Home Blog Page 650

‘શું રામ મંદિર પર બુલડોઝર ચાલશે?’ કોંગ્રેસના નેતાના નિવેદન પર બવાલ

0

દિલ્હીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા ઉદિત રાજે ફરી ‘રામ મંદિર પર બુલડોઝર‘ બોલીને વિવાદને જન્મ આપ્યો છે. અયોધ્યામાં એક છોકરી સાથે થયેલી ગેંગરેપની ઘટના મુદ્દે તેમણે આ ટિપ્પણી કરી હતી. દાવો કરાઈ રહ્યો છે કે, યુવતી રામ મંદિરમાં સફાઈ કર્મચારી છે. જોકે, અયોધ્યા પોલીસનું કહેવું છે કે આ ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. ઉદિત રાજની પોસ્ટ સામે ઘણા લોકોએ વાંધો દર્શાવ્યો હતો.

અયોધ્યા રામ મંદિર: સુવિધાઓ, ખર્ચ, ઉદ્ઘાટન, ફોટા, સમાચાર

પૂર્વ સાંસદ ઉદિત રાજે X પર આ નિવેદન આપતાં ઘણા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના યુઝર્સે આ ટિપ્પણીને Fake News તરીકે ગણાવી હતી અને અયોધ્યા પોલીસને ટેગ કરીને ઉદિત રાજ સામે કડક પગલાંની માંગ કરી હતી. એક યુઝરે કહ્યું, “આ વ્યક્તિ Fake News ફેલાવીને દેશની ભાવનાઓને ભડકાવવા પ્રયાસ કરી રહ્યા છે.” ઘણા યુઝર્સે ઉદિત રાજને ઉલ્લેખિત દુષ્કર્મની ઘટના અને રામ મંદિરના સંબંધ વિશે સ્પષ્ટતા કરવા માટે અયોધ્યા પોલીસનું નિવેદન બતાવ્યું. ચાલુ વર્ષની લોકસભા ચૂંટણીમાં ઉત્તર-પશ્ચિમ સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર હારી ગયેલા ઉદિત રાજને સોશિયલ મીડિયા પર પણ આક્ષેપોનો સામનો કરવો પડ્યો. લોકોએ કહ્યું કે, આ ઘટનાનું રામ મંદિરમાં કોઈ કનેક્શન નથી, કારણ કે આ ઘટના રામ મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર ઘટી છે અને તેમાં સંડોવાયેલા લોકો પીડિતાના પરિચિત હતા.

2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને હારેલા ઉદિત રાજને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે અયોધ્યા પોલીસનું નિવેદન બતાવતા કહ્યું કે, આ માણસ નકલી સમાચાર ફેલાવી રહ્યો છે. ઘણા લોકોએ કહ્યું કે આ ઘટના રામ મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર બની હતી અને તેને કેટલાક પરિચિતોએ અંજામ આપ્યો હતો. આમાં રામ મંદિરને કેમ ઉમેરવામાં આવી રહ્યું છે?

અયોધ્યા પોલીસે તુરંત જ એક નિવેદન જારી કર્યું, જેમાં અયોધ્યાના કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા દુષ્કર્મના કેસને રામ મંદિર સાથે જોડવાની માહિતી ભ્રામક ગણાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાના નિવેદન પરથી જાણવા મળ્યું કે, તે પોતાના ભૂતપૂર્વ પરિચિત મિત્રને અલગ-અલગ વખત મળવા ગઈ હતી. ત્યારબાદ તેના પરિચિત અને તેમના સાથીઓએ તેના પર યૌન શોષણ અને દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં બે સગીર સહિત કુલ 6 લોકો સામેલ છે, જેમાંથી એક શારિક અને બે કિશોરોને દુષ્કર્મના આરોપમાં અને વિનય પાસી, શિવા સોનકર, ઉદિત સિંહ અને સત્યમને અપમાનજનક વર્તનના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખનું ઈનામ આપીશ, શિંદે જૂથના ધારાસભ્ય

0

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની નેતૃત્વવાળી શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. સંજય ગાયકવાડે કહ્યું કે રાહુલ ગાંધી પછાત, આદિવાસીઓની અનામત ખતમ કરવા માંગે છે. જે પણ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

શિંદે જૂથના ધારાસભ્ય ગાયકવાડે કહ્યું હતું કે રાહુલ ગાંધી પછાત, આદિવાસીઓ અને અન્યો માટે અનામત ખતમ કરવા માગે છે અને તેથી જ તેઓ અનામત ખતમ કરવાની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્ર અને દેશમાં અનામતની માંગ ઉઠી રહી છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દેશમાં અનામત ખતમ કરવા માટે નિવેદન આપ્યું હતું.

