Home Blog Page 629

બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાનો કોંગ્રેસ પર કટાક્ષ

0

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. બીજેપી એ સૌ કોઈને ચોંકાવતા પોતાની સરકાર બનાવી છે, અત્યાર સુધીનું પરિણામ જણાવી રહ્યું છે કે પાર્ટીની સ્પષ્ટ બહુમતી મળી રહી છે. હવે બીજેપી એ કોંગ્રેસનો મજાક બનાવવાનું પણ શરૂ કરી દીધુ છે. ભાજપના તમામ પ્રવક્તાઓ એ વાત પર મજાક ઉડાવી રહ્યા છે કે શરૂઆતના ટ્રેંડ બાદ જ કોંગ્રેસે ઉજવણી કરવાનું શરૂ કરી દીધુ હતું.

Rahul's Elevation is Rigged: Maha Congress Secy Shehzad Poonawalla

બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે વારે 8.30થી 9 વાગ્યે પવન ખેડા જલેબી વહેંચી રહ્યા હતા. 11થી 11.30 આવતા આવતા તેમના પ્રવક્તા ચૂંટણી આયોગને ભાંડવા લાગ્યા હતા. 12 વાગતા જ જયરામ રમેશ દેશની સંસ્થા પર સવાલો ઉઠાવા લાગ્યા અને 2 વાગતા જ દેશની જનતાના વિવેક પર પણ સવાલ ઉઠાવવાનું કામ કોંગ્રેસ પાર્ટી જરૂરથી કરશે.

પૂનાવાલાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે ભલે હરિયાણા હોય કે જમ્મુ-કાશ્મીર, જનતાએ કોંગ્રેસ પાર્ટીને એક સાફ સંદેશ આપી દીધો છે કે, પહેલવાન, જવાન અને ખેડૂત પીએમ મોદીનું સન્માન કરે છે અને રાહુલ ગાંધીની દુકાન નફરતની છે. એટલા માટે હરિયાણાની જનતાએ રાહુલ ગાંધીની તથાકથિત મોહબ્બતની દુકાનને બંધ કરી દીધી છે. પીએમ મોદીના નેતૃત્વમાં હરિયાણામાં અમારી ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે. આ ઐતિહાસિક જીત છે.

આ પણ વાંચો :-

ગાંધીનગરમાં કમલમ્ ખાતે હરિયાણા જીતની ઉજવણી, ગૃહરાજ્યમંત્રી પણ ઉજવણીમાં ઉપસ્થિત

0

હરિયાણામાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. જેને લઈને અત્યારે ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી ઉત્સવ માનવી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હરિયાણામા પ્રચંડ જીતની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ દિલ્હીમાં ભાજપ કાર્યાલયે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જાણકારી પ્રમાણે ચંદીગઢમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. આ સાથે CM નાયબ સિંહ સૈનીએ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, હરિયાણામાં પરિણામ વચ્ચે રાજકીય હલચલ તેજ જોવા મળી છે. આગામી સરકારના શપથગ્રહણ અંગેની પણ તૈયારીઓ ચાલી રહીં છે.

મહત્વની વાત એ છે કે, હરિયાણામાં ભાજપની જીતની ગુજરાત ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત ભાજપના આગેવાનોએ જલેબીથી મો મીઠું કરીને જીતની ઉજવણી કરી છે. ગુજરાત ભાજપમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહીં છે. નોંધનીય છે કે, ભારતના કેન્દ્રિય મંત્રી સી.આર પાટીલે પણ જલેબી બનાવી હતી. આ સાથે ઉજવણી દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતાં. ગાંધીનગરમાં કમલમ ખાતે જીતની ઉજવણી કરવામ માટે જલેબી બનાવવામાં આવી હતી.

નોંધનીય છે કે, ગાંધીનગરમાં કમલમ્ ખાતે સૌ કાર્યકર્તાઓ હરિયાણામાં જીત માટે જલેબીથી મો મીઠું કર્યુ હતું. મહત્વની વાત એ છે કે, ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું જલેબીવાળુ ભાષણ ટ્રોલ થયું હતું. જેથી ગુજરાતમાં જીતની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહીં છે. ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને જલેબી ખવરાવીને હરિયાણામાં થયેલી જીતની ઉજવણ કરી હતી. જલેબી ખવરાવવાનું કારણ એ હતું કે, હરિયાણા ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું જલેબીવાળું ભાષણ ભારે ટ્રોલ થયું હતું.

