Home Blog Page 652

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત બે જવાન શહીદ

0

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા. જેમાં બે જવાનોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં થઈ હતી.

સેનાએ બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી એકને સારવાર માટે નજીકની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે બાદમાં અન્ય એક સૈનિકે પણ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય બે અન્ય જવાનો ઘાયલ થયા છે.

Army in Action Mode in Kashmir: Encounter with Terrorists, Amit Shah Holds High-Level Meeting | કાશ્મીરમાં સેના એક્શન મોડમાં, એન્કાઉન્ટરમાં આતંકવાદી ઢેર, શાહે કરી હતી મીટિંગ

આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, પોલીસ અને સુરક્ષા દળો કામ પર લાગેલા છે. આ અથડામણમાં, આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી, કારણ કે આ વિસ્તારમાં હજુ પણ ફાયરિંગ ચાલુ છે. વધુ માહિતી પછી શેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એક તરફ બારામુલ્લામાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. ત્યાં બીજી તરફ કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત બે જવાન શહીદ થયા છે.

તેના ‘ઓપરેશન શાહપુરશાલ’ની વિગતો આપતા, વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઇન્ટેલિજન્સ ઇનપુટને પગલે કિશ્તવાડના ચટરુ વિસ્તારમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બપોરે 3.30 વાગ્યે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો અને ઓપરેશન “પ્રગતિ પર” હતું. અગાઉ પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચટરુ પોલીસ સ્ટેશન હેઠળના નાયડાગામ ગામની ઉપરની પહોંચમાં પિંગનાલ દુગ્ગાડા જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળોની સર્ચ પાર્ટીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા કિશ્તવાડમાં આ ઘટના બની હતી. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે અને ચૂંટણી સભાઓ ચાલી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (14 સપ્ટેમ્બર) ડોડામાં એક જાહેર સભાને સંબોધવાના છે.

આ પણ વાંચો :-

૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૪: શનિવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુકને કારણે આવકમાં વઘારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મન દુઃખ ન થાય અેનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળે પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધામિક કાર્યનું આયોજન શકય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થય સારૂં રહેતું અનુભવાય.

મિથુનઃ

દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના-ભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાયો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખ‍વી. ભાગ્યનો સાથ ંમળતો જણાય છે.

કર્કઃ

નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખ‍વી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ

દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોઘ ઉભા થાય. પરિવારમાં લાગણી શીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યાઃ

પુત્ર-પૌત્રાદી તરફ થી સ્નેહ વઘતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શકય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ

આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બયતી અને ધંઘામાં પ્રગતિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન સન્માનમાં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ

મોજશોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની તબિયત ની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુંટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતાં મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધનઃ

આવક વઘતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ

ગુરૂ-ચન્દ્નાં સુભગ સમન્વયને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતાં મળતી જણાય. પાન સોપારી, દૂધ, ખેડૂત, માછીમારો જેવા ધંઘામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ

મન અશાંત રહે, અેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેતી રહેવું.

મીનઃ

મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉધરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન મકાન, દાલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. ઓરોગ્યનું ધ્યાન રાખવું.

ગણેશ વિસર્જન દરમિયાન દહેગામ પાસે મેશ્વો નદીમાં 10 ડૂબ્યાં, 5ના મોત

0

ગાંધીનગરમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અનેક જગ્યાએ ઘટિત ઘટનાઓ બની હોય તેનું સામે આવ્યું છે. દહેગામના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, તેમાંથી પાંચ યુવાનોની લાશોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે પરંતુ હજુ વધુ યુવાનોની શોધખોળ ચાલી રહી છે.

Tamil Nadu: 7 drown in river near Nellikuppam in…

ઉલ્લેખનીય છે કે, ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા યુવાનો વિસર્જન થાયએ પહેલા જ નદીમાં ઘરકાવ થઈ ગયાં હતાં. અત્યારે ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડ તંત્ર તેમજ તરવૈયાઓની ટીમોએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. આ સાથે ગ્રામજનોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડતા ભારે શોકનો માહોલ છવાયો છે. ગણપતિ વિસર્જનની ઘટના શોકમાં ફેરવાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહીં છે. ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.

