Home Blog Page 788

ઈઝરાયેલનો ઈરાન પર જવાબી હુમલો, ન્યુક્લિયર પ્લાન્ટ નજીક જોરદાર વિસ્ફોટ

ઈઝરાયેલ દ્વારા ઈરાન પર જવાબી કાર્યવાહી કરીને મોટો હુમલો કરવામાં આવ્યો છે તેવો દાવો અમેરિકન મીડિયાએ કર્યો છે. ઈરાનના ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં સહયોગી દેશોની સંયમ રાખવાની અપીલને ફગાવી દીધી હતી. ઇસ્ફહાન પ્રાંતમાં ઈરાનનાં સૌથી મોટાં ઍરબેઝ, મિસાઇલનાં પ્રોડક્શન સંકુલ અને કેટલીક ન્યૂક્લિયર સાઇટ આવેલાં છે. ઍસોસિએટેડ પ્રેસ અનુસાર ઈરાનના સરકારી મીડિયા જણાવે છે કે ઘણાં શહેરોમાં ફ્લાઇટ્સને અટકાવી દેવામાં આવી છે. જે શહેરોમાં ઉડાનો રદ કરી દેવાઈ તેમાં તેહરાન, શિરાક્સ અને ઇસ્ફહાન સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે, ઈઝરાયલે ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલ તરફથી હુમલાના અહેવાલ બહાર આવ્યા બાદ ઈરાને પશ્ચિમી ભાગમાં અવરજવર માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈરાની મીડિયાએ જણાવ્યું છે કે, વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનની ‘ફાર્સ ન્યૂઝ એજન્સી’ અનુસાર, ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે વિસ્ફોટોના કારણોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ઈરાનનો નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ ઈસ્ફહાનમાં આવેલો છે.

ઉલ્લેખનીય છે કે ગત શનિવારની રાત્રે ઈરાને ઇઝરાયલ પર કરેલા અભૂતપૂર્વ હુમલાને કારણે સમગ્ર મધ્ય-પૂર્વ એશિયાના ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિનું નિર્માણ થયું છે. ઈરાને ઇઝરાયલ પર અંદાજે ૩૦૦ મિસાઇલ અને ડ્રોન છોડ્યાં હતાં.આ મહિને ઈરાનના મિલિટરી કમાન્ડરનું સ્ટ્રાઇકમાં થયેલું મૃત્યુ હતું અને તેના સાથીદારોના દમાસ્કસમાં થયેલા મૃત્યુના બદલા તરીકે આ હુમલાને જોવામાં આવે છે. ઈરાન એવું માને છે આ ઇઝરાયલે કર્યું હતું.

ઇઝરાયલી ડીફેન્સ ફોર્સિસએ દાવો કર્યો હતો કે ઇઝરાયલે ૯૯ ટકા ડ્રોન અને મિસાઇલ તેની સરહદમાં પ્રવેશે તે પહેલાં જ તોડી પાડ્યાં હતાં. પહેલી એપ્રિલે સીરિયાની રાજધાની દમિશ્કમાં ઈરાની દૂતાવાસ પર હુમલો થયો હતો. આ હુમલામાં કુલ ૧૩ લોકોનાં મોત થયાં હતાં. ઈરાને આ હુમલા પાછળ ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. જોકે ઇઝરાયલે સીધી રીતે આ હુમલાની જવાબદારી નહોતી લીધી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે આ બધાં ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં અમેરિકાએ પણ ઇઝરાયલની મદદ કરી હતી. યુનાઇટેડ કિંગ્ડમે પણ આ ક્ષેત્રમાં આરએએફ જેટ ઉતારી દીધા છે. આવું પહેલી વાર બની રહ્યું છે જ્યારે ઈરાને ઇઝરાયલ પર સીધો જ હુમલો કર્યો હોય. દાયકાઓથી તે હિઝબુલ્લાહ અને હમાસના સથવારે ઇઝરાયલ સાથે તેનું પ્રોક્સી વૉર ચાલતું રહ્યું છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, લગ્ન પ્રસંગમાં ૧૨થી વધુ લોકોને અડફેટે લીધા

