Home Blog Page 645

૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ / રવિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શકિત મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વઘારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના-ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જ‍ળવાશે. મિત્રો તકફથી લાભ.

સિંહઃ

નાણાં ની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શકય બને. પરિવારમાં મતભેદ થવાના યોદ બને છે. માતૃ સુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શકય બને. નોકરી, તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ

નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદ માં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદ ની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાં નો બગાડ અટકાવવો. જીવન સાથી સાથેે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતાં મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યંુ કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. ચિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય અેનું ધ્યાન રાખવું.

દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા આતિશી

0

આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને 17 સપ્ટેમ્બરે  નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર થઈ ગયું હતું.  આતિશીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં છે. આ સાથે જ ચાર જૂના મંત્રી ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન સિવાય કેબિનેટના નવા ચહેરાના રૂપે સુલ્તાનપુર માજરાના ધારાસભ્ય મુકેશ કુમાર અહાવલતે પણ મંત્રી પદની શપથ લીધાં છે.

Image

મુકેશ અહલાવતના રૂપમાં એક દલિત ચહેરાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો કે, દલિત ચહેરાના રૂપમાં વિશેષ રવિ અને કુલદીપ કુમારના નામ પણ રેસમાં હતા. પરંતુ તેમના બદલે પ્રથમ વખતના ધારાસભ્ય મુકેશને મહત્ત્વ આપવામાં આવ્યું છે. મુકેશે 2020માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર સુલ્તાનપુર માજરાથી પ્રથમ વખત દિલ્હીની ચૂંટણી લડી હતી. તેમણે આ ચૂંટણીમાં 48,042 મતોથી જીત હાંસલ કરી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથગ્રહણની તારીખથી આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે અને અરવિંદ કેજરીવાલનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિએ 5 મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી આપી હતી. આજે (શનિવાર) આતિશી અને તેમના મંત્રીમંડળને રાજ નિવાસ ખાતે શપથ ગ્રહણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીના કથિત ‘દારૂ કૌભાંડ કેસ’માં જેલમાંથી મુક્ત થયા બાદ 18 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી માટે આતિશીના નામને મંજૂરી આપી હતી.

રસપ્રદ વાત એ છે કે આતિશી 43 વર્ષની છે. તે દેશની રાજધાની દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. પૂર્વ સીએમ શીલા દીક્ષિત 60 વર્ષની વયે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. 46 વર્ષની ઉંમરે બીજેપી નેતા સુષ્મા સ્વરાજે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીના સીએમનું પદ સંભાળ્યું. તેઓ 1998માં 52 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા.

આ પણ વાંચો :-

સુરતની નર્મદ યુનિવર્સિટી પરીક્ષામાં ગેરરીતિ રોકવા લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ઓક્ટોબર મહિનાથી પરીક્ષા શરુ થઇ રહી છે ત્યારે પરીક્ષામાં ગેરરીતી ના થાય તે માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતી કરતા પકડશે તો વિદ્યાર્થીને 2500 થી શરુ કરીને 10 હજાર સુધીનો દંડ વસુલવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા માટે 120 સભ્યોની કૂલ 18 ટીમ બનાવવામાં આવી છે. જેઓ આકસ્મિક રીતે 200 કરતા વધારે યુનિવર્સીટી પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતી અંગે તપાસ કરશે.

वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय में केवल 1 छात्र पास हुआ

કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 2024-25ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે 120 સભ્યોની કુલ 18 ટીમ બનાવવામાં આવી છે. જેઓ આકસ્મિક રીતે 200 કરતા વધુ પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતી અંગે તપાસ કરશે અને આ અંગે જે કઈ ગેરરીતી પકડાશે તે ઓનલાઈન માધ્યમથી તરત જ યુનિવર્સીટીને જાણ કરશે.

આ ઉપરાંત યુનિવર્સીટી પોતાના તમામ 200 સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે. જેથી પ્રશ્નપત્ર ખોલવા, સ્વીકારવા, ઉતરવહીના બંડલો આ પ્રકારની સંવેદનશીલ બાબતોનું રેકોર્ડિંગ થશે. સ્ટ્રોંગ રૂમ પર 24 કલાક કેમેરા રહેશે અને તેનું રેકોર્ડિંગ પણ શરુ રહેશે. આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો છે, તેનું લાઈવ નિરીક્ષણ પણ કરવામાં આવશે. જેથી તેની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડશે તો વિદ્યાર્થીને 2500 થી શરુ કરીને 10 હજારથી પણ વધુના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે તેઓ ગેરરીતીથી દુર રહે.

આ પણ વાંચો :-

તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને વિવાદ પર પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની પ્રતિક્રિયા

0

તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલી રહેલા તાજેતરના વિવાદ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રસાદમાં ભેળસેળને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે. તેમણે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે આ ઘટના સામે આવ્યા બાદ હિંદુઓમાં પ્રસાદ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે તેમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ છે.

राष्ट्रपति कोविन्द 28 से 30 अक्टूबर तक गुजरात दौरे पर रहेंगे | एक नया व्यवसाय शुरू करें और पढ़ें

પૂર્વ રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હું બનારસમાં રહેતા છતાં બાબા વિશ્વનાથના દર્શન કરવા ન જઈ શક્યો. પરંતુ મારા કેટલાક સાથીઓ દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી આવીને તેમણે મને બાબાનો પ્રસાદ આપ્યો, તે પ્રસાદ મારા હાથમાં આવતા જ મને અચાનક તિરુપતિ મંદિરનો પ્રસાદ યાદ આવ્યો. હું એકલો જ નથી જેની પ્રસાદમાં અતૂટ શ્રદ્ધા છે. પરંતુ ભેળસેળનો જે મામલો સામે આવ્યો છે તે હિંદુ શાસ્ત્રોમાં પાપ સમાન છે.

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે પ્રસાદમાં ભેળસેળની કબૂલાત કરી છે. લાડુના પ્રસાદ વિવાદ મુદ્દે તિરૂપતિ મંદિરના મેનેજમેન્ટે દાવો કર્યો છે. લાડુનો પ્રસાદ હવે શુદ્ધ અને પવિત્ર હોવાનુ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે સ્વીકાર્યુ છે. 4 લેબ રિપોર્ટમાં ઘીમાં પશુની ચરબી હોવાની પુષ્ટિ થઈ છે. પ્રસાદમાં ભેળસેળ મામલે સપ્લાયર સામે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે. મંદિર મેનેજમેન્ટ પાસે લેબ ન હોવાનો સપ્લાયરે ફાયદો ઉઠાવ્યો છે. ઘી સપ્લાય કરનાર એ.આર.ડેરી ફૂડ્સે ગેરલાભ ઉઠાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ પણ આ મામલે સીએમ ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ મામલામાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

રાજકોટમાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

0

રાજકોટમાં આજે સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. શહેરના એક સોની પરિવારના 9 સભ્યે ઊધઈ મારવાની દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. તમામની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈના 4 વેપારીને આપેલા સોનાના માલના પોણાત્રણ કરોડ રૂપિયા ન આપતાં સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું હતું. તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોની પરિવારના 9 સભ્યે રાત્રે અથવા વહેલી સવારે દવા પીધી હતી, જોકે બપોરના સમયે તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.

एक नया व्यवसाय योजना शुरू करने के लिए

આ સોની પરિવારને મુંબઈની પેઢી સાથે કરોડોની લેતીદેતી હતી. મુંબઈની 3 પેઢીએ સોની વેપારીના દાગીના લઈને પૈસા કે સોનાનું પેમેન્ટ નહીં કરતાં પરિવારે આપઘાત માટે ઊધઈ મારવાની દવા પી લીધી હતી. 8 લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 9મી વ્યક્તિને ઝેરી દવાની ઓછી અસર થઈ છે. વેપારીએ બેંકમાંથી મોટી લોન પણ લીધી હતી. સમગ્ર મામલે પરિવારની વ્યક્તિએ વિગત જણાવી છે.

સ્વજન કેતન ઓડેસરાએ જણાવ્યું હતું કે અમે સોની વેપારી છીએ. અમારે ઓર્ડર પ્રમાણે સોનાનું કામ કરવાનું હોય છે. અમે બહારના વેપારીને માલ આપીએ છીએ, તેમણે અમારું પેમેન્ટ આપ્યું નથી. મુંબઈના 4 વેપારી પાસેથી પોણાત્રણ કરોડ રૂપિયા લેવાના હતા. રૂપિયા માગીએ તો ટાઇમ આપ્યા રાખે છે. 11 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરિવારના 9 સભ્યએ ઝેરી દવા પીધી છે. 15-15 દિવસના વાયદા આપતા હતા એટલે પોલીસ સુધી પહોંચ્યા નહોતા. પોલીસ પાસે ન જવાની ધમકી પણ આપતા. વિજય કૈલાસજી રાવલ, પ્રશાંત, મહેન્દ્ર નામના વેપારી છે. ઊધઇ મારવાની દવા પી લીધી છે.

