Sunday, Mar 23, 2025

ગુજરાતમાં ટ્રેન ઉથલાવવાના કાવતરાં અંગે ચોંકાવનારો ખુલાસો, રેલવે કર્મી જ આરોપી

3 Min Read

સુરતમાં બે દિવસ પહેલા કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર સામે આવ્યુ હતુ. આ મામલામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ઘટનાને પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. સુભાષ પોદારે પોતે જ પેડ લોક કાઢ્યા હતા.

સુભાષ પોદારે પ્રમોશન મેળવવા યોજના બનાવી હોવાનો મોટો ખુલાસો થયો છે. NIAની ટીમને સૌપ્રથમ સુભાષ ઉપર જ શંકા ગઇ હતી. ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન પસાર થઇ હતી. ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઇપણ શંકાસ્પદ વસ્તુ નજર નહોતી આવી. કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી ત્યારે આ સત્ય બહાર આવ્યુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પણ આ ઘટના પર ખાસ નજર છે.

Gujarat: Attempted Train Derailment Foiled Near Kim Railway Station In Surat After Miscreants Remove Fishplates & Keys From Railway Track; Visuals Surface

ત્યારબાદ NIA, ATS, SOG, GRP, LCB, સુરત જિલ્લા પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ડોગ સ્ક્વોડ, સહિતની વિવિધ એજન્સીઓ અને ટીમો તપાસમાં લાગી ગઈ હતી. તપાસ દરમિયાન સૌથી પહેલા આ ઘટનાને જોનાર રેલવેનો કર્મચારી પર શંકા ગઈ હતી. કારણ કે કોઈ ટૅક્નોલૉજીનો જાણકાર અનુભવી વ્યક્તિ જ આટલા ટૂંકાગાળામાં 71 ERS પેડલોક અને 2 જોગસ ફીશ પ્લેટ કાઢી શકે . જેથી ઉલટ તપાસ કરવામાં આવતાં સુભાષ પોદાર જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. સુભાષ પોદારે ઍવોર્ડ અને પ્રમોશન મેળવવાની લાલચમાં આ કાવતરું ઘડ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝને શનિવારે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા લોકોએ કીમ રેલવે સ્ટેશન નજીક ઉત્તરપ્રદેશ લાઈન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મુકી દીધી હતી. ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. બનાવની જાણ થતા સુરત ગ્રામ્ય તેમજ રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝડપથી લાઈન પર ટ્રેન સેવા શરૂ કરી દેવાઈ હતી. જણાવી દઈએ કે, અજાણ્યા શખ્સો દ્વારા અપલાઈન ઉપર રેલવે ટ્રેકની સેફ્ટી પિન (ઈલાસ્ટિક રેલ ક્લિપ) અને ફીશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું હતું. 71 ERS પેડલોક અને 2 જોગસ ફીશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી. પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી.

આ પણ વાંચો :-

Share This Article