સલમાન ખાન પર હુમલો કરવાના પ્રયાસને મુંબઈ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. નવી મુંબઈ પોલીસે આજે શનિવારે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર શૂટરોની ધરપકડ કરી છે જેઓ પનવેલમાં અભિનેતા સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે પાકિસ્તાની આર્મ્સ સપ્લાયર પાસેથી હથિયારો મેળવવાની યોજના હતી. ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે. તેમણે ફાર્મ હાઉસ અને ઘણી શૂટિંગ સાઇટ્સની રેકી કરી હતી. તેમને સલમાન ખાન પર AK-૪૭ અને અન્ય ઘણા હથિયારોથી ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે નડવી, વાસ્પી ખાત ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે કરવામાં આવી છે. પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેડરા, ગોલ્ડી બ્રાર સહિત ૧૭ થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
પૂછપરછ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો કે અજય કશ્યપ પાકિસ્તાનમાં ડોગા નામના વ્યક્તિના સંપર્કમાં હતો, જે M-૧૬, AK-૪૭ અને AK-૯૨ ખરીદતો હતો. એફઆઈઆરમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરી છે અને અભિનેતા સલમાન ખાન પર હુમલો કરવાના પ્લાનની તપાસ કરી રહી છે. આ મામલામાં આઈપીસીની કલમ ૧૧૫, ૧૨૦ (બી) અને ૫૦૬ (૨) હેઠળ પોલીસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું, ‘આ લોકશાહીનો તહેવાર છે. આજે ઉત્તર પ્રદેશમાં ૧૩ બેઠકો સહિત ૫૭ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વિવિધ રાજકીય પક્ષોએ તેમના મુદ્દાઓ જનતા સમક્ષ મૂક્યા છે. મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. હું મતદાન કરવા આવેલા તમામ લોકોનો આભાર માનું છું, અમે કહી શકીએ કે જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે યુવાનો અને દેશ માટે કામ કરતી પાર્ટી સફળ થશે. ચોથી જૂને ફરીથી મોદી સરકાર બનશે.
મેષઃ
પુતિનના નિવાસસ્થાનની સળગતી તસવીરો રશિયન મીડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે. તસવીરોનું વિશ્લેષણ કર્યા પછી, પત્રકારોને જાણવા મળ્યું કે અલ્તાઇ રેસિડેન્સના વિસ્તારમાં એક
ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરીની પાલિકામાં ભારે ચર્ચા ચાલી રહી છે. પાલિકાની ટીમ ગેરકાયદેસર બાંધકામ તોડવા ગઈ હતી. આ દરમિયાન ડિમોલેશન અટકાવવા માટે થઈને ટીમને ઓળખાણ આપીને ધમકાવવામાં આવી હતી. બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મ
આવકવેરા વિભાગે દેશભરમાં અલગ-અલગ જગ્યાએથી
હાલમાં દિલ્હીમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીની ઉપર યથાવત છે. ઉનાળાની ઋતુમાં પાણીની વધતી માંગ વચ્ચે દિલ્હી 


