Home Blog Page 603

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ બે VDG જવાનોની અપહરણ બાદ કરી હત્યા

0

જમ્મુ-કાશ્મીરના સોપોર વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગુરુવારે ગોળીબાર શરૂ થયો હતો. મોડીરાતથી ચાલી રહેલી અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, “સોપોરના સાગીપોરા વિસ્તારમાં આતંકવાદીઓનું એક ગ્રુપ છુપાયું હોવાની ચોક્કસ બાતમી મળ્યા બાદ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.” આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેનાએ આતંકીઓનો સામનો કર્યો હતો. કુપવાડાના લોલાબમાં થયેલી અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. સેનાએ બાંદીપોરામાં પણ એક આતંકીને ઠાર માર્યો હતો.

જમ્મુ કાશ્મીર: LOC પાસે સેનાના વાહન પર મોટો આતંકી હુમલો | chitralekha

આતંકવાદીઓ ફરી એકવાર ઘાટીમાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદીઓએ બે VDG સભ્યોની હત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ પહેલા તેમની આંખ પર પટ્ટી બાંધી અને પછી ગોળી મારી દીધી. મૃતકોની ઓળખ નઝીર અહેમદ અને કુલદીપ કુમાર તરીકે થઈ છે.

મળી રહેલી માહિતી અનુસાર, જ્યારે નઝીર અહેમદ અને કુલદીપ કુમાર ઘરે પરત ન ફર્યા તો પરિવારે પોલીસને જાણ કરી. આ પછી પોલીસ ટીમે બંને લોકોની શોધ શરૂ કરી. ઘણી શોધખોળ બાદ સુરક્ષાદળોને જંગલમાંથી બંનેના મૃતદેહ મળ્યા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને શોધી રહ્યા છે.

આ હત્યાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં બંને VDG પશુઓ ચરાવી રહ્યા હતા, ત્યાં આતંકવાદીઓ પહોંચ્યા અને બંનેનું અપહરણ કરી લીધું. આ પછી તેઓ બંનેની આંખો પર પટ્ટી બાંધીને જંગલમાં લઈ ગયા અને પછી ગોળી મારી દીધી. આ ઘટનામાં બે-ત્રણ આતંકીઓ સામેલ હોવાના સમાચાર છે.

આ પણ વાંચો :-

સુરતના અલથાણ વિસ્તારમાં કાર ચાલકે 2 વર્ષના માસૂમને કચડ્યો

0

સુરતના અલથાણ વિસ્તારમાં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો. સુધર્મભવન SMC આવાસ રહેતા કાર ચાલકે પૂર ઝડપે આવી બે વર્ષના માસૂમને અડફેટે લીધો. અકસ્માતમાં પ્રિત ભટ્ટ નામના બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પર કાર છોડી ફરાર થઈ ગયો હતો. તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પર પહોંચેલ પોલીસને હાજર મહિલાઓએ ઘેરી લીધી હતી. હાલ તો પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

A middle-aged man who was injured in an accident near B-7 circle eventually died | અકસ્માત: ખ-7 સર્કલ પાસે અકસ્માતમાં ઘવાયેલા આધેડનું આખરે મોત - Gandhinagar News | Divya Bhaskar

મળતી વિગતો મુજબ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની સૂરજ અમિચંદ ભટ્ટ પરિવાર સાથે સુધર્મભવન એસએમસી આવાસમાં રહે છે. સૂરજ અમિચંદ ભટ્ટનો બે વર્ષનો દીકરો પ્રીત ભટ્ટ ગત સવા પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન એસએમસી આવાસની બી બિલ્ડિંગની સામે તથા આંગણવાડીની બાજુમાં રમતો હતો. બાળકનું ધ્યાન માત્ર ને માત્ર તેની મસ્તીમાં હતું.

