Sunday, Mar 23, 2025

સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ, 42 ગામને એલર્ટ કરાયા

2 Min Read

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયાને ત્રણ મહિનાનો સમય વીતી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ મહિના દરમિયાન ધોધમાર વરસાદે ડેમમાં પાણીની સ્થિતિ પણ બદલી નાખી છે. ગુજરાતમાં સરદાર સરોવર ડેમની સપાટી પહેલી વખત 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહેવાથી પાણીની આવકમાં સતત વધારો થતાં સરદોર સરોવરની પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ઉપરવાસમાંથી લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા નદીમાંથી કુલ 3,17,014 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 13મી સપ્ટેમ્બરની સાંજે ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી હતી.

Bharuch: The Narmada River's surface level is decreasing | Sandesh

સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમ 136 મીટરને પાર કર્યો છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4.05 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી નર્મદા નદીમાં 3.21 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.30 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાના 42 ગામોને એલર્ટ કરાયા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર તારીખ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શ્રાદ્ધપક્ષની શરૂઆતમાં ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article