Monday, May 4, 2026

ધોરણ 12નું પરિણામ જાહેર: સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% પાસ, 6.20 લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

2 Min Read

ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા.

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ 100 ટકા પરિણામ 4 કેન્દ્ર તડાવ, કોટડા, કાંગવાઇ, પ્રશ્નાવાડામાં આવ્યું છે.
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર કારઠ 64.88 ટકા છે.
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આહવા-ડાંગ 97.88 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો અમદાવાદ શહેર 87.10 ટકા છે.
  • 2030 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે.

વિદ્યાર્થીઓનું 90.10 ટકા પરિણામ અને વિદ્યાર્થિનીઓનું 95.41 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું 5.31 ટકા વધારે પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ સરળ પગલાંને ફોલો કરીને તેમના પરિણામો ચકાસી શકે છે:

  • સ્ટેપ 1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ: gseb.org ની મુલાકાત લો.
  • સ્ટેપ 2: હોમપેજ પર ‘HSC Result 2026’ અથવા ‘GUJCET પરિણામ 2026’ લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: તમારો 6-અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 6: provisional marksheet ડાઉનલોડ કરો અથવા ભવિષ્યના સંદર્ભ માટે સ્ક્રીનશોટ સાચવી રાખો.

પરિણામ-ચકાસણી પ્રક્રિયાને સરળ બનાવતા બોર્ડે વિદ્યાર્થીઓને ફક્ત 6-અંકના સીટ નંબરનો ઉપયોગ કરીને તેમના પરિણામો જોવાની સુવિધા આપી છે. વિદ્યાર્થીઓને તેમની જન્મ તારીખ, નોંધણી નંબર અથવા અન્ય કોઈપણ વધારાની માહિતીની જરૂર રહેશે નહીં. મુખ્ય પરિણામ પોર્ટલ પર ફક્ત સીટ નંબર દાખલ કરીને પરિણામો મેળવી શકાય છે.

Share This Article