્વરે કહ્યું કે સરકારે ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના નારા આપ્યા છે. અમે તેની કદર કરીએ છીએ, દીકરીઓ  જગત જનનીનું સ્વરુપ છે, પરંતુ સરકાર અર્ધનારીશ્વરને ભૂલી ગઈ છે. આ સુત્ર અમે પણ સાંભળવા માંગીએ છીએ, એ દિવસ ક્યારે આવશે? કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર પોર્ટલ બહાર પાડ્યું છે પરંતુ શું કિન્નરોને તેના વિશે ખબર છે? જે લોકો રસ્તા પર ભીખ માંગે છે, તેમને ખબર જ નથી કે તેમના માટે કોઈ પોર્ટલ છે.

અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ જણાવ્યું હતું કે હિંદુ જનતાને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દેશના વિવિધ રાજ્યોમાં અખિલ ભારતીય હિંદુ મહાસભાના નેતૃત્વમાં ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે. અલગ-અલગ પક્ષના પદાધિકારીઓની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અખિલ ભારતીય હિંદુ મહાસભાએ યુપીના ૨૦ જિલ્લાઓ માટે પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે, તેમાં વારાણસી પણ સામેલ છે. કિન્નર મહાસભાના મહામંડલેશ્વર હિમાંગી સાખી વારાણસીથી ઉમેદવાર હશે.

આ પણ વાંચો :-

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, દુનિયાભરમાં આ ૮ જગ્યાએ દેખાશે, આઠ મિનીટ સુધી પૃથ્વી

આજે એટલે કે ૮ એપ્રિલના રોજ વર્ષનું બીજું ગ્રહણ અને પ્રથમ સૂર્ય ગ્રહણ થશે. આજે થનારું સૂર્ય ગ્રહણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તે પૂર્ણ સૂર્યગ્રહણ છે અને સૂર્ય ગ્રહણના કારણે લગભગ ૭.૫ મિનિટ સુધી આકાશમાં અંધારું છવાયેલું રહેશે. આ દરમિયાન સૂર્ય નહીં જોવા મળે. જણાવી દઈએ કે, સૂર્ય ગ્રહણ લાગવાના ૧૨ કલાક પહેલાં સૂતક કાળ લાગી જાય છે. સૂતક કાળ દરમિયાન કેટલાક નિયમોનું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જ્યોતિષ અને વાસ્તુ નિયમો અનુસાર, આ સમયગાળા દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના વિશે માહિતી અહીં આપવામાં આવી છે, આ દરમિયાન સૂર્યગ્રહણનો સમય, કયા સમયે સુતક કાળ શરૂ થશે અને કયા સ્થળોએ દેખાશે, તેના વિશે પણ માહિતી આપવામાં આવી છે.

ભારતીય સમય અનુસાર, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લગભગ ૦૯:૧૨ વાગ્યે શરૂ થશે અને ૦૧:૨૫ વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન ભારતમાં એવી રાત્રિ હશે જેના કારણે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેની કોઈ અસર થશે નહીં. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એ કુલ સૂર્યગ્રહણ છે જે ભારત સિવાયના ઘણા દેશોમાં જોવા મળે છે. આ ગ્રહણ પશ્ચિમ યુરોપ પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગ, કેનેડા, ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડનો પશ્ચિમ વિસ્તાર આપશે.

સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર તેના માર્ગને અનુસરતી વખતે પોતાને સૂર્ય અને પૃથ્વી સાથે ગોઠવે છે. આ સમય દરમિયાન, ચંદ્ર સૂર્યને આવરી લે છે અને થોડા સમય માટે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચવાનું બંધ કરે છે. આ કારણે દિવસ દરમિયાન પૃથ્વી પર અંધારપટ છવાયેલો રહે છે. તે સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી ઘટના છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક હોય ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે, જેનાથી તે કદમાં મોટો દેખાય છે અને સમગ્ર સૌર ડિસ્કને આવરી લે છે.

 

આ પણ વાંચો :-

સુરતની સરકારી શાળામાં એડમિશન માટે લાગી લાઈન, હજારોનું વેઇટિંગ લિસ્ટ!

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વાંચતા પણ આવડતું નથી તેવી ફરિયાદ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિની કેટલાક સ્કૂલ એવી છે જ્યાં એડમીશન માટે પડાપડી થઇ રહી છે. સામાન્ય રીતે શિક્ષણ સમિતિની સ્કુલોમાં ગરીબ બાળકો અભ્યાસ કરે છે પરંતુ ઉત્રાણ, મોટા વરાછા, કતારગામ લલીતા ચોકડી અને પાલનપોર સહિતની સ્કૂલમાં માત્ર ગરીબ જ નહી પરંતુ પૈસાદાર લોકો ખાનગી સ્કુલમાંથી પોતાના બાળકોનું એડમિશન કઢાવી સરકારી સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યા છે.

Article Content Imageસુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં લાંબી કતાર અને નીચે બેઠેલા વાલીઓની લાઈન કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે નહીં પરંતુ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટેની છે. એક જ પરિસરમાં આવેલી ત્રણ પાલિકા સંચાલિત શાળામાં ૩૫૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા રહેલી છે.

આ વર્ષે ૨ હજારથી ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલે છે. જ્યાં ચાલુ વર્ષે પણ આ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ રીતસરનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ શાળામાં માત્ર સામાન્ય અને ગરીબ વર્ગના નહીં પરંતુ શ્રીમંત પરિવારમાંથી આવતા લોકો પણ પોતાના બાળકોને શાળામાં એડમિશન અપાવવા માટે પ્રવેશ ફોર્મ ભરી રહ્યા છે. નવા શૈક્ષણિક ક્ષત્ર માટે શાળા તરફથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યાં આજે પ્રથમ દિવસે પોતાના બાળકોને એડમિશન અપાવવા માટે ૬૦૦ જેટલા વાલીઓ દ્વારા પ્રવેશ ફોર્મ ભરવામાં આવ્યા છે.

ઉત્રાણની શાળાના આચાર્ય ચેતન હીરપરા કહે છે, ૨૦૧૭માં શાળા શરુ કરવામા આવી ત્યારે અમારે સોસાયટી સોસાયટી જઈને પ્રવેશ માટે અપીલ કરવામાં આવી હતી. પહેલા વર્ષે ૭૨ જેટલી સોસાયટીઓમાં પ્રવેશ માટે પ્રચાર માટે અમે શિક્ષકો પોતે ગયા હતા અને પહેલા વર્ષે ૨૫૨ સંખ્યા થઈ હતી. પરંતુ અમારા શિક્ષકો દ્વારા આપવામાં આવતું શિક્ષણ અને વિદ્યાર્થીઓ અને વાલીઓના સપોર્ટ ના કારણે આજે આ શાળામાં એડમિશન માટે પડાપડી થઈ રહી છે.

આ પણ વાંચો :-