Home Blog Page 66

ડાંગ-તાપી-નવસારીમાં વરસાદની શક્યતા, રાજ્યના મોટા ભાગમાં ગરમીનો પ્રકોપ યથાવત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બફારા અને કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જોકે, કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. બીજી તરફ રાજ્યભરના ખેડૂતો અને નાગરિકો હવે ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ભારતમાં 4 જૂનથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસું ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હોવાથી હવે રાજ્યમાં પણ તેના આગમનને લઈને આશા વધી છે. ખાસ કરીને ખેડૂતો વાવણીની તૈયારી સાથે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ 8, 9 અને 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મુખ્યત્વે શુષ્ક હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

  • 8 જૂનના રોજ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
  • 9 જૂનના રોજ પણ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
  • 10 જૂનના રોજ પણ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દક્ષિણપશ્ચિમ ચોમાસું આગામી બે-ત્રણ દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ તેમજ ઉત્તરપૂર્વ ભારતના વધુ વિસ્તારોમાં આગળ વધશે. ત્યારબાદના ચારથી પાંચ દિવસ દરમિયાન તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિતના વિસ્તારોમાં પણ ચોમાસાની પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

હાલ અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય છે અને ગોવાના તમામ વિસ્તારોને કવર કરી ચૂક્યું છે. તેમજ બંગાળની ખાડી તરફની બ્રાન્ચ પણ ઉત્તરપૂર્વના રાજ્યો સુધી પહોંચી ગઈ છે. જોકે, આંતરરાષ્ટ્રીય હવામાન મોડેલો અનુસાર ગુજરાતમાં 17-18 જૂન પહેલાં વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે.

હવામાન વિભાગના મોડેલો સૂચવે છે કે 12થી 14 જૂન દરમિયાન ગુજરાતની આસપાસ એક હવામાનીય સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સિસ્ટમના પ્રભાવથી 18થી 19 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ તેજ બનવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે.

રાજ્યના ખેડૂતો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે વરસાદની શરૂઆત સાથે જ ખરીફ પાકની વાવણીને વેગ મળશે અને ગરમીથી પણ રાહત મળશે.

KYC નિયમોના ઉલ્લંઘન બદલ કેનેરા બેંક પર RBIનો દંડ, ₹41.8 લાખની પેનલ્ટી ફટકારી

0

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નિયમોનું પાલન કરવામાં ખામી બદલ કેનેરા બેંક સામે કાર્યવાહી કરતાં ₹41.8 લાખનો દંડ ફટકાર્યો છે. બેંકની 31 માર્ચ, 2025 સુધીની નાણાકીય સ્થિતિના આધારે કરવામાં આવેલી સુપરવાઇઝરી ઇવેલ્યૂશન (ISE 2025) દરમિયાન કેટલીક ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી.

RBIના જણાવ્યા મુજબ, કેનેરા બેંકે કેટલાક ગ્રાહકોના KYC (નો યોર કસ્ટમર) રેકોર્ડ નિર્ધારિત સમયમર્યાદામાં સેન્ટ્રલ KYC રેકોર્ડ્સ રજિસ્ટ્રી (CKYCR)માં અપલોડ કર્યા નહોતા. આ ઉપરાંત બેંકે કેટલાક ખાતાઓને ‘ઇનઓપરેટિવ’ તરીકે વર્ગીકૃત કર્યા હતા, જ્યારે તે ખાતાઓમાં ખાતાધારકો દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.

રિઝર્વ બેંકે આ ખામીઓને બેંકિંગ નિયમો અને માર્ગદર્શિકાના ઉલ્લંઘન તરીકે ગણાવી કાર્યવાહી કરી છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ દંડનો સંબંધ નિયમનકારી પાલનમાં થયેલી ખામી સાથે છે અને તેનો ગ્રાહકોના ખાતા અથવા વ્યવહારો પર કોઈ સીધો પ્રભાવ પડશે નહીં.

બેંકિંગ ક્ષેત્રમાં પારદર્શિતા અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે RBI સમયાંતરે બેંકોની કામગીરીની સમીક્ષા કરે છે અને નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં જરૂરી પગલાં લે છે.

પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખુશીઓનો માહોલ: ત્યજી દેવાયેલી બાળકી બની ‘કશિશ’

0

સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ખાખી વર્દી પાછળ છુપાયેલા સંવેદનશીલ હૃદયનું એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશન એક પવિત્ર ઘરના આંગણા જેવું મંગલમય બની ગયું, કારણ કે રસ્તા પર ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી માટે સુરત પોલીસ ‘માવતર’ બનીને વહારે આવી છે.

‘કશિશ’ ને માવતર તરીકે મળી સુરત પોલીસ
પાંડેસરા પોલીસે ત્યજી દેવાયેલી બિનવારસી માસૂમ બાળકીને પોતાની દીકરી ગણીને સ્વીકારી છે. વધુમાં, પાંડેસરા પોલીસ સ્ટેશનના પરિસરમાં જ બાળકીની ‘છઠ્ઠી’ ધામધૂમથી ઉજવી અને તેનું નામ રાખ્યું ‘કશિશ’. આમ, સુરત પોલીસ દ્વારા ફરી એકવાર અનોખું ઉદાહરણ પૂરું પાડતા સમાજ માટે માનવતાની મહેક પ્રસરાવી છે.

રસ્તા પરથી મળી હતી ત્યજી દેવાયેલી બાળકી
થોડા દિવસો અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ફૂલ જેવી માસૂમ બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને બાળકીને બચાવીને સારવાર અર્થે ડોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલમાં 14 દિવસની સઘન સારવાર બાદ જ્યારે આ બાળકી બિલકુલ સ્વસ્થ થઈ, ત્યારે પોલીસ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ‘છઠ્ઠી’
દુનિયાની નજરે જે બાળકી અનાથ હતી, તેને સુરત પોલીસ પરિવારે એકસૂરે સ્વીકારી લીધી હતી. હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ બાળકીના જન્મના છઠ્ઠા દિવસે પોલીસ સ્ટેશનમાં જ ‘છઠ્ઠી વિધિ’ નું આયોજન કરવામાં આવ્યું ડતું. આ મંગલ પ્રસંગે પાંડેસરા પોલીસ મથકને ફૂલો અને આસોપાલવના તોરણોથી ઘરની જેમ જ શણગારવામાં આવ્યું. ACP ઝવેર દેસાઈ અને PI કે.ડી.જાડેજા સહિત તમામ કર્મચારીઓ એક પરિવારની જેમ પૂજામાં બેઠા હતા.

‘કશિશ’ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કર્યું નામકરણ
વિધિ દરમિયાન ગોર મહારાજના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે આ દીકરીનું અત્યંત વહાલપૂર્વક “કશિશ” નામ રાખવામાં આવ્યું હતું. જ્યારે કશિશને પહેલીવાર પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે તેના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને કંકુ પગલાં પણ પાડવામાં આવ્યા હતા. ACP, PI અને તમામ સ્ટાફે દીકરીને હીંચકામાં ઝુલાવી, જ્યારે મહિલા પોલીસકર્મીઓએ દીકરીને ખોળામાં રમાડીને હાલરડા ગાતા વાતાવરણ ભાવુક બની ગયું Sતું.

ફિલિપાઇન્સમાં ભૂકંપથી ઓછામાં ઓછા 15 લોકોનાં મોત, 129 ઘાયલ

ફિલિપાઇન્સમાં આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. દેશની સિવિલ ડિફેન્સ ઑફિસે આપેલી માહિતી મુજબ, ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 129થી વધુ લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક સિવિલ ડિફેન્સ ઑફિસના ડાયરેક્ટર રોડ્રિગો સોસ્મેનાએ જણાવ્યું કે 15માંથી 12 લોકોનાં મોત સોકસ્કસર્જેન પ્રદેશમાં થયા છે. આ વિસ્તાર સાઉથ કોટાબેટો, સુલતાન કુદારાત, સારંગાની અને જનરલ સેન્ટોસ સિટી સહિત ચાર પ્રાંત અને એક શહેરમાં ફેલાયેલો છે. ભૂકંપના કારણે અનેક મકાનો અને માળખાંને નુકસાન પહોંચ્યું હોવાનું પણ જણાવાયું છે.

ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (PHIVOLCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપ બાદ મિંડાનાઓના છ વિસ્તારોમાં સુનામીના મોજાં નોંધાયા હતા. સ્થાનિક સમય મુજબ સવારે 7:42થી 8:45 વાગ્યા દરમિયાન દરિયાકાંઠે સુનામીની અસર જોવા મળી હતી. સૌથી ઊંચું મોજું 1.4 મીટર (4.6 ફૂટ) સુધી પહોંચ્યું હતું.

ભૂકંપ બાદ ધરતી હજુ પણ શાંત થઈ નથી. સંસ્થાના અહેવાલ મુજબ સ્થાનિક સમય પ્રમાણે સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 138 આફ્ટરશોક્સ નોંધાયા છે. આ આંચકાઓની તીવ્રતા 1.3થી લઈને 6.7 સુધીની રહી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. રાહત અને બચાવ ટીમો નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં ખડગેનો મોદી સરકાર પર પ્રહાર: કહ્યું “બંધારણ પર હુમલા ચાલુ છે”

0

આજે દિલ્હીમાં ભારત ગઠબંધનની બેઠક યોજાઈ રહી છે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં આયોજિત આ બેઠકમાં ત્રેવીસ પક્ષો ભાગ લઈ રહ્યા છે. ભારત ગઠબંધનની બેઠકમાં બોલતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “અમે 17 એપ્રિલ, 2026 ના રોજ લોકસભામાં નિર્ણાયક રીતે એકતા દર્શાવી હતી, જ્યારે વિપક્ષે સરકારના બંધારણ સુધારા બિલને પસાર થવામાં અવરોધ ઉભો કર્યો હતો.” તેમણે કહ્યું કે સરકારના કુશાસનને કારણે દેશ સામેના પડકારોનો સામનો કરવા માટે આપણે એકતાની આ ભાવના ચાલુ રાખવી જોઈએ.

બંધારણ પર હુમલા ચાલુ છે, અને તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજકીય વિરોધીઓને ડરાવવા માટે એક સાધન તરીકે થઈ રહ્યો છે. ખડગેએ કહ્યું કે બિન-ભાજપ સરકારો ભેદભાવનો સામનો કરી રહી છે, અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. પરીક્ષા પ્રણાલીના ઘોર ગેરવહીવટને કારણે લાખો યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓ તૂટી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ તેના પર ભાર મૂક્યા બાદ આ બેઠક યોજાઈ હતી. આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે તે ભારત ગઠબંધનનો ભાગ નથી. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, “અમે ભારત ગઠબંધનનો ભાગ ન હોવાથી, આ બેઠકમાં ભાગ લેવાનો કોઈ પ્રશ્ન જ નથી.” આ બેઠક બે વર્ષ પછી યોજાઈ રહી છે અને તેને વિપક્ષી એકતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાનની ધરપકડ, નેપાળ બોર્ડરેથી STFએ દબોચી લીધા

0

ફાલ્ટાના તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાનની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા તૃણમૂલ કોંગ્રેસના નેતા જહાંગીર ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે નેપાળ સરહદી વિસ્તારમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા દિવસોથી ફરાર રહ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જહાંગીર ખાન પર અનેક આરોપો હતા.
બંગાળ ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી જહાંગીર ફરાર હતો. તેની શોધ ચાલી રહી હતી. આખરે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ આજે ​​તેની ધરપકડ કરી. ચૂંટણી પહેલા SIR તરીકેના સમયથી જહાંગીર ખાન પર અનેક આરોપો હતા. તેમના પર BLO ને પ્રભાવિત કરવાનો અને મૃતકોના નામ યાદીમાં ઉમેરવાનો આરોપ હતો.

તેમના પર લોકોને ડરાવવાનો પણ આરોપ હતો
ભાજપના પ્રદેશ પ્રમુખ શમિક ભટ્ટાચાર્યએ પોતે તેમની વિરુદ્ધ વાત કરી. આ પછી, ચૂંટણી પહેલા વિસ્તારમાં ધાકધમકીનો આરોપ સામે આવ્યો. કમિશને ઉત્તર પ્રદેશના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અજય પાલ શર્માને ખાસ નિરીક્ષક તરીકે ડુંડી પોલીસ સ્ટેશન મોકલ્યા.

4 મેના રોજ બંગાળમાં ચૂંટણી પરિણામો જાહેર થયા પછી, જહાંગીર 21 મે સુધીમાં સંપૂર્ણપણે ‘અદૃશ્ય’ થઈ ગયો હતો. ચૂંટણીના બે દિવસ પહેલા જ તેણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારથી તે ફરાર હતો.

જહાંગીર ખાને કોર્ટમાં રક્ષણ માંગ્યું હતું, પરંતુ રાજ્યએ પણ તે રક્ષણ રદ કરવા માટે અરજી કરી હતી. આ બધી ઉથલપાથલ બાદ, જહાંગીર ખાને નેપાળ થઈને વિદેશ ભાગી જવાની યોજના બનાવી. તે આ યોજનામાં પણ નિષ્ફળ ગયો.

કોણ છે માનવ સુથાર? ડેબ્યૂ ટેસ્ટમાં 6 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ, ક્રિકેટ જગતમાં છવાયો

0

ભારતીય ક્રિકેટ જગતમાં વધુ એક યુવા સ્પિનરે ધમાકેદાર એન્ટ્રી કરીને ઈતિહાસ રચી દીધો છે. મુલ્લાનપુરમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં 23 વર્ષીય ડાબા હાથના સ્પિનર માનવ સુથારે પોતાની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી છે. માનવ સુથાર ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 319મો ખેલાડી બન્યો છે. પોતાની ડેબ્યૂ મેચની પ્રથમ ઇનિંગ્સમાં જ અફઘાનિસ્તાન સામે 6 વિકેટ ઝડપીને તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે જ તે ટેસ્ટ ડેબ્યૂમાં 5 કે તેથી વધુ વિકેટ લેનારો 10મો ભારતીય અને સ્પિનરોની યાદીમાં 7મો બોલર બની ગયો છે.

શ્રી ગંગાનગરથી ટીમ ઈન્ડિયા સુધીની સફર
માનવ સુથારનો જન્મ ૩ ઓગસ્ટ, 2002 ના રોજ રાજસ્થાનના શ્રી ગંગાનગર શહેરમાં થયો હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રાજસ્થાનની ટીમ તરફથી રમે છે. તેણે 17 ફેબ્રુઆરીના રોજ 2021-22 ની રણજી ટ્રોફીમાં આંધ્રપ્રદેશ સામે રમીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2022 માં મધ્યપ્રદેશ સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન તેણે પોતાની પ્રથમ T20 મેચ રમી હતી.

ઓલરાઉન્ડર તરીકે મજબૂત પ્રોફાઈલ
માનવ સુથાર મૂળભૂત રીતે એક બોલિંગ ઓલરાઉન્ડર છે. તે સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ (Slow Left-Arm Orthodox) સ્પિનર છે અને ડાબા હાથે બેટિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. સ્થાનિક સ્તરે પ્રભાવશાળી દેખાવ કર્યા બાદ તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ગુજરાત ટાઈટન્સ (GT) ટીમનો હિસ્સો બન્યો હતો. નોંધનીય છે કે ગુજરાત ટાઈટન્સની ટીમ આ વર્ષે IPL ની ફાઈનલમાં પણ પહોંચી હતી.

માનવ સુથારની અત્યાર સુધીની ક્રિકેટ કારકિર્દી
આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કરતા પહેલા માનવ સુથારનો ફર્સ્ટ-ક્લાસ અને સ્થાનિક ક્રિકેટમાં રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે. તેણે 29 ફર્સ્ટ-ક્લાસ મેચોની 62 ઇનિંગ્સમાં કુલ 129 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે ૩ વખત મેચમાં 10 વિકેટ અને 6 વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. એક ઇનિંગ્સમાં 8 વિકેટ એ તેનો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ છે.

માનવ સુથારે ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં ભારત A તરફથી UAE A સામે રમીને તેણે લિસ્ટ A કરિયરની શરૂઆત કરી હતી. તેણે 25 લિસ્ટ A મેચોમાં 34 વિકેટ લીધી છે, જેમાં 3/32 તેનો શ્રેષ્ઠ સ્કોર છે. અત્યાર સુધી રમેલી 29 T20 મેચોમાં તેણે કુલ 25 વિકેટ પોતાના નામે કરી છે.

IPLમાં પ્રદર્શન
માનવ સુથારે વર્ષ 2024 માં ગુજરાત ટાઈટન્સ તરફથી IPL ડેબ્યૂ કર્યું હતું, જોકે તે સિઝનમાં તેને માત્ર 1 મેચ રમવાની તક મળી હતી જેમાં તેણે એકપણ વિકેટ મળી ન હતી. વર્ષ 2026 ની આઇપીએલ સિઝનમાં તેના પર ભરોસો મૂકવામાં આવ્યો અને તેને 4 મેચ રમવાની તક મળી. આ દરમિયાન ૩ મેચમાં બોલિંગ કરીને તે 2 મહત્વની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

ભારતીય મૂળના દંપતીએ અમેરિકામાં રચ્યો ઇતિહાસ, હ્યુસ્ટનને આપ્યું કરોડોનું દાન

અમેરિકામાં એક જાણીતા ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક દંપતીએ ગ્રેટર હ્યુસ્ટન વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં તબીબી સેવાઓનો વિસ્તાર કરવા માટે 5.5 મિલિયન ડોલરનું દાન કર્યું છે.

બ્રિજ અગ્રવાલ અને તેમના પત્ની સુનીતા અગ્રવાલનું આ દાન સેન્ટ લ્યૂક હેલ્થ-સુગર લેન્ડ હોસ્પિટલના ક્લિનિકલ પ્રોગ્રામને મદદ કરશે. તેમજ પ્રાથમિક હેલ્થકેરની મર્યાદિત પહોંચ ધરાવતા શહેરમાં પ્રાયમરી કેર કમ્યુનિટી ક્લિનિક બનાવવામાં મદદ કરશે.

હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દાન હોસ્પિટલના ઇતિહાસમાં સૌથી મોટું વ્યક્તિગત દાન છે. સુગર લેન્ડમાં લાંબા સમયથી રહેતા આ દંપતીએ બિઝનેસમાં સફળતાની સાથે સાથે હેલ્થકેર, શિક્ષણ અને સમુદાય વિકાસના ક્ષેત્રમાં સમાજ સેવાનું કામ પણ કર્યું છે. છત્તીસગઢના વતની બ્રિજ અગ્રવાલ વર્ષ ૧૯૭૯માં હ્યુસ્ટન ગયા હતા. તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

અગ્રવાલ પરિવારે અગાઉ વર્ષ 2022માં સુગર લેન્ડ ખાતે યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનને ઉત્પાદન શિક્ષણ અને સંશોધન સુવિધાઓને સમર્થન આપવા માટે એક મિલિયન ડોલરનું દાન આપ્યું હતું.

અગાઉ પરિવારે હ્યુસ્ટન મેથોડિસ્ટ સુગર લેન્ડ હોસ્પિટલમાં હેલ્થકેર સંબંધિત પહેલોમાં પણ યોગદાન આપ્યું હતું. આ અંગે સુનિતા અગ્રવાલે જણાવ્યું કે આ યોગદાન તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સમુદાય પ્રત્યે પરિવારની કૃતજ્ઞતા દર્શાવે છે.

દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના ત્રણ વિમાનોને એકસાથે નુકસાન

0

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ભારે તોફાન અને વરસાદ દરમિયાન મોટી દુર્ઘટના ટાળી. રવિવારે તોફાન અને વરસાદ દરમિયાન એર ઇન્ડિયાના ત્રણ વિમાનોને એકસાથે નુકસાન થયું. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સાધનો અચાનક ખસી જવાને કારણે આ અકસ્માત થયો હતો.

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ અને ઇન્ડિગોના ગ્રાઉન્ડ સાધનો જોરદાર પવન અને વરસાદને કારણે ખસી ગયા હતા અને ટર્મિનલ 2 પર પાર્ક કરેલા એર ઇન્ડિયાના નેરો-બોડી વિમાનો સાથે અથડાયા હતા. દિલ્હી એરપોર્ટ પર અકસ્માતમાં ત્રણેય વિમાનોને નુકસાન થયું હતું, અને તેમને તાત્કાલિક સેવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

હવામાનમાં અચાનક ફેરફાર
એરપોર્ટ ઓપરેટરે જણાવ્યું હતું કે હવામાનમાં અચાનક ફેરફાર અંગે તેમને કોઈ પૂર્વ ચેતવણી મળી ન હતી. એર ઇન્ડિયાએ આ ઘટના પર સત્તાવાર રીતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ગુજરાતમાં બદલાશે વાતાવરણનો મિજાજ: ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતમાં ગરમીના કારણે લોકો ત્રાસી રહ્યાં છે, તેવામાં હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યાં છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે.

પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે. પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે. રાજ્યમાં આગામી ચાર દિવસોમાં વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. એટલું જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ છે, જેથી અરબ સમુદ્રમાંથી ભેજવાળા પવન ગુજરાત તરફ આવી શકે છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી 7 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે.

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત, ડાંગ, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને નવસારી સાથે સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં પણ આજે ભારે પવન પણ ફુંકાઈ શકે છે. ગીર સોમનાથ અને દીવમાં પણ દરિયાઈ ભેજવાળા પવનો આવી શકે છે. આ સાથે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.