રાજકોટમાં આજે સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. શહેરના એક સોની પરિવારના 9 સભ્યે ઊધઈ મારવાની દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. તમામની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈના 4 વેપારીને આપેલા સોનાના માલના પોણાત્રણ કરોડ રૂપિયા ન આપતાં સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું હતું. તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોની પરિવારના 9 સભ્યે રાત્રે અથવા વહેલી સવારે દવા પીધી હતી, જોકે બપોરના સમયે તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.
આ સોની પરિવારને મુંબઈની પેઢી સાથે કરોડોની લેતીદેતી હતી. મુંબઈની 3 પેઢીએ સોની વેપારીના દાગીના લઈને પૈસા કે સોનાનું પેમેન્ટ નહીં કરતાં પરિવારે આપઘાત માટે ઊધઈ મારવાની દવા પી લીધી હતી. 8 લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 9મી વ્યક્તિને ઝેરી દવાની ઓછી અસર થઈ છે. વેપારીએ બેંકમાંથી મોટી લોન પણ લીધી હતી. સમગ્ર મામલે પરિવારની વ્યક્તિએ વિગત જણાવી છે.
સ્વજન કેતન ઓડેસરાએ જણાવ્યું હતું કે અમે સોની વેપારી છીએ. અમારે ઓર્ડર પ્રમાણે સોનાનું કામ કરવાનું હોય છે. અમે બહારના વેપારીને માલ આપીએ છીએ, તેમણે અમારું પેમેન્ટ આપ્યું નથી. મુંબઈના 4 વેપારી પાસેથી પોણાત્રણ કરોડ રૂપિયા લેવાના હતા. રૂપિયા માગીએ તો ટાઇમ આપ્યા રાખે છે. 11 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરિવારના 9 સભ્યએ ઝેરી દવા પીધી છે. 15-15 દિવસના વાયદા આપતા હતા એટલે પોલીસ સુધી પહોંચ્યા નહોતા. પોલીસ પાસે ન જવાની ધમકી પણ આપતા. વિજય કૈલાસજી રાવલ, પ્રશાંત, મહેન્દ્ર નામના વેપારી છે. ઊધઇ મારવાની દવા પી લીધી છે.
દવા પીનાર પરિવારના સભ્યોનાં નામ
- લલિત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72)
- મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉં.વ.64)
- ચેતન લલિતભાઈ આડેસરા (ઉં.વ.45)
- દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43)
- જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21)
- વિશાલ લલિતભાઈ આડેસરા (ઉં.વ.43)
- સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41)
- સગીર (ઉં.વ.15)
- એકને ઝેરની ઓછી અસર થઈ છે
આ પણ વાંચો :-