0

અમદાવાદમાં વધુ એક નબીરાએ બેફામ ડ્રાઇવિંગથી ભયનો માહોલ ઉભો કર્યો છે. અકસ્માતના વધતા કિસ્સાઓને જોતા એવું લાગી રહ્યું છે કે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે પગલાં ભરવાના અમદાવાદ શહેર પોલીસનાં દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના દાણીલીમડામાં ગઈ કાલે રાતે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના દાણીલીમડા પટેલ મેદાન વિસ્તારમાં એક નબીરાએ ૧૨ લોકોને અડફેટે લીધા હતા.

દાણીલીમડામાં લોખંડવાલા ફ્લેટ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીં બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ઘૂસાડી દીધી હતી. કાર ચાલકે આશરે ૧૨ લોકોને અડફેટે લેતો તેઓને ઈજા પહોંચી હતી. અચાનક ચાલુ લગ્ન પ્રસંગે કાર ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક લોકોએ ઝડપી પાડ્યો હતો. અકસ્માત બાદ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેવડામાં આવ્યાં હતા.

લગ્ન પ્રસંગમાં કાર ઘૂસાડી દેતા આનંદનાં માહોલમાં ડર પ્રસરી ગયો. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

૧૯ એપ્રિલ, ૨૦૨૪/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો શુક્રવાર જશે કષ્ટદાયક, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભ

સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુન

પરિવારમાં પ્રેમ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્ક

સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દ્રષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમ્યાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહ

સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતિય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાન્નિધ્ય માણવાનો યોગ બને છે. શેરબજાર કેમીસ્ટ, એડવોકેટ, તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યા

સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યાર બાદ આવક વધે. એંજીનીયરીંગ, ખાણ, પથ્થર, મીઠાઇના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલા

બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઇ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ પ્રતિષ્‍ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃ‌‌શ્ચિક

નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવા થી સાચવવું.

ધન

પરોપકારની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રીય થઇ શકાય. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનો આનંદ લઇ શકાય. નકારાત્મક વિચારો ટાળવા

મકર

દિવસ દરમ્યાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભ

વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી ખાંસી, તાવ થી પરેશાની રહે. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીન

મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

આમ આદમી પાર્ટીને સુરતમાં ફટકો, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ધાર્મિક-અલ્પેશે ઈસુદાન ગઢવીને રાજીનામુ મોકલ્યું છે.

ગુજરાતની રાજનીતિનું સૌથી મોટું પાટીદાર આંદોલનના ચહેરાઓની રાજકારણમાં એન્ટ્રી બાદ હવે નવાજૂની કરી રહ્યાં છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સુરતમાં મોટાગજાના પાટીદાર નેતાઓએ આમ આદમી પાર્ટીન રાજીનામું પકાવ્યું છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે રાજીનામું આપ્યું છે. લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. 

વર્ષ ૨૦૨૨માં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાવનગરના ગારીયાધારમાં આયોજિત આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને બંનેને ખેસ પહેરાવી વિધિવત પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. અલ્પેશ કથરીયા આપ દક્ષિણ ઝોનના કાર્યકરી પ્રમુખ હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી

.

 

 

મિસાઈલ હુમલાથી રશિયાએ ફરી યુક્રેનમાં તબાહી મચાવી, ૧૬ લોકોના મોત, ૬૧ ઘાયલ

0

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે. રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન રશિયાના તાજેતરના હુમલામાં ૧૬ લોકોના મોત થયા છે. રશિયા તરફથી છોડવામાં આવેલી મિસાઈલ ઉત્તરી યુક્રેનના ચેર્નિહિવમાં આઠ માળની ઈમારત પર પડી હતી, જેમાં ૧૬ લોકોના મોત થયા હતા. યુક્રેનની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું કે હુમલામાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા ૬૧ લોકો ઘાયલ થયા છે. ચેર્નિહિવ યુક્રેનની રાજધાની કિવથી લગભગ ૧૫૦ કિલોમીટર ઉત્તરમાં રશિયા અને બેલારુસની સરહદ નજીક સ્થિત છે અને તેની વસ્તી લગભગ ૨.૫ મિલિયન છે.

યુદ્ધે તેના ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે રશિયા યુક્રેનમાં હજુ પણ ઘાતક હુમલા કરી રહ્યું છે. પશ્ચિમી દેશોએ યુક્રેનને વધારાના સૈન્ય સાધનો ન આપવાને કારણે રશિયા સામેના યુદ્ધમાં તેની સ્થિતિ નબળી પડી રહી છે. જો કે, શિયાળાના મહિનાઓ દરમિયાન, રશિયા યુદ્ધ મોરચે કોઈ પ્રગતિ કરી શક્યું ન હતું. દરમિયાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલાએ જણાવ્યું હતું કે તેમની સરકારે EU બહારના દેશોમાંથી યુક્રેનને ૫૦૦,૦૦૦ આર્ટિલરી શેલ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ હથિયારો જૂનમાં સપ્લાય કરવામાં આવશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પશ્ચિમી દેશોને તેમના દેશને વધુ એર ડિફેન્સ સિસ્ટમ પ્રદાન કરવા વિનંતી કરી છે. તેમણે ચેર્નિહિવ હુમલા વિશે કહ્યું હતું કે “જો યુક્રેનને પર્યાપ્ત હવાઈ સંરક્ષણ સાધનો મળ્યા હોત અને વિશ્વ રશિયન આતંકવાદનો સામનો કરવા માટે સંકલ્પબદ્ધ હોત, તો આવું ન થયું હોત.” મિસાઇલ અને ડ્રોન હુમલાઓ સામે રક્ષણ કરવા માટે યુક્રેન પાસે એર ડિફેન્સ મિસાઇલોનો અભાવ છે. તાજેતરમાં, રશિયાએ એક હુમલામાં યુક્રેનના સૌથી મોટા પાવર પ્લાન્ટ્સમાંથી એકને નષ્ટ કરી દીધો હતો.

‘ઇન્સ્ટીટ્યુટ ફોર ધ સ્ટડી ઓફ વોર’ના જણાવ્યા અનુસાર યુક્રેનમાં સૈન્ય સાધનોની અછત છે. તાજેતરમાં એક ISW રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેનને યુએસ સૈન્ય સહાયની જોગવાઈમાં વિલંબને કારણે રશિયા ઝડપથી આગળ વધી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન સહાય વિના યુક્રેન યુદ્ધના મેદાનમાં લાંબો સમય ટકી શકે નહીં. ISWએ કહ્યું કે યુક્રેનને અત્યારે સૌથી વધુ જેની જરૂર છે તે એર ડિફેન્સ સિસ્ટમ અને આર્ટિલરી છે.

 

મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી, EDએ ૯૭ કરોડની સંપત્તિ કરી જપ્ત

0

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ EDએ મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ શાખાએ PMLA એક્ટ હેઠળ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની ૯૭.૭૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

તપાસ એજન્સી EDએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ-અલગ એફઆઈઆરના આધારે પીએમએલએ (PMLA) એક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી. આરોપ એવો હતો કે મેસર્સ વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ, સ્વર્ગસ્થ અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિંપી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય MLM એજન્ટ્સે આશરે ૬૬૦૦ કરોડ રૂપિયાના બિટકોઇન વર્ષ ૨૦૧૭માં ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી મેળવ્યા હતા. જેમને ૧૦ ટકા રિટર્ન્સની ખાતરી આપવામાં આવી હતી. અને બિટકોઈન માઈનિંગમાં અંગત હિતો માટે તેનો ઉપયોગ કર્યો. તે એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી.

નોંધનિય છે કે, ગયા વર્ષે સિમ્પી ભારદ્વાજની ૧૭ ડિસેમ્બર ૨૦૨૩, નીતિન ગૌર ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ અને અખિલ મહાજનની ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે તમામ હાલ જેલમાં છે. આ કેસના મુખ્ય આરોપી અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ પણ ફરાર છે જેમની તપાસ એજન્સી ED દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૬૯ કરોડ રૂપિયાની જંગમ અને જંગમ મિલકત જપ્ત કરી લીધી છે.

EDનો આરોપ છે કે, આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ પાસેથી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ ૨૮૫ બિટકોઇન્સ મેળવ્યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારોને છેતરીને આ બિટકોઈન મેળવ્યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં રોકાણ કર્યું હતું. રાજ કુન્દ્રા પાસે આ કૌભાંડના પ્રોસીડ ઓફ ક્રાઇમમાંથી ૨૮૫ બિટકોઇન્સ આવ્યા, જેની કિંમત આજની તારીખે ૧૫૦ કરોડથી વધુ છે. આ કેસમાં ઇડીએ દરોડા પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

 

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગૂજરાતમાં ભવ્ય રોડ શો, આવતીકાલે નામાંકન

0

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ૧૯ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં આજે ૧૮ એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. અમિત શાહ રેલી શરૂ થવાની હતી એ સ્થળે પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અજયરથના સારથી અને ગાંધીનગરના સાંસદઆ અમિત શાહનો રોડ શૉ શરૂ થયો છે. જનતાના આંગણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે. આજે સાણંદથી વેજલપુર સુધી ઘર ઘર અમિત શાહ પહોંચી રહ્યા છે. ગાંધીનગરના ગઢમાં અમિત શાહ જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે. અમિત શાહના રોડ શૉ અને મેગા રેલીને લઈ ગાંધીનગર લોકસભામાં ૨૦ સ્ટેજ, વિકાસની થીમ અને સંગીતના તાલે કાર્યકરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

કેન્દ્રીય મંત્રી અમિત શાહના રોડ શૉને લઈ કલોલ જવાના રસ્તાને ભગવા કલરથી શણગારાયો છે. પાર્ટીની થીમ પર લોકો વેશભૂષામાં તૈયાર થઇ જોડાયા છે. આ સાથે સ્થળ પર હાજર કાર્યકર્તાઓએ કલોલ અને દેશના વિકાસની વાત કરી રહ્યા છે. આ સાથે ફરી ભાજપની સરકાર બનવાનો કાર્યકર્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

ભાજપના કાર્યકરો કેસરી ઝભ્ભા પહેરી આવ્યા હતા. રેલીમાં જોડાનાર ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા વગાડવામાં આવતા જ માહોલ જામ્યો હતો. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહની રેલીમાં જોડાયા હતા. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને પ્રદીપસિંહ વાઘેલાએ પણ રેલીમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાજપના ઝંડા સાથે જોડાઈ હતી. મહિલાઓ ઢોલ-નગારાના તાલે ઝૂમી ઊઠી હતી.ગાંધીનગર લોકસભા અંતર્ગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદમાં કેસરિયા રેલી કરી હતી. તેમજ ‘મોદી કી ગેરંટી’નો પણ પ્રચાર કર્યો હતો.

૧૮, એપ્રિલ ૨૦૨૪/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો આજના દિવસે જશે કષ્ટદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ
સત્ય વાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું આયોજન આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.
વૃષભ
સ્વભાવમાં લાગણી શીલતા વધે.આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.
મિથુન
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.
કર્ક
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.
સિંહ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે આથી સાવધાની જરૂરી.
કન્યા
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાના દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.
તુલા
વધુ મહેતને ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિ ભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.
વૃશ્ચિક
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.
ધન
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિતષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.
મકર
નાણાંકીય ક્ષેત્રે નુકસાની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી કફની સમસ્યા રહે.
કુંભ
દામ્પત્ય ક્ષેત્રે આનંદ ભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.
મીન
આત્મવિશ્વાસમાં વધારો થાય. દ્રઢ નિર્ણય શક્તિથી અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, અેક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં વિશેષ લાભ.

