Home Blog Page 702

સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં રચ્યો ઈતિહાસ, ભારતને મળ્યો ત્રીજો ઓલિમ્પિક મેડલ

0

ભારતના સ્વપ્નિલ કુસાલેએ ઇતિહાસ રચ્યો છે. સ્વપ્નિલે શૂટિંગની મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.પ્રથમ વખત કોઇ ભારતીય શૂટરે ઓલમ્પિકમાં 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ગેમ્સમાં મેડલ જીત્યો છે. ભારતનું વર્તમાન ઓલમ્પિક રમતમાં આ ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતને બે મેડલ શૂટિંગમાં જ મળ્યા છે. સ્વપ્નિલે કૂલ 451.4 પોઇન્ટ મેળવ્યા છે.

આ પહેલા મનુ ભાકર અને સરબજિત સિંહે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં પેરિસ ઓલમ્પિકમાં ભારતનું સારૂ પ્રદર્શન રહ્યું છે.

ચીનના લિયુ યુકૂન ટોપ પર રહ્યો હતો અને તેનો સ્કોર 463.6 રહ્યો હતો જ્યારે યૂક્રેનના કુલિસ સેરહી બીજા નંબર પર રહ્યો હતો.

Paris Olympics 2024 Day 6 update Indian shooter Swapnil Kusale wins Bronze medal at Men 50m Rifle | Paris Olympics 2024: સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં રચ્યો ઈતિહાસ,ભારતને અપાવ્યો ત્રીજો ઓલિમ્પિક ...

બુધવારે 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગના ક્વોલિફિકેશન રાઉન્ડ રમાયા હતા. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસલે કુલ 590ના સ્કોર સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે નીલિંગ 198, પ્રોન 197 અને સ્ટેન્ડિંગમાં 195 રન બનાવ્યા. ગુરુવારે પણ કુસલે ભારતની કરોડો અપેક્ષાઓ પર ખરી ઉતરી અને દેશ માટે મેડલ જીત્યો.

સ્વપ્નિલ કુસલે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં એક સમયે તે છઠ્ઠા સ્થાને સરકી ગયો હતો. પરંતુ દબાણ હેઠળ વિખેરાઈ જવાને બદલે મહારાષ્ટ્રના આ શૂટરે પોતાની રમત વધારી. તેણે ધીમે ધીમે ટેલીમાં વધારો કરવાનું શરૂ કર્યું. લાંબા સમય સુધી સ્વપ્નિલ પાંચમા નંબર પર અટવાયેલો જોવા મળ્યો હતો. આ પછી તે ચોથા નંબરે આવ્યો અને પછી ત્રીજા નંબરે પહોંચ્યો. તે સમયે એવું લાગતું હતું કે તે સિલ્વર કે ગોલ્ડ મેડલ જીતી શકશે, પરંતુ એવું થયું નહીં.

આ પણ વાંચો :-

ઓલપાડ કોલેજમાં ઇતિહાસ વિષય પર વ્યાખ્યાન યોજાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓલપાડમાં આજે તા:૦૧/૦૮/૨૪ના રોજ ઇતિહાસ વિભાગ દ્વારા ઇતિહાસ વર્તુળ અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેનો વિષય દક્ષિણ ગુજરાતના ઇતિહાસના સાધનોની જાણકારીને લગતો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત પ્રવચન ઓલપાડ કોલેજના ઇતિહાસ વિભાગના વડા ડો. એન.કે. રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ઓલપાડ નામ ભટ્ટગામ ખાતે ગાંધીજી દાંડીકુચ દરમિયાન રોકાયા હતા. તે જગ્યા આજે દાંડીમંદિર તરીકે પ્રખ્યાત બની છે.