બાળક રમતું હતું આ દરમિયાન કારનો ચાલક મુકેશ દેવીદાસ પેંધારકર કાર લઈને પસાર થયો હતો. ફૂલ સ્પીડમાં તે કાર લઈને આવાસમાંથી પસાર થયો હતો. આ દરમિયાન આંગણવાડી પાસે રમતા પ્રીત ભટ્ટને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાળકના માથા પર કારનું ટાયર ફરી વળ્યું હતું. માથું ચગદાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ચાલક કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

ગાંધીનગરમાં ઝીકા વાયરસનો એક પોઝિટિવ કેસ, આરોગ્ય વિભાગ સતર્ક

0

ગાંધીનગરમાં એક વ્યક્તિમાં ઝીકા વાયરસના લક્ષણો દેખાતા તેમનું સેમ્પલ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઝિકા વાયરસનો કેસ નોંધાતા ગાંધીનગર મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જે વિસ્તારમાં કેસ નોંધાયો છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. એડિસ મચ્છરથી ઝીકા વાયરસ ફેલાતો હોય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 ઝીકા વાયરસના કેસ નોંધાયા છે.

Zika virus case detected in Gujarat, patient discharged after treatment

સેમ્પલ પોઝિટિવ આવતા સ્થાનિક તંત્ર જ નહીં પરંતુ રાજ્યનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. જો કે, હાલ આ પોઝિટિવ વૃદ્ધની તબીયત સુધારા ઉપર અને સ્ટેબલ હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસનો કેસ ગાંધીનગર શહેરમાંથી મળી આવ્યો છે. તકેદારીના ભાગરૂપે પોઝિટિવ દર્દીના ઘરે તેમજ આસપાસના વિસ્તારમાં ફોગીંગ સહિત એન્ટી લારવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે.

ઝિકા વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે અને વરસાદ દરમિયાન તેનું જોખમ વધી જાય છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા પણ વાયરલ ચેપ છે. જ્યારે આનો ચેપ લાગે છે, ત્યારે લોકોને તાવ, માથાનો દુઃખાવો, સાંધામાં દુઃખાવો, સ્નાયુઓમાં દુઃખાવો, લાલ આંખો અને ત્વચા પર ફોલ્લીઓ જેવા લક્ષણો દેખાય છે. ઝિકા વાયરસ મચ્છર કરડવાના 2 થી 7 દિવસમાં ચેપનું કારણ બને છે અને ઘણા કિસ્સાઓમાં તેના લક્ષણો દેખાતા નથી. તેથી ચેકઅપ જરૂરી છે. ડોકટરોના મતે ઝિકા એ સગર્ભા સ્ત્રીઓને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે. આથી સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. લક્ષણો દેખાય કે તરત જ રિપોર્ટ કરાવવો જોઈએ.

આ પણ વાંચો :-

વાપીના રિકટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં લાગી આગ

0

વાપીના ખાનગી કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી છે. નેશનલ હાઈવે નજીક આવેલી થેમિસ કંપનીમાં આગ લાગી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી. આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ ઓલવવાના પ્રયાસ કર્યો. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નહીં.

Valsad : વાપીની એક ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video

વલસાડ જિલ્લાના વાપી GIDCના જે ટાઈપ વિસ્તારમાં આવેલ રિક્ટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી.ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.સમગ્ર મામલે આગ વધુ પ્રસરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.અને ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડના લાશ્કરો 4 જેટલા ફાયર ટેન્ડરો સાથે પહોંચીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ઘટનાની ગંભીરતા પારખીને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. મામલતદાર વાપી દ્વારા પણ કંપની પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું.ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.અને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

ટ્રુકોલર એપની ઓફિસ પર ઈનકમ ટેક્સના દરોડા, જાણો શું છે મામલો

0

ટ્રુકોલર એપની ઓફિસ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી દરોડા પાડવામાં આવ્યા છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રુકોલર ઓફિસ અને તેના સંબંધિત કેમ્પસમાં શોધખોળ કરવામાં આવી. કંપની પર ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમના ઉલ્લંઘનનો આરોપ છે, જે માટે ઈનકમ ટેક્સ એજન્સીઓ તપાસ કરી રહી છે.

15 Amazing Truecaller Features You Should Start Using Right Now

સ્વીડન બેઝ્ડ ટ્રુકોલર ભારત સહિત ઘણા દેશોમાં ખૂબ પોપ્યુલર છે. આ એપ તમને તે કોલરનું નામ જણાવતી હતી, જેનો નંબર તમારી કોન્ટેક્ટ બુકમાં સેવ ન હોય. ઉદાહરણ તરીકે જો કોઈ અજાણ્યા નંબરથી કોલ આવી રહ્યો છે તો ટ્રુ કોલર એપ તે શખ્સનું નામ મોબાઈલ સ્ક્રીન પર બતાવે છે. તે બાદ તમે તે કોલને ઉઠાવવો કે ન ઉઠાવવાનો નિર્ણય લઈ શકો છો.

સ્વિડિશ એપ ટ્રુકોલરની શરૂઆત એલન મામેદી, નામી ઝરિંગહાલમે વર્ષ 2009માં કરી હતી. હવે તે ડેઈલી ઓપરેશનથી હટવા જઈ રહ્યાં છે અને જાન્યુઆરી સુધી પોતાનું પદ છોડી દેશે. હવે તેમનું સ્થાન ઝુનઝુનવાલા તેમનું સ્થાન સંભાળશે. રિશિત ઝુનઝુનવાલા પહેલેથી જ ટ્રુકોલર એપમાં પ્રોડક્ટ ચીફ છે.

આ પણ વાંચો :-

સુરતથી વંદે મેટ્રો દોડાવવા તૈયારી, મુંબઈ-અમદાવાદ વચ્ચે 130ની ઝડપે સફળ ટ્રાયલ

0

અમદાવાદ અને મુંબઈ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનનો પ્રથમ ટ્રાયલ રન તા.4 નવેમ્બરના રોજ પૂર્ણ થયો હતો. આ એક ઐતિહાસિક પ્રસંગ હતો અને તેમાં આ ટ્રેન 130 કિમી/કલાકની ઝડપે દોડતી હતી. વંદે ભારતની રચનાથી પ્રેરિત આ ટ્રેન તા.4 નવેમ્બર (સોમવાર) સવારે અમદાવાદથી સુરત થઈને મુંબઈ પહોંચી હતી. ટ્રાયલ રન દરમિયાન, રેલવેના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાતોએ ટ્રેનની કામગીરી પર નજર રાખી, કંપન અને આંચકો જેવા મહત્વપૂર્ણ પરિબળોનું મૂલ્યાંકન કર્યું.

Vande Bharat Express - Wikipedia

આ ટ્રેન કુલ 1150 એર્ગોનોમિક ડિઝાઇન બેઠકો સાથે 12 કોચથી સજ્જ છે. મુસાફરોને સંપૂર્ણ વાતાનુકૂલિત કોચ, સીસીટીવી સર્વેલન્સ, ટોક-બેક સિસ્ટમ, પેસેન્જર ઇન્ફર્મેશન ડિસ્પ્લે, ફાયર ડિટેક્શન સિસ્ટમ અને શૌચાલયમાં વેક્યૂમ ટેકનોલોજી જેવી આધુનિક સુવિધાઓ મળશે. આ ટ્રેનની વિશેષતા એ છે કે તેમાં ઝડપી ગતિએ ફરવાની અને ધીમું કરવાની ક્ષમતા છે, જેથી મધ્યમ અંતરના શહેરો વચ્ચેની મુસાફરી ઝડપી થઈ શકે. જોકે અંતિમ માર્ગો પર વિચારણા ચાલી રહી છે, તેમ છતાં મુંબઈ અને સુરત વચ્ચે જોડાણની ચર્ચા ચાલી રહી છે. આ ટ્રેનની મહત્તમ ઝડપ 130 કિમી/કલાક છે, જે મુખ્ય પ્રવાહની ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ ટ્રેનો કરતા વધુ ઝડપી છે.

પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેકે કહ્યું, કે “અમે અમદાવાદ અને મુંબઈ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન સફળ રહ્યો છે. પરીક્ષણ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યું હતું. આ પહેલા અમે અમદાવાદ અને ભુજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન ચલાવી રહ્યા છીએ. જે મુસાફરોને લઈ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ વંદે મેટ્રો ટ્રેનોનો બીજો સેટ છે જેનું અમે અમદાવાદ અને મુંબઈ વચ્ચે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તેનો માર્ગ શું હશે તે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. હાલમાં તે માત્ર ટ્રાયલ રન છે.

