Home Blog Page 70

સુરતમાં PM મોદીનું ભવ્ય આગમન: હજીરાના L&T પ્લાન્ટમાં ‘મેક ઇન ઇન્ડિયા’ની તાકાતને નિહાળી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના અત્યાધુનિક ઉત્પાદન સંકુલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંરક્ષણ ક્ષેત્ર અને ગ્રીન એનર્જી સાથે જોડાયેલા વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.

હજીરા સ્થિત L&T પ્લાન્ટમાં વડાપ્રધાને ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ વિકસાવવામાં આવી રહેલા અદ્યતન સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીની માહિતી મેળવી હતી. તેમણે સ્થાનિક સ્તરે નિર્માણ પામી રહેલી આધુનિક ઉત્પાદન ક્ષમતાઓનું અવલોકન કરીને ભારતની વધતી ઔદ્યોગિક અને રક્ષણાત્મક શક્તિની પ્રશંસા કરી હતી.

પીએમ મોદીના સુરત પ્રવાસ દરમિયાન શહેરના ગ્રીન એનર્જી, સ્માર્ટ સિટી મિશન અને પર્યાવરણ સુરક્ષાને લગતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂક્યા. સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી સોર્સ અને શહેરી સુખાકારીના વિવિધ કાર્યોનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત પીએમ મોદી સુરત વાસીઓને સંબોધિત કર્યા હતા.

PM મોદીએ સંબોધનમાં શું કહ્યું?
પરિયોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ પીએમએ વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, હું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પહેલીવાર ગુજરાતમાં આવ્યો છું. સુરત તરફથી હું સમગ્ર ગુજરાતના લોકોને વંદન અને શુભેચ્છા પાઠવું છું. અઢી દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તમે અમને અને ભાજપને સતત તમારા આશીર્વાદ આપી રહ્યા છો અને આ આશીર્વાદ સમયની સાથે વધતો જાય છે. તાજેતરમાં જિલ્લા પરિષદ, તાલુકા પરિષદ, નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ગુજરાતની જનતાએ ભાજપને એટલો સાથ આપ્યો કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા. આજે હું વધુ ખુશ છું કારણ કે તમે બધાએ મારો રેકોર્ડ પણ તોડ્યો છે.

સુરત જિલ્લાના હજીરા ખાતે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા પછી પીએમ મોદીએ સુરતમાં આશરે ₹18,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતમાં તેમણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7નું ઉદ્ઘાટન કર્યું. તેમણે 200 બેડની ESIC હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું.

પીએમ મોદીએ કહ્યું કે ખેતર બચાવોના અભિયાનમાં જોડાઇએ. પ્રાકૃત્તિક ખેતી અપનાવો. સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. એક લાખ લોકોએ 5 દિવસ સફાઇ અભિયાન ચલાવ્યું. મારા માટે આ મોટામાં મોટી સોગાત છે. આ માટે હું આખા સુરતનો આભાર માનું છે.

સુરત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દમણની પણ મુલાકાત લેશે. દમણ અને દીવ પ્રશાસન દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પીએમ મોદી કોસ્ટલ ક્લીનલીનેસ ડ્રાઇવ, ટુરિઝમ સર્કિટ ડેવલપમેન્ટ અને સ્થાનિક માછીમારોના કલ્યાણ માટેની યોજનાઓનું ડિજિટલ માધ્યમથી લોકાર્પણ કરશે.

PM મોદીનો વિકાસ વિઝન: સુરતમાં ₹18,800 કરોડના પ્રોજેક્ટ્સથી બદલાશે ગુજરાતનું ભવિષ્ય

0

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતની મુલાકાત દરમિયાન શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતને વિકાસનું મોટું તોહફું આપ્યું. વડાપ્રધાને સુરતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું.

સુરતમાં આયોજિત ભવ્ય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને માર્ગ અને પરિવહન, આરોગ્ય, વીજ પુરવઠો, ઔદ્યોગિક વિકાસ તેમજ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે તેમજ રોજગારીની નવી તકોનું સર્જન થશે.

