Home Blog Page 611

વારાણસી કોર્ટે જ્ઞાનવાપી પરની અરજી ફગાવી

0

વારાણસી કોર્ટે જ્ઞાનવાપી સંકુલમાં વધારાના ASI સર્વે માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજી હિન્દુ પક્ષ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આ આદેશથી હિન્દુ પક્ષને મોટો ફટકો પડ્યો છે. કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાનવાપીના બાકીના ભાગોનો નવેસરથી ASI સર્વે કરવામાં આવશે નહીં.

Gyanvapi Mosque Survey: જ્ઞાનવાપી કેસ Ayodhyaના આધાર પર આગળ વધરવાની હિન્દુ પક્ષની માંગ - મુંબઈ સમાચાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિન્દુ પક્ષ વારાણસી કોર્ટના આ નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારશે. તમને જણાવી દઈએ કે, હિન્દુ પક્ષે વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ASI ને જ્ઞાનવાપી સંકુલના કેટલાક ભાગોનો સર્વે કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.

અરજદારોના વકીલ વિજય શંકર રસ્તોગીએ કહ્યું હતું કે અમારી માગણીને ફગાવતા કોર્ટના આદેશનો અમે અભ્યાસ કરીશું બાદમાં તેને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પડકારવા અંગે વિચારીશું. અરજદારોની માગણી કરી હતી કે કોર્ટ એએસઆઇના ડાયરેક્ટર જનરલને સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરાવવા આદેશ આપે. જેમાં જીપીઆર, જીયો રેડિયોલોજી સિસ્ટમ વગેરે આધુનિક પદ્ધતીનો ઉપયોગ કરીને સરવે કરાવવામાં આવે. હાલમાં જે ઇમારત છે તેને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડયા વગર આ સરવે કરાવવામાં આવે.

અરજદારના વકીલ રસ્તોગીનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ પ્લોટ નંબર ૯૧૩૦ પર છે જેની બાજુમાં જ પ્લોટ નંબર ૯૧૩૧ અને ૯૧૩૨ આવેલા છે જે ભગવાન આદિ વિશ્વેશ્વર સાથે સંકળાયેલા છે. જોકે જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરનારી અંજુમન ઇન્તેઝામીઆ મસ્જિદ કમિટીએ હિન્દુઓની આ માગણીનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો :-

ઉદ્ધવ ઠાકરેની શિવસેના-UBTએ ઉમેદવારોની બીજી યાદી જાહેર

0

ઉદ્ધવ ઠાકરેની શિવસેના-UBTએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 15 ઉમેદવારોના નામ સામેલ છે. આ યાદીમાં 4 મોટા નામ પણ સામેલ છે. શિવડી બેઠક પરથી અજય ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. મનોજ જામસુતકરને ભાયખલાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સંદેશ પારકરને કંકાવલી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વડાલા બેઠક પરથી શ્રદ્ધા જાધવને ટિકિટ આપવામાં આવી છે. મહાવિકાસ અઘાડીમાં શિવસેના-UBT, કોંગ્રેસ અને NCP-શરદ પવાર વચ્ચે 85-85-85ની સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.

BJP complaint after Uddhav Thackeray held a press-conference during polling in Mumbai on May 20 | ઉદ્ધવ ઠાકરે સામે કાર્યવાહી કરો

ઉલ્લેખનીય છે કે, શિવસેના-UBT, કોંગ્રેસ અને NCP-શરદ પવારની પાર્ટી મહાવિકાસ અઘાડી (MVA) સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ ત્રણેય પક્ષો વચ્ચે 85-85-85ની સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે.

Image

આ પણ વાંચો :-

ઈઝરાયેલનો ઈરાન પર હુમલો, તેહરાનમાં સૈન્ય ઠેકાણા પર બોમ્બ વરસાવ્યા

0

ઈઝરાયેલે ઈરાન પર મોટો જવાબી હુમલો કર્યો છે અને રાજધાની તેહરાનમાં ઈરાની સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો છે. આ હુમલાઓના અવાજ આખા તેહરાનમાં સંભળાયા હતા. ઈઝરાયેલની સેનાએ આ હુમલાઓને જવાબી કાર્યવાહી ગણાવી અને કહ્યું કે તે પોતાના દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે કંઈ પણ કરશે.