આ પણ વાંચો :-

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિંદુઓ માટે આપ્યું આ નિવેદન

0

બાગેશ્વર પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન જાહેર કર્યું છે. તેમણે હિન્દુઓને કુંભકર્ણની જેમ સૂતા ગણાવ્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે કે હવે હિન્દુઓએ જાગવું પડશે. રાજસ્થાનના ભીલવાડા શહેરમાં હનુમંત કથાના પાઠ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. કથા દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિંદુ એકતા માટે આહ્વાન કર્યું અને કહ્યું કે જ્યાં સુધી મારામાં જીવ છે ત્યાં સુધી હું હિંદુઓ માટે બોલીશ અને હિંદુઓ માટે લડીશ. હવે હિન્દુઓએ પણ જાગવું પડશે.

Bageshwar Dham Pandit Dhirendra Krishna Shastri Education qualification know the details । आखिर कितने पढ़े हैं पंडित धीरेंद्र कृष्ण शास्त्री जानें यहां सारी डिटेल - India TV Hindi

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે હાલ હિંદુઓની હાલત ખરાબ છે. કુંભકર્ણ પછી જો કોઈ સૂઈ ગયું હોય તો તે હિન્દુ છે. હવે હિન્દુઓએ જાગીને ઘરની બહાર આવવું પડશે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી અમે હિંદુઓ માટે બોલીશું અને હિંદુઓ માટે લડીશું. હવે અમે નક્કી કર્યું છે કે મંચ પરથી હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ નહીં થાય. તેમણે કહ્યું કે અમે ન તો નેતા બનવા માગીએ છીએ અને ન તો કોઈ પાર્ટીને વોટ મેળવવા માગીએ છીએ. અમે બજરંગબલીની પાર્ટીમાં છીએ, જેનું સૂત્ર છે – જે રામનું નથી તે કામનું નથી.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિંદુ એકતા અને સનાતન જાગૃતિ માટેના મોટા પગલા લેવાની જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે 21 થી 29 નવેમ્બર સુધી બાગેશ્વર ધામથી ઓરછા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ પછી, રાજસ્થાન અને દેશના વિવિધ ભાગોમાં વધુ માર્ચ કાઢવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવાનો અને હિન્દુ સમાજને એક કરવાનો છે.

આ પણ વાંચો :-

પાકિસ્તાની યુવતીનો દાવો.. મૈં ડોનાલ્ડ ટ્રમ્પ કી સગી ઔલાદ હૂં

0

અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત હાંસલ કરી છે, પરંતુ તેના પછી તરત જ પાકિસ્તાનમાંથી એક વીડિયો બહાર આવ્યો છે જેમાં એક છોકરીએ દાવો કર્યો છે કે, તે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે, તે ડોનાલ્ડ ટ્રમ્પ તેના પિતા હોવાનો કહી રહી છે અને તે આ વાત દરેકને ક્લિયર કરી દેવા માંગે છે.

પાકિસ્તાની છોકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી હોવાનું કહી રહી છે અને તેણી હવે તેમની પાસે પાછી જવા માંગે છે. પાકિસ્તાન અનટોલ્ડ અનુસાર, પોતાને ડોનાલ્ડ ટ્રમ્પની અસલી બાળકી ગણાવતી આ છોકરીએ પાકિસ્તાની મીડિયા સામે આ વાત કહી છે. હવે તેણે આવું કેમ કહ્યું, તેમાં કેટલું સત્ય છે અને આ વીડિયો ક્યારે બનાવવામાં આવ્યો તેની કોઈ માહિતી નથી.

વીડિયોમાં આ છોકરી કહે છે કે જ્યારે અંગ્રેજ લોકો અહીં આવે છે અને મને જુએ છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે કે આ છોકરી અહીં શું કરી રહી છે. હું મુસ્લિમ અને શાંતિ પ્રેમી છું. ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા મારી માતાને કહેતા હતા કે તમે ખૂબ જ બેદરકાર છો અને તમે મારી દીકરીનું ધ્યાન રાખી શકતા નથી. આ વીડિયોમાં યુવતી ટ્રમ્પને તેના પિતા કહીને સંબોધે છે.

ટ્રમ્પ હવે અમેરિકાના બીજા એવા રાષ્ટ્રપતિ બની ગયા છે જેમણે બે વખત રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે. આ પહેલા ગ્રોવર ક્લીવલેન્ડ 1884 અને 1892માં આ રીતે બે વખત રાષ્ટ્રપતિ પદ સંભાળી ચૂક્યા છે. ટ્રમ્પની આ જીત અમેરિકન લોકો માટે ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે તેમણે અમેરિકનો માટે સારા ભવિષ્યનું વચન આપ્યું છે.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં વિવાદિત નિવેદન કારણે મિથુન ચક્રવર્તી વિરુદ્ધ નોંધાયો કેસ

0

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તી હાલ વિવાદમાં આવ્યા છે. ભાજપના આ દિગ્ગજ નેતા મિથુન ચક્રવર્તી વિરુદ્ધ કોલકાતામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કેસ દાખલ થયો છે. મિથુન ચક્રવર્તીનો આ વિવાદિત નિવેદન પશ્ચિમ બંગાળમાં થયેલા ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર હતા.

Case against BJP's Mithun Chakraborty for 'provocative speech' at Kolkata event - Kolkata News | India Today

પશ્ચિમ બંગાળમાં 27 ઓક્ટોબરે યોજાયેલા ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તી દ્વારા આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનના કારણે પોલીસમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

કોલકાતા નજીક બિધાનનગર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા અને મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસર પર મિથુન ચક્રવર્તીએ ફિલ્મી સ્ટાઈલમાં એક સંવાદનો સંદર્ભ આપ્યો હતો, ત્યારબાદ તેમના નિવેદન પર વિવાદ ઉભો થઇ ગયો.

મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે, ‘જો તમે અમારી શાખાનું એક ફળ તોડી નાખો તો અમે ચાર તોડીશું’, જે ફિલ્મનો ડાયલોગ હતો. આ નિવેદનને લઈને અનેક રાજકીય અને સામાજિક સંગઠનોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના નિવેદનને કાયદો અને વ્યવસ્થાને અસર કરનાર અને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થિતિ વધુ તંગ બની શકે છે.

આ પણ વાંચો :-

ફરી મંડરાયો ચક્રવાત નો ખતરો! આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

0

સમગ્ર ભારતમાં ઠંડીએ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યોમાં 12 નવેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ચક્રવાત બનશે, જેના કારણે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં 12 નવેમ્બર સુધી તોફાની પવનો ફૂંકાઈ શકે છે. તેમજ ભારે વરસાદની પણ શક્યતા છે.

IMD Cyclonic Storm Alert: વાવાઝોડું મચાવશે તાંડવ, 9 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી | Sandesh

રાજ્યમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં સૌથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે, ડીસામાં તાપમાન 39.1 ડિગ્રી, રાજકોટમાં 38.8, વલ્લભ વિદ્યાનગરમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.5, ભુજમાં 37.3, વેરાવળમાં 37.2 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે કંડલા પોર્ટ 36.6, સુરત 36.5, અમદાવાદ 36.4, નલિયા 36.4, અમરેલી 36, પોરબંદર 36, ભાવનગર 35.7, મહુવા 35.6, કેશોદ 35.6, વડોદરા 35.2, દ્વારકા 34.3.35 ડિગ્રી રહેશે.

હવામાન વિભાગના અહેવાલ મુજબ, જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પશ્ચિમ મધ્ય પ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ સિવાય, લઘુત્તમ તાપમાન બાકીના રાજ્યો કરતાં ઉપર રહે છે. માહેમાં કેટલાક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થયો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2-4 ડિગ્રી વધુ રહ્યું. બિહાર, ઝારખંડ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2-4° સે છે. રાજસ્થાન, ગુજરાત, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે છે.

આ પણ વાંચો :-