વડાપ્રધાને વડોદરા-મુંબઈ 8-લેન એક્સપ્રેસવેના મહત્વપૂર્ણ પેકેજોને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા, જે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઝડપી પરિવહન અને આર્થિક જોડાણને વધુ મજબૂત બનાવશે. ઉપરાંત, નેશનલ હાઈવે-56ના અપગ્રેડેશન સહિતના અનેક માર્ગ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પગલું ભરતાં વડાપ્રધાને 200 બેડની આધુનિક ESIC હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ હોસ્પિટલથી કામદારો અને સામાન્ય નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. હોસ્પિટલમાં આધુનિક સારવાર, ઇમરજન્સી અને ટ્રોમા કેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

કાર્યક્રમ દરમિયાન દહેજ PCPIR, જંબુસર બલ્ક ડ્રગ પાર્ક, વીજ ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ અને વીજ વિતરણ વ્યવસ્થાના સુધારા જેવા અનેક ઔદ્યોગિક અને ઉપયોગીતા આધારિત પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે અને કેન્દ્ર સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. તેમણે પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન એનર્જી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

₹18,800 કરોડથી વધુના આ વિકાસ પ્રોજેક્ટ્સ સુરત, દક્ષિણ ગુજરાત અને સમગ્ર રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

કેમ છો સુરત કહી પીએમ મોદીએ સભાનું સંબોધન કર્યું, સુરતના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ માવાણીને શ્રદ્ધાંજલી અર્પી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ સભા સંબોધી હતી. સભાનું સંબોધન તેમણે કેમ છો સુરતથી કર્યું હતું. આ તકે તેમણે સુરતના પૂર્વ મેયર અને ધારાસભ્ય કનુભાઈ માવાણીને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.

વડાપ્રધાન મોદીએ કેમ છો મજામાં કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે સ્ટેડિયમમાં એક યુવક ચિત્ર લઈને આવ્યા હતાં તેમનું ચિત્ર સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સુરત શહેર નથી. સુરત એક સ્પીરીટ છે. પર્યાવરણને લઈને લોકોએ સરસ પોસ્ટરો બનાવ્યા છે. જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ત્યારે તેમનું મન લાગ્યું હશે. આપણા કાઠિયાવાડના લોકો અહીં સુરતમાં રહે છે. મારો તેમને આગ્રહ છે કે ખેતર બચાવો અભિયાનમાં જોડાય. સુરતવાસીઓએ મને ખૂબ સરસ ભેટ આપી છે. એક લાખ લોકોએ પાંચ દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું મારા માટે આ મોટામાં મોટી સોગાત છે. સુરતના સૌ સાથીઓ અભિનંદનના અધિકારી છે.

હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હું પહેલીવાર ગુજરાત આવ્યો છું અને સુરતમાં આવ્યો છું. હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છું અને અભિનંદન કરૂ છું. અઢી દશકથી વધુનો સમય થયો છે. તમે અમને સૌને ભાજપને નિરંતર પોતાના આશિર્વાદ આપી રહ્યાં છે. સમયની સાથે આ આશિર્વાદ વધતા રહ્યા ંછે. લોકોએ ભાજપને એટલા મત આપ્યા કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. આજે મારા રેકોર્ડ પણ તમે બધાએ તોડી નાંખ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરત ખાતે 18,800 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રદેશના માળખાગત પાયાને મજબૂત કરવાનો અને આર્થિક ગતિવિધિઓને વેગ આપવાનો છે. આ વિસ્તૃત પ્રોજેક્ટ્સ શહેરી આધુનિકીકરણ અને જાહેર સુવિધાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ સાધવા પર કેન્દ્રિત છે.

સુરતના લોકો વતી, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરું છુંઃ હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને સુરતના લોકો વતી, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરું છું. આજે સુરત પહોંચ્યા પછી, તેમણે સૌપ્રથમ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ ઉત્પાદિત સંરક્ષણ ઉપકરણોનું નિરીક્ષણ કરવા માટે L&T ની મુલાકાત લીધી, જે આપણા બધા માટે ગર્વની વાત છે. તેઓ ગુજરાતના લોકો માટે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.

ગુજરાતભરમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ: હર્ષ સંઘવી

0

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા આ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરીને આજે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૫૬૮ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા નાગરિકોમાં ૧૭૨ પુરુષો, ૨૮૨ સ્ત્રીઓ અને ૧૧૪ બાળકોનો સમાવેશ થાય છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા તત્વો સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ જારી રહેશે.

હાલમાં ગુજરાત પોલીસ દ્વારા તમામ જિલ્લાઓમાં જુદી જુદી ટીમો દ્વારા આ ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસની પ્રક્રિયા હજુ પણ કાર્યરત છે. પકડાયેલા તમામ વ્યક્તિઓ વિરૂદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા, વિકાસકાર્યોનું લોકાર્પણ કરી સભા સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5 જૂન, 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે તેઓ સુરત આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે હજીરા સ્થિત એલ એન્ડ ટીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ વિવિધ હથિયારોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

પીએમ મોદીએ એલ એન્ડ ટીના આર્મ્ડ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું
પોતાની સુરત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલ એન્ડ ટીના આર્મ્ડ કોમ્પ્લેક્સ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ હથિયારોનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું.

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ ‘મિશન લાઈફ’ પહેલ હેઠળ 100 ટકા ટકાઉ અને પ્લાસ્ટિક મુક્ત અભિગમ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કૃતિ પટેલ દ્વારા નિર્મિત વિશેષ ગ્રીન બેકડ્રોપ આ આયોજનનું મુખ્ય આકર્ષણ છે, જે ગુજરાતની પર્યાવરણીય સભાનતા અને ટકાઉ પદ્ધતિઓ પ્રત્યેની નિષ્ઠાને પ્રદર્શિત કરે છે. સમગ્ર કાર્યક્રમમાં ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો એક મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો છે.

વડાપ્રધાનના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન (પેકેજ VI) અને 27.50 કિલોમીટર લંબાઈના ગણદેવાથી એના સેક્શન (પેકેજ VII)નું લોકાર્પણ કરવામાં આવશે. રૂ. 7689 કરોડના ખર્ચે આ બન્ને પેકેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બન્ને પેકેજમાં મેજર બ્રિજ, માઈનર બ્રિજ, રેલ રોડ બ્રિજ, ફ્લાયઓવર્સ અને વ્હિલકલ અંડરપાસ (VOP)નું વ્યાપક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

સ્થાનિકોની સગવડતા માટે બન્ને પેકેજમાં કુલ 70 અંડરપાસ અને બે ઈન્ટરચેન્જનું નિર્માણ કરવામાં આવ્યું છે. 8 લેનના માર્ગની શરૂઆત થવાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન શક્ય બનશે. ડ્રાઈવરોની સુરક્ષા અને સગવડમાં વધારો કરવા માટે આ બન્ને પેકેજ પર કુલ સાત સુવિધાસભર રેસ્ટ એરિયા બનાવવામાં આવશે.

રાજકોટના ગોંડલમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 માસૂમ લોકોના મોત

0

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાં શુક્રવારે એક એવી હૃદયદ્રાવક ઘટના બની કે સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો. ગામના ઓરિયા તળાવમાં રમતા રમતા ચાર નાના બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક બાળક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ માત્ર પરિવારજનો જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને આસપાસના પંથકને પણ આઘાતમાં મૂકી દીધા છે.

મળતી માહિતી મુજબ, શેમળા ગામમાં આવેલી એક વાડીમાં શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરી રહ્યો હતો. પરિવારના સભ્યો રોજગારી માટે કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકો નજીકમાં રમવા નીકળ્યા હતા. વાડીથી થોડે અંતરે આવેલા ઓરિયા તળાવની આસપાસ તેઓ રમતા હતા. રમતમાં મગ્ન બાળકોને કદાચ તળાવની ઊંડાઈ અને જોખમનો અંદાજ ન આવ્યો અને એક પછી એક ચારેય બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા.

