Home Blog Page 749

ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે ? હવામાન વિભાગે નવી આગાહી

0

ગુજરાતમાં જૂન મહિનો બેસી ગયો છે. એટલે કે ઉનાળાની વિદાયના થોડા જ દિવસો બાકી છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ૧૫ જૂન આસપાસ ચોમાસું બેશી જવાના સંકેતો આપ્યા છે. આવી આગાહી વચ્ચે ગુજરાતમાં હજી પણ ગરમીનો પારો આસાને છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું. ૪૩ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. હજી થોડા દિવસ ગરમી પડવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.

Rain: Rain forecast for the next three hours in the state | Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ગાજવીજ સાથે વરસાદહવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાંચ દિવસ હવામા સૂકું રહેવાની સંભાવનાઓ છે. અગાઉ નોંધાયેલા તાપમાનમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે ૪૨ અને ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. AccuWeather.com પ્રમાણે આજે ૩ જૂન ૨૦૨૪, સોમવારનો રોજ અમદાવાદમાં ગરમી યથાવત રહેશે. રવિવારની જેમ આજે સોમવારે પણ મહત્તમ ગરમી ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે લઘુતમ ગરમી ૩૦ ડિગ્રી જેટલી રહેશે.

રવિવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ લઘુત્તમ
અમદાવાદ ૪૨.૦ ૨૯.૪
ડીસા ૩૯.૭ ૨૭.૬
ગાંધીનગર ૪૧.૩ ૨૯.૮
વલ્લભ વિદ્યાનગર ૩૯.૫ ૨૯.૦
વડોદરા ૩૯.૪ ૨૯.૪
સુરત ૩૪.૮ ૨૮.૪
વલસાડ ૩૫.૭ ૨૮.૮૨
દમણ ૩૬.૮ ૨૨.૮
ભુજ ૩૫.૨ ૨૭.૮
નલિયા ૩૮.૮ ૨૮.૮
કંડલા પોર્ટ ૩૫.૯ ૨૮.૮
કંડલા એરપોર્ટ ૩૮.૪ ૨૯.૬
અમરેલી ૪૦.૫ ૨૯.૦
ભાવનગર ૩૭.૫ ૨૭.૬
દ્વારકા ૩૫.૬ ૨૯.૪
ઓખા ૩૪.૫ ૨૯.૨
પોરબંદર ૩૫.૪ ૨૯.૯
રાજકોટ ૪૦.૫ ૨૫.૯
વેરાવળ ૩૫.૨ ૨૯.૩
દીવ ૩૩.૪ ૨૭.૭
સુરેન્દ્રનગર ૪૩.૦ ૨૯.૦
મહુવા ૩૭.૪ ૨૭.૯
કેશોદ ૩૭.૮ ૨૮.૦

હવામાન વિભાગે આગાહી કરી છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પડતી ગરમીમા તાપમાન ઘટતા લોકોને ગરમીથી રાહત મળી છે અને હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક સ્થળોએ હળવો વરસાદ રહેશે. તેમજ આગામી સમયમાં ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, જયાં ૨૦-૨૫ km ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ પવનની ઝડપમાં વધારો થશે.

આ પણ વાંચો :-

દિલ્હી-મુંબઈ જતી ફ્લાઈટને સિક્રયોરિટી યેલર્ટ પગલે અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

દિલ્હીથી મુંબઈ જઈ રહેલી અકાસા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને અમદાવાદમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી વિમાનોમાં બોમ્બ હોવાની માહિતી લોકોને પરેશાન કરી રહી છે. દરમિયાન આજે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટના પાયલોટે તાત્કાલિક રૂટ ડાયવર્ટ કરીને અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

India Gujarat Today Latest News in Gujarati LIVE Gujarat Samachar 3 June 2024 A flight from Delhi to Mumbai received a bomb threat, made an emergency landing in Ahmedabad

સુરક્ષા ચેતવણીઓ અથવા ધમકીઓને કારણે છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ એરલાઇન્સની ઘણી ફ્લાઇટ્સે ઇમરજન્સી લેન્ડિંગ કરી છે. અકાસા એરની ઘટના પેરિસથી ૩૦૬ વ્યક્તિઓ અને ક્રૂ મેમ્બર્સ સાથે મુંબઇ જતી વિસ્તારાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યાના એક દિવસ પછી આવી છે, જેના પગલે તેના આગમન પહેલા શહેરના એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટ રવિવારે સવારે ૧૦:૧૯ વાગ્યે લેન્ડ થઇ હતી.