દવા પીનાર પરિવારના સભ્યોનાં નામ

  • લલિત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72)
  • મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉં.વ.64)
  • ચેતન લલિતભાઈ આડેસરા (ઉં.વ.45)
  • દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43)
  • જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21)
  • વિશાલ લલિતભાઈ આડેસરા (ઉં.વ.43)
  • સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41)
  • સગીર (ઉં.વ.15)
  • એકને ઝેરની ઓછી અસર થઈ છે

આ પણ વાંચો :-

કચ્છના દરિયામાંથી ફરી મળ્યું ચરસ, BSFએ શંકાસ્પદ 12 ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા

0

ગુજરાતમાં નશાકારક પદાર્થે પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થો મળતા હોય છે. ત્યારે કચ્છના જખૌ નજીક ફરી એક વાર ડ્રગ્સના પેકેટ મળ્યા છે. જખૌ નજીક બિનવારસી હાલતમાં ફરી એક વાર ડ્રગ્સના 10 પેકેટ મળ્યા હતા. BSFએ શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 3 મહિનામાં ડ્રગ્સના કૂલ 272 પેકેટ જપ્ત કર્યા છે. પરંતુ અહિં સવાલએ છે કે અવારનવાર અહીં ડ્રગ્સના પેકેટ કેમ મળે છે ? આ ડ્રગ્સના પેકેટ કોણ મગાવે છે ? સહિતના અનેક પ્રશ્નો ઉભા થાય છે.

બીજી તરફ વડોદરાના ટાવર ઘી કાંટા રોડ પરની ફાર્મા કંપનીની ઓફિસમાં દિલ્હીની નાર્કોટિક્સએ સર્ચ હાથ ધર્યું છે. વડોદરાના કારેલીબાગ પોલીસને સાથે રાખીને સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. દિલ્હીથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યુ છે. ખ્લોરોફિલ્સ બાયોટેકની ગેરકાયદે દવા પકડાઈ હતી. MPમાં આવેલી ખ્લોરોફિલ્સ બાયોટેકની ફેકટકીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 850 બોટલ મયકોડેન સીરપ અને 15 હજાર 300 ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો સીઝ કરાયો છે.

આ પણ વાંચો :-

મ્યાનમારથી 900 કુકી આતંકવાદીઓની ઘૂસણખોરી બાદ મણિપુર સુરક્ષા એલર્ટ પર

0

મણિપુરમાં છેલ્લા 16 મહિનાથી હિંસા ચાલી રહી છે. દરમિયાન, એક ઇનપુટએ રાજ્યની સુરક્ષા એજન્સીઓ માટે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. ઈન્ટેલિજન્સ અનુસાર, ડ્રોન આધારિત બોમ્બ, પ્રોજેક્ટાઈલ્સ, મિસાઈલ અને જંગલ યુદ્ધની તાલીમ મેળવનારા 900થી વધુ કુકી આતંકવાદીઓ મ્યાનમાર થઈને મણિપુરમાં પ્રવેશ્યા છે.

મણિપુર: 18 સપ્ટેમ્બરના રોજ સવારે 5 થી સાંજના 8 વાગ્યા સુધી ચાર જિલ્લામાં કર્ફ્યુ હળવો કરવામાં આવશે – હિન્દુસ્તાન ટાઇમ્સ

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આતંકવાદીઓ 30 સભ્યોના જૂથમાં હોવાના અહેવાલ છે અને હાલમાં તેઓ જુદા જુદા વિસ્તારોમાં છે. આતંકવાદીઓ 28 સપ્ટેમ્બર 2024 ની આસપાસ મેઇટી ગામો પર બહુવિધ હુમલાઓ કરે તેવી માહિતી છે. દરમિયાન, મણિપુર સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે ગુપ્તચર અહેવાલની પુષ્ટિ કરતા કહ્યું, જ્યાં સુધી તે ખોટા સાબિત ન થાય ત્યાં સુધી અમે માનીએ છીએ કે તે 100% સાચું છે.

દરમિયાન, મણિપુરમાં સુરક્ષા એજન્સીઓએ રાજ્યમાં ડ્રોનના ઉપયોગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) લાગુ કરી નથી, એમ કુલદીપ સિંહે જણાવ્યું હતું. આ મુજબ, અધિકારીઓની પરવાનગી વિના કોઈને પણ આ ઉપકરણોને ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તાજેતરમાં, મણિપુર પોલીસ સાથે ભારતીય સેનાના સંયુક્ત ઓપરેશનમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પહાડી વિસ્તારોમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો મોટો જથ્થો મળી આવ્યો છે. આ ઓપરેશન બોંગજાંગ અને ઈથમ ગામો પાસે થયું હતું.

તમને જણાવી દઈએ કે મણિપુરમાં લગભગ 16 મહિનાથી હિંસા ચાલી રહી છે. પરંતુ સપ્ટેમ્બરની શરૂઆતમાં થયેલી તાજેતરની હિંસાએ બધાને ચોંકાવી દીધા છે. આ હુમલામાં ડ્રોન, મિસાઈલ અને ખતરનાક આધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચેની લડાઈમાં અત્યાર સુધીમાં ૨૨૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. સેંકડો ઘાયલ થયા છે અને હજારો મિલકતોને નુકસાન થયું છે.

