Home Blog Page 566

આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ, જાણો તેમના અણમોલ વિચારો

0

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે (25 ડિસેમ્બર) 100મી જન્મજયંતિ છે. વાજપેયી દેશના એવા નેતા હતા, જેમના વર્તન અને કાર્યોના વિરોધ પક્ષોના નેતાઓ પણ વખાણ કરે છે. અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં ભારતને નવી દિશા મળી. વાજપેયીનો કાર્યકાળ શિક્ષણ, સંદેશાવ્યવહાર, વિદેશ નીતિ અને દેશના વિકાસની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો.

અટલ બિહારી વાજપેયી દેશના સૌથી ચહિતા રાજકારણી, કવિ અને પ્રખર વક્તા હતા. અટલ બિહારી વાજપેયી દેશના 10માં વડાપ્રધાન હતા. જેઓ એ વિવિધ ત્રણ સત્ર દરમિયાન દેશના પ્રધાનમંત્રી તરીકે નેતૃત્વ કર્યું હતુ. પોતાની પાંચ દાયકાથી વધુ સમયની રાજકીય જીવન યાત્રા દરમિયાન અટલ બિહારી વાજપેયી કુલ નવ વખત લોકસભાના સાંસદ અને બે ટર્મ રાજ્યસભાના સભ્ય પદે રહ્યા હતા.

અટલ બિહારી વાજપેયી 1996માં ગાંધીનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા અને દેશના સિમિત સમય માટે વડાપ્રધાન બન્યા હતા. ગુજરાત સાથે અટલ બિહારી વાજપેયીનો સંબંધ અનેરો રહ્યો હતો. અટલ બિહારી વાજપેયી ગુજરાતની મુલાકાતોનો સિલસિલો જનસંઘની રચના પહેલાથી રહ્યો હતો. 1960માં પહેલી વાર જનસંઘે ગુજરાતની બોટાદ અને માણાવદર ખાતે બહુમતી પ્રાપ્ત મળવાથી અટલ બિહારી વાજપેયી ખુશ થયા હતા. 1968માં કચ્છના છડા બેટ પાકિસ્તાનને સોંપવાના નિર્ણય સામે અન્ય જનસંઘના સાથીઓ સાથે અટલ બિહારી વાજપેયી પણ હતા. અટલ બિહારી વાજપેયી ત્યારે કચ્છના નાના ગામમાં ફરી પોતાની વકૃત્વ કળાથી ગ્રામવાસીઓને જાગૃત કર્યા હતા.

અટલના કાર્યકાળમાં બંધારણ સમીક્ષા પંચની રચના પણ કરવામાં આવી હતી. વાજપેયી સરકારે ફેબ્રુઆરી 2000માં બંધારણમાં સુધારો કરવાની જરૂરિયાત અંગે વિચારણા કરવા માટે એક સમિતિની બેઠક બોલાવી હતી. બંધારણ સમીક્ષા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી. આ કમિશનનો ભારે વિરોધ થયો હતો, જેના પછી વાજપેયી સરકાર બંધારણમાં સુધારાનું કામ આગળ નહતી વધારી શકી.

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવેલા તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી રાજ્યની પરિસ્થિતિથી ખુબ વ્યથિત હતા. દિલ્લી પરત થતા અગાઉ અમદાવાદ એરપોર્ટ પર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો, કે આપનો મુખ્યમંત્રી માટે શું સંદેશ છે ? આ પ્રશ્નના જવાબમાં અટલ બિહારી વાજપેયીએ વિચારીને કહ્યું હતુ કે, મુખ્યમંત્રી માટે મારો ફક્ત એક જ સંદેશ છે. એ રાજ ધર્મનું પાલન કરે. કવિ હૃદય પ્રધાનમંત્રીનો આ સંદેશ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશને સોંસરો ઉતર્યો. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સાથે બેઠેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાજપેયીની વાતની વચ્ચે કહ્યું હતુ કે, અમે પણ એ જ કરીએ છીએ સાહેબ. આ સાંભળીને વાજપેયીએ ઉમેર્યું હતુ કે, નરેન્દ્રભાઈ આ જ કરી રહ્યાં છે. આ સંવાદે રાજ્યની તત્કાલીન પરિસ્થિતિને બદલવાની મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો :-

૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા, આનંદ ઉત્સહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી ધંધામાં ક્ષેત્રે પ્રગિત આરોગ્ય સારૂં રહેશે.
વૃષભઃ
કલાત્મક કૌશલ્યનો વિકારસ થાય. વ્યવહારિક અને ઉત્તેજના પબર્ણ વ્યકિતત્વ રહેશે. ધગશ,ઉત્સાહમાં ‍વધારો થાડી સ્વાર્થ વૃતિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યકિતઓને પ્ર‌ગતિ-સફળતા મળે.
મિથુનઃ
સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ધટોડો નોધાય. પરિવારમાં શાંતિ અે સંપની અનુભુતિ થાય. નવા આર્થિક આયોજનનો સફળ થતા જણાય. સંતાનની પ્ર‌ગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂ રહેશે. જીવનસાથી ની તહિત સાચવવી.
કર્કઃ
દિવસ દરમ્યાન શારિરિક અને માન‌િસક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય.
સિંહઃ
નાણાંકીય બાબતો થી લાભ સંભવે. કુટુંબમાં સુખ શાંતિ વધે. જમીન મકાન મિલકત થી લાભ મળતો જણાય. રંગ રસાયણ ટાયરના ધંધાવાળા વ્યકિતઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મન દુઃખ ન થાય અને સાચવવું.
કન્યાઃ
આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઇ બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સોહાર્દ પૂર્ણ બને. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શકય બને. નોકરીમાં બયતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.
તુલાઃ
બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભ ફળ મળતું જણાય. વિર્ધાથીમિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.
વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતો માં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક વધતી જણાય. શરીરમાં થાક. સુસ્તીનો અનુભ‍વ થાય. ગળાના રોગોથી સાચવવું.
ધનઃ
ગઇ કાવની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભ‍વ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.
મકરઃ
આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુધ્ધતા રહે. ‌પરિવારના સભ્યોની વધારા ની જવાબદારી ઉડાવવી પડે. આધાત્મિક પ્રગતિ થાય.
કુભઃ
દિવસ દરમ્યાન શકિત-સ્કુર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસ નું વાતાવરણ સર્જાય. નવા રોકાણો થી લાભ થાય. જુના રોકાણો માંથી આવક વધતી જણાય. શરદી ખાંસી નો ઉપદ્ગવ રહે.
મીનઃ
માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધ નોકરીમાં ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શકય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરીદી શકય બને સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિ ને ગળાના દુઃખાવાથી સાચવવું.

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આર્મી વાન 150 ફૂટ ઊંડી ખીણમાં પડી, 10 જવાનો ઘાયલ

0

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે સાંજે આર્મી વાન 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. જેમાં 10 જવાનો ઘાયલ થયા હતા. 4ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

વાનમાં 18 સૈનિકો હતા. આ ઘટના પૂંછના બલનોઈ વિસ્તારમાં ઘોડા પોસ્ટ પાસે બની હતી. લાઈન ઓફ કંટ્રોલ (LOC) તરફ જઈ રહ્યા હતા. સેનાએ જવાનોની શોધમાં બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. તમામ સૈનિકો 11 મરાઠા રેજિમેન્ટના છે.

સુરતના કિમ રેલવે સ્ટેશન પાસે સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ ટ્રેન પાટા પરથી ઉતર્યા

દેશમાં છેલ્લાં ઘણાં સમયથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં હાલ ગુજરાતમાં સુરત પાસે કિમ રેલવે સ્ટેશન પાસે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. નોંધનીય છે કે, ગત મહિને પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી.

પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો. એન્જીન પછીનો પાર્સલનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે. જોકે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાની કારણે મોટી દુર્ઘટના ટળી છે.

આ પણ વાંચો :-

સુરતમાં નકલીની બોલબાલા! મહિલા ડૉક્ટર સહિત 2 બોગસ ડૉક્ટર પકડાયા

0

સુરત નકલી ચીજવસ્તુઓનો ગઢ બનતો જઈ રહ્યો છે. પછી તે નકલી ડૉક્ટરો હોય, કે પછી નકલી બનાવટની વસ્તુઓ હોય. તાજેતરમાં જ પોલીસે નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા રસેશ ગુજરાતી સહિત 10થી વધુ નકલી ડૉક્ટરોની ધરપકડ કરી હતી. હવે સુરતથી વધુ 2 બોગસ ડોક્ટર ઝડપાયા છે, તેમાંથી એક મહિલા બોગસ ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે.

ઉમરા પોલીસે મળેલી માહિતીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ઉધના મગદલ્લા ગામમાં આવેલા ભવાની સ્ટ્રીટમાં કરિયાણાની દુકાન પાસે આવેલી નાની દુકાનમાં છાપો માર્યો હતો. જ્યાં પ્રયાગ પ્રસાદ નામનો ઇસમ મેડિકલ પ્રેક્ટિસ કરતા રંગે હાથ મળી આવ્યો હતો. એલોપેથીની પ્રેક્ટિસ કરતા પ્રયાગ પ્રસાદ પાસે મેડિકલ સર્ટિફિકેટ સહિતના પુરાવાની માંગણી કરતા પોતે BEMS ડિગ્રી ધરાવતો હોવાની વાત જણાવી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા મેડિકલ ડિગ્રી રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતા ન હોવા છતાં આલોપેથીની પ્રેક્ટિસ કરી રહેલા પ્રયાગ પ્રસાદની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈપણ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે બંનેને ડિગ્રીઓ રજૂ કરવાનો સમય પણ આપ્યો હતો. જોકે નિયત સમય દરમિયાન કોઈપણ ડિગ્રી રજૂ ન કરી શકતા આખરે ઉમરા પોલીસે મોડી રાત્રે બંને સામે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે લલિતા સીંઘ એક ડિમ્પલ નામની મહિલાના ઘરમાં બોગસ ક્લિનિક ચલાવતા હતા અને સામાન્ય બિમારીવાળા દર્દીઓની સારવાર કરતા હતા. અને જો કોઈ ગંભીર બિમારીવાળા દર્દી આવે તો નજીકની હોસ્પિટલમાં રિફર કરતા હતા.

આ પણ વાંચો :-

પંજાબમાં પોલીસે ‘સમલૈંગિક’ સિરિયલ કિલરની કરી ધરપકડ, 10 મર્ડરની કબૂલાત

0

પંજાબમાંથી પોલીસ ગે સીરિયલ કિલરની ધરપકડ કરી હતી. તે સંબંધ બાંધી પૈસા ન આપતો પુરુષોની હત્યા કરતો હતો અને બાદમાં તેમની માફી પણ માંગતો હતો. તેણે 10થી વધુ હત્યા કરી હોવાનો પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો.

ધરપકડ બાદ સિરિયલ કિલરે અને રહસ્યો ખોલ્યા. તેણે જણાવ્યું કે, ‘હું અલગ-અલગ જગ્યાએ ઓરેન્જ કલરના કપડા પહેરીને મહિલાઓની જેમ ઘૂંઘટ તાણીને લોકોને આકર્ષિત કરતો હતો. ત્યારબાદ ઘણા લોકો સાથે સબંધ બનાવતો હતો અને ત્યારબાદ પૈસાની માગણી કરતો હતો. જો કોઈ પૈસા આપવાનો ઈનકાર કરી દે તો તેની સાથે મારપીટ કરતો હતો અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારી દેતો હતો. મારી પાસે કોઈ હથિયાર નહોતું પરંતુ હું માત્ર કપડાંથી જ લોકોની હત્યા કરી નાખતો હતો. આ પછી હું તેના ચરણ સ્પર્શ કરીને માફી પણ માગતો હતો.’

રોપર SSP ગુલનીત સિંહ ખુરાનાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આરોપી રામ સરૂપ ઉર્ફે સોઢીએ કિરતપુર સાહિબ નજીક મૌડા ટોલ પ્લાઝા પાસે એક ઘટનાને અંજામ આપ્યો હતો. રોપર જિલ્લામાં ત્રણ હત્યાના બનાવો પોલીસ માટે કાંટા સમાન બની ગયા હતા. રામ સરૂપની ધરપકડ થતાં જ ત્રણેય ઘટનાઓ ટ્રેસ થઈ ગઈ હતી અને પૂછપરછ દરમિયાન આરોપીઓએ 10 થી વધુ લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