ઈરાન અને ઇઝરાયલના મિસાઇલ હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં શું બદલાયું? - BBC News ગુજરાતી

આ હુમલાને લઈને ઈઝરાયેલના સંરક્ષણ દળો દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી હતી. આમાં, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ઇરાની શાસન દ્વારા ઇઝરાયેલ પર મહિનાઓથી સતત હુમલાના જવાબમાં, ઇઝરાયેલી દળો ઇરાનમાં સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલાઓ કરી રહ્યા છે. ઈરાની શાસન અને તેના પ્રોક્સીઓ 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યા છે.

ઇઝરાયેલ આર્મી IDF દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક તસવીર પણ શેર કરવામાં આવી છે. તેમાં ઇઝરાયેલના આર્મી ચીફ ઓફ જનરલ સ્ટાફ એલટીજી હરઝી હલેવી સામેલ હતા, જે હાલમાં કેમ્પ રાબિન (ધ કિર્યા) ખાતે ઇઝરાઇલી એરફોર્સના ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાંથી ઇરાન પરના હુમલાને કમાન્ડ કરી રહ્યા છે, તેની સાથે ઇઝરાયેલી એરફોર્સના કમાન્ડિંગ ઓફિસર મેજર જનરલ ટોમર બાર પણ સામેલ હતા. મળતી માહિતી મુજબ, ઈરાન વિરુદ્ધ હુમલામાં સોથી વધુ ઈઝરાયેલના સૈન્ય વિમાન સામેલ છે. હુમલા બાદ ઈરાન અને ઈરાકે તમામ એરસ્પેસ બંધ કરી દીધી છે.

ઇઝરાયેલના હુમલા બાદ શનિવારે પૂર્વી તેહરાનમાં વધુ ચાર વિસ્ફોટ થયા હતા. સ્થાનિક મીડિયાએ કહ્યું છે કે રાજધાનીમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલે 1 ઓક્ટોબરે ઈરાન પર થયેલા મિસાઈલ હુમલાનો બદલો લેવા માટે આ હુમલા કર્યા છે. હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોતને લઈને ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતના સોમનાથ બુલડોઝર એક્શનમાં મુસ્લિમ પક્ષને ‘સુપ્રીમ’ રાહત નહીં

0

ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં ગેરકાયદે બાંધકામ, દબાણો ઉપર હાથ ધરવામાં આવેલા બુલડોઝર એક્શનના કેસમાં એક મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે વર્ષ 1903માં એ જમીન એને આપવામાં આવી હતી જોકે ગુજરાત સરકારે એને ખોટો ગણવતાં કહ્યું હતું કે આ જમીન સોમનાથ ટ્રસ્ટની હતી અને ટ્રસ્ટ એ જમીન ઘણા સમય પહેલાં સરકારને સોંપી ચૂક્યું છે. અરજીકર્તા ખોટા દાવા કરીને એને સાંપ્રદાયિક રૂપ આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સોમનાથ મંદિરની આસપાસ કથિત ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પટણી મુસ્લિમ સમુદાયે 1 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોના કથિત ગેરકાયદેસર તોડી પાડવાનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.

તિરસ્કારની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાના આદેશ બાદ મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 1 ઓક્ટોબરના રોજ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે બુલડોઝર દ્વારા તોડી પાડવા સામેની અરજીઓની સુનાવણી કરી હતી. આ મામલાએ રાજકીય રંગ પણ લીધો હતો. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ કાર્યવાહીની નિંદા કરી હતી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો :-

દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટરોની કરી ધરપકડ

0

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે પેન ઈન્ડિયા કાર્યવાહીમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ અને અન્ય રાજ્યમાંથી તમામ શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શૂટર્સ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યાં છે.

બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે બાબા સિદ્દીકીના આરોપીઓ, જાણો સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો પરિવાર - Gujarati News | Gangster Lawrence Bishnoi family tree ...

આ પહેલાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ કાર્યવાહી કરી હતી. NIAએ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. તે સિંગર-રાજનેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી પણ છે.

વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. રિપોર્ટ અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો. અનમોલ બિશ્નોઈ કથિત રીતે તેના સ્થાનો બદલતા રહે છે અને તે ગયા વર્ષે કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેણે જોધપુર જેલમાં સજા કાપી છે. અનમોલને 7 ઓક્ટોબર 2021ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે શૂટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતો. હત્યાની શંકાસ્પદ ત્રણ શૂટરોએ હત્યા પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરી હતી.

અનમોલ બિશ્નોઈ એક શૂટર અને કાવતરાખોર પ્રવીણ લોંકરના સંપર્કમાં હતો. અનમોલ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો. NCP નેતા બાબા સિદ્દીકીની દશેરાની રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 11 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

0

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તરફથ કહેવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર રીતે રહી રહેલા 50 શંકાસ્પદ નાગરીકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના મામલે કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 50 બાંગ્લાદેશીઓની કરી અટકાયત | chitralekha

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો બાંગ્લાદેશી નાગરિક છે અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. આ મામલે 200થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બનાવટી અને નકલી દસ્તાવેજના ઘણા મામલાઓથી મળેલ ઇનપુટ અને તપાસના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તરફથ કહેવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર રીતે રહી રહેલા 50 શંકાસ્પદ નાગરીકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના મામલે કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે. લગભગ 200 શંકાસ્પદોથી પૂછપરછ કરાશે અને તેમના પર નજર રાખવામાં આવશે. આ મામલે ખુબ જ જલ્દી પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને જાણકારી આપવામાં આવશે.

આ પણ વાંચો :-

રતન ટાટાનો પ્રિય શ્વાન ટીટો 10 હજાર કરોડ રૂપિયાનો માલિક બન્યો

0

ટાટા ગ્રુપના માલિક રતન ટાટા હવે આ દુનિયામાં નથી. થોડા દિવસો પહેલા સમગ્ર દેશે તેમને અશ્રુભીની આંખો સાથે વિદાય આપી હતી. તેમની અંતિમ યાત્રામાં રતન ટાટાનો પાલતુ શ્વાન પણ સામેલ હતો. પરંતુ શું તમે જાણો છો કે રતન ટાટાના નિધન પછી તેમનો પ્રિય શ્વાન ટીટો પણ કરોડપતિ બની ગયો છે. હા, રતન ટાટાએ ટીટોને તેમના વારસામાં 10 હજાર કરોડ રૂપિયાનો માલિક બનાવ્યો છે, જેથી કરીને તેમના મૃત્યુ પછી પણ ટીટો વૈભવી જીવન જીવી શકે. રતન ટાટાના વારસામાં અન્ય ઘણા લોકોના નામ પણ મોજૂદ છે.

નોકર અને કૂતરાઓને પણ મળશે રતન ટાટાની સંપત્તિ ,જતા જતા બધા માટે કરી વ્યવસ્થા - Gujarati News | Ratan Tata's wealth will be given to servants and dogs too, he made arrangements

