Sunday, Mar 23, 2025

તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને વિવાદ પર પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની પ્રતિક્રિયા

2 Min Read

તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલી રહેલા તાજેતરના વિવાદ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રસાદમાં ભેળસેળને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે. તેમણે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે આ ઘટના સામે આવ્યા બાદ હિંદુઓમાં પ્રસાદ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે તેમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ છે.

राष्ट्रपति कोविन्द 28 से 30 अक्टूबर तक गुजरात दौरे पर रहेंगे | एक नया व्यवसाय शुरू करें और पढ़ें

પૂર્વ રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હું બનારસમાં રહેતા છતાં બાબા વિશ્વનાથના દર્શન કરવા ન જઈ શક્યો. પરંતુ મારા કેટલાક સાથીઓ દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી આવીને તેમણે મને બાબાનો પ્રસાદ આપ્યો, તે પ્રસાદ મારા હાથમાં આવતા જ મને અચાનક તિરુપતિ મંદિરનો પ્રસાદ યાદ આવ્યો. હું એકલો જ નથી જેની પ્રસાદમાં અતૂટ શ્રદ્ધા છે. પરંતુ ભેળસેળનો જે મામલો સામે આવ્યો છે તે હિંદુ શાસ્ત્રોમાં પાપ સમાન છે.

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે પ્રસાદમાં ભેળસેળની કબૂલાત કરી છે. લાડુના પ્રસાદ વિવાદ મુદ્દે તિરૂપતિ મંદિરના મેનેજમેન્ટે દાવો કર્યો છે. લાડુનો પ્રસાદ હવે શુદ્ધ અને પવિત્ર હોવાનુ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે સ્વીકાર્યુ છે. 4 લેબ રિપોર્ટમાં ઘીમાં પશુની ચરબી હોવાની પુષ્ટિ થઈ છે. પ્રસાદમાં ભેળસેળ મામલે સપ્લાયર સામે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે. મંદિર મેનેજમેન્ટ પાસે લેબ ન હોવાનો સપ્લાયરે ફાયદો ઉઠાવ્યો છે. ઘી સપ્લાય કરનાર એ.આર.ડેરી ફૂડ્સે ગેરલાભ ઉઠાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ પણ આ મામલે સીએમ ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ મામલામાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article