આ પણ વાંચો :-

ઇઝરાયેલી સેનાએ બેરૂતમાં બોમ્બમારો કર્યો, હિઝબુલ્લાહનો ટોપ કમાન્ડર સુહેલ હુસૈની માર્યો ગયો

0

ઈઝરાયેલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહી છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદી હુમલાની વરસી પર ઈઝરાયેલે બેરૂતમાં મોટા હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડરને મારી નાખ્યો છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે આતંકવાદી જૂથના લોજિસ્ટિક્સ, બજેટ અને મેનેજમેન્ટની દેખરેખ માટે જવાબદાર સુહેલ હુસૈની હુમલામાં માર્યા ગયા હતા. હિઝબુલ્લાહ તરફથી હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

Lebanon Israel War Situation Update; Dahieh Hezbollah Headquarters Nasrallah| Netanyahu Hezbollah | ચીફ નસરાલ્લાહ માર્યો ગયો, હિઝબુલ્લાહે 20 કલાક પછી સ્વીકાર્યું: લેબનનમાં ...

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હુસૈની ઈરાનથી આધુનિક શસ્ત્રો સપ્લાય કરવામાં અને પછી તેને વિવિધ હિઝબુલ્લાહ એકમોને પહોંચાડવામાં સામેલ હતો. હુસૈની જૂથની લશ્કરી પરિષદના સભ્ય હતા. ઇઝરાયલે તાજેતરના સપ્તાહોમાં હુમલા કરીને હિઝબુલ્લાહના ટોચના નેતા હસન નસરાલ્લાહ સહિત ઘણા ટોચના કમાન્ડરોને મારી નાખ્યા છે.

અત્રે એ પણ જણાવી દઈએ કે અત્યાર સુધી કરવામાં આવેલા હુમલાઓમાં ઈઝરાયેલે હિઝબુલ્લાહને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ઈઝરાયેલી સેનાએ એમ પણ કહ્યું છે કે તે લેબનોનના દક્ષિણી કિનારે ટૂંક સમયમાં ઓપરેશન શરૂ કરશે. ઈઝરાયેલની સેનાએ ભૂમધ્ય સમુદ્રના 60 કિલોમીટર વિસ્તારમાં રહેતા રહેવાસીઓ અને માછીમારોને બીચથી દૂર રહેવાની ચેતવણી આપી છે. સેનાના નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કયા પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવશે.

IDF અનુસાર આ હુમલાઓ પાછળનો હેતુ હિઝબુલ્લાહની કમાન્ડ અને કંટ્રોલ અને ફાયરિંગ ક્ષમતાઓને નષ્ટ કરવાનો હતો. તેમજ ઈઝરાયલે આ હુમલા હિઝબુલ્લાહની કમાન્ડ અને કંટ્રોલ અને ફાયરિંગ ક્ષમતાઓને નષ્ટ કરવા માટે કર્યા હોવાની IDF જાણકારી આપી હતી. તેમજ આ હવાઈ હુમલાઓ ઈઝરાયલના ગ્રાઉન્ડ ઓપરેશનમાં સામેલ સૈનિકોને તેમના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

સુરતમાં મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો!

સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે. વરાછા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકના પરિવારે ડાયમંડ કંપની સામે ગંભીર આક્ષેપ કર્યા છે. કંપનીએ બોનસ આપવાની મનાઈ કરતા સતત બે દિવસથી માનસિક તણાવમાં રહેતા રત્ન કલાકારે આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ મામલે વરાછા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ@ગુજરાત: યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ભારે ચકચાર મચી

સુરતની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતાં રામસિંગ સિંહ ચાર સંતાનો સાથે રહેતા હતાં. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલતી મંદીના કારણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં હતાં. ત્યારે ત્યારે આર્થિક મંદીમાં પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે અંગેની ચિંતામાં રામસિંગે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસ મુજબ, ડાયમંડ ઉદ્યોગમાં મંદીનાં કારણે સ્ટાર ડાયમંડ કંપની દ્વારા બોનસ આપવાની મનાઈ કરવામાં આવી હતી. આથી, છેલ્લા બે દિવસથી અંદાજિત 500 થી વધુ રત્ન કલાકારો બોનસ આપવાની માગ સાથે કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.