ખેડૂત આંદોલનને કારણે ૧૧ ટ્રેનો રદ, મુસાફરોને કરવો પડ્યો હાલાકીનો સામનો

0

ખેડૂતોના રેલ રોકો આંદોલનને કારણે ઘણી ટ્રેનો અધવચ્ચે રદ કરવી પડી હતી. ૧૧ ટ્રેનો રદ કરવામાં આવી છે અને ૧૯ના રૂટ બદલવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના રેલ રોકો આંદોલનના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેલમાં બંધ ખેડૂતોની મુક્તિની માંગ સાથે ખેડૂતોએ શંભુ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે.

ખેડૂતોની આ કાર્યવાહીને કારણે અંબાલા સ્ટેશનથી ૧૧ ટ્રેનો રદ કરવામાં આવી છે અને 19 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ટ્રેનો રદ થવાના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેટફોર્મ પર જ મોટી સંખ્યામાં લોકો સૂતા જોઈ શકાય છે.

ખેડૂતોના નિર્ણયથી જનતા પરેશાન થઈ રહી છે. ઘણા લોકો કલાકો સુધી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. અંબાલા રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભીડ છે, ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી મુસાફરી કરી રહેલા અનેક મુસાફરોની ટ્રેનો અધવચ્ચે રદ કરવામાં આવી હતી. સ્થિતિ એવી છે કે લોકોને સ્ટેશન પર બેસવા માટે જગ્યા નથી મળી રહી. આ દરમિયાન લોકોએ રેલ્વે પ્રશાસન પર આરોપ લગાવ્યો અને કહ્યું કે કઈ ટ્રેન કેન્સલ છે કે મોડી છે તેની માહિતી આપનાર કોઈ નથી.

કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી પાક ખરીદવા સંબંધિત કાયદામાં ફેરફાર કરવા માટે કૃષિ બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા કરવામાં આવતા ફેરફારોથી ખેડૂતો ખુશ ન હતા. જેના કારણે આંદોલન શરૂ થયું. પહેલા માત્ર પંજાબ અને હરિયાણાના ખેડૂતો જ રસ્તા પર ઉતર્યા હતા, પરંતુ બાદમાં અન્ય રાજ્યોના ખેડૂતો પણ તેમાં જોડાયા અને સરકારે આ બિલ પાછું ખેંચવું પડ્યું. આ પછી ખેડૂતોનું આંદોલન થંભી ગયું હતું, પરંતુ થોડા સમય બાદ ખેડૂતો ફરીથી રસ્તા પર આવી ગયા હતા. આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા ખેડૂતોને જેલમાંથી મુક્ત કરવાની ખેડૂતોની માંગ છે. ખેડૂતો ઈચ્છે છે કે સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ લઘુત્તમ ટેકાના ભાવનો કાયદો બનાવવો જોઈએ. આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતો અને ખેડૂતોની લોન માફ કરવી જોઈએ. તેના પરિવારને વળતર આપવાની સાથે એક સભ્યને નોકરી પણ આપવી જોઈએ.

રામલલાના માથા પર ચમકતો રહ્યો સૂર્યનો પ્રકાશ

0

રમલલાને સૂર્ય તિલક બપોરે બરાબર ૧૨ વાગ્યે થયું હતું. સૂર્ય તિલક બાદ ભગવાન શ્રી રામની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી. રામનવમીના દિવસે રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ છે. રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો.

આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે જ ભગવાન શ્રી રામનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સૂર્ય તિલકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રામનવમીના દિવસે રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ છે. બપોરે બરાબર ૧૨ વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું. સૂર્ય તિલક બાદ ભગવાન શ્રી રામની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી.

દર્શનનો સમય વધારીને ૧૯ કલાક કરવામાં આવ્યો છે, જે મંગળા આરતીથી શરૂ થશે અને રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલશે. ચાર વખતના અર્પણ માટે દરેક પાંચ મિનિટ માટે જ પડદો બંધ રહેશે. શ્રી રામ જન્મોત્સવનું પ્રસારણ અયોધ્યા શહેરમાં લગભગ સો મોટી એલઇડી સ્ક્રીનો દ્વારા કરવામાં આવશે. ટ્રસ્ટના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું.

વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ અવરોધો મૂકીને ભક્તોને દર્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ છે.