આવી જ એક ઘટના શનિવારે સાંજે બની હતી, જેમાં વારાણસી-દિલ્હી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં લીધા હતા. ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બની બીજી ધમકી મળી હતી, જેના પગલે તેણે મુંબઇ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષા માર્ગદર્શિકા મુજબ એરક્રાફ્ટને ‘આઇસોલેશન બે’માં લઇ જવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણીના પરિણામ તે પહેલાં જાણો ચૂંટણીપંચ પ્રેસવાર્તામાં શું કહ્યું ?

0

લોકસભા ચૂંટણીના મતગણતરી અને પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. કદાચ આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન સમાપ્ત થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલાં દરેક તબક્કાના મતદાન બાદ મીડિયા બ્રીફિંગ કરવામાં આવતી હતી પરંતુ હવેથી તે પ્રથા સમાપ્ત કરી દેવામાં આવી છે.

election-commission-of-india-held-press-conference-before-the-results-of-lok-sabha-election-2024-339405

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર કહ્યું કે, ‘આ વખતે ૩૧ કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે, જે પ્રથમ વખત થયું છે. ઘરેથી પણ મતદાન કરવાનો રેકોર્ડ બન્યો છે. ભારતમાં લોકસભા ચૂંટણીમાં ૩૧ કરોડ ૨૦ લાખ મહિલાઓ સહિત ૬૪ કરોડ ૨૦ લાખ મતદાતાઓએ ભાગ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી૨૦૨૪ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધી ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. ૬૪ કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. ૩૧ કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. ૮૫થી વધુ વયના રેકોર્ડ લોકોએ વોટિંગ કર્યું હતું.

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા સેન્સેક્સ ૨૬૦૦ અને નિફ્ટીમાં ૮૦૦ પોઈન્ટનો ઉછાળો

0

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જો કે, એક્ઝિટ પોલ બહાર આવ્યા બાદ આ સંભાવના પહેલેથી જ અનુમાન કરવામાં આવી રહી હતી. શેરબજારમાં સેન્સેક્સ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. સેન્સેક્સમાં ૨૬૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. ઘણા શેર ૧૦ ટકાથી વધુ વધ્યા છે.

Stock market update: Sensex rises 471 points to 58280, shares of IT companies rise | Stock Market Update: શેર બજાર સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 471 પોઈન્ટ વધીને 58280 પર, IT કંપનીઓના શેરમાં ...

મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જ બજારમાં મોટો ઉછાળો આવ્યાની ચર્ચા છે. આજે સવારે સેન્સેક્સે પણ ઓલટાઈમ હાઈ ૭૬૫૮૩.૨૯ પોઈન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ લગભગ ૮૦૦ પોઈન્ટનો ઉછાળો દર્શાવતા ૨૩૩૩૮.૭૦ની ઓલટાઈમ હાઈ રેકોર્ડ સર્જી દીધો હતો.

શેરબજારમાં આક્રમક તેજી વચ્ચે રોકાણકારોને ચાંદી જ ચાંદી છે. રોકાણકારોની મૂડી રૂ. ૧૨.૭૨ લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ રૂ. ૪૨૫.૦૯ લાખ કરોડ થઈ છે. આજે ૩૦૭ શેરોમાં અપર સર્કિટ અને ૨૪૧ શેરો વર્ષની ટોચે પહોંચી છે. નિફ્ટી VIX આજે ૧૯૭૧ ટકા ઘટ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રી-ઓપનિંગમાં પણ માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તેના પરથી સ્પષ્ટ થયું કે બજાર આજે ઊંચા સ્તરે ટ્રેડ કરશે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સમાં ૨૦૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

