Home Blog Page 648

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ચૂક

0

રાજસ્થાનના જયપુરમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ક્ષતિનો મામલો સામે આવ્યો છે. સુરક્ષા કોર્ડન તોડીને એક વિદ્યાર્થી રાજનાથ સિંહ ને મળવા પહોંચ્યો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને ધક્કો મારીને બહાર કાઢ્યો હતો. તેના પર કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેની વાત સાંભળી.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સોમવારે રાજસ્થાનના જયપુર પહોંચ્યા, જ્યાં તેમણે સીકર રોડ પર સ્થિત શ્રી ભવાની નિકેતન સ્કૂલના કેમ્પસમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન કાર્યક્રમની સમાપ્તિ પછી, તેઓ એરપોર્ટ જવા માટે રવાના થઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા તેમની સુરક્ષામાં એક મોટી ખામી સર્જાઈ હતી.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ તેમની કારમાં બેસીને જતા હતા ત્યારે એક વિદ્યાર્થી સુરક્ષા કોર્ડન તોડીને તેમની પાસે પહોંચ્યો હતો. આના પર સુરક્ષાકર્મીઓએ વિદ્યાર્થીને પકડીને રાજનાથ સિંહના કાફલામાંથી બહાર ધકેલી દીધો હતો. આ દરમિયાન જ્યારે કેન્દ્રીય મંત્રીની નજર તે વિદ્યાર્થી પર પડી તો તેમણે તેને પોતાની પાસે બોલાવ્યો અને તેની વાત સાંભળી.

વિદ્યાર્થીએ રાજનાથ સિંહને જણાવ્યું કે તે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે અને NCC કેડર છે. તે જયપુરમાં એકલો રહે છે. તેમની માતા ઝાલાવાડમાં સરકારી શિક્ષિકા છે, પરંતુ તેમની અહીં બદલી થઈ રહી નથી. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીની વાત સાંભળી, પરંતુ તેની અરજી સ્વીકારી નહીં.

આ પણ વાંચો :-

ગુજરાતની રિયા સિંઘા જીતી મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ

0

ભારતીય સુંદરી રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધા જીતી લીધી છે. મિસ યુનિવર્સ 2015ની વિનર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો.

રિયાએ 50થી વધુ સ્પર્ધકોને હરાવીને આ તાજ જીત્યો હતો. ગુજરાતની રિયા સિંઘા હવે આ વર્ષના અંતમાં મેક્સિકો ખાતે યોજાનાર ગ્લોબલ મિસ યુનિવર્સ 2024 સ્પર્ધાના વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે 22 સપ્ટેમ્બરે રાજસ્થાનના જયપુરમાં યોજાયો હતો.

Gujarat's Rhea Singha crowned Miss Universe India 2024

આ જીત બાદ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા 19 વર્ષની રિયા સિંઘાએ જણાવ્યું હતું કે, “આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ આભારી છું. મેં આ સ્તર સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. મને અગાઉના વિજેતાઓમાંથી પ્રેરણા મળી છે.મિસ યુનિવર્સ ઈન્ડિયાના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી રિયા સિંઘાની તસવીરો જુઓ. હું મારી જાતને આ તાજ માટે લાયક માનું છું. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું. રિયાના ફોટાને લાખો લાઈક્સ મળે છે.

રિયાએ તાજ જીત્યા બાદ ઉર્વશીએ પણ ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું- હું અનુભવી શકું છું કે બધી છોકરીઓ શું અનુભવી રહી છે. વિનર માઈન્ડ બ્લોઈંગ છે. તે મિસ યુનિવર્સમાં આપણા દેશનું ખૂબ સારી રીતે પ્રતિનિધિત્વ કરશે અને મને આશા છે કે ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ટ્રેન ઉથલાવવાના કાવતરાં અંગે ચોંકાવનારો ખુલાસો, રેલવે કર્મી જ આરોપી

સુરતમાં બે દિવસ પહેલા કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર સામે આવ્યુ હતુ. આ મામલામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ઘટનાને પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. સુભાષ પોદારે પોતે જ પેડ લોક કાઢ્યા હતા.

સુભાષ પોદારે પ્રમોશન મેળવવા યોજના બનાવી હોવાનો મોટો ખુલાસો થયો છે. NIAની ટીમને સૌપ્રથમ સુભાષ ઉપર જ શંકા ગઇ હતી. ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન પસાર થઇ હતી. ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઇપણ શંકાસ્પદ વસ્તુ નજર નહોતી આવી. કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી ત્યારે આ સત્ય બહાર આવ્યુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પણ આ ઘટના પર ખાસ નજર છે.

Gujarat: Attempted Train Derailment Foiled Near Kim Railway Station In Surat After Miscreants Remove Fishplates & Keys From Railway Track; Visuals Surface

ત્યારબાદ NIA, ATS, SOG, GRP, LCB, સુરત જિલ્લા પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ડોગ સ્ક્વોડ, સહિતની વિવિધ એજન્સીઓ અને ટીમો તપાસમાં લાગી ગઈ હતી. તપાસ દરમિયાન સૌથી પહેલા આ ઘટનાને જોનાર રેલવેનો કર્મચારી પર શંકા ગઈ હતી. કારણ કે કોઈ ટૅક્નોલૉજીનો જાણકાર અનુભવી વ્યક્તિ જ આટલા ટૂંકાગાળામાં 71 ERS પેડલોક અને 2 જોગસ ફીશ પ્લેટ કાઢી શકે . જેથી ઉલટ તપાસ કરવામાં આવતાં સુભાષ પોદાર જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. સુભાષ પોદારે ઍવોર્ડ અને પ્રમોશન મેળવવાની લાલચમાં આ કાવતરું ઘડ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝને શનિવારે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા લોકોએ કીમ રેલવે સ્ટેશન નજીક ઉત્તરપ્રદેશ લાઈન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મુકી દીધી હતી. ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. બનાવની જાણ થતા સુરત ગ્રામ્ય તેમજ રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝડપથી લાઈન પર ટ્રેન સેવા શરૂ કરી દેવાઈ હતી. જણાવી દઈએ કે, અજાણ્યા શખ્સો દ્વારા અપલાઈન ઉપર રેલવે ટ્રેકની સેફ્ટી પિન (ઈલાસ્ટિક રેલ ક્લિપ) અને ફીશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું હતું. 71 ERS પેડલોક અને 2 જોગસ ફીશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી. પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં વીજળી પડતાં 5 બાળકો સહિત 8 લોકોના મોત

0

છત્તીસગઢના રાજનાંદગાંવમાં એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના બની છે. વીજળી પડવાથી ચાર બાળકો અને ચાર યુવાનો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના રાજનાંદગાંવના જોરાતરાઈ ગામની જણાવવામાં આવી રહી છે. ભારે વરસાદ બાદ આકાશીય વીજળી પડવાથી શાળાના 5 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. આ ઘટના રાજનાંદગાંવના જોરાતરાઈની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ રાજનાંદગાંવમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડતા શાળાના ચાર બાળકો ઝપેટે ચડી ગયા હતા. અકસ્માત સમયે શાળાના તમામ બાળકો ઘરે પરત ફરી રહ્યા હતા.

Lightning Accident In India,વીજળી પડવાથી દેશમાં રોજ ચાર લોકોના થાય છે મોત, કારણ પણ છે ચોંકાવનારું - per day average four people died due to lightning in country - Iam Gujarat

આ સિવાય ચાર યુવાનો પણ વીજળીની ઝપેટે આવી ગયા હતા. આ ઘટના સોમાણી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કલેક્ટર પોતે ઘટનાસ્થળે રવાના થયા છે. ઘટના બાદ એમ્બ્યુલન્સને સ્થળ પર રવાના કરવામાં આવી હતી.

રાજસ્થાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 50માંથી 28 જિલ્લાઓમાં સામાન્ય કરતા 60 ટકા કે તેથી વધુ વરસાદ પડયો છે. રાજ્યના અજમેર, અલવર, અનુપગઢ, બિકાનેર, દૌસા, ધોલપુર, ગંગાનગર, ંગંગાપુર,જયપુર, ટોંક, બાલોત્રા, બાડમેર, જૈસલમેર, જોધપુર ગ્રામીણ, ફાલોડી અને ચુરુ સહિતના જિલ્લાઓમાં અસામાન્ય વરસાદ પડયો હતો.

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે 60 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. મંડીમાં સૌથી વધુ 31, શિમલા અને મંડીમાં 13, કાંગ્રામાં 10 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. કિન્નોર જિલ્લામાં નેશનલ હાઇવે નં.5 પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશનનું નિર્માણ થતા આગામી ત્રણ દિવસમાં ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઓડિશાના પાંચ જિલ્લામાં એડ એલર્ટ જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશીએ ચાર્જ સંભાળ્યો, બાજુમાં કેજરીવાલ માટે ખુરશી ખાલી રાખી

0

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીએ શનિવારે સીએમ પદના શપથ ગ્રહણ લીધા હતા. હવે આતિશીએ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળી લીધો છે. કમાન સંભાળતાની સાથે જ તેમણે મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, ભલે હું મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન છું પરંતુ સર્વોચ્ચ સ્થાન પર અરવિંદ કેજરીવાલ જ રહેશે. સોમવારે સીએમની ખુરશી સંભાળતી વખતે આતિશીએ કહ્યું કે, આજે મારા મનની એ જ વ્યથા છે જે ભરતની હતી. જ્યારે ભગવાન રામ 14 વર્ષ માટે અયોધ્યાથી વનવાસ ગયા હતા અને ભરતે અયોધ્યાનું શાસન સંભાળવું પડ્યું હતું. જેવી રીતે ભરતે 14 વર્ષ સુધી ભગવાન રામની ચરણપાદુકા સિંહાસન પર મૂકીને અયોધ્યાનું શાસન સંભાળ્યું હતું એવી જ રીતે આગામી 4 મહિના સુધી હું દિલ્હી સરકાર ચલાવીશ. આ દરમિયાન તેમની બાજુમાં એક ખાલી ખુરશી પણ દેખાઈ હતી. તેમણે કહ્યું કે, આ ખુરશી કેજરીવાલની વાપસી સુધી અહીં જ રહેશે અને આ ખુરશી કેજરીવાલની રાહ જોશે.

આતિશીએ આગળ કહ્યું કે, રામે પોતાના પિતા દ્વારા આપવામાં આવેલા એક વચનને નિભાવવા માટે 14 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો હતો તેથી આપણે ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. તેમનું જીવન આપણા બધા માટે મર્યાદા અને નૈતિકતાની મિશાલ છે. બિલ્કુલ એવી જ રીતે અરવિંદ કેજરીવાલે આ દેશની રાજનીતિમાં મર્યાદા અને નૈતિકાની મિશાલ કાયમ કરી છે. છેલ્લા બે વર્ષથી ભાજપે અરવિંદ કેજરીવાલ પર કીચડ ઉછાડવામાં કોઈ કસર ન છોડી.

આતિશીએ આગળ કહ્યું કે, કેજરીવાલને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા. કોર્ટે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી. આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની આ ખુરશી અહીં જ રહેશે.

આ પણ વાંચો :-

ઈરાનની કોલસાની ખાણમાં વિસ્ફોટ, 30 લોકોના મોત, 17 ઘાયલ

ઈરાનમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. તેહરાનથી લગભગ 335 કિલોમીટર દૂર તાબાસમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો છે. ખાણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે.પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થવાને કારણે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઈરાનના સરકારી મીડિયાએ રવિવારે પોતાના એક સમાચારમાં આ માહિતી આપી હતી. સરકારી સમાચાર એજન્સી ‘IRNA’એ પોતાના સમાચારમાં જણાવ્યું છે કે રાજધાની તેહરાનથી લગભગ 335 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં તાબાસમાં સ્થિત કોલસાની ખાણમાં શનિવારે મોડી રાત્રે આ દુર્ઘટના થઈ હતી, જેમાં 30 લોકો માર્યા ગયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ ઘટનાસ્થળે ઈમરજન્સી કર્મચારીઓને મોકલી દીધા છે. દુર્ઘટના સમયે ખાણમાં લગભગ 70 લોકો કામ કરી રહ્યા હતા.

ईरान की कोयला खदान में विस्फोट में अब तक 34 मजदूरों की मौत, राष्ट्रपति ने किया 3 दिन के शोक का ऐलान | Iran Tabas coal mine methane gas leak major explosion 32 died

બ્લાસ્ટ બાદ તરત જ સ્થાનિક અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ વિસ્ફોટ સમયે ખાણમાં લગભગ 70 લોકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ખાણમાં હાજર મજૂરોને બચવાનો મોકો ન મળ્યો, જેના કારણે જાનહાનિ વધી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્ફોટમાં લગભગ 30 લોકોના મોત થયા છે, જ્યારે 24 અન્ય લોકો હજુ પણ ખાણમાં ફસાયેલા છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મેં મંત્રીઓ સાથે વાત કરી હતી અને અમે વિસ્ફોટનું કારણ શોધવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ,”પેજેશકિયાને એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 17 ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, સરકારી ટીવીએ ઈરાનના રેડ ક્રેસન્ટના વડાને ટાંકીને જણાવ્યું હતું. લેવામાં આવ્યા છે અને 24 લોકો હજુ પણ ગુમ છે.

જ્યારે ઈરાન તેના તેલ ઉત્પાદન માટે જાણીતું છે, તો તેની પાસે વિવિધ પ્રકારના ખનિજ સંસાધનો પણ છે. ઈરાન દર વર્ષે લગભગ 3.5 મિલિયન ટન કોલસો વાપરે છે, પરંતુ તેની ખાણોમાંથી માત્ર 1.8 મિલિયન ટન જ કાઢે છે. બાકીનો કોલસો આયાત કરવામાં આવે છે, જેનો ઉપયોગ દેશની સ્ટીલ મિલોમાં થાય છે.

આ પણ વાંચો :-

અમરાવતીમાં બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં 4 લોકોના મોત, 25 ઈજાગ્રસ્ત

0

મહારાષ્ટ્રના અમરાવતીમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો છે. 50 મુસાફરોને લઈને જઈ રહેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે અન્ય મુસાફરોને ઈજા થઈ છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલ મુસાફરોને બસમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

માહિતી મળ્યા બાદ પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. આ અકસ્માતમાં 25 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં એક સગીર અને બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મહિલાઓની ઓળખ 65 વર્ષીય ઈન્દુ સમાધાન ગંત્રે અને 30 વર્ષીય લલિતા ચિમોટે તરીકે થઈ છે.

મેલઘાટમાં વળાંકવાળો રસ્તો હોવાને કારણે ડ્રાઈવરે બસ પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. જેને પગલે બસ ખાઈમાં પડી હતી. હાલ બચાવ કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સેમાડોહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ભયાવહ દુર્ઘટનામાં હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે NDRFની ટીમને પણ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

આ પણ વાંચો :-

કચ્છમાં ફરી ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ તીવ્રતા

0

કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. પૂર્વ કચ્છમાં 10.05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાપરથી પશ્ચિમ દક્ષિણ દિશામાં 12 કિલોમીટર દૂર હતું. રાપર અને તેની આસપાસના પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ફરી એક વખત કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કચ્છમાં અવાર નવાર 3ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા રહે છે.

और पढ़ें ऋण लाभ - ऋण समाधान

કચ્છમાં ભૂકંપના આંચકાનું કારણ ત્યાં રહેલી ફોલ્ટ લાઇન છે. કચ્છમાં 6 ફોલ્ટલાઇન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ MCT નામની ફોલ્ટલાઇન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે જેની પરોક્ષ અસર ત્યાં થતા ભૂસ્ખલનમાં જોવા મળે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ POCSO એક્ટ હેઠળગુનો, સુપ્રીમ કોર્ટનો ચુકાદો

0

ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હવે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ પણ POCSO હેઠળ ગુનો ગણાશે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને બાળ જાતીય શોષણ અને દુરુપયોગની સામગ્રી સાથે બાળ પોર્નોગ્રાફીને બદલવા માટે વટહુકમ બહાર પાડવાનો પણ અનુરોધ કર્યો હતો અને તમામ હાઈકોર્ટને ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવા પણ જણાવ્યું હતું.

Image

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે આરોપી વ્યક્તિ સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરવામાં ‘ગંભીર ભૂલ’ કરવા બદલ મદ્રાસ હાઈકોર્ટને પણ ફટકાર લગાવી હતી. લાઈવ લોના અહેવાલ મુજબ, સર્વોચ્ચ અદાલતે POCSO એક્ટમાં સુધારા સૂચવ્યા હતા. જેમાં ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળ જાતીય શોષણ અને શોષણાત્મક સામગ્રી’ સાથે બદલવાનો પ્રસ્તાવ મૂક્યો.

જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું કે અમે દોષિતોના મનની સ્થિતિની ધારણાઓ પર તમામ પ્રાસંગિક જોગવાઇઓને સમજવા માટે પોતાની રીતે પ્રયાસ કર્યો છે અને દિશાનિર્દેશ પણ નક્કી કર્યા છે. અમે કેન્દ્રને પણ એવો અનુરોધ કર્યો છે કે બાળ અશ્લિલતાના સ્થાને બાલ યૌન શોષણ સંબંધી સામગ્રી લાવવા માટે એક અધ્યાદેશ જાહેર કરવામાં આવે. અમે તમામ હાઇકોર્ટને કહ્યું છે કે તે ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ના કરે. આ પહેલા કેરળ હાઇકોર્ટે 13 સપ્ટેમ્બર 2023માં એક કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે જો કોઇ વ્યક્તિ અંગત રીતે અશ્લીલ તસવીર કે વીડિયો જોઇ રહ્યો છે તો આ ગુનો નથી પરંતુ જો બીજાને બતાવે છે તો આ ગેરકાયદેર છે.

કેરળ હાઇકોર્ટના આધાર પર મદ્રાસ હાઇકોર્ટમાં એક આરોપીના દોષ મુક્ત થવા પર એક NGOએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 12 ઓગસ્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કેરળ હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે ચાઇલ્ડ પોર્ન ડાઉનલોડ કરવું અને જોવું POCSO એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નથી. આ ચુકાદા વિરૂદ્ધ ફરીદાબાદની NGO જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ અને નવી દિલ્હીની NGO બચપન બચાઓ આંદોલને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો :-

૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ / રવિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શકિત મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વઘારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના-ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જ‍ળવાશે. મિત્રો તકફથી લાભ.

સિંહઃ

નાણાં ની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શકય બને. પરિવારમાં મતભેદ થવાના યોદ બને છે. માતૃ સુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શકય બને. નોકરી, તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ

નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદ માં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદ ની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાં નો બગાડ અટકાવવો. જીવન સાથી સાથેે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતાં મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યંુ કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. ચિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય અેનું ધ્યાન રાખવું.