સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે. વરાછા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકના પરિવારે ડાયમંડ કંપની સામે ગંભીર આક્ષેપ કર્યા છે. કંપનીએ બોનસ આપવાની મનાઈ કરતા સતત બે દિવસથી માનસિક તણાવમાં રહેતા રત્ન કલાકારે આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ મામલે વરાછા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સુરતની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતાં રામસિંગ સિંહ ચાર સંતાનો સાથે રહેતા હતાં. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલતી મંદીના કારણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં હતાં. ત્યારે ત્યારે આર્થિક મંદીમાં પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે અંગેની ચિંતામાં રામસિંગે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસ મુજબ, ડાયમંડ ઉદ્યોગમાં મંદીનાં કારણે સ્ટાર ડાયમંડ કંપની દ્વારા બોનસ આપવાની મનાઈ કરવામાં આવી હતી. આથી, છેલ્લા બે દિવસથી અંદાજિત 500 થી વધુ રત્ન કલાકારો બોનસ આપવાની માગ સાથે કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.
પરિવારનાં આરોપ અનુસાર, રત્ન કલાકાર રામ નગિનાસિંહ આર્થિક ભીંસના કારણે સતત બે દિવસથી માનસિક રીતે તણાવમાં રહેતા હતા. તેઓ પહેલા દર મહિને રૂ. 50 થી 60 હજાર જેટલો પગાર પાડતા હતા. પરંતુ, છેલ્લા બે માસથી હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનાં કારણે મહિને માત્ર 15 થી 20 હજારનું કામ થતું હતું. આ વચ્ચે કંપનીએ બોનસ આપવાની પણ મનાઈ કરી દીધી હતી. આથી, રામભાઈ ખૂબ જ ચિંતામાં મૂકાયા હતા. આખરે તેમણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પરિવારની ફરિયાદનાં આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :-