વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ જૂને વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપને ૨૪૦ અને NDAને ૨૯૨ બેઠક મળી છે.નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ ૮મી જૂને સાંજે યોજાઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ ૮મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ તરફ હવે નવી કેબિનેટમાં ચહેરાઓને લઈને સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ તેજ બન્યો છે. બે-ત્રણ દિવસમાં નામો ફાઇનલ થાય તેવી શકયતા છે. ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાઈ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બન્યા. આ પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નેહરુના નામે હતો. મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે.
દિલ્હીમાં આજે સાંજે ૪ વાગ્યે NDAની બેઠક બોલાવવામાં આવી છે. જેડીયુના વડા નીતિશ કુમાર, ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય નેતાઓ આમાં ભાગ લેશે. એનડીએ સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાશે. જેમાં સરકારની રચના અને શપથ ગ્રહણની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે. જેડીયુના વડા નીતીશ કુમાર બુધવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ પણ બપોર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે.
આ પણ વાંચો :-

આંધ્રપ્રદેશ વિધાનસભા અને લોકસભા ચૂંટણીના પરિણામો વિશે વાત કરતા
રાજ્ય સરકારે જણાવ્યા મુજબ જિલ્લા
RJD નેતા તેજસ્વી યાદવ પણ સવારે ૧૦:૪૦ વાગ્યે એ જ વિસ્તારાની ફ્લાઈટ UK-૭૧૮ દ્વારા દિલ્હી પહોંચી રહ્યા છે જેમાં 

એક અહેવાલ મુજબ, ડીજીસીએએ દેશમાં Air Taxi ફ્લાઈટ્સ માટે રોડમેપ તૈયાર કરવા માટે ઘણી ટેકનિકલ સમિતિઓની રચના કરી છે.
પોલીસે જણાવ્યું કે,
નિશાંત અગ્રવાલ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર હતા અને મિસાઈલ પ્રોજેક્ટ્સમાં સામેલ હતા. અગ્રવાલની ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એટીએસ અને 