ઘટનાસ્થળે કોઈને શરૂઆતમાં જાણ ન થતાં કિંમતી સમય પસાર થઈ ગયો. બાદમાં બાળકો નજરે ન પડતાં પરિવારજનો અને આસપાસના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તળાવ પાસે પહોંચતા બાળકો પાણીમાં ડૂબી ગયાની આશંકા ઉભી થઈ હતી.

સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી
બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની માહિતી મળતાં જ વાડી માલિક અને ગામના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વિલંબ કર્યા વિના ખાનગી વાહન મારફતે ગોંડલની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક બાળકની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાતાં તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

એક જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો નજીકના સગા સંબંધીઓ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં બે બાળકો કરશનભાઈ ડામોરના સંતાનો હતા, જ્યારે એક બાળક તેમના સાળાના પરિવારનો હતો. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મૃત્યુ પામનાર બાળકોમાં 6 વર્ષીય અર્જુન ભુરાભાઈ બબેરીયા, 6 વર્ષીય લખત કરશનભાઈ ડામોર અને 3 વર્ષીય લક્ષ્મી કરશનભાઈ ડામોરનો સમાવેશ થાય છે. જ્યારે 3 વર્ષીય સાહિલ ભુરાભાઈ બબેરીયા હાલ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે.

હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયા
દુર્ઘટનાની જાણ થતાં જ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પોતાના સંતાનોને ગુમાવનારા માતા-પિતાનો આક્રંદ જોઈને હોસ્પિટલમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. પરિવારના સભ્યોને સાંત્વના આપવી પણ મુશ્કેલ બની ગઈ હતી. નાના બાળકોના મૃતદેહો હોસ્પિટલ પહોંચતાં જ વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારના સભ્યો અને સંબંધીઓની રડવાની ચીસોથી સમગ્ર હોસ્પિટલ પરિસર શોકમય બની ગયું હતું.

સામાજિક અને રાજકીય આગેવાનો પહોંચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અનેક સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોએ શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોએ પણ હોસ્પિટલ ખાતે હાજરી આપી પરિવારને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત જરૂરી સારવાર અને અન્ય સહાય માટે તંત્ર સાથે સંકલન કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી.

તળાવો અને જળાશયો પાસે સુરક્ષાની જરૂરિયાત ફરી ચર્ચામાં
આ દુઃખદ ઘટના બાદ ગામડાઓમાં આવેલા ખુલ્લા તળાવો અને જળાશયોની સુરક્ષાને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા છે. ઉનાળાની રજાઓ દરમિયાન અથવા પરિવારજનો કામમાં વ્યસ્ત હોય ત્યારે બાળકો ઘણીવાર તળાવો, ચેકડેમ અને જળાશયો પાસે રમવા પહોંચી જતા હોય છે. આવા સ્થળોએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ચેતવણીના બોર્ડ ન હોવાને કારણે અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે તળાવો આસપાસ સુરક્ષા વાડ, ચેતવણીના બોર્ડ અને નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓને ઘણી હદ સુધી અટકાવી શકાય છે.

સમગ્ર પંથકમાં શોકની લાગણી
શેમળા ગામમાં બનેલી આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના મોત અને એક બાળકના જીવન-મરણ વચ્ચેના સંઘર્ષે દરેકની આંખો ભીની કરી દીધી છે. ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને લોકો પીડિત પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ બની છે કે નાના બાળકોની સુરક્ષા માટે સતત સાવધાની અને જાગૃતિ કેટલી જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા, હજીરાના L&T પ્લાન્ટમાં સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ

0

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (5 જૂન) સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ઉત્પાદન કેન્દ્ર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત વિકસિત થઈ રહેલા અદ્યતન સંરક્ષણ સાધનો તેમજ ગ્રીન એનર્જી સંબંધિત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું અવલોકન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5 જૂન, 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે તેઓ સુરત આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે હજીરા સ્થિત એલ એન્ડ ટીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ વિવિધ હથિયારોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ ‘મિશન લાઈફ’ પહેલ હેઠળ 100 ટકા ટકાઉ અને પ્લાસ્ટિક મુક્ત અભિગમ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કૃતિ પટેલ દ્વારા નિર્મિત વિશેષ ગ્રીન બેકડ્રોપ આ આયોજનનું મુખ્ય આકર્ષણ છે, જે ગુજરાતની પર્યાવરણીય સભાનતા અને ટકાઉ પદ્ધતિઓ પ્રત્યેની નિષ્ઠાને પ્રદર્શિત કરે છે. સમગ્ર કાર્યક્રમમાં ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો એક મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો છે.

આજે 5 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કેટલાક BRTS અને સિટી બસ રૂટમાં ફેરફાર તેમજ ડાયવર્ઝન કરવામાં આવશે. સદર કાર્યક્રમ અંતર્ગત અમલમાં મુકાયેલા રૂટ ફેરફારો અને ડાયવર્ઝન કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી યથાવત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તથા ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી સૂચના પ્રાપ્ત થતાં તમામ BRTS અને સિટી બસ રૂટો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. શહેરીજનોને સહકાર આપવા અને મુસાફરી પૂર્વે જરૂરી માહિતી મેળવવા ચકાસી લેવા અનુરોધ કરાયો છે.

આજે 5 જૂન 2026ના રોજ સુરતમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન તેમના જીવનચરિત્ર આધારિત વિશેષ પેઈન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને પ્રતિબિંબિત કરતી આ કલાત્મક કૃતિઓ સામાન્ય જીવનથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીની યાત્રાને જીવંત બનાવે છે.

RBI ગવર્નરની ભૂમિકામાં મનોજ બાજપેયી, ‘ગવર્નર’ ફિલ્મથી ફરી જીતશે દર્શકોનું દિલ

મનોજ બાજપેયી બોલિવૂડના સૌથી ટેલેન્ટેડ અને સફળ કલાકારોમાંના એક છે, જેમના નામે અનેક રેકોર્ડ્સ નોંધાયેલા છે. તેમણે પોતાની દમદાર એક્ટિંગ અને અનોખા પાત્રો દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. મનોજ બાજપેયી ટૂંક સમયમાં જ ‘ગવર્નર’ નામની ફિલ્મમાં જોવા મળશે, જેમાં તેઓ એક અર્થશાસ્ત્રી અને આરબીઆઈ (RBI)ના ગવર્નરની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ એક પોલિટિકલ-ડ્રામા ફિલ્મ છે, જેમાં ભરપૂર થ્રિલર જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ ‘ધ કેરળ સ્ટોરી’ બનાવનારા વિખ્યાત ડિરેક્ટર વિપુલ અમૃતલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. અભિનેતા અત્યારે પોતાની આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આવતા અઠવાડિયે એટલે કે 12 જૂનના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ મનોજ બાજપેયી, રણવીર અલ્હાબાદિયાના પ્રખ્યાત પોડકાસ્ટમાં મહેમાન બન્યા હતા, જ્યાં તેમણે પોતાના કરિયર અને સંઘર્ષના દિવસોની અનેક વાતો શેર કરી હતી.

પોડકાસ્ટ દરમિયાન મનોજ બાજપેયીએ પોતાના એ મુશ્કેલ સમયને યાદ કર્યો, જ્યારે ‘સત્યા’ જેવી કલ્ટ અને સુપરહિટ ફિલ્મ આપ્યા હોવા છતાં તેમણે લાંબો સમય ઘરે બેસી રહેવું પડ્યું હતું. તેમણે ખુલાસો કર્યો કે તે સમયે તેમના પર શનિની સાડાસાતીનો પ્રભાવ હતો, જેના કારણે તેમની પાસે કામની ભારે અછત સર્જાઈ હતી. શનિની સાડાસાતી એ શનિ ગ્રહનું સાડા સાત વર્ષ સુધી ચાલતું એક વિશેષ ગોચર છે, જે દરમિયાન શનિદેવ વ્યક્તિની આકરી પરીક્ષા લે છે. આ કારણે મનોજ બાજપેયીને ભારે આર્થિક અને માનસિક સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે, જ્યારે તેઓ આ પરીક્ષામાં પાસ થયા, ત્યારે તેમને કરિયરમાં અભૂતપૂર્વ સફળતા મળી.

અભિનેતાએ સમજાવ્યું શનિ મહારાજની ચાલનું ગણિત
શનિદેવના પ્રભાવ વિશે વાત કરતા મનોજે જણાવ્યું કે, “શનિ તમારી જિંદગીમાં મુશ્કેલીઓ ચોક્કસ લઈને આવે છે, પરંતુ તેની સાથે-સાથે તેઓ તમને આધ્યાત્મિક સમજદારી પણ આપે છે. તે તમને સૌથી વધુ સંઘર્ષ કરાવે છે, પરંતુ સામે સૌથી મોટી સફળતા પણ આપે છે. તમને કંઈપણ સરળતાથી મળતું નથી, ઘણું બધું મેળવવા માટે પોતાની જાતને ઘસવી પડે છે.”

તેમણે આગળ ઉમેર્યું કે, “શનિદેવ તમારી પાસે અપેક્ષા રાખે છે કે તમે મહેનત કરો, દરેક નાની જીત અને ઓળખ મેળવવા માટે. દરેક વહાલી વસ્તુ મેળવવા માટે શનિ મહારાજ તમારી પાસે મહેનત કરાવે છે, પછી ભલે તે માતા-પિતાનો પ્રેમ હોય કે પાર્ટનરનો સાથ. તમારે તમારી બાજુથી ઘણું બધું ગુમાવવું કે આપવું પડે છે. પરંતુ જ્યારે તમને વળતર મળવાનું શરૂ થાય છે, ત્યારે તમને અહેસાસ થાય છે કે ભૂતકાળમાં જે કંઈપણ થયું તે સારા માટે જ થયું હતું.”

વર્તમાન સમયની વાત કરીએ તો, આજે મનોજ બાજપેયી પાસે એકથી એક શાનદાર પ્રોજેક્ટ્સ લાઇનઅપમાં છે. લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ એ તેમને વૈશ્વિક સ્તરે અદભુત ઓળખ અને અપાર પ્રેમ અપાવ્યો છે. આ સિવાય તેઓ અત્યાર સુધીમાં 4 વખત નેશનલ એવોર્ડ (રાષ્ટ્રીય પુરસ્કાર) જીતી ચૂક્યા છે, જે કોઈપણ કલાકાર માટે બહુ મોટી સિદ્ધિ ગણાય છે.

વિશ્વ પર્યાવરણ દિવસે ડેપ્યુટી CM હર્ષ સંઘવી સાઇકલ લઈને ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત શહેરમાં પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી સહિત સુરત શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે સાઇકલ યાત્રામાં ભાગ લીધો હતો.

5 જૂનના રોજ સવારે સુરત લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી પ્રસ્થાન કરીને હર્ષ સંઘવી સાઇકલ પર ઇન્દોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમની સાથે પોલીસ વિભાગના અનેક ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને યુવાનો પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હરિયાળો અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. વધતા પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાનની સમસ્યાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો સાયકલનો ઉપયોગ કરે, વૃક્ષારોપણ કરે અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવે તે સમયની જરૂરિયાત છે.

તેમણે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે નાની-નાની સારી આદતો દ્વારા પણ આપણે પ્રકૃતિને બચાવવામાં મહત્વનું યોગદાન આપી શકીએ છીએ. વાહનોના વધતા ઉપયોગથી પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સાઇકલ જેવી પર્યાવરણમૈત્રી પરિવહન પદ્ધતિને પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે.

કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ પણ નાગરિકોને હરિયાળું સુરત અને સ્વચ્છ ગુજરાત બનાવવા માટે સહભાગી બનવાની અપીલ કરી હતી. ઇન્દોર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા બાદ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ સંદેશો આપવામાં આવ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર પ્રતીકાત્મક ન રહ્યો, પરંતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો. હર્ષ સંઘવીની સાઇકલ યાત્રાએ લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના વધારવાનો સંદેશ આપ્યો હતો.

24 વર્ષમાં 45 પેપર લીક કૌભાંડો: કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી? જવાબદારો સામે કડક પગલાંનો અભાવ

0

પેપર લીકના વિવિધ કેસોને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રો એક પછી એક લીક થવાથી યુવાનોમાં ભારે રોષ ફેલાયો છે. જવાબદારો સામે કાર્યવાહીની સતત માંગ કરવામાં આવી રહી છે. જોકે, પેપર લીકની વારંવાર ઘટનાઓ બનવા છતાં, પરીક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોય તેવા બહુ ઓછા કિસ્સાઓ છે.

2002 થી 2025 વચ્ચે સામે આવેલા 45 મોટા પેપર લીકના કેસોની તપાસમાં જાણવા મળ્યું છે કે માત્ર થોડા અધિકારીઓને જ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા કિસ્સાઓમાં તપાસ અને ટ્રાયલ હજુ પણ ચાલુ છે. એક કેસમાં કોર્ટની સજા પણ ફટકારવામાં આવી હતી, જ્યારે કેટલાક અધિકારીઓને પાછળથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.

પેપર લીકના મુખ્ય કેસ નીચે મુજબ છે:
2024 UGC-NET
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને લગભગ ચાર મહિના સુધી ફરજિયાત રાહ જોવામાં મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેમને સ્ટીલ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને પછી તેમના મૂળ કેડર, છત્તીસગઢ પાછા મોકલવામાં આવ્યા. સિંહે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગ (UPPSC) ના પરીક્ષા નિયંત્રક અજય કુમાર તિવારીને સમીક્ષા અધિકારી (RO) અને સહાયક સમીક્ષા અધિકારી (ARO) પ્રારંભિક પરીક્ષાઓમાં કથિત બેદરકારીના આરોપો વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. પોલીસે જુલાઈ 2024 માં 16 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ કેસની તપાસ શરૂ કરી હતી.

જૂન અને સપ્ટેમ્બર 2024 ની વચ્ચે, ધરપકડ કરાયેલા 12 આરોપીઓને અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. આ કેસ પ્રયાગરાજ કોર્ટમાં પેન્ડિંગ છે. અજયે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

2024 UP પોલીસ કોન્સ્ટેબલ ભરતી
ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ (UPPRPB) ના અધ્યક્ષ, રેણુકા મિશ્રા, જે 1990-બેચના DGP રેન્કના IPS અધિકારી છે, તેમને પેપર લીક બાદ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમને ફરજિયાત રાહ જોવા પર મૂકવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના ડીજીપીના કાર્યાલય સાથે જોડાયેલા છે. મિશ્રાએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતે ચર્ચા કરવા માંગતા નથી.

2023 બિહાર પોલીસ કોન્સ્ટેબલ ભરતી
પોલીસે નિવૃત્ત ડીજીપી સંજીવ કુમાર સિંઘલ સામે વિભાગીય કાર્યવાહીની ભલામણ કરી હતી. નિવૃત્તિ પછી તેઓ સેન્ટ્રલ કોન્સ્ટેબલ સિલેક્શન બોર્ડ (CSBC) ના વડા હતા. પેપર લીક બાદ તેમના પર કથિત બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સિંઘલે કહ્યું હતું કે તેઓ “યોગ્ય સમયે” આ મામલાનો ઉકેલ લાવશે.

2022 RPSC
રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC) ના સભ્ય બાબુલાલ કટારાની વરિષ્ઠ શિક્ષક ભરતી કેસના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી અને જાન્યુઆરી 2024 માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદ નોંધાવી છે. કટારા ન્યાયિક કસ્ટડીમાં છે અને ટ્રાયલ ચાલી રહી છે.

