HomeGujaratવડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા, હજીરાના L&T પ્લાન્ટમાં સંરક્ષણ અને ગ્રીન એનર્જી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા, હજીરાના L&T પ્લાન્ટમાં સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ

Date:

Related stories

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...
spot_img

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (5 જૂન) સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ઉત્પાદન કેન્દ્ર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત વિકસિત થઈ રહેલા અદ્યતન સંરક્ષણ સાધનો તેમજ ગ્રીન એનર્જી સંબંધિત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું અવલોકન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5 જૂન, 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે તેઓ સુરત આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે હજીરા સ્થિત એલ એન્ડ ટીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ વિવિધ હથિયારોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ ‘મિશન લાઈફ’ પહેલ હેઠળ 100 ટકા ટકાઉ અને પ્લાસ્ટિક મુક્ત અભિગમ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કૃતિ પટેલ દ્વારા નિર્મિત વિશેષ ગ્રીન બેકડ્રોપ આ આયોજનનું મુખ્ય આકર્ષણ છે, જે ગુજરાતની પર્યાવરણીય સભાનતા અને ટકાઉ પદ્ધતિઓ પ્રત્યેની નિષ્ઠાને પ્રદર્શિત કરે છે. સમગ્ર કાર્યક્રમમાં ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો એક મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો છે.

આજે 5 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કેટલાક BRTS અને સિટી બસ રૂટમાં ફેરફાર તેમજ ડાયવર્ઝન કરવામાં આવશે. સદર કાર્યક્રમ અંતર્ગત અમલમાં મુકાયેલા રૂટ ફેરફારો અને ડાયવર્ઝન કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી યથાવત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તથા ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી સૂચના પ્રાપ્ત થતાં તમામ BRTS અને સિટી બસ રૂટો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. શહેરીજનોને સહકાર આપવા અને મુસાફરી પૂર્વે જરૂરી માહિતી મેળવવા ચકાસી લેવા અનુરોધ કરાયો છે.

આજે 5 જૂન 2026ના રોજ સુરતમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન તેમના જીવનચરિત્ર આધારિત વિશેષ પેઈન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને પ્રતિબિંબિત કરતી આ કલાત્મક કૃતિઓ સામાન્ય જીવનથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીની યાત્રાને જીવંત બનાવે છે.

Subscribe

Latest stories

spot_img