બીજી તરફ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. બિટ્ટુએ કોંગ્રેસ નેતાને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘જો એજન્સીએ સૌથી પહેલા કોઈના સામે કાર્યવાહી કરવી જોઈએ તો તે રાહુલ ગાંધી છે. તેમનું નામ આતંકવાદીઓની યાદીમાં નંબર વન પર હોવું જોઈએ.

બુલઢાણાથી શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડનો વિવાદો સાથે લાંબો સંબંધ રહ્યો છે. તેમણે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમણે 1987માં વાઘનો શિકાર કર્યો હતો અને હવે તે પોતાના ગળામાં તે પ્રાણીનો દાંત પહેરેલો છે. આ પછી વન વિભાગે તેમની સામે ગુનો નોંધ્યો હતો. એટલું જ નહીં તે દાંત પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ. બાળકી રમતા રમતા 18 મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી. માળા ગળી જતા બાળકીને પેટમાં દુખાવો અને ઉલટીઓ થઇ હતી. પરિવાર બાળકીને સારવાર માટે ખસેડતા સમગ્ર હકીકત સામે આવી છે. તબીબો ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી માળા બહાર કાઢી. માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા. ડોક્ટરોએ આંતરડાની સર્જરી કરી બાળકનો જીવ બચાવી લીધો.

મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે. પિતા સાયકલ રીપેરીંગનું કામ કરે છે. દોઢ વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી, હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી. ત્યારબાદ બાળકીને ઉલ્ટી તથા પેટમાં દુઃખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા, 2-3 દિવસ ની સારવાર લીધા બાદ પણ દર્દી ને ઉલ્ટી તથા પેટનો દુઃખાવો બંધ થતો ન હતો.

બાળકીને લઈને ફરી દવાખાને લઇ ગયા જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી. જેથી બાળકીને લઈને પરિવાર ગત 27/08/24 ના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા. માતા પિતા મણકા ગળી જવાની માહિતીથી અજાણ હતા તેથી તેમને નાનાં બાળકોનાં વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનો પેટ નો એક્સ રે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે. તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ, 114 ટકા પ્રીમિયમ પર થયું લિસ્ટિંગ

0

બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો IPO સોમવારે શેરબજારમાં લિસ્ટ થયો હતો. લિસ્ટિંગના દિવસે જ તેણે રોકાણકારોને મોટો નફો આપ્યો છે. તેણે એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી દીધા છે. તે BSE અને NSE બંને પર 114.29 ટકાના પ્રીમિયમ સાથે 150 રૂપિયા પર લિસ્ટ થયો હતો. IPOમાં એક શેરની કિંમત 70 રૂપિયા હતી. આમ રોકાણકારોએ એક શેર પર 80 રૂપિયાનો નફો કર્યો હતો. આ બમણા કરતાં વધુ છે. લિસ્ટિંગ પછી તેમાં તેજી જોવા મળી હતી.

बजाज हाउसिंग फाइनेंस शेयर: बजाज बजाज आईपीओ की धमाकेदार शुरुआत... दोगुना हुआ पैसा, ग्रे मार्केट से भी बढ़ा प्रीमियम - एनएसई बीएसई पर बजाज हाउसिंग फाइनेंस का शेयर 114 प्रतिशत के साथ सूचीबद्ध हुआ

બજાજ ગ્રુપના આ IPOમાં કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ 66-70 રૂપિયા નક્કી કરી હતી. જો અપર પ્રાઇસ બેન્ડ સાથે સરખામણી કરવામાં આવે તો રોકાણકારોએ લિસ્ટિંગ સાથે પ્રત્યેક શેર પર 80 રૂપિયાની કમાણી કરી છે. IPOના એક લોટમાં 214 શેર સામેલ હતા. આ રીતે બજાજના આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,980 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી હતું. લિસ્ટિંગ બાદ એક લોટની કિંમત વધીને 32,100 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે દરેક લોટ પર રોકાણકારોએ 17,120 રૂપિયાની કમાણી કરી છે.

આ IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ આઇપીઓ 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી ઓપન રહ્યો હતો. 6560 કરોડનો આ ઈશ્યુ આ ત્રણ દિવસમાં 63.60 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. તેને 3 લાખ કરોડથી વધુની બિડ મળી હતી. ઈસ્યુ શરૂ થયાના થોડા કલાકોમાં જ તે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. કંપનીએ ફ્રેશ અને ઓફર ફોર સેલ (OFS) બંને શેર જાહેર કર્યા હતા. કંપનીએ OFS હેઠળ 3560 કરોડ રૂપિયાના મૂલ્યના 50.86 નવા શેર અને 3000 કરોડ રૂપિયાના 42.86 શેર જાહેર કર્યા હતા.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ શેર લાંબા ગાળા આકર્ષક રિટર્ન આપશે. માર્કેટ વિશ્લેષકો બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર માટે લોંગ ટર્મ આઉટલૂકની ભલામણ કરે છે. તેમનું માનવું છે કે કંપની મજબૂત ફંડામેન્ટલ્સ, હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર માટેના એકંદર હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે સમય જતાં વધુ આકર્ષક વળતર આપી શકે છે.

આ પણ વાંચો :-

કેવી રીતે થયું હતું ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત, તપાસ રિપોર્ટમાં થયો ખુલાસો

0

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં ગેંગસ્ટર મુખ્તાર અન્સારીનું મોત હાર્ટ એટેકથી નિધન થયું હતું. મુખ્તારના પરિવારજનોએ જેલ પ્રશાસન પર તેને સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપીના મૃત્યુની મેજિસ્ટ્રિયલ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ રિપોર્ટ આવી ગયો છે. બાંદાના ડીએમએ યોગી સરકારને સોંપી દીધી છે. ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં ગેંગસ્ટર મુખ્તાર અંસારીના મૃત્યુની મેજિસ્ટ્રિયલ તપાસમાં ઝેરની શક્યતાને નકારી કાઢવામાં આવી છે. મુખ્તાર અન્સારીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું, જેની પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસમાં પુષ્ટિ થઈ હતી.

मुख्तार अंसारी को 'धीमे जहर' देने के आरोप के बाद 'पेट दर्द' के चलते बांदा के अस्पताल में भर्ती कराया गया - द इकोनॉमिक टाइम्स

જેલમાં ઉલ્ટી થતાં ભાંગી પડેલા મુખ્તારના મૃત્યુ બાદ તેના પુત્ર ઓમર અંસારીએ ઝેર પીધાની આશંકા વ્યક્ત કરી હતી, ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, તપાસમાં ઝેરના કોઈ પુરાવા મળ્યા નથી અને તેને કુદરતી મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, પ્રશાસને મુખ્તાર અંસારીના પરિવારના સભ્યોને ઘણી નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ જવાબ આપવા માટે હાજર નહોતા.

મહત્વનું છેકે, 28 માર્ચે બાંદા જેલમાં મુખ્તાર અંસારીની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક બાંદા મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મેડિકલ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે. તે જ સમયે, મુખ્તારના પરિવારે તેને સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો હતો.

મુખ્તાર અંસારીના પરિવારે, ખાસ કરીને તેમના પુત્ર ઓમર અંસારીએ મુખ્તાઅંસારીનું મૃત્યુ ઝેરથી થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી, આ આરોપો બાદ બાંદા જિલ્લા અધિકારીએ આ મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા પરંતુ વહીવટીતંત્ર અને તપાસ અહેવાલે આ વાતને નકારી કાઢી છે. કેસની નિષ્પક્ષતા જાળવવા માટે, ન્યાયિક અને મેજિસ્ટ્રિયલ તપાસ સમિતિઓની રચના કરવામાં આવી હતી. તપાસ બાદ જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં મુખ્તારનું મૃત્યુ કુદરતી રીતે અને હાર્ટ એટેકના કારણે થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

મેંગલુરુમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈ બજરંગ દળના કાર્યકરોનો ઉગ્ર વિરોધ

0

કર્ણાટકના મેંગલુરુમાં ઈદ મિલાદ ઉન નબી પર એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને તણાવનું વાતાવરણ છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસક વિરોધ કરી રહ્યા છે. હિંદુ સંગઠનોના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું અને બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. પોલીસે કહ્યું કે આજે ઈદના અવસર પર જે કોઈ હિંસા કરશે તેને બક્ષવામાં આવશે નહીં.