પરિવારનાં આરોપ અનુસાર, રત્ન કલાકાર રામ નગિનાસિંહ આર્થિક ભીંસના કારણે સતત બે દિવસથી માનસિક રીતે તણાવમાં રહેતા હતા. તેઓ પહેલા દર મહિને રૂ. 50 થી 60 હજાર જેટલો પગાર પાડતા હતા. પરંતુ, છેલ્લા બે માસથી હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનાં કારણે મહિને માત્ર 15 થી 20 હજારનું કામ થતું હતું. આ વચ્ચે કંપનીએ બોનસ આપવાની પણ મનાઈ કરી દીધી હતી. આથી, રામભાઈ ખૂબ જ ચિંતામાં મૂકાયા હતા. આખરે તેમણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પરિવારની ફરિયાદનાં આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

હરિયાણામાં જુલાના બેઠકથી વિનેશ ફોગાટની જીત

0

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાલમાં જ રાજકારણમાં જોડાનારી પૂર્વ રેસલર વિનેશ ફોગાટે જુલાના બેઠક પરથી 6015 મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે વિનેશ ફોગાટને અત્યંત જટિલ બેઠક પરથી ઉમેદવાર બનાવી હતી. જુલાના બેઠક પરથી ફોગાટ પૂર્વ આર્મી કેપ્ટન અને ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને ટક્કર આપી રહી હતી. બૈરાગીને 6000 મતોની સરસાઈથી ધોબીપછાડ આપ્યો છે. આ સિવાય જુલાના બેઠક પરથી જેજેપી તરફથી ઉમેદવાર અમરજીત ધંડા, અને આપની રેસલર કવિતા દલાલે ચૂંટણી લડી હતી.

ગત વખતે કોંગ્રેસ આ બેઠક પર 12 ટકા મત સાથે ત્રીજા ક્રમે હતી. જેજેપીના અમરજીત ધાંડા આ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. એક વાત વિનેશ ફોગાટની તરફેણમાં જઈ શકે છે અને તે એ છે કે જેજેપી આ ક્ષેત્રમાં નબળી પડી રહી છે. જેજેપીના મતદારો ભાજપની વિરુદ્ધના મતદારો હતા, તેથી વિનેશ માટે જીતનો માર્ગ સરળ બન્યો હતો.

રેસલર વિનેશ ફોગટે વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે. કોંગ્રેસે જુલાણાથી વિનેશને ટિકિટ આપી હતી. તેમણે ભાજપના યોગેશ કુમારને હરાવ્યા છે. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે ભાગ લીધો હતો. તે 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચી હતી. આખા દેશને આશા હતી કે ગોલ્ડ મેડલ આવશે. પરંતુ ફાઈનલ પહેલા વિનેશનું વજન 100 ગ્રામ વધુ હતું અને તેના કારણે તે ડિસક્વોલિફાઈ થઈ ગઈ હતી.

પેરિસ ઓલિમ્પિક બાદ બજરંગ પુનિયા પણ વિનેશ ફોગાટ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. બજરંગે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. વિનેશની જીત બાદ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘દેશની દીકરી વિનેશ ફોગટને તેની જીત માટે ખૂબ ખૂબ અભિનંદન. આ લડાઈ માત્ર એક જુલાના બેઠક માટે નહોતી, માત્ર 3-4 વધુ ઉમેદવારો સાથે જ નહીં, માત્ર પક્ષો વચ્ચેની લડાઈ જ નહીં. આ લડાઈ દેશની સૌથી મજબૂત દમનકારી શક્તિઓ સામે હતી. અને આમાં વિનેશ વિજેતા બની હતી.

આ પણ વાંચો :-

ઇન્સ્ટાગ્રામની સર્વિસ બંધ, અનેક યુઝર્સ પરેશાન, લોકોએ સ્ક્રીનશૉટ્સ શેર કર્યા

0

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં યુઝરને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ઇન્સ્ટાગ્રામ વેબ યુઝર માટે બંધ થઈ ગયું હતુ. ઇન્સ્ટાગ્રામ ડાઉન થવા અંગે X પ્લેટફૉર્મ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. જેમાં યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર કોઈ રીલ, પોસ્ટ કે સ્ટોરી શેર કે ઓપન કરી શકતા ન હતા.