સુરતીઓ રાજકીય ગુલામીમાંથી બહાર નહીં આવે તો એક ‌દિવસ સુરતની ઓળખ ભુંસાઈ જશે

  • સુરતમાં આવીને લખલૂટ કમાણી કરનારાઓએ સુરતીઓના રાજકીય ભ‌વિષ્ય ઉપર પણ કબજો જમાવી દીધો, કારણ કે સુરતીઓ લડાયક નથી
  • જ્યારે ક્યાંય પણ ભાજપનું રાજકીય અ‌સ્તિત્વ નહોતું ત્યારે સુરતીઓએ ભાજપને સત્તા આપી હતી, પરંતુ સુરતીઓની ‌નિખાલસતા અને વેપાર-ઉદ્યોગમાં આક્રમકતાના અભાવે અને ભરોસો કરવાની ટેવને કારણે રાજકીય તખ્તેથી સુરતીઓનો એકડો ક્રમશઃ ભુંસાતો ગયો
  • આજે હાલત એવી છે કે સુરતીઓએ ધંધા, રોજગાર, નોકરી માટે પોતીકા શહેરમાં હોવા છતાં બીજા સામે હાથ ફેલાવવો પડે છે
  • કોર્પોરેટર રેશ્મા લાપસીવાલાએ મ‌હિલાઓ અને યુવતીઓને આત્મ‌નિર્ભર બનાવવા માટે મહેંદી, નેઈલ આર્ટ, ફે‌બ્રિક્સ પેઈન્ટ, હેન્ડવર્ક, ગ્લાસ પેઈ‌ન્ટિંગ, હેન્ડમેડ જ્વેલરી શીખવવાના વર્ગો ચલાવવા પડે આને સુરતનો ‌વિકાસ કહી શકાય? આ બધું શોખથી શીખી શકાય, પરંતુ આનાથી પ‌રિવારનો ગુજારો કરી શકાય નહીં
  • કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, પ્રવીણ નાયક, દર્શના જરદોશ, મુકેશ દલાલ, પૂર્ણેશ મોદી, અર‌વિંદ રાણા, ની‌તિન ભ‌િજયાવાળા, મુકેશ પટેલ જેવા અનેક પોતીકા નેતા મળ્યા, પરંતુ કોણે સુરતીઓનું ભલું કર્યું? સુરતનો ‌વિકાસ થયો, પરંતુ સુરતીઓનું અ‌સ્તિત્વ જાળવી રાખવા માટે કોણે કેટલું યોગદાન આપ્યું?

પોતીકા પ‌રિવારનો માહોલ ઊભો કરીને લોકોને કંઈક શીખવવાનું, આજી‌વિકા ઊભી કરી શકાય એવી ‌દિશા આપવાનું કામ સરળ નથી, પરંતુ તળ સુરતના વોર્ડ ૧૩ના ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાળાએ આ ‌દિશામાં સફળ પ્રયાણ કર્યું છે.
તળ સુરતી એટલે ‌વિવાદને કોઈ અવકાશ નથી, રેશમા લાપસીવાળા સાથે જોડાયેલી લગભગ તમામ સુરતી યુવતીઓ-મ‌હિલાઓ એક નવા ઉત્સાહ સાથે કંઈક શીખવાની ધગશ સાથે જોડાઈ રહી છે. વળી રેશમા લાપસીવાળાએ મ‌હિલાઓ, યુવતીઓને આત્મ‌નિર્ભર બનાવવાના પ્રયાસને ‘પ્રારંભ’ નામ આપી ખરેખર સરાહનીય પ્રારંભ કર્યો છે.