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ તેમના લાંબા સમયથી સહયોગી શાંતનુ નાયડુને પણ તેમની વસિયતમાં સામેલ કર્યો છે. ટાટાએ RNT ઓફિસના જનરલ મેનેજર નાયડુના વેન્ચર ગુડફેલોમાં પોતાનો હિસ્સો શાંતનુના નામે કર્યો છે. તેમણે નાયડુના શિક્ષણ માટેની લોન પણ માફ કરી દીધી છે. ‘ગુડફેલો’ એ 2022માં શરૂ કરાયેલ વરિષ્ઠ નાગરિકો માટે સબસ્ક્રિપ્શન-આધારિત સાથી સેવા છે. કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએ કરનાર શાંતનુ નાયડુ રતન ટાટાનો સૌથી યુવા મિત્ર છે. નાયડુ 2017થી ટાટા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ સાથે ટાટા ગ્રુપ સાથે કામ કરનારા શાંતનુ નાયડૂ પરિવારની પાંચમી પેઢી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રતન ટાટા પાસે 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. તેમાં સમુદ્ર કિનારે 2,000 ચોરસ ફૂટનો બંગલો, જુહુમાં 2 માળનું મકાન, રૂ. 350 કરોડની ફિક્સ ડિપોઝિટ, ટાટા સન્સમાં 0.83% હિસ્સો અને ટાટા ગ્રૂપમાં $165 બિલિયનનો હિસ્સો સામેલ છે. હુરુન રિચ લિસ્ટ 2024 મુજબ, ટાટા સન્સના 0.83% સ્ટોકનું કુલ મૂલ્ય રૂ. 7,900 કરોડ છે, જ્યારે તેની બજાર કિંમત રૂ. 16.71 લાખ કરોડ અંદાજવામાં આવી છે.

રતન ટાટાએ તેમના વકીલ ડેરિયસ ખંબાટા અને નજીકના મિત્ર મેહલી મિસ્ત્રીને તેમની વસિયતના અમલકર્તા બનાવ્યા છે. રતન ટાટાએ 9 ઓક્ટોબર 2024ના રોજ 86 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી. તેમના ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

લોરેન્સના ભાઇ અનમોલ બિશ્નોઈ પર 10 લાખનું ઇનામ જાહેર

0

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ પર પકડ વધુ મજબૂત કરી છે. NIAએ લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ ઉર્ફે ભાનુ પર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો પણ આરોપી છે. વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અહેવાલો અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈ પોલીસે 14 એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર ફાયરિંગની ઘટનાની જવાબદારી લીધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યાનો શૂટર પણ સ્નેપચેટ દ્વારા તેના સંપર્કમાં હતો.

તમને જણાવી દઈએ કે આની સાથે અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ પણ પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં આરોપી છે. તપાસ એજન્સીઓએ આ વર્ષે તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ અનમોલ બિશ્નોઈ સતત લોકેશન બદલતા રહે છે. ગયા વર્ષે તે કેન્યામાં જોવા મળ્યો હતો જ્યારે આ વર્ષે તે કેનેડામાં જોવા મળ્યો હતો. અનમોલ બિશ્નોઈ સામે અત્યાર સુધીમાં 18 કેસ નોંધાયા છે. તેણે જોધપુર જેલમાં તેની સજા ભોગવી છે અને તેને 7 ઓક્ટોબરે જ કોર્ટમાંથી જામીન મળ્યા છે.

અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. જે તેની ગેરહાજરીમાં લોરેન્સની ગેંગ ચલાવી રહ્યો છે. લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. અનમોલ બિશ્નોઈ અનેક ગુનાહિત પ્રવૃતિઓમાં સામેલ છે. તેનું નામ છેડતીના કેસમાં પણ સામે આવ્યું છે. તે અવારનવાર સેલિબ્રિટીઓને ધાકધમકી આપીને પૈસા પડાવી લે છે. એવું માનવામાં આવે છે કે તેણે ફિલ્મ અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો :-

ટોરેન્ટો માર્ગ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ ધારાસભ્યના ભાણેજનું મોત

કેનેડાના ટોરેન્ટોમાં માર્ગ અકસ્માતમા ભાદરણ કોલેજના પ્રોફેસર હરેન્દ્રસિંહ સિસોદીયાના પુત્ર અને બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ ભાઇ જયરાજસિંહનુ કરૂણ નિધન થયુ છે. જયરાજસિંહ બોરસદ ક્ષેત્રના પ્રતિભા સંપન્ન અને આશાસ્પદ તેજોતર્રાર યુવાન હતા.

तेज रफ्तर मर्सिडीज कार ने ट्रक को मारी टक्कर, तीन यात्रियों की मौत, एक शख्स घायल - India TV Hindi

કેનેડાના ટોરોન્ટોમાં એકલ-વાહન અકસ્માતને પગલે ચાર લોકોનાં મોત થયાં છે, અને એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં ઇલેક્ટ્રિક વાહન (EV) એ રેલ સાથે અથડાઈ હતી અને અસર થતાં આગમાં વિસ્ફોટ થયો હતો.

ટોરોન્ટો પોલીસ સર્વિસ અધિકારીઓને લેક ​​શોર બુલવાર્ડ ઈસ્ટ અને ચેરી સ્ટ્રીટ વિસ્તારમાં ગુરુવારની મધ્યરાત્રિ પછી અકસ્માતની જાણ કરવામાં આવી હતી.

પોલીસ 680 ન્યૂઝરેડિયોને જણાવે છે કે એવું લાગે છે કે ટેસ્લા ડ્રાઇવર પૂર્વ તરફ ખૂબ જ ઝડપે મુસાફરી કરી રહ્યો હતો જ્યારે તેણે નિયંત્રણ ગુમાવ્યું અને રેલ સાથે અથડાયું, જે એટલું સખત હતું કે EVની બેટરીમાં આગ લાગી હતી. ઈવીમાં ઝડપથી આગ લાગી ગઈ હતી અને ડ્રાઈવર સહિત ચાર લોકોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

ડાઉનટાઉન ટોરોન્ટોમાં ઇલેક્ટ્રીક વાહન અકસ્માતમાં 4નાં મોત

કેનેડાનાં ટોરેન્ટો સીટીમા ટેસ્લા કાર્ સળગી ઉઠી હતી કારમાં સવાર 5 લોકો પૈકી 4 લોકોના દુઃખદ નિધન થયા છે પ્રાથમિક જાનકારી મૂજબ. તમામ ગૂજરાત ના હોવાનુ જાણવા મળેલ છે.

ગોધરાના પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના નિવૃત્ત કર્મચારી સંજયભાઈ ગોહિલના પુત્ર અને પુત્રીનું કેનેડા ખાતે અકસ્માતમાં દુઃખદ અવસાન થયેલ છે. કેનેડા ના ટોરેન્ટો સિટીમાં ટેસ્લા કારમાં સવાર પાંચ લોકો પૈકી ગોધરાના કેતા સંજયભાઈ ગોહિલ 30 વર્ષ અને નીલ સંજયભાઈ ગોહિલ 26 વર્ષનું કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં આ પરિવાર ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે.

24 ઓક્ટોબર, 2024 ના રોજ ચેરી સ્ટ્રીટ નજીક લેક શોર બુલવાર્ડ E. પર જીવલેણ અકસ્માતના સ્થળે કટોકટી સેવાઓ.

જેસોપે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે, ઇલેક્ટ્રિક વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે “વધુ પાણી”ની જરૂર પડે છે. બેટરી કોષોનો પછીથી નિકાલ કરવો એ ખાસ કરીને જટિલ છે કારણ કે થર્મલ રનઅવે તરીકે ઓળખાતી પ્રક્રિયાને કારણે “અઠવાડિયા અને અઠવાડિયા પછી” તેઓ ફરીથી આગ પકડી શકે છે તેવું જોખમ છે, જેમાં કરંટ બેટરીને ગરમ કરવા માટેનું કારણ બને છે, જે પછી કરંટ વધે છે, જેના કારણે તાપમાન સતત વધી રહ્યું છે.

ડ્યુટી ઇન્સ્પેકટર ફિલિપ સિંકલેર કહ્યું કે કારની અંદર પાંચ લોકો હતા – ત્રણ પુરૂષો અને બે મહિલાઓ તેમના 20 અને 30 ના દાયકામાં. સિંકલેરે જણાવ્યું હતું કે તેમાંથી ચાર ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા જ્યારે પાંચમાને બહાર કાઢવામાં આવ્યો હતો અને તે બચી જવાની ધારણા હતી.

આ પણ વાંચો :-