Sunday, Mar 23, 2025

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર ઘમસાણ, 300 પોલીસ કર્મચારીઓ તૈનાત

2 Min Read

શિમલામાં પ્રદર્શન પછી હવે મંડીમાં પણ હિન્દુ સંગઠનો પ્રદર્શન માટે રસ્તા પર ઊતરી આવ્યા છે. જોકે મંડીમાં ગેરકાયદે મસ્જિદને સીલ કરવાનો આદેશ ડેપ્યુટી કમિશનરે આપ્યો છે. આ વિસ્તારમાં મસ્જિદને લઈને ઘણો વિવાદ થઈ રહ્યો છે.

હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુએ પણ સર્વપક્ષીય બેઠક યોજી છે. CM એ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, શિમલા વિવાદનો કાનૂની ઉકેલ પણ શોધી કાઢવામાં આવશે. આના કારણે પ્રવાસનને પણ ઘણી અસર થઈ છે. તેમણે કહ્યું કે, જો ક્યાંય ગેરકાયદે બાંધકામ થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કમિટી બનાવવાની વાત પણ કરી છે.

મંડીના જેલ રોડ પર બનેલી મસ્જિદની એક દીવાલને PWD અને મસ્જિદના લોકોએ પાડી દીધી હતી. મસ્જિદની દીવાલ અને રૂમોનો ગેરકાયદે હિસ્સો પોલીસની હાજરીમાં તોડી પાડવામાં આવી હતી. આરોપ છે કે મસ્જિદની દીવાલ PWDની જમીન પર બનાવવામાં આવી હતી અને એ વિસ્તારના લોકો એનો વિરોધ કરી રહ્યા હતા. આ મસ્જિદનો કેસ મંડી નગર કમિશનરના કોર્ટમાં ચાલી રહ્યો હતો. જોકે નગર નિગમ કોર્ટના ચુકાદા પહેલાં મસ્જિદની દીવાલને તોડવામાં આવી એ મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ થયું હતું એનો પુરાવો છે.

આ પહેલા હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને લઈને ઘણો હોબાળો થયો હતો. દરમિયાન, સ્થાનિક મુસ્લિમ કલ્યાણ સમિતિએ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને અનધિકૃત ભાગને સીલ કરવા વિનંતી કરી હતી. એટલું જ નહીં, મુસ્લિમ કલ્યાણ સમિતિએ કોર્ટના આદેશ મુજબ મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની ઓફર પણ કરી હતી. કમિટીમાં મસ્જિદના ઈમામ અને વક્ફ બોર્ડ અને મસ્જિદ મેનેજમેન્ટ કમિટીના સભ્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

Share This Article