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર ભડકી હિંસા, VHP અને બજરંગ દળના લોકોનું રસ્તા પર પ્રદર્શન - News Capital

મળતી માહિતી મુજબ, હિંદુ સંગઠનોના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું અને બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. દક્ષિણ કન્નડ એસપી યતિષ એનએ જણાવ્યું હતું કે આજે ઇદ-એ-મિલાદ તહેવારની પૂર્વસંધ્યાએ, અમે સમગ્ર જિલ્લામાં પૂરતી વ્યવસ્થા કરી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે બીસી રોડ પરના બંટવાલ શહેરમાં વિરોધ પ્રદર્શન માટે બોલાવવામાં આવ્યા હતા, જેના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે બંટવાલ અથવા જિલ્લામાં ક્યાંય પણ કોઈ અપ્રિય ઘટના ન બને. તેણે કહ્યું કે કેટલાક લોકોમાં સમસ્યા ચાલી રહી છે અને હું કહી શકતો નથી કે સમસ્યા શું છે. અમે ફક્ત એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે બધું જ શાંતિપૂર્ણ રહે અને જે કોઈ હિંસા કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઈદ-એ-મિલાદ રેલીને લઈને એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે આ હંગામો થયો છે અને હવે બંટવાલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. માહિતી અનુસાર, ઈદ-એ-મિલાદ પર રેલીઓને લઈને એક વોટ્સએપ વોઈસ મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હિન્દુવાદી નેતાઓએ પ્રદર્શનની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :-

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોને વડાપ્રધાન મોદીએ આપી લીલી ઝંડી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. ત્યારે આજે (સોમવારે) સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રિ-ઈન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યા બાદ હવે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવા માટે સેક્ટર 1 ખાતે પહોંચ્યા બાદ ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કરી લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.

વડા પ્રધાને આ સમિટમાં કહ્યું હતું કે ભારતની જનતાને 60 વર્ષ પછી લગાતાર આ સરકારને ત્રીજી વાર ચૂંટી કાઢી છે. 140 કરોડ ભારતીય ભારતને ઝડપથી ટોચનાં ત્રણ અર્થતંત્રોમાં પહોંચડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આજની ઇવેન્ટ આઇસોલેટેડ ઇવેન્ટ નથી, એક મોટા મિશનનો હિસ્સો છે. આ સમિટ ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે. તેમણે એ પછી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં ભાગ લેવા માટે ચંદ્રબાબુ નાયડુ અને મધ્ય પ્રદેશના CM મોહન યાદવ પણ પહોંચી ગયા છે.

આ RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાશે. જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે.

વડા પ્રધાન મોદી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવ્યા પછી બપોરે 1.30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર એકથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. ત્યાર બાદ 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં રૂ. 8000 કરોડનાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.

આ પણ વાંચો :-

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોલ્ફ કોર્સમાં ફરી એકવાર ફાયરિંગ, આરોપીની ધરપકડ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી હુમલો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને નિશાનો બનાવી ગોળી ચાલી છે. જો કે, આ ગોળીબારમાં ટ્રમ્પ એકદમ સેફ છે. રિપબ્લિકન કેન્ડિડેટ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત ઇન્ટરનેશનલ ગોલ્ફ કોર્સ પાસે આ ગોળીબાર થયો. લગભગ 2 જ મહિનાની અંદર આ બીજી ઘટના છે, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કરી ગોળી ચાલી છે. એ પહેલા જુલાઈમાં પેન્સિલવેનિયાની એક રેલી દરમિયાન એમના પર ગોળી ચાલી હતી. FBIએ આ ગોળીબારને હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. હાલ, ડોનાલ્ડ ટ્રમ્પ સેફ છે અને એમણે કહ્યું, “તેઓ નહિ નમે અને ન તો સરેન્ડર કરશે.

હાલ, ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કરી ગોલ્ફ કોર્સ પાસે ગોળી ચલાવવા વાળા વ્યક્તિને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે. એની પાસેથી અમેરિકી પોલીસે એકે-47 રાઇફલ કબજે કરી છે. લો ઇન્ફોર્સમેન્ટ ઓફિસરો અનુસાર, જ્યારે આરોપી કારમાંથી બહાર નીકળ્યો ત્યારે એની પાસે હથિયાર ન હતા. હુમલાખોરનું નામ રેયાન વેસ્લી રાઉથ છે. એણે ઝાડીઓમાં રાઇફલ અને અન્ય સામાન છોડી દીધો. લો ઇન્ફોર્સમેન્ટ ઓફિસરોને એકે-47ની રાઇફલ મળી, જેમાં એક સ્કોપ હતો. ત્યાર બાદ બે બેકપેક્સ, જે લટકેલા હતા અને એમાં સિરામિક ટાઇલ હતી અને એક ગોપ્રો. આરોપી ઝાડીઓમાં છુપાયેલો હતો અને ત્યાંથી ટ્રમ્પને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યો હતો.

ટ્રમ્પ પર હુમલો કરનાર 58 વર્ષીય રેયાન વેસ્લી રાઉથની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જણકારી મળી છે કે રેયાન હવાઈનો રહેવાસી છે. તે ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ પાસે શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. તેમજ રેયાનનું નામ પહેલાથી જ અનેક ડાબેરી ચળવળો સાથે સંકળાયેલું છે.

આ પણ વાંચો :-

ભારતીય રેલવેએ ‘વંદે મેટ્રો’નું નામ બદલ્યું, જાણો નામ, રૂટ, સમય અને ભાડું

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવા જઈ રહ્યાં છે, તે પહેલાં રેલવેએ આજે મોટો નિર્ણય લીધો છે. વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ પહેલાં આરઆરટીએસનું નામ રેપિડએક્સથી બદલીને નમો ભારત કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત ટ્રેન દિલ્હીથી મેરઠની વચ્ચે ચાલશે. તેના અમુક સેક્શન શરૂ થઈ ચુક્યાં છે. વડાપ્રધાન મોદી આ સાથે છ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરશે.

પીએમ મોદી દેશની વંદે મેટ્રો ટ્રેઇનને દેખાડશે લીલીઝ, પીએમ મોદીએ દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, અમદાવાદ-ભુજ વંદે મેટ્રો ટ્રેન (હવે નમો ભારત રેપિડ રેલ) નવ સ્ટેશનો પર ઊભી રહેશે અને 110 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે 5 કલાક 45 મિનિટમાં 360 કિલોમીટરનું અંતર કાપશે. જે ભુજથી સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ જંકશન પહોંચશે. મુસાફરો માટે તેની નિયમિત સેવા અમદાવાદથી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સમગ્ર પ્રવાસ માટે ભાડું 455 રૂપિયા પ્રતિ પેસેન્જર રહેશે.

‘વંદે મેટ્રો’ ટ્રેન અને દેશમાં કાર્યરત અન્ય મેટ્રોની વિસ્તૃત વિગતો આપતા મંત્રાલયે કહ્યું કે, વંદે મેટ્રો મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તેનો ફાયદો એ છે કે, તે યાત્રા ઝડપથી પૂર્ણ કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. ‘વંદે મેટ્રો’ ટ્રેનને ટક્કર વિરોધી ‘કવચ’ જેવી અદ્યતન સુરક્ષા પ્રણાલીઓથી સજ્જ કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે કહ્યું કે, આ ટ્રેનમાં 12 કોચ હશે, જેમાં 1,150 મુસાફરોની બેઠક ક્ષમતા હશે.

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વંદે મેટ્રો (હવે નમો ભારત રેપિડ રેલ)ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ અને એર કન્ડિશન્ડ છે. મુસાફરો ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી શકશે. આ ટ્રેનને સ્વદેશી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારતની તર્જ પર તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

સુરતમાં પથ્થરમારા બાદ ગણેશ વિસર્જનને લઈને ચાંપતો બંદોબસ્ત, 15 હજાર પોલીસ તૈનાત

સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સર્જાયેલા તણાવને જોતા સુરતમાં ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જન માટે ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ત્યારે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જનના બંને તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 15,000 જેટલા પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે. આ દરમિયાન સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાંપતી નજર રાખવામાં આવશે.

ईद-ए-मिलाद 2024 पर गुजरात में जुलूस: सूरत में 15,000 पुलिस कर्मी और होमगार्ड तैनात - www.lokmattimes.com

સુરત પોલીસ કમિશનર જણાવ્યું છે કે, ‘સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસના 15,000 જવાનો તહેનાત કરી દેવાયા છે. આ સાથે સ્ટેટ રિઝર્વ પોલીસની 11 કંપની અને રેપિડ એક્શન ફોર્સની એક કંપનીનો બંદોબસ્ત રહેશે. રૂટ પરના 400 ધાબામાં પોલીસ તહેનાત કરાઈ છે. 12 ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’

લગભગ 550 એસપી-ડીએસપી રેન્કના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. 125 વિડિયો કેમેરાની સાથે 900 સૈનિકો બોડી વર્ન કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરશે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું કે આ દરમિયાન અમે અસામાજિક તત્વોને પણ ઓળખી રહ્યા છીએ અને કાર્યવાહી કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હિંસા બાદ બંને સમુદાયો સાથે બેઠક પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગત રવિવારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પથ્થરબાજો સામે કાર્યવાહી કરવા પોલીસ ચોકીનો ઘેરાવ કરી રહેલા હિન્દુ સમાજના લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ પછી હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. આ કેસમાં પોલીસે અલગ-અલગ કેસમાં 33 લોકોની ધરપકડ પણ કરી હતી. આવી સ્થિતિમાં મંગળવારે ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનના જુલુસને લઈને સુરત પોલીસ સંપૂર્ણ સતર્ક છે

આ પણ વાંચો :-