થોડા ‌દિવસ પહેલા વાડીફ‌ળિયા ડી.કે.એમ. હો‌સ્પિ.ની બાજુમાં આવેલી રાણા સમાજની સિકોતેર માતાની વાડીમાં સ‌ર્ટિ‌ફિકેટ ‌વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપ‌સ્થિત પ્રત્યેક મ‌હિલા, યુવતીના ચહેરા અને વહેવારમાં ‌નિર્દોષતા તરી આવતી હતી. આ પ્રસંગ જોયા પછી ખરેખર એવું લાગતું હતું કે સુરતી પ‌રિવારો સાથે રાજકીય અન્યાય થઈ રહ્યો છે. સુરતની ધરતી ઉપર આવીને સેંકડો પરપ્રાંતીઓ કરોડપતિ અને લખપ‌િત બની ગયા, પરંતુ સુરતીઓ હજુ ત્યાંના ત્યાં જ છે. સુરતને પોતીકા કહી શકાય એવા સ્વ. કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, દર્શના જરદોશ વગેરે અનેક નેતાઓ મળ્યા, પરંતુ તળ સુરતી પ‌રિવારોનો આ‌‌ર્થિક, સામા‌જિક, રાજકીય ‌વિકાસ થાય એવું કામ એક પણ નેતા કરી શક્યા નથી. કાશીરામ રાણા છ-છ વખત કેન્દ્રમાં ચૂંટાયા હતા અને ટેક્સટાઈલ મંત્રી પણ હતા, તેમ છતાં સુરતને વેપાર-ઉદ્યોગ, સામા‌જિક ક્ષેત્રે ‌વિકાસ તરફ દોરી જવામાં સ‌રિયામ ‌નિષ્ફળ ‌નિવડ્યા હતા. ફકીર ચૌહાણને પણ ભાજપે તક આપી હતી. ભાજપના ઉદયકાળમાં ફકીર ચૌહાણના નામનો ‌સિક્કો ચાલતો હતો, પરંતુ ફકીર ચૌહાણે પણ શું કર્યું? ‌િજંદગીના અં‌તિમ પડાવ તરફ જઈ રહેલા ફકીર ચૌહાણની રાજકીય, સામા‌જિક કામગીરીનું હાલના તબક્કે મુલ્યાંકન કરવું અયોગ્ય છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે સુરતીઓના પ્રશ્ને ફકીર ચૌહાણ ઉદાહરણરૂપ કંઈ જ કરી શક્યા નહોતા.

જ્યારે ત્રણ-ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયેલા અને કેન્દ્ર સરકારમાં રેલ્વે અને ટેક્સટાઈલ મંત્રીપદ ભોગવી ચૂકેલાં દર્શના જરદોશ પણ ખાસ કરીને તળ સુરતીઓના પ્રશ્ને અવાજ ઉઠાવવામાં ખરેખર ‌નિષ્ફળ રહ્યાં. કંઈક પ્રશ્ન લઈને જાય તો પોતાની અશ‌ક્તિ છુપાવવા વાતવાતમાં ગુસ્સો કરવો આ તેમનો સ્વભાવ બની ગયો હતો અને હવે આ વખતે સાંસદ તરીકે ભાજપે પસંદગી નહીં કરતા મેદાનમાં ઊભા રહેવાને બદલે પીઠ બતાવવાની વૃ‌ત્તિ તેમના ભ‌વિષ્યના રાજકારણ ઉપર પૂર્ણ ‌વિરામ મૂકી દેશે.

આ ઉપરાંત મજબૂત કહી શકાય એવા પ્રવીણ નાયક, ની‌તિન ભ‌િજયાવાળા, પૂર્ણેશ મોદી, અર‌વિંદ રાણા અને હવે મુકેશ દલાલ-આ તમામનું સરેરાશ રાજકીય ‌નિરીક્ષણ જોતા તમામે રાજકીય ગુલામી સ્વીકારી લીધી હોય એવું ‌ચિત્ર ઉપ‌સ્થિત થઈ રહ્યું છે. ભાજપ જેવા રાજકીય પક્ષમાં નેતૃત્વ પોતાનું વર્ચસ્વ ઊભુ કરી શકે. પરંતુ સામે પક્ષે સુરતીઓનો પક્ષ એટલા માટે મજબૂત છે કે જ્યારથી સુરતમાં જનસંઘ અને ભાજપનો ઉદય થયો ત્યારથી સુરતીઓ હરહંમેશ ભાજપની પડખે ઉભા રહ્યા છે. રાજ્યના અન્ય પ્રદેશોમાં ભાજપને દાદ મળતી નહોતી ત્યારે પણ સુરતીઓએ ખોબેખોબા ભરીને ભાજપને મત આપ્યા છે.

મતલબ ભાજપને પણ સુરતી મતોની જરૂર છે, પરંતુ સૌથી નબળી બાબત એ છે કે સુરતી પ્રજાને પોતાની શ‌ક્તિનો, પોતાના રાજકીય અ‌સ્તિત્વનો અંદાજ નથી અને એટલે જ સુરતનું રાજકીય ભ‌વિષ્ય નક્કી કરવાનું હંમેશાં બીજાના હાથમાં રહેતું આવ્યું છે.
રાજકારણ એ સમાજજીવનનો એક ભાગ છે. લોકશાહી દેશમાં સરકારોની રચના કરવામાં ‘લોકમત’ ‌નિર્ણાયક પ‌રિબળ છે અને આ ‌નિર્ણાયક પ‌રિબળની અવગણના કરવામાં આવે ત્યારે અવાજ ઉઠાવવો જ જોઈએ. આનું જીવંત ઉદાહરણ સુરતમાં જ વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસીઓ અને પરપ્રાંતીય લોકો છે. આ લોકોએ સુરતમાં જ ધંધા-રોજગાર ‌વિકસાવ્યા, અઢળક કમાણી પણ કરી અને હવે રાજકીય તખ્તે પણ ‌નિર્ણાયક પ‌રિબળ પુરવાર થઈ રહ્યા છે. સુરતીઓનું રાજકીય ભ‌વિષ્ય આ લોકો નક્કી કરે છે. આવા સમયે સુરતી નેતૃત્વ એક થઈને અવાજ ઉઠાવે તો ચોક્કસ ‌સ્થિ‌તિ બદલી શકાય, પરંતુ તેના માટેની પક્ષની મર્યાદામાં રહીને મોરચો માંડવાની તાકાત હોવી જોઈએ. માત્ર રાજકીય જ નહીં, ઔદ્યો‌ગિક સ‌હિત અન્ય સંગઠનો-સંસ્થાઓમાંથી તળ સુરતીઓનો એકડો ક્રમશઃ ભુંસાઈ રહ્યો છે.

અ‌સ્તિત્વ માટે લડતા રહેવું એ સફળતાનો સૌથી પહેલો ‌નિયમ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આના માટે ઉદાહરણ ગણી શકાય, પરંતુ અ‌સ્તિત્વની લડાઈ લડવા માટે ‌હિંમત જોઈએ અને સંગઠન પણ જોઈએ. પરંતુ ‌હિંમત અને સંગઠન માર્કેટમાં વેચાતા મળતા નથી, ભૂતકાળમાં આ જ સુરતમાં અંગ્રેજોનું શાસન હતું. ડચનું શાસન હતું, મોગલો પણ હતા, પરંતુ હાલના તબક્કે સુરતીઓના નેતૃત્વને ખતમ કરવાના થઈ રહેલા પ્રયાસો ભૂતકાળમાં ક્યારેય પણ થયા નથી અને હજુ પણ સુરતી સેવખમણ ખાઈને ઊંઘતા જ રહેશે તો આગામી ખૂબ જ નજીકના ભ‌‌વિષ્યમાં સુરતીઓનું રાજકીય-સામા‌જિક ક્ષેત્રે ભ‌વિષ્ય સાવ ભુંસાઈ ગયું હશે.

પ્રવર્તમાન ‌સ્થિ‌તિમાં સુરતી કહી શકાય એવા મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ધારાસભ્ય અર‌વિંદ રાણા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ જ્યારે રાજકારણમાં લગભગ ભુલાઈ ગયેલા પ્રવીણ નાયક, ની‌તિન ભ‌િજયાવાળા, ફકીર ચૌહાણ આ તમામ એવા ચહેરાઓ છે કે તેઓ સુરતીઓની નવી પેઢી માટે કે સુરતના ભ‌‌વિષ્ય માટે અવાજ ઉઠાવે એવી એકની પણ ક્ષમતા નથી.

અને એટલે જ કોર્પોરેટર રેશમા લાપસીવાળાએ સુરતી મ‌હિલાઓને આત્મ‌નિર્ભર બનાવવા મહેંદી, નેઈલ આર્ટ, ફે‌બ્રિક્સ પેઈન્ટ, મંડલ આર્ટ, હેન્ડમેઈડ જ્વેલરી, ગ્લાસ પેઈ‌ન્ટિંગ જેવી પ્રવૃ‌ત્તિ શીખવવી પડે છે. આ પ્રવૃ‌ત્તિ શીખવા માટે ચોક્કસ સારી છે. પરંતુ આ પ્રવૃ‌ત્તિઓથી ઘર-પ‌રિવારનો ગુજારો થઈ શકે નહીં. ખરેખર તો નવરાશના સમયમાં ‌શીખવા માટેની આ પ્રવૃ‌ત્તિ છે.

અલબત્ત, રેશમા લાપસીવાળાનો પ્રયાસ ખૂબ જ સરાહનીય છે પરંતુ તળ સુરતી પ્રજાને વેપાર-ઉદ્યોગ અને રાજકારણના ‌િશખરે લઈ જવા માટે સંગ‌િઠત થઈને અવાજ ઉઠાવવામાં નહીં આવે તો અગાઉ કહ્યું તેમ સુરતી પ્રજા પોતાના જ શહેરમાં ભૂતકાળ બની જશે અને રાજકીય ગુલામીની હાલતમાં જીવતી હશે. ઉઘરાણી માટે નાકા ઉપરથી ગાળાગાળી કરતો સુરતી જ્યાં સુધી ખમણ ખાઈને પાછા ફરી જવાની વૃત્તિ ધરાવશે ત્યાં સુધી સુરતી પ્રજાને નેતૃત્વ મળવાની શક્યતા નથી.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી પરિણામ પહેલા મુસાફરી મોંઘી થઈ, ૫ ટકા ટોલ ટેક્સમાં વધારો

0

લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થવાની સાથે જ એનએચએઆઈએ દેશભરમાં સોમવારથી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો લાગુ કર્યો છે. દેશમાં લોકસભા ચૂંટણીના કારણે એપ્રિલમાં લાગુ થનારો ભાવ વધારો જૂન સુધી પાછો ઠેલવામાં આવ્યો હતો તેમ અધિકારીઓનું કહેવું છે. દેશમાં સોમવારથી ૧૧૦૦ ટોલ પ્લાઝા પર ટેક્સમાં ભાવ વધારો કરાયો છે. નવા દર રવિવારે રાતે ૧૨ વાગ્યા પછીથી લાગુ થઈ જશે. દેશમાં મોંઘવારીને અનુરૂપ ટોલ દરમાં વાર્ષિક ફેરફાર કરવામાં આવે છે.

હાઇવેના આ રૂટ પરથી મુસાફરી કરતા વાહનચાલકો માટે સારા સમાચાર જાણો શું છે સમાચાર - SATYA DAY

મેરઠ-બાગપત નેશનલ હાઈવે પર સૌથી ઓછો ટોલ ૪૫ રૂપિયા અને સૌથી વધુ ટોલ ૨૯૫ રૂપિયા હશે. દિલ્હી-સહારનપુર નેશનલ હાઈવે પરના જીવાના ટોલ પર લઘુત્તમ ટોલ ૯૦ રૂપિયા અને સૌથી વધુ ટોલ ૮૯૦ રૂપિયા હશે. ઝાંસી-કાનપુર હાઈવે દ્વારા ઝાંસી આવતા વાહનોને સેમરી ટોલ પ્લાઝા પર ૫ થી ૧૫૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, દિલ્હી-હાપુર એક્સપ્રેસવે અને ગાઝિયાબાદ અલીગઢ હાઈવે પર ટોલ વસૂલવાની જવાબદારી ખાનગી કંપનીઓને આપી છે. પરંતુ માત્ર NHAI જ ટોલના ભાવમાં વધારો કરી શકે છે.

ટોલ પ્લાઝા પર વધતી કિંમતો ઘણી ચર્ચાનો વિષય છે અને રાજકીય પક્ષો પણ આ મુદ્દાને અવાજ ઉઠાવી રહ્યા છે. NHAIનું કહેવું છે કે તેમના રોડ પ્રોજેક્ટ માટે ટોલના ભાવમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે. તે જ સમયે, વિરોધ પક્ષો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ નાખવા માટે NHAIના આ પગલાની ટીકા કરી રહ્યા છે.

ભારતે પાછલા દાયકામાં નેશનલ એક્સપ્રેસ વેના વિસ્તરણ માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે, જેની કુલ લંબાઈ લગભગ ૧૪૬૦૦૦ કિ.મી. છે. ભારતનું એક્સપ્રેસ વેનું રસ્તાનું નેટવર્ક દુનિયાનું બીજું સૌથી મોટંવ રોડ નેટવર્ક છે. ટોલ કલેક્શન વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૨૫૨ અબજથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૫૪૦ અબજ કરતાં વધુ થયું હતું. દેશમાં રોડ ટ્રાફિક તેમજ ટોલ પ્લાઝાની સંખ્યા વધવાના કારણે ટોલ કલેક્શનમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

૦૩ જૂન, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

આવકમાં વધારો થતો જણાય.આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણો થી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ

માન‌સિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુન

મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી ધંધામાં પ્રગતિ.

