Home Blog Page 649

સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ, 42 ગામને એલર્ટ કરાયા

0

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયાને ત્રણ મહિનાનો સમય વીતી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ મહિના દરમિયાન ધોધમાર વરસાદે ડેમમાં પાણીની સ્થિતિ પણ બદલી નાખી છે. ગુજરાતમાં સરદાર સરોવર ડેમની સપાટી પહેલી વખત 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહેવાથી પાણીની આવકમાં સતત વધારો થતાં સરદોર સરોવરની પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ઉપરવાસમાંથી લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા નદીમાંથી કુલ 3,17,014 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 13મી સપ્ટેમ્બરની સાંજે ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી હતી.

Bharuch: The Narmada River's surface level is decreasing | Sandesh

સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમ 136 મીટરને પાર કર્યો છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4.05 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી નર્મદા નદીમાં 3.21 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.30 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાના 42 ગામોને એલર્ટ કરાયા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર તારીખ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શ્રાદ્ધપક્ષની શરૂઆતમાં ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

અંતરિક્ષથી સુનીતા વિલિયમ્સે કરી પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કહ્યું ?

0

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ત્રણ મહિનાથી વધુ સમયથી અવકાશમાં અટવાયેલા છે. દરમિયાન સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેણે ઘણા સવાલોના જવાબ પણ આપ્યા.

ગયા અઠવાડિયે બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલ પરત કર્યા પછી તે તેમની પ્રથમ જાહેર ટિપ્પણી છે જે તેમને જૂનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઇ ગયા હતા. નાસાએ નક્કી કર્યું કે ક્ષતિગ્રસ્ત કેપ્સ્યુલમાં તેમને પરત મોકલવું ખૂબ જોખમી હશે તે પછી તે અવકાશમાં રહ્યા છે. તેમનું આઠ દિવસનું મિશન હવે આઠ મહિનાથી વધુ ચાલશે.

વિલિયમ્સે કહ્યું કે આ મારી ખુશીની જગ્યા છે. મને અહીં અંતરિક્ષમાં રહેવું ખુબ પસંદ છે વિલિયમ્સ તેની માતા સાથે અમૂલ્ય સમય વિતાવવાની તક ગુમાવવાથી થોડા સમય માટે અસ્વસ્થ થઇ ગઇ હતી. વિલિયમ્સે કહ્યું કે તે એ જ મિશન પર બે અલગ અલગ અંતરિક્ષ યાન ઉડાવવાના અભિયાનથી ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે અમે ટેસ્ટર છીએ અને અમારું આ જ કામ છે.

અંતરિક્ષ યાનના પાયલૉટના રૂપમાં આ માર્ગમાં થોડો સમય મુશ્કેલ હતો. સ્ટારલાઇનરના પ્રથમ ટેસ્ટ પાયલૉટ તરીકે તેમને આશા ન હતી કે તે ત્યાં લગભગ એક વર્શ રહેશે, પરંતુ તેમને ખબર હતી કે આવી સમસ્યાઓ સર્જાઇ શકે છે, જેના લીધે તેમની વાપસીમાં મોડું થઇ શકે છે. આ ફીલ્ડમાં આવું થયા કરે.

વિલ્મોર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે તે પોતાની સૌથી નાની બહેનના હાઇ સ્કૂલના અંતિમ વર્ષ માટે હાજર રહેશે નહી. વિલમોર અને સુનિતા વિલિયમ્સ સ્ટેશન ચાલક ટુકડીના સભ્ય છે, જે નિયમિત દેખભાળ અને પ્રયોગોમાં વ્યસ્ત રહે છે. વિલ્મોરે એક પત્રકાર પરિષદ દરમિયાન સંવાદદાતાઓને જણાવ્યું હતું કે વિલિયમ્સ થોડા અઠવાડિયામાં સ્પેસ સ્ટેશનની કમાન સંભાળશે. 5 જૂને ફ્લોરિડાથી ઉડાન ભર્યા બાદ આ આ તેમનો બીજો સ્પેસ પ્રવાસ છે.

દુર્ભાગ્યપૂર્ણ સ્ટારલાઈનર પર અવકાશયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, નાસાએ 6 સપ્ટેમ્બરે ક્રૂ વિના અવકાશયાનને પરત લાવવાનો નિર્ણય કર્યો હતો. “અનક્રુડ” સ્ટારલાઇનર આ મહિનાની શરૂઆતમાં ન્યૂ મેક્સિકોના રણમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

આ પણ વાંચો :-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘેર એક નવા મહેમાનનું આગમન

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ PM હાઉસમાં એક વાછરડા સાથે જોવા મળી રહ્યા છે. PM મોદી ગાયને ખૂબ પ્રેમથી રમાડી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, તેમણે આ નવા વાછરડાનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.

Image

પીએમ મોદીએ કહ્યું, ‘આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – ગાવ: સર્વસુખ પ્રદા. લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાન ગૃહ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે. વડાપ્રધાન આવાસમાં પ્રિય માતા ગાયે નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું નિશાન છે. તેથી, મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે. પીએમ મોદીએ તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેને જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

પીએમ મોદીએ પોતાની સાથે દીપજ્યોતિની તસવીરો પણ પોસ્ટ કરી છે, જેમાં પીએમ મોદી તેને પ્રેમ કરતા જોવા મળે છે. પીએમ મોદી ઘરના મંદિરમાં દીપજ્યોતિને માળા પહેરાવે છે અને તેને પોતાના ખોળામાં બેસાડીને સ્નેહ કરે છે. દીપજ્યોતિ પણ PMની એટલી નજીક છે, જાણે કે અમે એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ. પીએમ આવાસના ગાર્ડમાં પીએમ મોદી પણ તેમને ફરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-

સુરતમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ! પોલીસે 700 કિલો ગાંજો જપ્ત કર્યો

0

ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે. અવારનવાર રાજ્યમાંથી ડ્ર્ગ્સ અને ગાંજો ઝડપાય છે. નશાના કાળા કારોબાર માટે 1700 કિમી દૂરથી સુરત લાવવામાં આવેલા મોટા ગાંજાના જથ્થાનો ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓલપાડ પોલીસની ટીમે 30 કલાકનો ઉજાગરો કરી ગાંજાના વેપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 71 લાખની કિંમતનો 712 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો. સમગ્ર ઘટનામાં પોલીસે 1 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

સુરતમાં નશાના સોદાગરો બેફામ બન્યા છે, અવારનવાર સુરત શહેર અને જિલ્લામાં ડ્રગ્સ, ગાંજા જેવા નશીલા પદાર્થો ઝડપાતા રહે છે. ત્યારે આવા જ વધુ એક નશાના કારોબારનો સુરતના ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોલ તાલુકાના નાની નરોલી ગામેથી 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 74.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી 2,73,800 રૂપિયાની કિંમતનો 27.380 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા અને વધુ તપાસ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને અઝીઝ ફકીરે તેના મળતિયાઓ માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળીયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં પણ દરોડા પાડ્યા હતા, ત્યાંથી પોલીસે અઝીઝ સલીમ ઈસ્માઈલશા ફકીર તથા શરીફાબાનુ બાબુભાઈ સુલેમાન શાહને ઝડપી તેના મકાનમાંથી 71,29,500 ની કિંમતનો 712.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો :-

સુરતમાં દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે કરી ઠગોની ધરપકડ

સુરતમાં ઠગાઈની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના આરોપીઓની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે ચિટીંગ કરતી સુરતની ટોળકી ઝડપાઈ છે. સોશિયલ મીડિયાનો યુઝ કરી ફેસબુક તથા વ્હોટ્સએપ ગ્રુપના માધ્યમથી સટોક માર્કેટમાં રોકાણના બહાને કતારગામ, સિંગણપોર વિસ્તારના ચાર ઠગોની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Image 2024 09 14T093407.153 સુરતમાં દુબઈથી ચાલતા રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે કરી ઠગોની ધરપકડ

આરોપીઓ ખૂબજ ચાલાકીથી વ્હોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં રોકાણ કરવાની લોભામણી સ્કીમ આપતા સાથે જ નબળા, અને જરૂરીયાતમંદોને રૂ.5 થી 10 હજારની લાલચ આપી એકાઉન્ટ ખોલાવી લાખો રૂપિયાનું રોકાણ કરાવતા. ત્યાર બાદ તેમાં રૂ.2 થી 3 હજારનો ફાયદો બતાવી મોટા પાયે રોકાણ કરાવ્યા બાદ રોકાણ કરેલા રૂપિયા પરત મેળવવા હોય તો કંપનીના નિયમ પ્રમાણે વધુ પૈસા જમા કરાવવા પડશે તેવું કહી સોશિયલ મીડિયામાં માધ્યમ થી તેમને બ્લોક કરી ઠગાઈ કરતા હતા, ચિટીંગ કરના જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર અને હાલ સુરતના કતારગામ અને સિંગણપોર વિસ્તારમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે મલો ઉર્ફે મૌલીક ડોબરીયા, ઘનશ્યામ ઉર્ફેજ લાલો નારોલા, અભિષેક ઉર્ફે અભી આજગીયા અને યજ્ઞેશ શીયાણીયાની સુરત ની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છત્તીસગઢ સાયબર પોલીસને સોંપ્યા હતા. હાલ જેમની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી રહી છે.

ચારેયમાં આરોપી અભિષેક અગાઉ પણ એક ગુનામાં સંડાવાયેલો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. થોડા સમય પહેલા અભિષેકની જીએસટી નંબરનો દુરુયોગ કરી 15.18 કરોડના ટ્રાન્ઝેશનમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું, આરોપી અભિષેકનો જીએસટીનો આઈડી-પાસવર્ડ અગાઉ સાયબર ક્રાઈમ પોલીસના હાથે ઝડપાયેલા ભાવેશ ઉર્ફે મુસો કાકડીયાને આપી દીધા હતા. આ પ્રકરણમાં અભિષેક દુબઈના સૂત્રધાર બાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તે અગાઉ દુબઈ પણ ગયો હતો, હાલ ક્રાઈમ બ્રાન્ચે ચારેયનો કબજો છત્તીસગઢ સાયબર પોલીસને સોંપતા ચારેયના ચાર દિવસના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી રવાના કર્યા છે.

આ પણ વાંચો :-

વંદે ભારત ટ્રેન ઉપર ફરી પથ્થરમારો કરાયો, 5 આરોપીઓની ધરપકડ

0

છત્તીસગઢના મહાસમુંદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો છે. અહીં બાગબહરા રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રેનના ત્રણ કોચ C2-10, C4-1, C9-78ના કાચ તૂટી ગયા હતા. માહિતી મળ્યા બાદ રેલવે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓ બગબહરાના રહેવાસી છે. આરપીએફ પોલીસ રેલવે એક્ટ 1989 હેઠળ કેસ નોંધશે અને આરોપીને આજે જ રેલવે કોર્ટમાં રજૂ કરશે.

RPF ઓફિસર પરવીન સિંહે કહ્યું, ‘વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન હતું જે 16મીથી દોડશે. તે સવારે 7.10 વાગ્યે મહાસમુંદથી નીકળી હતી. 9 વાગ્યાની આસપાસ, કેટલાક અસામાજિક તત્વોએ બગબહેરા નજીક એક ચાલતા વાહન પર પથ્થરમારો કર્યો હતો. અમારી સહાયક પાર્ટી ટ્રેનમાં હથિયારો સાથે હતી. તેમણે માહિતી આપી હતી. માહિતી મળ્યા બાદ તરત જ એક ટીમે જઈને તપાસ કરી હતી અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓના નામ શિવ કુમાર બઘેલ, દેવેન્દ્ર કુમાર, જીતુ પાંડે, સોનવાણી અને અર્જુન યાદવ છે. પાંચેય બાગબહરાના છે. આ અસામાજિક તત્વો છે.

પાંચ આરોપીઓના નામ શિવ કુમાર બઘેલ, દેવેન્દ્ર કુમાર, જીતુ પાંડે, સોનવાણી અને અર્જુન યાદવ છે. પાંચેય બાગબહરાના છે. આ અસામાજિક તત્વો છે. આરપીએફ અધિકારીએ કહ્યું, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શિવકુમાર બઘેલ નામના આરોપીનો ભાઈ કાઉન્સિલર છે. રેલ્વે એક્ટની કલમ 153 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જુલાઈમાં ગોરખપુરથી લખનૌ જતી વંદે ભારત એક્સપ્રેસ (22549) ટ્રેન પર બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં અનેક બારીઓના કાચ તૂટી ગયા છે. પથ્થરમારાને કારણે કોચ નંબર C1, C3 અને એક્ઝિક્યુટિવ કોચની બારીઓના કાચ તૂટી ગયા હતા. ટ્રેન પર અચાનક થયેલા પથ્થરમારાના કારણે મુસાફરો ડરી ગયા હતા અને કોચની અંદર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. જો કે આમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત બે જવાન શહીદ

0

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા. જેમાં બે જવાનોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં થઈ હતી.

સેનાએ બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી એકને સારવાર માટે નજીકની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે બાદમાં અન્ય એક સૈનિકે પણ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય બે અન્ય જવાનો ઘાયલ થયા છે.

Army in Action Mode in Kashmir: Encounter with Terrorists, Amit Shah Holds High-Level Meeting | કાશ્મીરમાં સેના એક્શન મોડમાં, એન્કાઉન્ટરમાં આતંકવાદી ઢેર, શાહે કરી હતી મીટિંગ

આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, પોલીસ અને સુરક્ષા દળો કામ પર લાગેલા છે. આ અથડામણમાં, આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી, કારણ કે આ વિસ્તારમાં હજુ પણ ફાયરિંગ ચાલુ છે. વધુ માહિતી પછી શેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એક તરફ બારામુલ્લામાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. ત્યાં બીજી તરફ કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત બે જવાન શહીદ થયા છે.

તેના ‘ઓપરેશન શાહપુરશાલ’ની વિગતો આપતા, વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઇન્ટેલિજન્સ ઇનપુટને પગલે કિશ્તવાડના ચટરુ વિસ્તારમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બપોરે 3.30 વાગ્યે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો અને ઓપરેશન “પ્રગતિ પર” હતું. અગાઉ પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચટરુ પોલીસ સ્ટેશન હેઠળના નાયડાગામ ગામની ઉપરની પહોંચમાં પિંગનાલ દુગ્ગાડા જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળોની સર્ચ પાર્ટીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા કિશ્તવાડમાં આ ઘટના બની હતી. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે અને ચૂંટણી સભાઓ ચાલી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (14 સપ્ટેમ્બર) ડોડામાં એક જાહેર સભાને સંબોધવાના છે.

આ પણ વાંચો :-

૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૪: શનિવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુકને કારણે આવકમાં વઘારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મન દુઃખ ન થાય અેનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળે પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધામિક કાર્યનું આયોજન શકય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થય સારૂં રહેતું અનુભવાય.

મિથુનઃ

દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના-ભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાયો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખ‍વી. ભાગ્યનો સાથ ંમળતો જણાય છે.

કર્કઃ

નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખ‍વી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ

દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોઘ ઉભા થાય. પરિવારમાં લાગણી શીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યાઃ

પુત્ર-પૌત્રાદી તરફ થી સ્નેહ વઘતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શકય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ

આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બયતી અને ધંઘામાં પ્રગતિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન સન્માનમાં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ

મોજશોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની તબિયત ની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુંટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતાં મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધનઃ

આવક વઘતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ

ગુરૂ-ચન્દ્નાં સુભગ સમન્વયને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતાં મળતી જણાય. પાન સોપારી, દૂધ, ખેડૂત, માછીમારો જેવા ધંઘામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ

મન અશાંત રહે, અેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેતી રહેવું.

મીનઃ

મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉધરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન મકાન, દાલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. ઓરોગ્યનું ધ્યાન રાખવું.

ગણેશ વિસર્જન દરમિયાન દહેગામ પાસે મેશ્વો નદીમાં 10 ડૂબ્યાં, 5ના મોત

0

ગાંધીનગરમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અનેક જગ્યાએ ઘટિત ઘટનાઓ બની હોય તેનું સામે આવ્યું છે. દહેગામના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, તેમાંથી પાંચ યુવાનોની લાશોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે પરંતુ હજુ વધુ યુવાનોની શોધખોળ ચાલી રહી છે.

Tamil Nadu: 7 drown in river near Nellikuppam in…

ઉલ્લેખનીય છે કે, ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા યુવાનો વિસર્જન થાયએ પહેલા જ નદીમાં ઘરકાવ થઈ ગયાં હતાં. અત્યારે ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડ તંત્ર તેમજ તરવૈયાઓની ટીમોએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. આ સાથે ગ્રામજનોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડતા ભારે શોકનો માહોલ છવાયો છે. ગણપતિ વિસર્જનની ઘટના શોકમાં ફેરવાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહીં છે. ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.

નોંધનીય છે કે, ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યાનો વીડિયો સામે આવ્યો છે. એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો માતા, 2 પુત્ર સહિત પરિવારના 4 સભ્યો ડૂબ્યા હતા. ગોઝારી ઘટનાને લઈને પાટણમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી પ્રમાણે 4 કલાકની શોધખોળ બાદ નદીમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ચારેય લોકો એક પરિવારના હોવાનું પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો :-

સુરતની સ્મીમેર હોસ્પિટલના મહિલા રેસિડન્ટ ડૉકટરનું ડેન્ગ્યુથી મોત

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિક સુરત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનું ડેન્ગ્યુ થવાથી મૃત્યુ નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મનપા સંચાલિત હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ધારા ચાવડા નામના તબીબને ડેન્ગ્યુ થયો હતો. જેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારે તેમનું સારવાર દરમિયાન જ મૃત્યું નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં અનરાધાર વરસાદ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમદાવાદમાં રહેતી ૨૪ વર્ષીય ડો. ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં એનેસ્થેસીયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સ્મીમેરમાં એનેસ્થેસીયા વિભાગમાં ફરજ બજાવતી હતી. જોકે તેને બે – ત્રણ દિવસથી તાવ આવતો હતો. તેની તબિયત વધુ પડતા સારવાર માટે મંગળવારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં આજે વહેલી સવારે તેનું મોત થયું હતું.

મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મહિલા ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમા મોત થયુ છે. જે હોસ્ટેલમાં ડો ધારા ચાવડા રહેતા હતા ત્યાં ગંદકીની ભરમાર જોવા મળે છે. હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ ગટર ઊભરાતી નજરે આવી છે. જયાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે. દારૂની બોટલો મળી આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં સપડાઈ ચૂકી છે. રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કોલ ગર્લ બોલાવતા મોટો વિવાદ થયો હતો. જ્યારે અન્ય રેસિડેન્ટ ડોક્ટર્સ દારૂના નશામાં પણ મળી આવ્યા હતા. જો કે, અગાઉની ઘટનાઓ પરથી પણ હોસ્પિટલ તંત્રે કોઈ બોધપાઠ ન લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે ફરી એકવાર ગંદકીનાં ઢગલાંમાંથી બિયરનાં ટીન મળી આવ્યા છે. સાથે જ હોસ્પિટલમાં ગંદકીમાંનાં કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા હોવાનાં પણ આરોપ થઈ રહ્યા છે. આ મામલે હવે હોસ્પિટલ તંત્ર અને સુરત કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો :-