આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગૂજરાતમાં ભવ્ય રોડ શો, આવતીકાલે નામાંકન

Share this story

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ૧૯ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં આજે ૧૮ એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. અમિત શાહ રેલી શરૂ થવાની હતી એ સ્થળે પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અજયરથના સારથી અને ગાંધીનગરના સાંસદઆ અમિત શાહનો રોડ શૉ શરૂ થયો છે. જનતાના આંગણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે. આજે સાણંદથી વેજલપુર સુધી ઘર ઘર અમિત શાહ પહોંચી રહ્યા છે. ગાંધીનગરના ગઢમાં અમિત શાહ જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે. અમિત શાહના રોડ શૉ અને મેગા રેલીને લઈ ગાંધીનગર લોકસભામાં ૨૦ સ્ટેજ, વિકાસની થીમ અને સંગીતના તાલે કાર્યકરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

કેન્દ્રીય મંત્રી અમિત શાહના રોડ શૉને લઈ કલોલ જવાના રસ્તાને ભગવા કલરથી શણગારાયો છે. પાર્ટીની થીમ પર લોકો વેશભૂષામાં તૈયાર થઇ જોડાયા છે. આ સાથે સ્થળ પર હાજર કાર્યકર્તાઓએ કલોલ અને દેશના વિકાસની વાત કરી રહ્યા છે. આ સાથે ફરી ભાજપની સરકાર બનવાનો કાર્યકર્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

ભાજપના કાર્યકરો કેસરી ઝભ્ભા પહેરી આવ્યા હતા. રેલીમાં જોડાનાર ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા વગાડવામાં આવતા જ માહોલ જામ્યો હતો. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહની રેલીમાં જોડાયા હતા. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને પ્રદીપસિંહ વાઘેલાએ પણ રેલીમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાજપના ઝંડા સાથે જોડાઈ હતી. મહિલાઓ ઢોલ-નગારાના તાલે ઝૂમી ઊઠી હતી.ગાંધીનગર લોકસભા અંતર્ગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદમાં કેસરિયા રેલી કરી હતી. તેમજ ‘મોદી કી ગેરંટી’નો પણ પ્રચાર કર્યો હતો.