આ વ્યાખ્યાનના મુખ્ય વક્તા વ્યારા કોલેજના ઇતિહાસના અધ્યાપક ડો. ધર્મેશ પંડ્યા હતા. કાર્યક્રમની શરુઆત એમ એ ઇતિહાસની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજના કાર્યકારી આચાર્ય ડો. રાજેશ પટેલે કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધનમાં ઇતિહાસનું અને સિંધુ ખીણની સંસ્કૃતિ ધોળાવીરામાં પાણીના સંગ્રહનું મહત્વ વિદ્યાર્થીઓને ઉદાહરણ સહિત સમજાવ્યું હતું.

મુખ્ય વક્તા ડૉ. ધર્મેશ પંડ્યાએ ઇતિહાસ સંશોધનમાં સાધનોના મહત્વ અંગે જણાવતા કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતના ઇતિહાસના સાધનો સાહિત્યની સાથે સાથે અનેક અવશેષીય પુરાવાઓ પણ મળે છે. તેમણે કામરેજ અને કીમ નદી પાસેના અવશેષો વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી.

ઇતિહાસના સંશોધનમાં સિક્કા શાસ્ત્રના મહત્વ વિશે તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતનો કિલ્લો એક ઐતિહાસિક ઈમારત છે અને તે પણ ઇતિહાસ જાણવા માટે અગત્યનું સાધન છે. તેમણે ડાંગ દરબારથી લઈને નર્મદ સુધીના લેખકોની ચર્ચા કરી હતી. આ પ્રસંગે ઉપાચાર્ય રોહિતભાઈ ઢીમર, સંસ્કૃત વિભાગના ડો. શુરવીર સિંહ ઠાકોર, હિન્દી વિભાગના પ્રોફેસર દક્ષાબેન ટેલર, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. ગીતાબેન ગરાસીયા, ગુજરાતી વિભાગના ડો.રચનાબેન પટેલ, ડૉ. પિયુષ અંજારિયા તેમજ ઇતિહાસ વિષયના વિદ્યાર્થીઓની સાથે સાથે ઇતિહાસ જાણવામાં રસ ધરાવતા અન્ય વિષયોના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઇતિહાસ વિભાગના અધ્યાપક ડો. પ્રવીણ ચૌધરીએ આભાર વિધિ કરી હતી અને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SC-ST અનામતમાં સબ-કેટેગરીને મળી લીલી ઝંડી

0

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ક્વોટાને મંજૂરી આપી દીધી છે. કોર્ટનું કહેવું છે કે ક્વોટા અસમાનતાની વિરુદ્ધ નથી. સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વચ્ચે પેટા કેટેગરીઓ બનાવી શકે છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને અનામતનો વધુ લાભ મળે. કોર્ટે 6-1ની બહુમતી સાથે કહ્યું કે અમે માનીએ છીએ કે સબ કેટેગરની મંજૂરી છે પરંતુ જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદીએ આ સાથે અસંમતી બતાવી હતી. આ સાથે કોર્ટે 2004માં ઈવી ચિન્નૈયા કેસમાં આપેલા સુપ્રીમ કોર્ટના પાંચ જજોના નિર્ણયને પણ રદ કરી દીધો છે. વર્તમાન બેન્ચે 2004માં આપેલા નિર્ણયને બાજુ પર રાખ્યો છે.

Image

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્વોટાની અંદર ક્વોટા વ્યાજબી તફાવત પર આધારિત હશે. રાજ્યો આ અંગે તેમની ઈચ્છા મુજબ કાર્યવાહી કરી શકતા નથી. આ સાથે રાજ્યોની ગતિવિધિઓ ન્યાયિક સમીક્ષાને આધીન રહેશે. આ સાથે કોર્ટે 2004માં ઈવી ચિન્નૈયા કેસમાં આપેલા સુપ્રીમ કોર્ટના પાંચ જજોના નિર્ણયને પણ રદ કરી દીધો છે. વર્તમાન બેન્ચે 2004 માં આપેલા નિર્ણયની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC/ST જનજાતિઓમાં પેટા-શ્રેણીઓ બનાવી શકાય નહીં.