સિંહ

માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકત ના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.

કન્યા

વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા

આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક

મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન

દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.

મકર

માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે. પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ

જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન

ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્‍ઠા વધે. આવકમાં વૃધ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

લોકસભા ચૂંટણીના EXIT POLL આજે થશે જાહેર

0

લોકસભા ચૂંટણી માટે સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ ૧ જૂન એટલે કે આજની સાંજે એક્ઝિટ પોલ જાહેર થશે. ટીવી ચેનલો અને સર્વે એજન્સીઓ ૫૪૩ લોકસભા બેઠકો માટે તેમના અંદાજો રજૂ કરશે. તે સ્પષ્ટ થઈ જશે કે આગામી ૪ જૂને ભાજપની આગેવાની હેઠળની NDA અથવા વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન સરકાર બનશે. ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકો માટે ૭ મેના રોજ મતદાન થયું હતું. ગુજરાતમાં કુલ ૬૦.૧૩ ટકા મતદાન થયું હતું. સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે.

Exit Polls Results LIVE For Lok Sabha Election 2024: Date, Time And Where  To Watch Poll Of Polls? - Oneindia Newsસાતમા તબક્કાના મતદાન વચ્ચે આજે દિલ્હીમાં I.N.D.I.A. બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક બાદ કોંગ્રેસે એક્ઝિટ પોલમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટ કર્યું કે, પૂર્વ નિર્ધારિત એક્ઝિટ પોલ પર ભાજપ અને તેની સિસ્ટમનો પર્દાફાશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

CSDSના સંજય કુમાર કહે છે કે, આજકાલ ઘણા એક્ઝિટ પોલમાં માત્ર સીટોની સંખ્યા આપવામાં આવે છે, વોટ ટકાવારીનો આંકડો આપવામાં આવતો નથી. તેમજ તેઓ તેમના એક્ઝિટ પોલ કરાવવાની પદ્ધતિ વિશે સચોટ માહિતી આપતા નથી. શું આવા મતદાનને પણ એક્ઝિટ પોલ ગણવા જોઈએ? આ વાસ્તવમાં અંદાજિત મતદાન છે. ક્વોટાની ટકાવારીનો અંદાજ કાઢ્યા વિના બેઠકોની સંખ્યાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

જાણો ગુજરાતમાં કઈ બેઠક પર કોણ મેદાનમાં?

લોકસભા બેઠક ભાજપ કોંગ્રસ – આપ
કચ્છ (SC) વિનોદ ચાવડા નિતેશ લાલણ
બનાસકાંઠા ડો. રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર
પાટણ ભરતસિંહ ડાભી ચંદનજી ઠાકોર
મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર
સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ
અમદાવાદ  પશ્ચિમ (SC) દિનેશ મકવાણા ભરત મકવાણા
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
જામનગર પુનમબેન માડમ જે.પી. મારવિયા
જૂનાગઢ રાજેશ ચુડાસમા હિર જોટવા
અમરેલી ભરત સૂતરિયા જેની ઠુંમર
ભાવનગર નીમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP)
આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ
દાહોદ (ST) જસવંતસિંહ ભાભોર ડો. પ્રભા તાવિયાડ
વડોદરા ડો. હેમાંગ જોશી જસપાલસિંહ પઢિયાર
છોટાઉદેપુર (ST) જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (AAP)
બારડોલી (ST) પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી
સુરત મુકેશ દલાલ નિલેશ કુંભાણી (સસ્પેન્ડ)
નવસારી સી.આર. પાટીલ નૈષધ દેસાઈ
વલસાડ (ST) ધવલ પટેલ અનંત પટેલ
તબક્કા વાર કેટલા ટકા થયું મતદાન 
  • પહેલો તબક્કો: ૬૬.૧૪ ટકા મતદાન
  • બીજો તબક્કો: ૬૬.૭૧ ટકા મતદાન
  • ત્રીજો તબક્કો: ૬૫.૬૮ ટકા મતદાન
  • ચોથો તબક્કો: ૬૯.૧૬ ટકા મતદાન
  • પાંચમો તબક્કો: ૬૨.૨૦ ટકા મતદાન
  • છઠ્ઠો તબક્કો: ૬૩.૩૬ ટકા મતદાન