એસએસપીએ જણાવ્યું કે આરોપીઓ રોપર, ફતેહગઢ સાહિબ અને હોશિયારપુર જિલ્લામાં ગુનાઓ આચરતા હતા. આરોપી સોઢીએ જણાવ્યું કે મૃતક હરપ્રીત ઉર્ફે સની સાથે પહેલા સંબંધો હતા. પછી તેને પૈસા આપવાની ના પાડી. બંને વચ્ચે ઝઘડો થયો અને તેણે હરપ્રીતની હત્યા કરી નાખી. એ જ રીતે તેણે તમામ ગુનાઓ કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી નશાનો વ્યસની છે જેના કારણે તેના પરિવારના સભ્યોએ તેને બે વર્ષ પહેલા ઘરમાંથી કાઢી મુક્યો હતો. આરોપી પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે.

આ પણ વાંચો :-

“સંગઠનના વડા હોઈ શકે છે, તેઓ હિન્દુ ધર્મના વડા નથી” રામભદ્રાચાર્યનું મોટું નિવેદન

0

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના નિવેદન અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું છે કે આ સંઘ પ્રમુખનું અંગત નિવેદન હોઈ શકે છે અને તે આપણા બધાનું નિવેદન નથી. રામભદ્રાચાર્યએ કહ્યું કે મોહન ભાગવત કોઈ પણ સંગઠનના વડા હોઈ શકે છે, તેઓ હિન્દુ ધર્મના વડા નથી, તેઓ જે કહે છે.

આ પહેલા સંતોના સંગઠન અખિલ ભારતીય સંત સમિતિ (AKSS) એ સોમવારે મોહન ભાગવતની ટિપ્પણીની ટીકા કરી હતી. AKSSના જનરલ સેક્રેટરી સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, “જ્યારે ધર્મનો વિષય આવે છે, ત્યારે તેનો નિર્ણય ધાર્મિક ગુરુઓએ લેવાનો હોય છે અને તેઓ જે પણ નિર્ણય લેશે તે સંઘ અને VHP દ્વારા સ્વીકારવામાં આવશે.”

જગદગુરુ રામભદ્રાચાર્યએ એમ પણ કહ્યું હતું કે, જે આપણી ઐતિહાસિક વસ્તુઓ છે તે આપણને મળવી જોઈએ અને આપણે તે લેવી જોઈએ. પછી ગમે તે રીતે મળે. આ માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ કેમ ન અપનાવવી પડે. રામભદ્રાચાર્ય ઉપરાંત અન્ય ઘણા સંતોએ પણ મોહન ભાગવતના નિવેદનની ટીકા કરી છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ દરેક જગ્યાએ મંદિરો શોધવાની પરવાનગી આપી ન શકાય તે મુદ્દે ભાગવતે આપેલા નિવેદનની ટીકા કરી છે.

જણાવી દઈએ કે, RSS વડા મોહન ભાગવતે પુણેમાં એક પ્રવચનમાં કહ્યું કે, “ધર્મ પ્રાચીન છે અને ધર્મની ઓળખ સાથે જ રામ મંદિરનું નિર્માણ થયું છે. આ વાત સાચી છે, પરંતુ માત્ર મંદિર બાંધવાથી કોઈ હિંદુઓના નેતા ન બની શકે. હિન્દુ ધર્મ એ સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મના આચાર્યો સેવાધર્મનું પાલન કરે છે. આ માનવ ધર્મની જેમ સેવા ધર્મ છે. સેવા કરતી વખતે હંમેશા ચર્ચાથી દૂર રહેવું એ અમારો સ્વભાવ છે.

મોહન ભાગવતે કહ્યું હતુંકે, “જેઓ દેખાડો કર્યા વિના સતત સેવા કરે છે, તે સેવા કરવાની ઇચ્છા રાખે છે. સેવા ધર્મનું પાલન કરતી વખતે આપણે અતિવાદી ન બનવું જોઈએ. દેશની પરિસ્થિતિ અનુસાર મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. માનવ ધર્મ એ બ્રહ્માંડનો ધર્મ છે અને તે સેવાના માધ્યમથી પ્રગટવો જોઈએ. આપણે વિશ્વશાંતિની જાહેરાતો કરીએ છીએ પરંતુ અન્ય જગ્યાએ લઘુમતીઓની સ્થિતિ શું છે? આના પર ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચો :-

મોંઘવારીનું સાચું ચિત્ર બતાવતા રાહુલ ગાંધી પહોંચ્યા શાકમાર્કેટ

0

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શાકમાર્કેટ પહોંચીને શાકભાજીના ભાવ જાણવા માટે દુકાનદારો સાથે વાતચીત કરી હતી. તેમણે લસણ, ટામેટા, સલગમ સહિતના શાકભાજીના ભાવ વિશે પૂછપરછ કરી, જ્યાં દુકાનદારે જણાવ્યું કે લસણનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો છે. રાહુલ ગાંધીએ આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે લસણ એક સમયે 40 રૂપિયાનું હતું, જે હવે 400 રૂપિયા સુધી પહોંચી ગયું છે. મોંઘવારીના કારણે સામાન્ય લોકોના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે, જ્યારે સરકાર આ મુદ્દે કુંભકરણની જેમ સૂઈ રહી છે.

 

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે આ વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, થોડા દિવસો પહેલા હું સ્થાનિક શાકભાજી માર્કેટમાં પહોંચ્યો હતો અને ગ્રાહકો સાથે ખરીદી કરતી વખતે વિક્રેતાઓ સાથે વાત કરી હતી. સામાન્ય લોકોનું બજેટ કેવી રીતે બગડી રહ્યું છે અને મોંઘવારીએ દરેકને કેવી રીતે પરેશાન કર્યા છે તે જાણવા માટે લોકો વધતી કિંમતોથી સંઘર્ષ કરી રહ્યા છે અને સામાન્ય જરૂરિયાતની નાની નાની બાબતોમાં સમાધાન કરવાની ફરજ પડી રહી છે.

તેમણે કહ્યું, અમે લસણ, વટાણા, મશરૂમ અને અન્ય શાકભાજીના ભાવ અંગે ચર્ચા કરી હતી. લોકોના વાસ્તવિક અનુભવો પણ સાંભળો. કેવી રીતે 400 રૂપિયા પ્રતિ કિલો લસણ અને 120 રૂપિયા પ્રતિ કિલો વટાણાએ દરેકના બજેટને હચમચાવી નાખ્યું છે. લોકો શું ખાશે અને શું બચાવશે? તેણીના કહેવા મુજબ, ચા પર ચર્ચા કરતી વખતે, તેઓએ ગૃહિણીઓના જીવનની સમસ્યાઓ વિશે નજીકથી જાણ્યું, કેવી રીતે આવક અટકી ગઈ છે અને મોઘવારી સતત વધી રહી છે, કેવી રીતે બચત અશક્ય બની ગઈ છે અને કેવી રીતે ફક્ત ખોરાકના ખર્ચને પહોંચી વળવા, લોકો. 10 રૂપિયાનું રિક્ષાનું ભાડું વસૂલવું મુશ્કેલ બની ગયું છે.રાહુલે કહ્યું, તમે પણ મોંઘવારીની અસર અનુભવી રહ્યા છો.

અમને કહો, તમે આ સમસ્યા સાથે કેવી રીતે સંઘર્ષ કરી રહ્યાં છો. અમે બજારની સ્થિતિ જાણીએ છીએ, કૃપા કરીને તમારા અંગત અનુભવો અમારી સાથે શેર કરો. રાહુલ ગાંધીએ આ વીડિયો ‘X’ પર પોસ્ટ કર્યો અને આરોપ લગાવ્યો કે, વધતી મોંઘવારીએ સામાન્ય માણસનું રસોડાનું બજેટ બગાડયું છે – સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે. રાહુલ ગાંધીનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે નિધન

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટરમાંથી એક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેમણે 90 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું છે. શ્યામ ઘણા લાંબા સમયથી બામાર હતા. દિગ્ગજ ફિલ્મમેકરની પુત્રી પિયા બેનેગલે ઇન્ડિયન એક્સપ્રેસને આ ખબરની પૃષ્ટી કરી છે. તેમણે કહ્યું કે આ વાત સાચી છે. શ્યામ બેનેગલનું સોમવારે સાંજે 6.30 વાગ્યે નિધન થયું હતું. બેનેગલે મુંબઇની વોકહાર્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમનો ક્રોનિક કિડની બીમારીની સારવાર ચાલી રહી હતી.

