બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તી હાલ વિવાદમાં આવ્યા છે. ભાજપના આ દિગ્ગજ નેતા મિથુન ચક્રવર્તી વિરુદ્ધ કોલકાતામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કેસ દાખલ થયો છે. મિથુન ચક્રવર્તીનો આ વિવાદિત નિવેદન પશ્ચિમ બંગાળમાં થયેલા ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર હતા.
પશ્ચિમ બંગાળમાં 27 ઓક્ટોબરે યોજાયેલા ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તી દ્વારા આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનના કારણે પોલીસમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.
કોલકાતા નજીક બિધાનનગર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા અને મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસર પર મિથુન ચક્રવર્તીએ ફિલ્મી સ્ટાઈલમાં એક સંવાદનો સંદર્ભ આપ્યો હતો, ત્યારબાદ તેમના નિવેદન પર વિવાદ ઉભો થઇ ગયો.
મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે, ‘જો તમે અમારી શાખાનું એક ફળ તોડી નાખો તો અમે ચાર તોડીશું’, જે ફિલ્મનો ડાયલોગ હતો. આ નિવેદનને લઈને અનેક રાજકીય અને સામાજિક સંગઠનોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના નિવેદનને કાયદો અને વ્યવસ્થાને અસર કરનાર અને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થિતિ વધુ તંગ બની શકે છે.
આ પણ વાંચો :-