મેષઃ
મનોબળમાં વધારો થાય. આવકમાં નું પાસું મજબૂત થતું જણાય. ઘારેલી આવક મેળવવી શકાય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સા વાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.
વૃષભઃ
અણગમતા સંજોગો નો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંધર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રો થી સહકાર મળે.
મિથુનઃ
મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણો થી ફાયદા તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શકય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.
કર્કઃ
દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શકય બને. નોકરીમાં બયતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.
સિંહઃ
થોડું ગુસ્સાનૂં પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદ દાયક સાબિત થાય. તમામ કાયોમાં સફળતાં મળતી જણાય. આરોગ્ય સાચવું.
કન્યાઃ
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ બનાય અેનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતાં મળતી જણાય છે.
તુલાઃ
સૈદંર્ય, કલા અને રસીક તત્વના સંયોગ થી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્ગત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિકસ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.
વૃશ્ચિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસું મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્ર નું મિલન શકય બને. ભાગ્યનો સાથ મળતો નથી આથી નોકરી, ધંઘામાં શાંતિ રાખવી.
ધનઃ
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લફલે અેનું ધ્યાન રાખવું, મિત્રો વર્ગથી ખૂૂૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.
મકરઃ
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શકય બને. હાલના કાર્યક્ષેત્રેમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શકય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.
કુંભઃ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધરો પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનો ના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.
મીનઃ
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા, વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.