વાસ્તવમાં, 1975 માં, પંજાબ સરકારે અનુસૂચિત જાતિઓ માટે અનામત નીતિને બે શ્રેણીઓમાં વહેંચીને અનામતની નીતિ રજૂ કરી હતી. એક બાલ્મિકી અને મઝહબી શીખો માટે અને બીજી બાકીની અનુસૂચિત જાતિ વર્ગ માટે સબ-કેટેગરી બનાવવામાં આવી હતી. આ નિયમ 30 વર્ષ સુધી અમલમાં રહ્યો. તે પછી, 2006 માં, આ મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યો અને ઇવી ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટના 2004ના નિર્ણયને ટાંકવામાં આવ્યો. પંજાબ સરકારને ઝટકો લાગ્યો અને આ પોલિસી રદ કરવામાં આવી. ચિન્નૈયાના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે એસસી કેટેગરીમાં પેટા કેટેગરીઝને મંજૂરી નથી. કારણ કે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. પરંતુ આજે આ ચુકાદાને પલટાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ઉત્તરાખંડમાં ફરી એકવાર તારાજી સર્જાઈ, 6 લોકોનાં મોત, 200 યાત્રી ફસાયા

0

ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્‍યો છે. બુધવારે રાત્રે કેદારનાથ ધામની આસપાસ વાદળ ફાટવાથી વિસ્‍તારમાં પૂર જેવી સ્‍થિતિ સર્જાઈ છે. મંદાકિની નદીના જળસ્‍તરમાં ઝડપથી વધારો થવાને કારણે આ વિસ્‍તારમાં ભારે વિનાશનો ભય છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીંચોલી વિસ્‍તારમાં પણ વાદળ ફાટવાના સમાચાર છે. જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમોને રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્‍થળે મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર કેદારનાથ ધામમાં લગભગ 150 થી 200 શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્‍કયુ ઓપરેશન ચાલી રહ્યું છે.મળતા સમાચાર મુજબ અત્‍યાર સુધીમાં ૬ના મોત થયા છે અને સેંકડો ઘર અને વાહનો તણાય ગયા છે.

Cloud Burst In Himachal

આ ઘટનાને ગંભીરતાથી લેતા ઉત્તરાખંડ સરકારે તમામ જિલ્લા પ્રશાસનને એલર્ટ પર મૂકી દીધા છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તમને જણાવી દઈએ કે, ૨૦૧૩માં કેદારનાથમાં બનેલી ભયાનક દુર્ઘટનાને જોતા પ્રશાસન આ વખતે વધુ સતર્ક છે. જો કે, કુદરતના પ્રકોપથી સંપૂર્ણપણે બચવું મુશ્‍કેલ છે.

બુધવારે (31મી જુલાઈ) રાત્રે લગભગ 12 વાગ્યે રાજવન ગામમાં ગાજવીજ વચ્ચે જોરદાર ધડાકો થયો હતો. થોડી જ વારમાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું. માહિતી મળતાં વહીવટી તંત્ર રાત્રીમાં જ સંપૂર્ણ સક્રિય બની ગયું હતું. જિલ્લા વહીવટી તંત્રે દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી છે. ભૂસ્ખલનને કારણે પઠાણકોટ મંડી નેશનલ હાઈવે પણ સ્થળોએ બ્લોક થઈ ગયો છે. અહીં વાહનોની લાંબી કતારો લાગી છે.

ઉલ્લેખનીય છે કે, કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ હવે કુલ્લુમાં પણ આભ ફાટવાં અને ભયાનક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા છે. સૌથી વધુ નુકસાન અહીં નિરમંડ ઉપમંડલના બાગીપુલ વિસ્તાર થયું હતું. અહીં લગભગ 9 જેટલાં મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. જેના લીધે એક આખો પરિવાર એટલે કે ચાર લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા હતા.

