Home Blog Page 764

દરિયાપુરમાં મદરેસાના સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો

0

અમદાવાદમાં મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. દરિયાપુરમાં આવેલા સુલતાન મહોલ્લામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. આચાર્ય બાપુનગરની સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવે છે. શિક્ષણ વિભાગના આદેશને પગલે આચાર્ય સર્વે કરવા પહોંચ્યા હતા. આચાર્ય મદરેસા બંધ હોવાથી પુરાવારૂપે ફોટો લઈ રહ્યા હતા એ સમયે ટોળાએ આચાર્ય પર હુમલો કર્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે

રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યની ૧૧૨૮ મદરેસાઓમાં સર્વે હાથ ધરાયો છે. એ પૈકી કેટલીક મદરેસાઓમાં સહકાર ન મળી રહ્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આ સમયે દરિયાપુરમાં સુલતાન મહોલ્લામાં આવેલી મસ્જિદમાં સરવે માટે ટીમ ગઈ એ સમયે એકાએક ટોળુ એકત્રિત થઈ ગયુ હતુ. અને તેમણે શિક્ષક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી, ભોગ બનનાર શિક્ષક અને આચાર્ય મંડળના સભ્યોએ દરિયાપુર પોલીસ સ્ટેશને જઈ ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

સુલતાન મહોલ્લા વિસ્તારમાં આવેલી મસ્જિદ અને આસપાસના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે. મસ્જિદના સંચાલકો અને સ્થાનિક અગ્રણીઓ પાસેથી પણ પોલીસ ઘટના અંગે જાણકારી મેળવી રહી છે. જેમા હુમલા કરનારા તોફાની તત્વો અંગે વિગતો મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. સ્થાનિક અગ્રણીઓ દ્વારા જાણવા મળ્યુ છે કે આ પ્રકારે ડાયરેક્ટ ટીમ સરવે કામગીરી માટે પહોંચી જતા લોકોની લાગણી દુભાતી હોય છે. આ અંગે જો વકફ બોર્ડને સૂચના આપવામાં આવે અને ત્યારબાદ બોર્ડની સૂચના બાદ સરવે કામગીરી કરવામાં આવે તો ચોક્કસથી પૂરતો સહકાર મળી રહે . આજ સાંજ સુધીમાં જ સરવેની કામગીરી પૂર્ણ કરી વિગતો એકત્ર કરવાની હોવાથી વકફ બોર્ડનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ સરવે ટીમ દ્વારા કરાઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

ખુરાના ગ્રૂપ અને માધવ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દરોડા, ૨૭ જગ્યાએ ટીમો ત્રાટકી

0

ગુજરાતમાં શનિવારે ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન હાથ ધર્યું હતુ. આવકવેરા વિભાગે અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા. બરોડા નાખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીરખુરાના વિક્રમ ખુરાના અને આશિષ ખુરાના ને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ છે.

તાજેતરમાં વડોદરામાં લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. હાલ દેશના અલગ અલગ બેઠકો પર તબક્કાવાર રીતે ચૂંટણી યોજાઇ રહી છે. તેવામાં આજે ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું છે. વડોદરાના માધવ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. કંપનીની સુભાનપુરા વિસ્તારમાં કોર્પોરેટ ઓફિસ આવેલી છે. આજે સવારથી જ ઓફિસ બહાર હથિયાર ધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

માધન ગ્રુપ કંપની વિજ ઉત્પાદન, રીયલ એસ્ટેટ સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તેના એમડી અશોક ખુરાના છે. કંપનીની મુખ્ય ઓફિસ સુભાનપુરા વિસ્તારમાં આવેલી છે. કંપની દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપની વડોદરા સિવાય બેંગલુરૂ, ભોપાલ અને દહેરાદુનમાં પોતાની બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. સુત્રો જણાવી રહ્યા છે કે, કંપની સંબંધિત ૨૭ લોકેશન પર કાર્યવાહી ચાલી રહી છે. આ એક મેગા સર્ચ ઓપરેશન છે. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરામાં કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો :-

આજે સ્પેશ્યલ ટ્રેડિંગમાં પણ આજે સેન્સેક્સ ૭૪,૦૦૦ને પાર, નિફ્ટીએ પણ ભરી ઉડાન

0

ભારતીય શેરબજાર આજે શનિવારે સ્પેશિયલ સેશન માટે શેર બજાર ખુલ્યું હતું. સ્પેશિયલ સેશનમાં શેર બજાર તેજી સાથે ખુલ્યું હતું. આ અવસર પર સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના વધારા સાથે ૭૪,૦૦૦ના લેવલને પાર કહ્યું હતું. જ્યારે નિફ્ટીમાં પણ ૬૦ પોઈન્ટ જેટલી તેજી જોવા મળી હતી. નિફ્ટીએ ૨૨,૫૦૦ની સપાટી વટાવી હતી.

Stock Market : આજે સ્પેશિયલ ટ્રેડિંગમાં Sensex ફરી 74000ને પાર, નિફ્ટીએ પણ ભરી ઉડાન, આ 5 શેરોમાં તોફાની તેજી

એમ તો શનિવારે શેરબજાર બંધ રહે છે, પરંતુ આજે તેને સ્પેશિયલ ટ્રેડિંગ માટે ખોલવામાં આવ્યું છે. વાસ્તવમાં, આ સ્પેશિયલ ટ્રેડિંગ શેરબજારમાં કોઈપણ કટોકટીનો સામનો કરવા માટેની તૈયારીઓની તપાસ કરવા માટે સ્પેશિયલ ટ્રેડિંગ આયોજિત કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ડેટાને પ્રાથમિકથી ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર શિફ્ટ કરવામાં આવે છે.

સવારે ૯.૧૫થી ૧૦ વાગ્યાના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૪૨.૬ પોઈન્ટ અને નિફ્ટી ૧૫.૮૦ પોઈન્ટના નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. હવે બીજુ સ્પેશિયલ ટ્રેડિંગ સેશન ૧૧.૩૦ વાગ્યે શરૂ થશે. જે ૧૨.૩૦ વાગ્યા સુધી ચાલશે.

સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજવા પાછળનું કારણ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટને પ્રાઈમરી સાઈટ પરથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર સ્વિચઓવર કરવાની પ્રક્રિયા છે. અર્થાત, ૨૧ મેના રોજ મુંબઈમાં લોકસભા ચૂંટણીનું મતદાન હોવાથી શેરબજાર બંધ છે. જેના ભાગરૂપે આજે શેરબજારમાં સ્પેશિયલ ટ્રેડિંગ સેશન યોજાયુ છે.

આ પહેલા શુક્રવારે પણ શેરબજારમાં ધમધમાટ જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૨૫૩ પોઈન્ટ અથવા ૦.૩૦ ટકા વધીને ૭૩,૯૧૭.૦૩ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી પણ ૬૨ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા વધીને ૨૨,૪૬૬ પોઈન્ટ પર બંધ થયો હતો.

આ પણ વાંચો :-

આંખની સર્જરી બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, સીએમ કેજરીવાલને મળવા પહોંચ્યા

0

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. તેઓ સીએમ કેજરીવાલને મળી શકે છે. રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા મહિનાઓથી બ્રિટનમાં હતા, જ્યાં તેમની આંખની સર્જરી કરવામાં આવી હતી. સીએમ કેજરીવાલની ધરપકડ સમયે પણ રાઘવ ચઢ્ઢા હાજર ન હતા. તેમની ગેરહાજરીને લઈને વિપક્ષ આમ આદમી પાર્ટી પર સતત પ્રહારો કરી રહ્યું છે.

Read all Latest Updates on and about AAP MP Raghav Chadhaજ્યારથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડમાં પકડાયા છે ત્યારથી રાઘવ પણ મૌન સેવ્યું હતું. તેમની તરફથી ન તો કોઈ ટ્વીટ કરવામાં આવી રહી હતી કે ન તો કોઈ નિવેદન જારી કરવામાં આવી રહ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે રાઘવ તેની આંખોની સારવાર કરાવી રહ્યો છે. પરંતુ રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની અફવાઓ વહેતી થવા લાગી હતી. તે એટલો આગળ વધી ગયો કે શું રાઘવ ચડ્ડા ભાજપમાં જોડાશે?

રાઘવ ચઢ્ઢા એવા સમયે વિદેશથી પરત ફર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીમાં ઉથલપાથલ ચાલી રહી છે. હાલમાં જ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સીએમના પીએ વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે વિભવ કુમાર સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો કે સીએમ હાઉસમાં તેની સાથે મારપીટ કરવામાં આવી અને ગેરવર્તન કરવામાં આવ્યું.

આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ચૂંટણી પહેલા તે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક તરફ કથિત દારૂ કૌભાંડે ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે તો બીજી તરફ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના મામલાએ સીએમ કેજરીવાલની છબીને પણ કલંકિત કરી છે. હવે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય આના પર નિર્ભર રહેશે કે રાઘવ ચઢ્ઢા કેવી રીતે અને કઈ શૈલીમાં આ વાર્તાઓ સામે લડે છે.

આ પણ વાંચો :-

ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણને ‘સ્માઈલિંગ બુદ્ધ’ કહેવાનું રહસ્ય શું ?

0

ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણને ‘ઓપરેશન ‘સ્માઈલિંગ બુદ્ધ’ નામ કેમ આપવામાં આવ્યું? વાસ્તવમાં ઈન્દિરા ગાંધી સરકાર દરમિયાન કરવામાં આવેલ આ ટેસ્ટને ૫૦ વર્ષ પૂરા થયા છે. આ ઓપરેશનને સ્માઈલીંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું કારણ કે તે બુદ્ધ પૂર્ણિમાના દિવસે કરવામાં આવ્યું હતું. હકીકતમાં, વર્ષ ૧૯૭૪માં, પરમાણુ પરીક્ષણની તારીખ ૧૮ મે નક્કી કરવામાં આવી હતી. તે સમયે દુનિયાભરના દેશો ભારતની જાસૂસીમાં વ્યસ્ત હતા.

આ મિશન ઇન્ડિયન એટોમિક રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર રાજા રમન્નાની દેખરેખ હેઠળ શરૂ થયું હતું. સમગ્ર ઓપરેશન બીઆરસી દ્વારા ૭ સપ્ટેમ્બર ૧૯૭૨ ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું અને તે સંપૂર્ણ ગુપ્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. ભારતનું આ મિશન ઘણું મોટું હતું. વિશ્વને તેના વિશે કોઈ સંકેત ન મળે તેની ખાતરી કરવા માટે ખૂબ કાળજી લેવામાં આવી હતી. પોખરણ રેન્જ પાકિસ્તાન બોર્ડર પાસે છે. આવી સ્થિતિમાં જાસૂસીની પૂરી સંભાવના હતી. આવી સ્થિતિમાં ભારતીય વૈજ્ઞાનિકોએ દુનિયાની નજરથી બચવા માટે અદ્ભુત કામ કર્યું હતું.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સંસદ ભવનમાં પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે ભારત સક્ષમ હોવા છતાં પણ પરમાણુ હથિયાર નહીં બનાવે. પરંતુ આ એક અલગ યુગ હતો. આ સમય સુધી હિન્દી-ચીની ભાઈ-ભાઈના નારાનો ઉપયોગ થતો હતો. આ સમય સુધી પાકિસ્તાન ભારતનું કટ્ટર વિરોધી બન્યું ન હતું. સમગ્ર વિશ્વમાં સમીકરણો અલગ હતા. પરંતુ લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધીના વિચારો જવાહરલાલ નેહરુના વિચારો કરતા સાવ અલગ હતા. ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન પરમાણુ કાર્યક્રમના શાંતિપૂર્ણ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

એક તરફ પંડિત નેહરુએ હિન્દી-ચીની ભાઈ-ભાઈનો નારો આપ્યો હતો. પરંતુ ઈન્દિરા ગાંધીના વિચારો અલગ હતા. ચીન પરમાણુ શક્તિ હતું અને તે ભારત માટે મોટો પડકાર હતો. આવી સ્થિતિમાં ઇન્દિરા ગાંધીએ પરમાણુ પરીક્ષણને વેગ આપ્યો. ૭૫ વૈજ્ઞાનિકોની ટીમે સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું. આ ટીમની કમાન રાજા રમન્નાના હાથમાં હતી. આ ટેસ્ટ પછી દુનિયાભરના દેશોએ ભારતની તાકાતને ઓળખી.

આ પણ વાંચો :-

કિર્ગિસ્તાનમાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓની કરાઈ હત્યા, ભારતે એડવાઈઝરી કરી જારી

0

કિર્ગીસ્તાનમાં હિંસાને લઈને ભારત પણ સતર્ક છે. શનિવારે, વિદેશ મંત્રી એસ જયશંકરે કિર્ગિસ્તાન કેસમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો કરવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે, ‘બિશકેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ડાલ પરિસ્થિતિ શાંત છે. વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાડ આપવામાં આવી છે.

three-pakistani-students-killed-in-kyrgyzstan-foreign-ministry-advised-indians-not-to-leave-their-homes-331706

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. X પર પોસ્ટ કરતી વખતે જયશંકરે લખ્યું કે બિશ્કેકમાં સ્થિતિ હવે શાંત હોવાનું જણાવાઈ રહ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓ સર્વેલન્સ પર છે. વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે.

બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર થયેલા હુમલામાં કેટલાક પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઘાયલ થયાના સમાચાર છે. આ હિંસામાં પાકિસ્તાનના ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ, ૧૩ મેના રોજ કિર્ગીઝ વિદ્યાર્થીઓ અને ઇજિપ્તના મેડિકલ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો.આ પછી મામલો વધી ગયો અને સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. પાકિસ્તાની વિદ્યાર્થીઓએ કિર્ગિસ્તાન હિંસાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યા હતા અને મદદ માટે અપીલ કરી હતી. અહેવાલો અનુસાર, કેટલાક સ્થાનિક લોકો સાથેની લડાઈ બાદ હંગામો વધી ગયો હતો. પાકિસ્તાની વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ પીએમ શાહબાઝ શરીફ પાસે મદદની વિનંતી કરી રહ્યા છે.

ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, “અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ.” હાલમાં પરિસ્થિતિ શાંત છે પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તે થોડા સમય માટે ઘરની અંદર જ રહે અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં દૂતાવાસનો સંપર્ક કરે. અમારો ૨૪×૭ સંપર્ક નંબર ૦૫૫૫૭૧૦૦૪૧ છે.

પાકિસ્તાનની કેટલીક વિદ્યાર્થીનીઓની સતામણીનો મામલો પણ સામે આવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક્સ પર એક પોસ્ટ લખીને આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, “કિર્ગિસ્તાનના બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી ઘટના અંગે હું ચિંતિત છું. મેં પાકિસ્તાની રાજદૂતને જરૂરી મદદ અને સહાયતા આપવાનો નિર્દેશ આપ્યો છે. મારી ઓફિસ પણ એમ્બેસી સાથે સંપર્કમાં છે અને સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો :-

સ્વાતિ માલીવાલ હુમલાના કેસમાં વિભવ કુમારની અટકાયત

0

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર સીએમ આવાસમાં મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ મામલે નવી અપડેટ્સ મુજબ દિલ્હી પોલીસે કેજરીવાલના પીએ વિભવ કુમારની અટકાયત કરી છે.

સીએમ હાઉસમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના સીએમ હાઉસમાંથી કસ્ટડીમાં લઈ લીધો છે અને હવે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. અહીંથી પોલીસ વિભવને હોસ્પિટલ લઈ જશે અને થોડીવારમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવી આશા છે. દિલ્હી પોલીસને ઈનપુટ મળ્યા હતા કે વિભવ દિલ્હીની બહાર નથી પરંતુ તે મુખ્યમંત્રીના આવાસમાં જ હાજર છે.

સ્વાતિએ સીએમ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફરિયાદમાં માત્ર વિભવને જ આરોપી બનાવવામાં આવ્યો છે. સ્વકહે છે કે તેને લાત મારવામાં આવી છે. પેટ અને શરીર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સ્વાતિએ દિલ્હી પોલીસને ચાર દિવસ પહેલા કરેલા પીસીઆર કોલ વિશે પણ વિગતવાર માહિતી આપી છે.

જણાવી દઈએ કે ૧૩ મેના રોજ સ્વાતિ માલીવાલ તેની પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને મળવા માટે તેના ઘરે પહોંચી હતી. સ્વાતિએ ફરિયાદમાં દાવો કર્યો છે કે જ્યારે તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહી હતી ત્યારે વિભવે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ હુમલો કોઈપણ ઉશ્કેરણી વગર થયો હતો, ત્યારબાદ સ્વાતિએ પીસીઆર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો :-

રાજકોટ અને સુરતના બે TT ખેલાડી હરમીત દેસાઇ અને માનવ ઠક્કર લેશે ઓલિમ્પિકમાં ભાગ

આગામી જુલાઈ-ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિક યોજાઈ રહ્યું છે, જેમાં ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુરુવારે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પુરૂષ ટીમની જાહેરાત કરી, જેમાં ગુજરાતના બંને ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે કે જયારે ભારતની પુરુષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમ ઓલિમ્પિકની ટીમ ઈવેન્ટમાં ક્વોલિફાય થઈ છે. ત્યારે ગુજરાતના રમત જગતમાં પણ ઈતિહાસ રચાઈ ગયો છે. ઓલોમ્પિકમાં રમનાર ભારતીય ટીમમાં પહેલીવાર ગુજરાતના બે ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

સુરતના હરમીત દેસાઈએ અનેક ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને મેડલનો ઢગલો આપ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ ભારતને જીતાડ્યો હતો. સુરતમાં જન્મેલા હરમીતે માત્ર ૬ વર્ષની ઉંમરમાં જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લીધું હતુ. આ વર્ષે પેરિસ ઓલિમ્પિક કુલ ૧૭ દિવસ સુધી ચાલશે.પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ ૨૦૨૪ની શરુઆત ૨૬ જુલાઈથી થઈ રહી છે. જે ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. ફ્રાન્સની રાજધાનીમાં આ ગેમ્સમાં અંદાજે ૧૦ હજાર ખેલાડીઓ ભાગ લેશે.

ભારતીય ટેબલ ટેનિસના ઈતિહાસમાં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લેતી વખતે તમામની નજર ભારતીય પુરુષ અને મહિલા ટીમો પર છે.ટીમ આ પ્રકાર છે પુરૂષ: શરત કમલ, હરમીત દેસાઈ, માનવ ઠક્કર. વૈકલ્પિક ખેલાડી: જી સાથિયાન,મહિલા: મનિકા બત્રા, શ્રીજા અકુલ, અર્ચના કામથ. વૈકલ્પિક ખેલાડી: અહિકામુખરજી

ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશને તાજેતરના વર્લ્ડ રેન્કિંગના આધારે ટીમની પસંદગી કરી છે. ૪ વર્ષના સાથિયાન કારકિર્દીમાં પાંચમી અને આખરી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવાનો છે. ટીમ ઈવેન્ટની સાથે સાથે શરથ કમલ અને હરમીત દેસાઈ મેન્સ સિંગલ્સમાં પણ ઉતરશે. જ્યારે મનિકા બત્રા અને શ્રીજા મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે.

આ પણ વાંચો :-

૧૮ મે, ૨૦૨૪ / શનિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદ‌ી-ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધા માં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ

આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિઘ્ઘાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ

વાહન સુખ, મકાન મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શકય બને. માતાની તબિયત માં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ

આજે શરૂ કરવામાં આવેલ તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશંત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શકય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શકય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉખ્ણવાત ની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલવતી રાખવા.

તુલાઃ

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય, માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થય અંગેની સ‌ુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ

આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે.મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યોગા-પ્રવાસન‌ુ આયોજન શકય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હા‍વી થતા જણાય.અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ, ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વણિજય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપાર વાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે-આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.

જર્મન કોન્સલ જનરલ અચિમ ફેબિંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કરી મુલાકાત

ગુજરાત અને જર્મનીના અગ્રણી રાજ્યો વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટની સંભાવનાઓ ચકાસવા જર્મન ડેલિગેશનને ગુજરાત મુલાકાતે આવવા મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જર્મનીના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૨૪માં જર્મની પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું, તેનો ઉલ્લેખ કરી સમિટની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.

ગિફ્ટ સિટીમાં જર્મનીના હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ્સ શરૂ થઈ શકે તે દિશામાં પણ મુખ્યમંત્રીએ જર્મન કોન્સ્યુલ જનરલ સાથે ચર્ચા કરી હતી. તેમણે ગુજરાતમાં ટેકનિકલ અને વોકેશનલ એજ્યુકેશન તથા ટ્રેનીંગ ઈન્સ્ટિટ્યુટમાં વૈશ્વિક સ્તરની તાલીમની ગુણવત્તા માટે રાજ્ય સરકારના લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ અને જર્મનીની કંપની વચ્ચે થયેલા એમ.ઓ.યુ. વિશે પણ વાતચીત કરી હતી અને તેના પરિણામે સ્કિલ્ડ વર્ક ફોર્સનો લાભ મળતો થયો છે તેમ પણ ઉમેર્યું હતું.

જર્મન કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ તેમ જ ટુરિઝમ, સ્કીલ ડેવલપમેન્ટ જેવા સેક્ટર્સમાં સહયોગ માટેની ઉત્સુકતા દર્શાવી હતી. આ સંદર્ભમાં તેમણે એમ પણ કહ્યું કે, જી-૨૦ સમિટમાં AI, હેલ્થ અને ફાર્મા સેક્ટર અંગે પરિણામદાયી ચર્ચા-વિમર્શ થયા બાદ હવે તેઓ રિન્યુએબલ એનર્જી સહિતના ઊભરતા સેક્ટર્સમાં આગળ વધવા ઈચ્છુક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાથે જર્મનીના અગ્રણી રાજ્યોના સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટની સંભાવનાઓ ચકાસવા અને તે દિશામાં વિચાર પરામર્શ માટે જર્મનીના ડેલિગેશનને ગુજરાત મોકલવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ જર્મન કોન્સ્યુલ જનરલને કચ્છી હસ્તકલા કારીગરીની કૃતિ સ્મૃતિ રૂપે ભેટ આપી હતી.

આ પણ વાંચો :-