નોંધનીય છે કે, ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યાનો વીડિયો સામે આવ્યો છે. એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો માતા, 2 પુત્ર સહિત પરિવારના 4 સભ્યો ડૂબ્યા હતા. ગોઝારી ઘટનાને લઈને પાટણમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી પ્રમાણે 4 કલાકની શોધખોળ બાદ નદીમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ચારેય લોકો એક પરિવારના હોવાનું પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો :-

સુરતની સ્મીમેર હોસ્પિટલના મહિલા રેસિડન્ટ ડૉકટરનું ડેન્ગ્યુથી મોત

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિક સુરત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનું ડેન્ગ્યુ થવાથી મૃત્યુ નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મનપા સંચાલિત હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ધારા ચાવડા નામના તબીબને ડેન્ગ્યુ થયો હતો. જેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારે તેમનું સારવાર દરમિયાન જ મૃત્યું નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં અનરાધાર વરસાદ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમદાવાદમાં રહેતી ૨૪ વર્ષીય ડો. ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં એનેસ્થેસીયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સ્મીમેરમાં એનેસ્થેસીયા વિભાગમાં ફરજ બજાવતી હતી. જોકે તેને બે – ત્રણ દિવસથી તાવ આવતો હતો. તેની તબિયત વધુ પડતા સારવાર માટે મંગળવારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં આજે વહેલી સવારે તેનું મોત થયું હતું.

મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મહિલા ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમા મોત થયુ છે. જે હોસ્ટેલમાં ડો ધારા ચાવડા રહેતા હતા ત્યાં ગંદકીની ભરમાર જોવા મળે છે. હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ ગટર ઊભરાતી નજરે આવી છે. જયાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે. દારૂની બોટલો મળી આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં સપડાઈ ચૂકી છે. રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કોલ ગર્લ બોલાવતા મોટો વિવાદ થયો હતો. જ્યારે અન્ય રેસિડેન્ટ ડોક્ટર્સ દારૂના નશામાં પણ મળી આવ્યા હતા. જો કે, અગાઉની ઘટનાઓ પરથી પણ હોસ્પિટલ તંત્રે કોઈ બોધપાઠ ન લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે ફરી એકવાર ગંદકીનાં ઢગલાંમાંથી બિયરનાં ટીન મળી આવ્યા છે. સાથે જ હોસ્પિટલમાં ગંદકીમાંનાં કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા હોવાનાં પણ આરોપ થઈ રહ્યા છે. આ મામલે હવે હોસ્પિટલ તંત્ર અને સુરત કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો :-

હરિયાણામાં કોંગ્રેસ માટે આફત બનશે કેજરીવાલના જામીન?

0

સુપ્રીમ કોર્ટે આબકારી નીતિ કૌભાંડ સંબંધે CBI દ્વારા નોંધવામાં આવેલા ભ્રષ્ટાચાર મામલામાં શુક્રવારે દિલ્હીના CM કેજરીવાલને જામીન આપ્યા છે. કેજરીવાલને જામીન આપ્યા પછી આપ પાર્ટીના હરિયાણા એકમ પ્રમુખ સુશીલ ગુપ્તાએ કહ્યું હતું કે પાર્ટીપ્રમુખ રાજ્યમાં ચૂંટણીપ્રચાર કરશે.

डरा हुआ तानाशाह, एक मरा हुआ लोकतंत्र बनाना चाहता है' केजरीवाल की गिरफ्तारी पर बोले राहुल गांधी | rahul gandhi first reaction on Arvind Kejriwal arrested by ed in Delhi liquor Scam

સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલને જામીન આપવાના ચુકાદાની પ્રશંસા કરતાં આપ અધ્યક્ષ ગુપ્તાએ કહ્યું હતું કે અમે હવે બે ગણી શક્તિ સાથે ચૂંટણી લડીશું. કેજરીવાલ જલદીથી રાજ્યમાં ચૂંટણી અભિયાન શરૂ કરશે. રાજ્યમાં પાંચ ઓક્ટોબરે થનારી વિધાનસભાની ચૂંટણીમાં આપ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. ભાજપને સત્તામાંથી બહાર કરવાની લોકો રાહ જોઈ રહ્યા છે, લોકો બદલાવ ઇચ્છે છે. લોકો એક ઇમાનદાર સરકાર ચૂંટવા ઇચ્છે છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યમાં હવે આપ પાર્ટી પહેલાંથી ક્યાંય મજબૂતીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. જોકે રાજ્યોમાં આપ મજબૂતીથી ચૂંટણી લડી છે, ત્યાં કોંગ્રેસને નુકસાન થયું છે, એમ ઇતિહાસ કહે છે. આ વાત કોંગ્રેસને મુશ્કેલીમાં નાખી શકે છે. રાજ્યમાં પાછલી વિધાનસભા ચૂંટણીઓમાં આપનો રેકોર્ડ ખાસ નથી. આ વખતે પણ પાર્ટી મતની ટકાવારીમાં વધારો કરી શકે છે. રાજ્યમાં મોટા ભાગની સીટો પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે થવાની સંભાવના છે. આ સિવાય દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેવા નાના-નાના પક્ષો પણ ચૂંટણી પરિણામો પર અસર પાડી શકે છે. રાજકીય પંડિતોનું માનવું છે કે આપના ચૂંટણીપ્રચારથી ભાજપવિરોધી મતો વહેંચાશે, જેનાથી કોંગ્રેસને નુકસાન અને ભગવા દળને લાભ થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