Instagram down: Netizens report issues in the message delivery, ET BrandEquity

સવારે 11:30 વાગ્યાની આસપાસ આઉટેજ શરૂ થયો ઈન્સ્ટાગ્રામની સર્વિસ મંગળવારે અચાનક બંધ થઈ ગઈ હતી. આ પછી ઘણા યુઝર્સ તેની સર્વિસનો ઉપયોગ કરી શક્યા ન હતા. આ સમય દરમિયાન સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ વગેરેને ટ્રેક કરનારી વેબસાઇટ Downdetector પર ઘણા લોકોએ જાણ કરી હતી. સવારે 11:30 વાગ્યાની આસપાસ આ આઉટેજ શરૂ થયો હતો.

લગભગ 1 હજાર યુઝર્સે Downdetector પર જાણ કરી અને થોડીવારમાં આ સંખ્યા 2 હજાર સુધી પહોંચી ગઈ. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમને ઈન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઘણા લોકોએ X પ્લેટફોર્મ પર ઈન્સ્ટાગ્રામ ડાઉનને લઈને પોસ્ટ પણ શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. ઘણા યુઝર્સ આના પર ફોટો અને વીડિયો વગેરે શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ આ પ્લેટફોર્મ પર ખૂબ લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, અહીં યુઝર્સ મેસેજ વગેરે પણ મોકલી શકે છે. અહીં ઘણી સેલિબ્રિટીઝ પણ હાજર છે, આની મદદથી યુઝર્સ તેમની ફેવરિટ સેલિબ્રિટી અને સ્ટાર્સની લાઈફસ્ટાઈલ અને પસંદગીઓ વિશે જાણી શકે છે.

ઇન્સ્ટાગ્રામ અને તેની પેરેન્ટ કંપની મેટાએ હજુ સુધી આ આઉટેજ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. જો કે, આ અંગેના કેટલાક મીમ્સ સોશિયલ મીડિયા પર પણ આવ્યા, જ્યાં લોકોએ આ આઉટેજ વિશે પોસ્ટ કર્યું. ઘણા લોકોએ મીમ્સ શેર કર્યા ઘણા લોકોએ મોબાઇલ સ્ક્રીનશોટ શેર કર્યા. આ સિવાય ઘણા લોકોએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે. અહીં લોકોએ બતાવ્યું કે જ્યારે ઇન્સ્ટાગ્રામ ડાઉન છે, ત્યારે યુઝર્સ X પ્લેટફોર્મ તરફ દોડી રહ્યા છે.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસ સત્તા કબ્જે કરે એવા એંધાણ

0

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓના પરિણામો આવતા શરૂ થઈ ગયા છે. અત્યાર સુધીમાં ત્રણ બેઠકોના પરિણામો આવી ચૂક્યા છે, જેમાં એક પર એનસી અને બે પર ભાજપે વિજય નોંધાવ્યો છે. રુઝાનો મુજબ, ઈન્ડિયા ગઠબંધન 52 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે ભાજપ તેના જમ્મુની બેઠકોના બળે 26 બેઠકો પર આગળ છે. અબ્દુલ્લા પરિવારની નેશનલ કૉન્ફરન્સ પોતાની તાકાત પર 40 બેઠકો પર આગળ છે. જ્યારે છેલ્લી વાર ભાજપ સાથે મળીને સરકાર બનાવનારી પીડીઈપીની સ્થિતિ ખરાબ લાગી રહી છે.

ત્રાસવાદના ઓછાયા હેઠળ... - મુંબઈ સમાચાર

પીડીઈપીના નેતા ઇલ્તિજા મુફ્તીએ પોતાની હારને સ્વીકારી છે અને લખ્યું છે કે, “હું લોકોના જનાદેશને સ્વીકારું છું.” તેમની પાર્ટી માત્ર 5 બેઠકો પર આગળ ચાલી રહી છે. લોકસભા ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લાને હરાવીને ચર્ચામાં આવેલા રશીદ ઇજનેરની પાર્ટી પાછળ રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના પોતાની બેઠક નૌશેરા પરથી 11 હજારથી વધુ મતોથી પાછળ ચાલી રહ્યા છે. લગભગ, દાયકાથી પોતાના યોગ્ય ઉમેદવારની રાહ જોઈ રહેલા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદની ખુરશી પર કોણ બેઠે, તેનો નિર્ણય પણ લગભગ આજે જ થઈ જશે. છેલ્લા વિધાનસભા ચૂંટણીથી આજ સુધીમાં કાશ્મીરના લોકો માટે ઘણું બદલાઈ ગયું છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે 370 હટાવીને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું હતું. પરિસીમન બાદ થઈ રહેલી પહેલી ચૂંટણીમાં તમામ પાર્ટીઓ આજે પોતાની જીતનો ધ્વજ લહેરાવવા આતુર છે.

એગ્ઝિટ પોલની વાત કરીએ તો જમ્મુમાં ભાજપને થોડી આગળ મળતી જણાઈ રહી છે, પરંતુ કાશ્મીરમાં તેમની સ્થિતિ વધારે સારી નથી. બીજી બાજુ, નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને કાશ્મીરમાં ઘણી બેઠકો મળવાની અપેક્ષા છે. એગ્ઝિટ પોલ મુજબ, છેલ્લી ચૂંટણીઓથી પીડીઈપીનો ગ્રાફ નીચે જશે, પરંતુ ત્યાર બાદ પણ તે કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.

છેલ્લા વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તે સમયે આ વિસ્તાર એક રાજ્ય હતું. 37 બેઠકો જમ્મુ રીજનમાં હતી, 46 કાશ્મીર ખીણમાં અને 4 લદ્દાખ રીજનમાં હતી. છેલ્લી ચૂંટણીમાં પીડીઈપી 28 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે ભાજપને 25 બેઠકો મળી હતી. ફારુખ અબ્દુલ્લાના નેતૃત્વમાં એનસીને 15, કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. આ ઉપરાંત પિપુલ્સ કૉન્ફરન્સને બે બેઠકો પર વિજય મળ્યો હતો. જ્યારે ત્રણ અપક્ષ પણ વિધાનસભામાં પહોંચવામાં સફળ રહ્યા હતા.

જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનાં ચૂંટણી પરિણામો અનુસાર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. PDPને ભારે નુકસાન થઈ રહ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક પહોંચી ગયું છે. કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. PDP 5 બેઠક પર આગળ છે, જ્યારે અન્ય 3 બેઠક પર આગળ છે.

આ પણ વાંચો :-

હરિયાણામાં બાજી પલટી, ટ્રેન્ડમાં ભાજપને બહુમતી, વિનેશ ફોગાટ ફરી આગળ

0

હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ આવેલા એક્ઝિટ પોલ અને મત ગણતરીની શરૂઆતના તબક્કાને ધ્યાનમાં લેતાં કોંગ્રેસ હરખમાં આવી ગઈ હતી. તેના કાર્યાલય પર મીઠાઈઓ પણ વહેંચાઈ ગઈ હતી. પરંતુ એક કલાક બાદ ભાજપે જંગી બહુમત સાથે લીડ મેળવી રાજ્યમાં હેટ્રિક કરવાની પ્રબળ શક્યતાઓ દર્શાવી બાજી પલટી દીધી હતી. તે કોંગ્રેસને આકરી ટક્કર આપતો જોવા મળ્યો છે. આ બંને પક્ષો વચ્ચે સવારે મત ગણતરી શરૂ થયા બાદ આકરી ટક્કર જોવા મળી રહી હતી. દરેક કલાકમાં વલણ બદલાઈ રહ્યું છે.

શરૂઆતના એક કલાકમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ ચાલી રહી હતી. તેના પક્ષમાં 16 બેઠકો જ્યારે ભાજપને માત્ર 7 બેઠકો પર આગળ ચાલી રહી હતી. જેમ જેમ ગણતરી આગળ વધી રહી હતી ત્યારે કોંગ્રેસ તરફી વલણ વધ્યું હતું. તે બહુમતમાં આવી હતી.

શરૂઆતમાં કોંગ્રેસ તરફી વલણ બાદ 9થી 10 વાગ્યામાં જ ભાજપે ખેલ પાડ્યો હતો. તે કોંગ્રેસને પાછળ પાડતાં બહુમતમાં આવી ગઈ હતી. ભાજપ 50 બેઠકોમાં આગળ ચાલી રહી હતી, જ્યારે કોંગ્રેસ બહુમતના આંકડાથી ઘણી દૂર 35 બેઠકોમાં જ સમેટાતી જોવા મળી છે. બંને પક્ષો વચ્ચે બેઠકનું અંતર સતત વધી રહ્યું છે.

રાજ્યમાં આ વખતે ઘણા મોટા ચહેરા ચૂંટણી મેદાનમાં છે. કુરુક્ષેત્રના લાડવા સીટથી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, રોહતકની ગઢી સાંપલાથી ભૂપિંદર સિંહ હુડ્ડા, જુલાનાથી વિનેશ ફોગાટ, રાનિયાથી રણજીત સિંહ ચૌટાલા, ઉચાના કલાંથી દુષ્યંત ચૌટાલા, સિરસાથી ગોપાલ કાંડા અને હિસારથી સાવિત્રી જિંદાલ સહિત ઘણા મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં છે.