આ પણ વાંચો :-

શુભમન ગિલ ચેન્નાઈમાં બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકારી

0

પ્રિન્સ ઓફ ક્રિકેટ’ તરીકે ઓળખાતા શુભમન ગીલે ચેન્નાઈ ટેસ્ટ (IND vs BAN) મેચમાં ભારતની બીજી ઇનિંગ દરમિયાન શાનદાર અડધી સદી ફટકારી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે, ગિલે ભારતીય ઇનિંગ્સની 30મી ઓવરમાં મેહદી હસન મિરાજના બોલ પર બે ગગનચુંબી સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. ગિલની ટેસ્ટમાં આ સાતમી અડધી સદી છે. ઉલ્લેખનીય છે કે, બે છગ્ગા ફટકારીને ગિલે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. ગિલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સિક્સર મારવાનું કારનામું રચી દીધું છે.

India vs Bangladesh Live Score, 1st Test Day 3: Shubman Gill slams century vs Bangladesh in Chennai

ગિલ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 26, ODIમાં 52 અને T20I ક્રિકેટમાં 22 સિક્સર ફટકારી ચૂક્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 છગ્ગા મારનાર 17મો ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. આ સિવાય ગિલે ટેસ્ટની બીજી ઇનિંગમાં સતત ચોથી અડધી સદી પણ ફટકારી છે. તે જ સમયે, શુભમન ગિલ એવો બેટ્સમેન પણ છે જેણે વર્ષ 2023 પછી સૌથી વધુ રન અને સદી ફટકારી છે.

મહત્ત્વપૂર્ણ છે કે, ગિલ ચેન્નાઈ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં કોઈ રન બનાવી શક્યો નથી, ત્યારબાદ તેની બેટિંગની ટીકા થવા લાગી હતી, પરંતુ તેણે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. બીજી તરફ જો ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો ભારતીય ટીમે મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે.

ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. અશ્વિને ભારત માટે પ્રથમ દાવમાં શાનદાર 113 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ 86 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં માત્ર 149 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતના બુમરાહે 4 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો :-

સુરતમાં ટ્રેન ઉથલાવાનું નિષ્ફળ પ્રયાસ

0

સુરત માથેથી મોટી ઘાત ટળી છે. ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. કીમ-કોસંબા વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર ટ્રેનને ઉથલાવી પાડવાનો પ્રયાસ કરાયો છે. ટ્રેક પર જોગલ ફિશર પ્લેટ ખોલીને મૂકવામાં આવી હતી. ડાઉન ટ્રેક પરથી આ પ્લેટ ખોલીને અપટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. આ ડાઉન ટ્રેક પ્લેટ યુપી લાઈન ટ્રેક પરથી ખોલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ,રેલવેના અધિકારીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રેનની અવરજવર બંધ કરવામાં આવી હતી.

સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી 1 - image

પશ્વિમ રેલવે, વડોદરા ડિવીઝનને શનિવારે તેનો એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોને કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી, ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. જોકે ઝડપથી જ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી હતી.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ 43 કિલોમીટર દૂર રૂદ્રપુર સિટી રેલવે સ્ટેશન પાસે સર્જાઇ હતી. રૂદ્રપુર સિટી સેક્શનના રેલવે એન્જીનિયર રાજેન્દ્ર કુમારને ફરિયાદ પર રામપુરના રાજકીય રેલવે પોલીસ મથકમાં એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૪/ શનિવાર ના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબળમાં વધારો થાય. આવકમાં નું પાસું મજબૂત થતું જણાય. ઘારેલી આવક મે‍ળવવી શકાય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સા વાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ

અણગમતા સંજોગો નો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંધર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જ‍ળવાય. મિત્રો થી સહકાર મળે.

મિથુનઃ

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જ‍ળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણો થી ફાયદા તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શકય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શકય બને. નોકરીમાં બયતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ

થોડું ગુસ્સાનૂં પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદ દાયક સાબિત થાય. તમામ કાયોમાં સફળતાં મળતી જણાય. આરોગ્ય સાચવું.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ બનાય અેનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતાં મળતી જણાય છે.

તુલાઃ

સૈદંર્ય, કલા અને રસીક તત્વના સંયોગ થી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્ગત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિકસ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિકઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસું મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્ર નું મિલન શકય બને. ભાગ્યનો સાથ મળતો નથી આથી નોકરી, ધંઘામાં શાંતિ રાખવી.

ધનઃ

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લફલે અેનું ધ્યાન રાખવું, મિત્રો વર્ગથી ખૂૂૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શકય બને. હાલના કાર્યક્ષેત્રેમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શકય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધરો પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનો ના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ

મજબૂત આત્મ‌બળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા, વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.