સુરતમાં 4 કરોડનું ડુપ્લીકેટ ગુટકા અને તમાકુનો મુદ્દામાલ જપ્ત

સુરત: શહેર પોલીસની પીસીબી-એસઓજી બ્રાન્ચ દ્વારા સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ ખાતે પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં રેડ કરી ડુપ્લીકેટ ગુટકાનો રૂ. 4 કરોડથી વધુનો જથ્થો ઝડપી લીધો છે. ડુપ્લીકેટ ગુટકાનો જથ્થો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી ગોડાઉનમાં લાવી અહીં પેક કરી અન્ય સ્થળોએ મોકલાતો હતો. પોલીસે આ પ્રકરણમાં કુલ રૂ. 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણને ઝડપી પાડી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સણિયા હેમાદ ગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયા શક્તિ લોજિસ્ટીકના ગોડાઉનમાં એસઓજીએ રેડ કરી હતી. જેમાંથી દિલ્હીથી લવાયેલા ડુપ્લીકેટ તમાકુ મિશ્રિત ગુટખા, પાન મસાલાના પાઉચ પૈકી ગુટખઆના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાય શકે તે રીતે ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોન વર્ડ વોર્નિંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઈ છાપ કે છબી છાપેલ નહોતી. અંગ્રેજી કે ભારતી ભાષઆમાં ચેતવણીની નહોતી.

તમામ જથ્થો દિલ્હીના વોન્ટે આરોપી મહાવીર રખારામ નૈણ દ્વારા ગોડાઉનમાં મોકલવામાં આવ્યો હતો. પાંચ ટ્રાન્સપોર્ટના વાહનમાં જથ્થો મોકલાયો હતો. સુરતથી આ જથ્થો અનિલ ઉર્ફે અભિષેક યાદવના કહેવાથી મુંબઈ ખાતે મોકલવામાં આવનાર હતો. જેથી પોલીસે સંજય સિતારમા શર્મા, સંદિપ જયવિર નૈણ, વિશાલ રાજીવકુમાર જૈન, સખારામ નૈણ અને અનિલ ઉર્ફે અભિષેક યાદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

માનવ ઇતિહાસમાં પ્રથમ વખત અંતરિક્ષમાં અમારા માણસની સ્પેસવોક

0

સ્પેસએક્સના પોલારિસ ડોન મિશને નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વખત સામાન્ય નાગરિકોએ પૃથ્વીથી 737 કિલોમીટર ઉપર અવકાશમાં સ્પેસવોક કર્યું છે. અપોલો મિશન પૂર્ણ થયાના 50 વર્ષ બાદ આવું અનોખું કાર્ય થઈ રહ્યું છે. મિશન કમાન્ડર જેરેડ ઇસાકમેને નવા અદ્યતન દબાણયુક્ત સૂટમાં પ્રથમ સ્પેસવોક કર્યું હતું. તેનો ઐતિહાસિક વિડીયો સામે આવ્યો છે.

स्पेसवॉक क्या है? (ग्रेड 5-8) - NASA

પોલારિસ ડોન મિશનમાં, ચાર લોકો ડ્રેગન ક્રૂ કેપ્સ્યુલમાં અવકાશમાં ગયા છે. આ મુસાફરોના નામ છે કમાન્ડર જેરેડ ઈસાકમેન, પાઈલટ સ્કોટ ‘કિડ’ પોટીટ, મિશન સ્પેશિયાલિસ્ટ સારાહ ગિલિસ અને અન્ના મેનન. Isaacman એક ધનિક ઉદ્યોગસાહસિક છે. તે આ મિશન માટે ફંડિંગ પણ કરી રહ્યો છે. પોટીટ યુએસ એરફોર્સના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ કર્નલ છે. ગિલિસ અને મેનન બંને સ્પેસએક્સ એન્જિનિયર છે. આઇઝેકમેન અને ગિલિસે પ્રથમ ખાનગી સ્પેસવોકનું સંચાલન કર્યું હતું.