2021 REET લેવલ-2
ત્યારબાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે શિક્ષક પાત્રતા કસોટી (REET) પેપર લીક કેસમાં રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (RBSE) ના અધ્યક્ષ ડી.પી. જરોલીને તેમના પદ પરથી હટાવ્યા હતા. RBSE સચિવ અરવિંદ કુમાર સેંગવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા અને નવેમ્બર 2022 માં તેમને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ મામલાની તપાસ કરી રહ્યું છે. જરોલીએ કહ્યું, “મને રાજકીય ષડયંત્રના ભાગ રૂપે દૂર કરવામાં આવ્યો હતો. સેંગવા સાથે પણ અન્યાય કરવામાં આવ્યો હતો.”

2021 UKSSSC
IAS અધિકારી એસ. રાજુએ 5 ઓગસ્ટ, 2022 ના રોજ ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન (UKSSSC) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું. તેમણે ભરતી પરીક્ષા પેપર લીક કેસ માટે “નૈતિક જવાબદારી” લીધી. 1984 બેચના નિવૃત્ત અધિકારી રાજુ સપ્ટેમ્બર 2016 થી કમિશનના અધ્યક્ષ હતા. આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

IAS અધિકારી એસ.રાજુએ કહ્યું કે રાજીનામું તેમનો વ્યક્તિગત નિર્ણય હતો. તેમણે અગાઉના પરીક્ષા પરિણામો અને લીક થયેલી પરીક્ષામાં શંકાસ્પદ માર્ક્સ ધરાવતા ઉમેદવારોની યાદી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ને સુપરત કરી હતી, જેણે કેસનો પર્દાફાશ કરવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું, “મેં છેતરપિંડી વિરોધી કાયદો તૈયાર કર્યો હતો, જેનો સરકારે અમલ કર્યો.”

2021 UPTET
ઉત્તર પ્રદેશ પરીક્ષા નિયમનકારી સત્તામંડળના સચિવ સંજય કુમાર ઉપાધ્યાય પર UP શિક્ષક પાત્રતા પરીક્ષા (UPTET) પેપર લીક કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો. સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું અને તેમને સંયુક્ત નિયામકના પદ પર બઢતી આપવામાં આવી હતી. પોલીસે 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે, અને કેસ ચાલુ છે. ઉપાધ્યાયે કહ્યું, “વિભાગીય તપાસમાં મારા વિરુદ્ધ કોઈ આરોપ સાબિત થયા નથી.”

2021 RPSC
RPSC સભ્ય રામુરામ રૈકાની સબ-ઇન્સ્પેક્ટર ભરતી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હાલમાં જામીન પર છે. તેમણે ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.

2018 UP શિક્ષક ભરતી
UPPSC પરીક્ષા નિયંત્રક અંજુ લતા કટિયારને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને કથિત બેદરકારી બદલ ધરપકડ કરવામાં આવી હતી. 2019 થી આ કેસ ઓછામાં ઓછો 202 વખત મુલતવી રાખવામાં આવ્યો છે.

અંજુને બાદમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને રાજ્ય મહેસૂલ પરિષદમાં પોસ્ટ કરવામાં આવી હતી. અંજુએ આરોપોને “પાયાવિહોણા” ગણાવ્યા અને ન્યાયિક પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો, એમ કહીને કે ઝડપી ટ્રાયલ “સત્યને ઉજાગર કરશે અને ન્યાય સુનિશ્ચિત કરશે.”

2015 UPPSC
ઓક્ટોબર 2015 માં, અલ્હાબાદ હાઈકોર્ટે UPPSC ચેરમેન અનિલ યાદવની નિમણૂક રદ કરી. અનિલે કોઈપણ ખોટું કામ કરવાનો ઇનકાર કર્યો, આરોપોને “પ્રચાર” ગણાવ્યા અને કહ્યું કે તે “કોઈપણ કોર્ટમાં સાબિત થયા નથી.”