આ પણ વાંચો :-

માઈક્રોસોફ્ટમાં ફરી સર્જાઈ ખામી! કંપનીની આ સર્વિસ ખોરવાઈ

0

માઈક્રોસોફ્ટની ક્રાઉડ સ્ટ્રાઈક સર્વિસમાં ખામી સર્જાતા દુનિયાભરમાં વિવિધ સર્વિસને માઠી અસર થઇ હતી. એવામાં આજે માઈક્રોસોફ્ટમાં ફરી આઉટેજ નોંધાયું હતું. માઈક્રોસોફ્ટની ઈમેલ સર્વિસ આઉટલુક અને વિડિયો ગેમ માઈનક્રાફ્ટ સહિતની પ્રોડક્ટ્સ આઉટેજને કારણે પ્રભાવિત થઈ હતી. કંપનીએ એક અપડેટમાં જણાવ્યું હતું કે આઉટેજનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને પ્રારંભિક તપાસ મુજબ આઉટેજ સાયબર-અટેકને કારણે થયું હતું.

માઈક્રોસોફ્ટ હજુ પણ સિસ્ટમ નોર્મલ કરવા શુ કરી રહ્યું છે ? વાંચો - Voice Of  Day

અહેવાલ મુજબ આ આઉટેજ લગભગ 10 કલાક ચાલ્યું અને હજારો માઇક્રોસોફ્ટ યુઝર્સે સર્વિસમાં સમસ્યાઓની જાણ કરી હતી. બે અઠવાડિયા પહેલા થયેલા આઉટેજને કારણે માઇક્રોસોફ્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કરતા લગભગ 8.5 મિલિયન કમ્પ્યુટર્સને અસર કરી હતી. આઉટેજને કારણે હેલ્થકેર અને ટ્રાવેલિંગ સેક્ટરને મોટી અસર કરી હતી. સાયબર સિક્યુરિટી ફર્મ CrowdStrike દ્વારા ખામીયુક્ત સોફ્ટવેર અપડેટ કરાતા આ આઉટેજ થયું હતું.

X પર માઇક્રોસોફ્ટના 365 સ્ટેટસ એકાઉન્ટે સમસ્યાઓનો સ્વીકાર કરતા કહ્યું કે, “અમે હાલમાં Microsoft 365 સેવાઓ અને સુવિધાઓ સાથે એક્સેસ સમસ્યાઓ અને ખોરવાયેલી કામગીરીની તપાસ કરી રહ્યા છીએ. એડમિન સેન્ટરમાં MO842351 હેઠળ વધુ માહિતી મળી શકે છે. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે કંપનીએ સમસ્યા માટે ફિક્સ અમલમાં મુક્યા છે, સ્થિતિ સુધારી છે. કંપનીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમે અસુવિધા બદલ દિલગીર છીએ.”

આ પણ વાંચો :-

સુરતમાં ગેમ ઝોન શરૂ કરવા લેવુ પડશે લાયસન્સ, અનેક નિયમો-શરતોનો ઉલ્લેખ

સુરત શહેરમાં ગેમઝોન શરુ કરવા માટે વિવિધ શરતો અને નિયમોના સમાવેશ સાથેનું એક જાહેરનામુ શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ, ગુજરાતભરમાં ગેમ ઝોન બંધ કરાવી દેવાયા હતા. સુરત શહેર પોલીસ કમિશનરે, ગેમ ઝોનને લઈને બહાર પાડેલા જાહેરનામામાં કુલ 63 પાનાનો સમાવેશ થાય છે. જેમણે ગેમ ઝોન શરૂ કરવુ હોય તેમણે લાયસન્સ ફરીથી લેવું પડશે.

એક્સપર્ટનો અભિપ્રાય પણ ફરજિયાત પણે લેવાનો રહેશે. ગેમઝોન માલિકે ફરજિયાત પણે થર્ડ પાર્ટી લાયેબિલીટી ઇન્સ્યોરન્સ લેવો પડશે. દરેક ગેમ ઈન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે. ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો સુરક્ષા બાબતે કોઈ ચૂંક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામા પ્રમાણે ગેમ ઝોનમા એક્સપર્ટ અભિપ્રાય પણ ફરજિયાત પણે લેવાનો રહેશે. ગમઝોન માલિકે ફરજિયાત થર્ડ પાર્ટી લાયાબ્લિયી ઇન્સ્યોરન્સ લેવો પડશે. સ્પેશિયલ પોલીસ કમિશનર સેકટર 1 દ્વારા પ્રેસ કોંફરન્સ સંબોધવામાં આવી હતી. જેમાં જાહેરનામા અંતર્ગત ગેમઝોનની તમામ ગેમ આ નિયમ હેઠળ આવરી લેવાશે. દરેક ગેમ ઇન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે.

ગેમઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો સુરક્ષા બાબતે કોઈ ચૂંક જણાશે તો ગેમઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. નિકણૂંક કરવા માટે નિમાયેલા ઈન્પેક્ષ કમિટી દ્વારા દર 6 મહિને તપાસ કરવાની રહેશે. ફાયર સેફટી, BU અથવા સ્ટ્રક્ચર એબીલીટી, હેલ્થ અને ઇલેક્ટ્રિકલ તમામ બાબતોની noc અને મજૂરી લેવી પડશે. પ્રથમ વખત લાયસન્સની વેલીડિટી 3 વર્ષની રહેશે. ત્યારબાદ આ લાઇસન્સ દર બે વર્ષે રીન્યુ કરાવવાનું રહેશે.

આ પણ વાંચો :-

પીવી સિંધુની ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબાને સીધી ગેમ્સમાં 21.5, 21.10થી હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સિંધુએ આ એકતરફી મેચ 34 મિનિટમાં જીતી લીધી હતી. આ રીતે 29 વર્ષની સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ પહેલા તેણે ગ્રુપ Mની છેલ્લી મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને હરાવી હતી.

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં સતત બીજી જીત હાંસલ કરી છે. સિંધુએ 28 જુલાઈના રોજ મહિલા સિંગલ્સના ગ્રુપ-Mમાં તેની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સરળતાથી હરાવી હતી. સિંધુએ આ મેચ વિશ્વની 111 નંબરની ખેલાડી સામે 21-9, 21-6થી જીતી હતી. તે સમયે આ મેચ માત્ર 29 મિનિટ ચાલી હતી.

સિંધુનો પ્રથમ મોટો પડકાર રાઉન્ડ ઓફ 16માં આવશે જ્યારે તેનો સામનો ચીનની હી બિંગજિયાઓ સાથે થશે જે ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં તેની પ્રતિસ્પર્ધી છે. બિંગજિયાઓને તે મેચમાં સિંધુએ આસાનીથી 21-13, 21-15થી હરાવી હતી. જોકે બિંગજિયાઓએ 2022 એશિયન ગેમ્સમાં સિંધુ સામેની તેની અગાઉની મેચ જીતી હતી. સિંધુ સામે બિંગજિયાઓનો રેકોર્ડ 11-9નો છે. જો સિંધુ બિંગજિયાઓને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે છે તો તેની સામે ચીનની ખેલાડી ચેન યુફેઈ (જો કોઈ મોટો અપસેટ ન હોય તો) હશે.

આ પણ વાંચો :-

મોહમ્મદ રફીની આજે પુણ્યતિથિ, જાણો તેમના ગીતો વિશે જે મેહફિલને લગાવે છે ચારચાંદ

પીઢ ગાયક મોહમ્મદ રફીના નિધનને આજે બુધવારે 44 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે આખો દેશ ગાયકને યાદ કરી રહ્યો છે જેમણે 31 જુલાઈ 1980ના રોજ દુનિયા છોડી દીધી હતી. હિન્દી સિનેમાના પીઢ ગાયક મોહમ્મદ રફી તેમના પ્રભાવશાળી અવાજ માટે જાણીતા હતા અને છે, જેનું કારણે છે તેમના ગીતો. આજે પણ મોહમ્મદ રફીના ગીતો લોકોના દિલ જીતી લે છે.