આ પણ વાંચો :-

હરિયાણામાં કોંગ્રેસને પછાડી ભાજપ ઐતિહાસિક વિજય ભણી

0

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીની ગણતરીના થોડા કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થવાનું શરૂ થશે. કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન, ભારતીય જનતા પાર્ટી (BJP) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના ટોચના નેતાઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી સરકાર બનાવવા માટે વિશ્વાસ ધરાવે છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC)એ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું હતું. ગઠબંધનનો દાવો છે કે તેઓ પોતાના દમ પર 90 સભ્યોના ગૃહમાં 46નો જાદુઈ આંકડો પાર કરશે. તે જ સમયે, ભાજપ સ્વતંત્ર ઉમેદવારો પર નિર્ભર છે અને પીડીપીએ કહ્યું કે તેના સમર્થન વિના જમ્મુ-કાશ્મીરમાં કોઈ ધર્મનિરપેક્ષ સરકાર શક્ય નથી. જમ્મુ-કાશ્મીરમાં મતગણતરી માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું.

એક તરફ હરિયાણા, બીજી બાજુ જમ્મુ અને કાશ્મીર. બંનેની સામે સીટોની સંખ્યા 90-90 દેખાવા લાગી. તેમની આગળ મુખ્ય પક્ષોના નામ છે અને તેમની આગળ 0-0 છે. ચર્ચા ચાલી રહી છે. સમય જતાં, આંકડાઓ આવવા લાગ્યા અને તે સ્પષ્ટ થઈ ગયું કે ભાજપને બંને રાજ્યોમાં આંચકોનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ અને નેશનલ કોન્ફરન્સ (NC)ને લગભગ સમાન સંખ્યામાં બેઠકો મળશે, પરંતુ હરિયાણામાં કોંગ્રેસનો જંગી વિજય થવાનો છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બસોહલી વિધાનસભા બેઠક પરથી ભાજપે જીત મેળવી છે. આ બેઠકની મતગણતરી 8 રાઉન્ડમાં થઈ હતી. ભાજપના ઉમેદવાર દર્શન કુમારને 31874 વોટ મળ્યા હતા. બીજા ક્રમે કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી લાલ સિંહ હતા જેમને 15840 મત મળ્યા હતા. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પંકજ કુમાર ત્રીજા સ્થાને છે. ખાસ વાત એ છે કે તેમને માત્ર 421 વોટ મળ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના યોગેન્દ્ર સિંહ 368 મતો સાથે ચોથા ક્રમે છે. NOTAમાં 246 મત પડ્યા હતા.

આ પણ વાંચો :-

હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ

0

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થશે. કોંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે કે તે હરિયાણામાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં તે અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો જીતશે. કોંગ્રેસ પાર્ટીના દાવાથી વિપરીત, ભાજપનું કહેવું છે કે તે હરિયાણામાં સતત ત્રીજી વખત સત્તામાં આવશે અને તેના વિના જમ્મુ-કાશ્મીરમાં કોઈ સરકાર નહીં બને.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની 90 બેઠકો છે. અહીં 18, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે, હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે એક સાથે મતદાન થયું હતું. મતદાન સમાપ્ત થયા બાદ શનિવારે સાંજે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીની જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે જમ્મુ-કાશ્મીરને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચના આંકડા મુજબ હરિયાણામાં ભાજપ કોંગ્રેસ પર આગળ છે. ભાજપને અહીં બહુમતી મળી છે. તેઓ 46 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 36 સીટો પર આગળ છે. જો કે કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે રાજ્યમાં તેમની સરકાર બનશે. સીએમની ખુરશીને લઈને હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ કુમારી સેલજાએ કહ્યું છે કે ટ્રેન્ડ બનતા અને બદલાતા રહે છે. એક-બે વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે. મતગણતરી બાદ અમારી સરકાર બનશે. ભાજપની 10 વર્ષની એન્ટિ-ઇન્કમ્બન્સી અને મિસ શાસન… કોંગ્રેસની જીતનું મુખ્ય કારણ છે.

આ પણ વાંચો :-