ફિલ્મ નિર્માતાએ તાજેતરમાં જ 14 ડિસેમ્બરે પોતાનો 90 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના જન્મદિવસના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. આ સાથે જ શબાના આઝમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તે પાર્ટીની તસવીરો શેર કરી હતી. આ ફોટોમાં શબાના અને નસીરુદ્દીન શાહ ફિલ્મ સર્જક શ્યામ બેનેગલ સાથે હસતાં જોવા મળ્યાં હતાં.

શ્યામ બેનેગલ ફેડરલ પેરેલલ સિનેમાના પ્રણેતા છે. તેમણે 1970 અને 1980 ના દાયકામાં ભારતીય સમાંતર સિનેમા ચળવળનું નેતૃત્વ કર્યું. તેમની ફિલ્મો મુખ્ય પ્રવાહના ભારતીય સિનેમાની પરંપરાઓથી અલગ હતી. તે વાસ્તવિકતા અને સામાજિક ટિપ્પણી માટે જાણીતી છે. તેમણે ‘અંકુર’, ‘નિશાંત’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘જુનૂન’ અને ‘મંડી’ જેવી ફિલ્મો બનાવી છે. શ્યામ બેનેગલ ગુરુ દત્તના બીજા પિતરાઈ ભાઈ છે. તેઓ અમૃતા રાવના બીજા પિતરાઈ ભાઈ પણ છે.

ગિરીશ કર્નાડ, શબાના આઝમી, અનંત નાગ, અમરીશ પુરી, સ્મિતા પાટિલ અને નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજોની શાનદાર જોડી વાળી આ ફિલ્મ તેમની ફિલ્મ નિર્માણની નિપુણતાનો પુરાવો છે. આ પછી તેમણે બીજી ઘણી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી હતી. તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં ‘મંથન’, ‘ભૂમિકા’ અને ‘સરદારી બેગમ’ જેવી ઘણી ફિલ્મો સામેલ છે.

આ પણ વાંચો :-

હોસ્પિટલમાં દાખલ થયા બાદ વિનોદ કાંબલીની પ્રતિક્રિયા, જાણો ચાહકો ને શું કહ્યું

0

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની શનિવારના રોજ તબિયત ખુબ જ ખરાબ થઈ હતી. ત્યારબાદ તેને મહારાષ્ટ્રના થાણેમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરની ટીમ તેની દેખરેખ કરી રહી છે, જરુરી તમામ રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તેના મગજમાં લોહીનો ગઠ્ઠો છે અને તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, કાંબલીને તેમના જ એક પ્રશંસકે હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. તેમને થાણેની આકૃતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે તેમના આજ ચાહકની છે. આ હૉસ્પિટલમાં કાંબલીની સારવાર કરી રહેલા ડૉ. વિવેક ત્રિવેદીએ જણાવ્યું કે, શરૂઆતમાં પૂર્વ ક્રિકેટરે યુરિનરી ઈન્ફેક્શન અને તાણની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને આ હૉસ્પિટલમાં દાખલ ક૨વામાં આવ્યા હતા.

ડૉક્ટરે કહ્યું કે, તેમના પર ઘણા મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યા અને રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા. ડૉક્ટર ત્રિવેદીએ જણાવ્યું કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 52 વર્ષીય કાંબલીના મગજમાં લોહીના થર જામી ગયા છે. જો કે ડૉક્ટરે અત્યારે તેમની ગંભીરતા વિશે વધુ ખુલાસો કર્યો નથી, પરંતુ તેમણે કહ્યું કે હૉસ્પિટલમાં એક વિશેષ ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમજ 24મી ડિસેમ્બરે મંગળવારે ફરીથી તેમના ટેસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં, ડૉક્ટરે એમ પણ જણાવ્યું કે હૉસ્પિટલના ઈન્ચાર્જે કાંબલીની સંપૂર્ણ સારવાર મફતમાં કરવાનો નિર્ણય લીધો છે.

વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે 1991માં વનડે ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ તેમણે છેલ્લી વનડે મેચ વર્ષ 2000માં શ્રીલંકા વિરુદ્ધ રમી હતી. તેમણે ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચમાં કુલ 1084 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 3 અડધી સદી સામેલ છે. આ સિવાય 104 વનડે મેચમાં તેના નામ પર 2477 રન નોંધાયેલા છે.

આ પણ વાંચો :-