એક્ઝિટ પોલ અને ભારતના સંબંધની વાત છે તો સ્વતંત્રતા પછીની બીજી સામાન્ય ચૂંટણી દરમિયાન ૧૯૫૭માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયન દ્વારા હાથ ધરવામાં આવેલો પહેલો સર્વે તેના વડા એરિક ડી’કોસ્ટા દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે તેને એક્ઝિટ પોલ ગણવામાં આવ્યો ન હતો. ત્યારબાદ વર્ષ ૧૯૮૦ અને ૧૯૮૪માં ડો. પ્રણય રોયના નેતૃત્વમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્વારા ભારતમાં ૧૯૯૬માં એક્ઝિટ પોલની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં અત્યાર સુધીમાં ૪૯.૬૮% મતદાન

0

Women power in voter queues in Madhya Pradesh, Chhattisgarh - The Economic Timesલોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમાં તબક્કામાં ૧ જૂનના રોજ ૮ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે. આ રાજ્યોમાંથી કુલ ૯૦૪ ઉમેદવારો મેદાનમાં છે. સાતમાં તબક્કામાં ૫૭ બેઠકોમાંથી પંજાબની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની ૮, પશ્ચિમ બંગાળની નવ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે. આ તબક્કા સાથે જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામ ૪ જૂને જાહેર થશે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૭ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં ૩ વાગ્યા સુધી સરેરાશ ૪૯.૬૯ ટકા મતદાન થયું છે. સૌથી વધુ ઝારખંડમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં વોટિંગ થયું છે.

રાજ્ય ૩ વાગ્યા સુધીમાં મતદાન
બિહાર ૪૨.૯૫%
ચંદીગઢ ૫૨.૬૧%
હિમાચલ ૫૮.૪૧%
ઝારખંડ ૬૦.૫૪%
ઓડિશા ૪૯.૭૭%
પંજાબ ૪૬.૩૮%
ઉત્તર પ્રદેશ ૪૬.૮૩%
પશ્ચિમ બંગાળ ૫૮.૪૬%

આજે દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા બ્લોકની બેઠક પર ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેની પસંદગી ગમે તે હોય, પ્રશ્ન એ છે કે શું તે જનતાની પસંદગી છે? જનતા કોંગ્રેસ અથવા ભારતીય ગઠબંધનને સત્તામાં આવવાની તક આપશે નહીં, પરંતુ જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ તેમની પસંદગીની વાત કરી ત્યારે તેમણે મમતા બેનર્જી કે અરવિંદ કેજરીવાલને પૂછ્યું? ભારત ગઠબંધન તેના અંતિમ ચરણ પર છે. છેલ્લા શ્વાસની ગણતરી. મમતા બેનર્જી આજની બેઠકમાં ભાગ લેશે નહીં. જે લોકો દિલ્હીમાં મિત્રતા નિભાવતા હતા તેઓ પંજાબમાં દુશ્મન બની રહ્યા છે.

ગીર સોમનાથમાં ફરી એકવાર ભૂકંપના આંચકા, ૨.૩ની તીવ્રતા નોધાઈ

0

ગીર સોમનાથમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે, અચાનક બપોરે આવેલા ભૂકંપના આંચકાથી લોકોમા ફફડાટ ફેલાયો છે. આજે બપોરે સવા બાર વાગ્યાની આસપાસ ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિન્દુ તાલલાથી ૧૩ કિમી દુર નોંધાયુ હતુ.

ગીર સોમનાથમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકાથી લોકોમાં ફફડાટ | Gujarat News in Gujaratiઆજે દિવસે બપોરે ૧૨.૧૭ વાગ્યે ગીર સોમનાથના તાલાલામાં ૨.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી ૧૩ કિ.મી દુર નોંધાયુ હતુ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી અહીં સતત ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે. અહીં એક મહિનામાં ૧૫થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

રિક્ટર સ્કેલ પર ૨.૦ થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના ૮,૦૦૦ ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, ૨.૦ થી ૨.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-