મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના બની હતી. હવે તેને સંબંધિત વધુ એક દુઃખદ અપડેટ સામે આવ્યું છે. મુંબઈના આ હોર્ડિંગ અકસ્માતમાં કાર્તિક આર્યનના મામા-મામીનું પણ અવસાન થયું છે. અકસ્માતના લગભગ ૫૬ કલાક બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થઈ ચૂક્યા છે. લગભગ ૭૪ લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.
બુધવારે સ્થળ પરથી બે મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આ બંને લોકો કાર્તિક આર્યનના સંબંધીઓ હતા. અભિનેતા ગુરુવારે તેમના અંતિમ સંસ્કારમાં પણ ગયા હતા. મૃતકની ઓળખ રિટાયર્ડ એર ટ્રાફિક કંટ્રોલના જનરલ મેનેજર મનોજ ચાન્સોરિયા અને તેમના પત્ની અનિતા ચાન્સોરિયા તરીકે થઈ છે. બંને કાર્તિક આર્યનના મામા-મામી હતા. અચાનક બનેલી આ ઘટનાથી કાર્તિક આર્યનના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના પરિવારમાં શોકનો માહોલ છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સે કાર્તિક આર્યન અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
કાર્તિક આર્યનના મામા-મામી ૧૩ મેના રોજ મુંબઈથી ઈન્દોરના રસ્તે જબલપુર પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે તેઓ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પંત નગરમાં એક પેટ્રોલ પંપ પર પોતાની કારમાં પેટ્રોલ ભરવા માટે રોકાયા હતા અને ત્યાંજ તેમની કાર HR ૨૬ EL ૯૩૭૩ હોર્ડિંગની ઝપટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં દટાઈ જવાને કારણે તેમનું મૃત્યું થયું હતું. ઘટના બાદ અમેરિકાથી યશ અને જબલપુરથી મૃતક મનોજના જીજા ડો.પરમલ સ્વામી, મધુ સ્વામી અને વિનય નેમા પણ મુંબઈ પહોંચ્યા હતા.
આ પણ વાંચો :-

તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, “ભાજપ આ વર્ષે ૪૦૦ પાર બેઠકો મેળવવાની છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષો આરોપ કરી રહ્યા છે કે ભાજપ બહુમતી મેળવીને બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. પરંતુ બંધારણમાં સૌથી વધુ ફેરફાર કોંગ્રેસની સરકારે કર્યા છે. ભાજપ કયાં માને છે કે બંધારણની મૂળ પ્રસ્તાવનમાં ક્યારેય ફેરફાર ન થવો જોઈએ, પરંતુ ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણની પ્રસ્તાવનમાં ફેરફાર કર્યો છે.
સ્વાતિ માલીવાલે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, “મારી તરફથી કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કર્યા વિના તેણે (વિભવ)
આજે સવારે પોણા બાર વાગ્યાની આસપાસ
અમિત શાહને પૂછવામાં આવ્યું કે, ‘જો ભાજપ ૪ જૂને ૨૭૨ના આંકડા સુધી ન પહોંચી શકે તો શું થશે?’ તેના પર અમિત શાહે કહ્યું, ‘મને આવી કોઈ શક્યતા દેખાતી નથી. ૬૦ કરોડ લાભાર્થીઓની મજબૂત સેના પીએમ મોદીની સાથે ઉભી છે. તેમની કોઈ જાતિ કે વય જૂથ નથી. જેમને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તેઓ જાણે છે કે પીએમ નરેન્દ્ર મોદી શું છે અને શા માટે
પાકિસ્તાનથી આરોપીઓને નાણાં મોકલવામાં આવ્યા હતા. 
એરપોર્ટના એક અધિકારીએ ANIને જણાવ્યું હતું કે, ‘લગભગ 
મેષ