સ્પેસએક્સ કોમેન્ટેટર કેટ ટાઈસે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના આંખના પલકારમાં થઈ ગઈ હતી. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે, આજની સફળતા કોમર્શિયલ સ્પેસ ઈન્ડસ્ટ્રીને નવી ઊંચાઈએ લઈ જશે. સ્પેસએક્સના ફાઉન્ડર અને સીઈઓ ઇલોન મસ્કે જણાવ્યું કે, તેમનું ટારગેટ બ્રહ્માંડના રહસ્યોને ખોલવાનું છે. ગુરુવાર પહેલા 12 દેશોના 263 વ્યકિતઓએ સ્પેસવોક કરી હતી. આ મિશનના મુખ્ય ઉદ્દેશોમાં હાઈ એલ્ટિટયુડ ઓર્બિટ, ઈન સ્પેસ કોમ્યુનિકેશનની સાથે આરોગ્ય અંગે રિસર્ચ સામેલ છે.

પોલારિસ ડોન મિશન 26 ઓગસ્ટે લોન્ચ થવાનું હતું. જે પ્રી-ફ્લાઇટ ચેકઅપમાં ક્ષતિ જણાયા બાદ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારપછી 27 ઓગસ્ટે પ્રક્ષેપણ હિલિયમ લીક થવાને કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું. 28મીએ પ્લાન બનાવ્યો હતો પરંતુ હવામાને સહકાર આપ્યો ન હતો. SpaceX તેના પર લખ્યું હતું તેથી લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું. SpaceX એ 10 સપ્ટેમ્બર, 2024 ના રોજ પોલારિસ ડોન લોન્ચ કર્યું. કેપ કેનાવેરલથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આમાં ફાલ્કન-9 રોકેટની મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ગ્રેટર નોઇડામાં રમાનાર અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચ રદ

0

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ એક માત્ર ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવ્યા હતા. પરંતુ બંને દેશના ખેલાડીઓ અને ક્રિકેટ ફેન્સને નિરાશ થવું પડ્યું છે. સાથોસાથ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પણ એક નિરાશાજનક ઘટનાનો ઉમેરો થયો છે. ગ્રેટર નોઇડા ખાતે સોમવારથી શરુ થયેલ એક માત્ર ટેસ્ટ મેચ ચોથા દિવસ સુધી પણ શરુ ન થઇ શકતાં છેવટે મેચને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

યુવા ખેલાડીનું ભારત માટે રમવાનું સપનું તુટ્યું, BCCIએ ટીમમાં કર્યો બદલાવ | Sandesh

ગ્રેટર નોઇડામાં રમાનાર અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ વચ્ચેની એક માત્ર ટેસ્ટ મેચ માટે શુક્રવાર છેલ્લો દિવસ છે. જોકે રમત શરુ થવાની અને પ્રથમ બોલ ફેંકાવાની રાહ જોવાતી હતી. પ્રતિકૂળ હવામાન અને નબળી સગવડો જોતાં એવું લાગી રહ્યું હતું કે એક પણ બોલ ફેંકાયા વિના જ મેચ રદ થઇ શકે છે. છેવટે બોલ ફેંકાયા વિના જ મેચ રદ થઇ છે.

અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચ રદ થાય છે તો ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 91 વર્ષ બાદ આવી એક ઘટના બનશે. ભારતે ટેસ્ટ મેચની પ્રથમ વખત યજમાની 1933 માં કરી હતી ત્યારથી લઇને આવી આ પ્રથમ ઘટના હશે. વિશ્વમાં આવી ઘટનાઓ કુલ સાત વખત બની છે. છેલ્લે 1998 માં ફૈસલાબાંદમાં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે મેચ એક પણ ફેંકાયા વિના રદ થઇ હતી.

આ પણ વાંચો :-

અમે ચીન સાથેની 75 ટકા સમસ્યાઓ ઉકેલી લીધી છે: વિદેશ મંત્રી એસ જયશંકર

0

ચીન અને ભારત વચ્ચે વર્તમાન પરિસ્થિતિ શું છે અને કેટલા ટકા સમસ્યાઓ ઉકેલાઈ છે? આ પ્રશ્નનો જવાબ વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે (12 સપ્ટેમ્બર, 2024) આપ્યો હતો. જયશંકરે કહ્યું કે ચીન સાથેની લગભગ 75 ટકા છૂટાછેડાની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે. પરંતુ સૌથી મોટો મુદ્દો સરહદ પર વધી રહેલા લશ્કરીકરણનો છે.

Gujarati News 13 September 2024 LIVE: અમે ચીન સાથેની 75 ટકા સમસ્યાઓ ઉકેલી લીધી છે : વિદેશ મંત્રી એસ જયશંકર

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના સૈન્ય અવરોધને ઉકેલવા માટે ભારતીય અને ચીની રાજદ્વારીઓ દ્વારા કેટલીક પ્રગતિના સંકેતો દર્શાવ્યાના બે અઠવાડિયા પછી વિદેશ પ્રધાનનું નિવેદન આવ્યું છે.

જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. સરહદ પર બંને દેશોની સેનાઓની એકબીજાની નિકટતા એક મોટો મુદ્દો છે. તેમણે એમ પણ કહ્યું કે જો સીમા વિવાદ ઉકેલાય તો ભારત-ચીન સંબંધોમાં સુધારો શક્ય છે.

જયશંકરની સ્વિટ્ઝર્લેન્ડની બે દિવસીય મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન તેઓ ચીનના વિદેશ મંત્રી વાંગ યીને પણ મળશે. ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સૌથી નીચા સ્તરે છે. 2020થી લદ્દાખમાં બંને દેશોની સેનાઓ સામસામે છે. જો કે, ફેબ્રુઆરી 2021થી દળો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે હજુ પણ ચાલુ છે. જિનીવા સેન્ટર ફોર સિક્યોરિટી પોલિસીમાં બોલતા જયશંકરે સરહદ પરથી સૈનિકો પાછા હટાવવા અને બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે શાંતિને મહત્વપૂર્ણ ગણાવી હતી.

આ પણ વાંચો :-

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર ઘમસાણ, 300 પોલીસ કર્મચારીઓ તૈનાત

0

શિમલામાં પ્રદર્શન પછી હવે મંડીમાં પણ હિન્દુ સંગઠનો પ્રદર્શન માટે રસ્તા પર ઊતરી આવ્યા છે. જોકે મંડીમાં ગેરકાયદે મસ્જિદને સીલ કરવાનો આદેશ ડેપ્યુટી કમિશનરે આપ્યો છે. આ વિસ્તારમાં મસ્જિદને લઈને ઘણો વિવાદ થઈ રહ્યો છે.

હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુએ પણ સર્વપક્ષીય બેઠક યોજી છે. CM એ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, શિમલા વિવાદનો કાનૂની ઉકેલ પણ શોધી કાઢવામાં આવશે. આના કારણે પ્રવાસનને પણ ઘણી અસર થઈ છે. તેમણે કહ્યું કે, જો ક્યાંય ગેરકાયદે બાંધકામ થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કમિટી બનાવવાની વાત પણ કરી છે.

મંડીના જેલ રોડ પર બનેલી મસ્જિદની એક દીવાલને PWD અને મસ્જિદના લોકોએ પાડી દીધી હતી. મસ્જિદની દીવાલ અને રૂમોનો ગેરકાયદે હિસ્સો પોલીસની હાજરીમાં તોડી પાડવામાં આવી હતી. આરોપ છે કે મસ્જિદની દીવાલ PWDની જમીન પર બનાવવામાં આવી હતી અને એ વિસ્તારના લોકો એનો વિરોધ કરી રહ્યા હતા. આ મસ્જિદનો કેસ મંડી નગર કમિશનરના કોર્ટમાં ચાલી રહ્યો હતો. જોકે નગર નિગમ કોર્ટના ચુકાદા પહેલાં મસ્જિદની દીવાલને તોડવામાં આવી એ મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ થયું હતું એનો પુરાવો છે.

આ પહેલા હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને લઈને ઘણો હોબાળો થયો હતો. દરમિયાન, સ્થાનિક મુસ્લિમ કલ્યાણ સમિતિએ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને અનધિકૃત ભાગને સીલ કરવા વિનંતી કરી હતી. એટલું જ નહીં, મુસ્લિમ કલ્યાણ સમિતિએ કોર્ટના આદેશ મુજબ મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની ઓફર પણ કરી હતી. કમિટીમાં મસ્જિદના ઈમામ અને વક્ફ બોર્ડ અને મસ્જિદ મેનેજમેન્ટ કમિટીના સભ્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-