Remembering the legend Mohammed Rafi, 7 best songs of his career - The Statesman

મોહમ્મદ રફીના ગીતો દરેક મેહફિલમાં ફિટ બેસે છે અને લોકોના દિલમાં ઉતરે છે. આ ગીતો સમય અને સરહદોની દીવાલો ઓળંગી ગયા છે અને આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ ગયા છે. બાળકોથી લઈને મોટી ઉમરના લોકો સુધીના દરેક ક્ષેત્રના લોકો તેમના ગીતોના ચાહક છે. આજે મોહમ્મદ રફીની પુણ્યતિથિ છે. આ અવસર પર, તેમને યાદ કરીને, અમે તમારા માટે તેમના એવરગ્રીન 5 સૌથી ખાસ ગીતોની યાદી લાવ્યા છીએ, જેને સાંભળ્યા બાદ તમે પણ ઘણી લાગણીઓનો અનુભવ કરશો.

મોહમ્મદ રફીને યાદ કરતાં શાહિદ રફીએ કહ્યું, ‘હું તેમના વિશે શું કહું, તેઓ ખૂબ જ નમ્ર વ્યક્તિ હતા. ખૂબ જ ડાઉન ટુ અર્થ પણ હતા. ઘરે અમે તેમને ક્યારેય એ દૃષ્ટિકોણથી જોયા નથી કે તેઓ કેવા મહાન વ્યક્તિત્વ સ્વામી છે, અમારા માટે તેઓ ફક્ત અમારા પિતા હતા. તમને સાચું કહું જ્યારે તેમનું નિધન થયું ત્યારે અમને સમજાયું કે તેઓ કેટલા મહાન વ્યક્તિ હતા. લોકો તેમની પૂજા કરતા હતા. લોકો અમને કહેતા કે તે ભગવાન છે, તેમના ગળામાં સરસ્વતી હતી.’

મોહમ્મદ રફીનું એક ગીત એટલું ખાસ છે કે, તેના વિના કોઈ પણ લગ્ન પૂર્ણ થતા નથી. બારાત આવતાની સાથે જ બેન્ડ આ ગીત વગાડે છે. આજે પણ લોકો આ ગીત પર ખૂબ જ ડાન્સ કરે છે અને તેનાથી એક અલગ જ ઉત્સાહનો અનુભવ થાય છે. મોહમ્મદ રફીએ 1966માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂરજ’ માટે એક ગીતને અવાજ આપ્યો હતો, જેના ગીતના શબ્દો છે: “બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ.” 56 વર્ષ પછી પણ આ ગીતનો જાદુ એ સમયે જેવો છે.

આ પણ વાંચો :-

સુરતમાં 11 મહિનાની દીકરી પાણી ભરેલી ડોલમાં પડી જતા થયું મોત

0

સુરતમાં નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 11 માસની બાળકી પોતાના ઘરમાં પાણીની ડોલમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનામાં માતા સહિતનો પરિવાર હતો ત્યારે બાળકી રમતા રમતા ડોલમાં પડી ગઈ હતી. જે બાદ 11 માસની નાનકડી બાળકીનું મોત થયું છે.

Surat: નાના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો | Sandesh

ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં રહેતા શાહ પરિવારની દોઢ વર્ષની દીકરી એકલી એકલી રમી રહી હતી. આ દરમિયાન માતા પોતાનું કામ કરતી હતી. ઘરમાં ચોમાસુ હોવાથી પાણીનો પ્રશ્ન ન સર્જાય તે માટે અલગ અલગ જગ્યાએ વાસણો ભર્યા હતા. જોકે પાણી ભરેલી ડોલમાં બાળકી રમતા રમતા અચાનક પડી ગઈ હતી. જેથી બાળકીનો ડૂબી ગયા બાદ વધારે પડતું પાણી પી જતાં મોત થયું હતું.

