સુરત: શહેર પોલીસની પીસીબી-એસઓજી બ્રાન્ચ દ્વારા સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ ખાતે પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં રેડ કરી ડુપ્લીકેટ ગુટકાનો રૂ. 4 કરોડથી વધુનો જથ્થો ઝડપી લીધો છે. ડુપ્લીકેટ ગુટકાનો જથ્થો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી ગોડાઉનમાં લાવી અહીં પેક કરી અન્ય સ્થળોએ મોકલાતો હતો. પોલીસે આ પ્રકરણમાં કુલ રૂ. 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણને ઝડપી પાડી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સણિયા હેમાદ ગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયા શક્તિ લોજિસ્ટીકના ગોડાઉનમાં એસઓજીએ રેડ કરી હતી. જેમાંથી દિલ્હીથી લવાયેલા ડુપ્લીકેટ તમાકુ મિશ્રિત ગુટખા, પાન મસાલાના પાઉચ પૈકી ગુટખઆના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાય શકે તે રીતે ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોન વર્ડ વોર્નિંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઈ છાપ કે છબી છાપેલ નહોતી. અંગ્રેજી કે ભારતી ભાષઆમાં ચેતવણીની નહોતી.
તમામ જથ્થો દિલ્હીના વોન્ટે આરોપી મહાવીર રખારામ નૈણ દ્વારા ગોડાઉનમાં મોકલવામાં આવ્યો હતો. પાંચ ટ્રાન્સપોર્ટના વાહનમાં જથ્થો મોકલાયો હતો. સુરતથી આ જથ્થો અનિલ ઉર્ફે અભિષેક યાદવના કહેવાથી મુંબઈ ખાતે મોકલવામાં આવનાર હતો. જેથી પોલીસે સંજય સિતારમા શર્મા, સંદિપ જયવિર નૈણ, વિશાલ રાજીવકુમાર જૈન, સખારામ નૈણ અને અનિલ ઉર્ફે અભિષેક યાદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :-