Sunday, Mar 23, 2025

સુરતમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ! પોલીસે 700 કિલો ગાંજો જપ્ત કર્યો

2 Min Read

ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે. અવારનવાર રાજ્યમાંથી ડ્ર્ગ્સ અને ગાંજો ઝડપાય છે. નશાના કાળા કારોબાર માટે 1700 કિમી દૂરથી સુરત લાવવામાં આવેલા મોટા ગાંજાના જથ્થાનો ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓલપાડ પોલીસની ટીમે 30 કલાકનો ઉજાગરો કરી ગાંજાના વેપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 71 લાખની કિંમતનો 712 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો. સમગ્ર ઘટનામાં પોલીસે 1 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

સુરતમાં નશાના સોદાગરો બેફામ બન્યા છે, અવારનવાર સુરત શહેર અને જિલ્લામાં ડ્રગ્સ, ગાંજા જેવા નશીલા પદાર્થો ઝડપાતા રહે છે. ત્યારે આવા જ વધુ એક નશાના કારોબારનો સુરતના ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોલ તાલુકાના નાની નરોલી ગામેથી 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 74.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી 2,73,800 રૂપિયાની કિંમતનો 27.380 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા અને વધુ તપાસ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને અઝીઝ ફકીરે તેના મળતિયાઓ માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળીયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં પણ દરોડા પાડ્યા હતા, ત્યાંથી પોલીસે અઝીઝ સલીમ ઈસ્માઈલશા ફકીર તથા શરીફાબાનુ બાબુભાઈ સુલેમાન શાહને ઝડપી તેના મકાનમાંથી 71,29,500 ની કિંમતનો 712.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article