જે બાદ તાત્કાલિક બાળકીને બહાર કાઢી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારમાં ઘરમાં જ હતુ અને નાનકડી બાળકી પાણીની ડોલમાં કેવી રીતે પડી તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે ચોક્કસ કહી શકાય જે ઘરમાં બાળકો હોય તે ઘરમાં આ પ્રકારે પાણી ભરીને વાસણો મૂકવામાં આવે તો કદાચ બાળકો અકસ્માતે આવા વાસણોમાં પડી જવાને કારણે ગુંગણાઇ જવાથી તેમનું મૃત્યુ થઇ શકે છે.

મૃતક દિવ્યા કુમારીના પિતા ધર્મેન્દ્ર શાહએ કહ્યુ કે, બાળકે પાણીની ડોલમાં ઊંધા માથે પડી હતી. તેની માતાની નજર પડતા તે દોડી ગઈ હતી. ત્યારબાદ અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યા કુમારીને લઈને આવી ગયા હતા. હાજર તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતથી અમારું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

રણબીર કપૂરની ‘રામાયણ’માં કુણાલ કપૂરનું કાસ્ટિંગ, શૂટિંગ માટે 12 ભવ્ય સેટ તૈયાર

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની બિગ બજેટ ફિલ્મ રામાયણને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ પહેલેથી જ ચાલી રહ્યું છે અને હવે મેકર્સ નવા શેડ્યૂલના શૂટિંગ માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીના સીન શૂટ કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ranbir-kapoor-and-sai-pallavi-ramayana-set-pictures-go-viral-fans-react-to-their-ram-and-sita-avatars-320732

ફિલ્મ સિટીમાં અયોધ્યા અને મિથિલા સહિત 12 ભવ્ય સેટ બનાવવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ તમામ સેટને 3Dમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ફિલ્મના ડાયરેક્ટર નીતિશ તિવારી હાલમાં તેમની આગામી ફિલ્મ રામાયણની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેની ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. દરેક શિડ્યુલનું શૂટિંગ ખૂબ કાળજી સાથે કરવામાં આવી રહ્યું છે.

ભગવાન રામના બાળપણનું શૂટિંગ હાલમાં જ થયું છે. આમાં સૌથી મોટી ભૂમિકા રામની ભૂમિકા ભજવનાર રણબીર કપૂર અને માતા સીતાની ભૂમિકા ભજવનાર સાઈ પલ્લવીની હશે. આ માટે નીતીશ સંપૂર્ણ તૈયારીના મોડમાં જોવા મળી રહ્યા છે. તે ફિલ્મને લઈને કોઈપણ પ્રકારની સમજૂતી કરવા માંગતા નથી. આ ફિલ્મ 800 કરોડ રૂપિયાના બજેટ સાથે બની રહી છે અને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે. આવી સ્થિતિમાં ગુણવત્તાયુક્ત સામગ્રી લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી નિર્માતાઓની છે.

સ્ટારકાસ્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને સાઈ પલ્લવી સિવાય સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારોને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. આમાં સની દેઓલ ભગવાન હનુમાનના રોલમાં જોવા મળશે. સાઉથનો સુપરસ્ટાર યશ આમાં રાવણનો રોલ કરી રહ્યો છે. સીબા ચઢ્ઢા મંથરાના રોલમાં હશે. આ સિવાય અરુણ ગોવિલ રાજા દશરથના રોલમાં, લારા દત્તા કૈકેયી અને રવિ દુબે ભગવાન લક્ષ્મણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2026ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો :-