HomeNationalસુરતમાં નકલીની બોલબાલા! મહિલા ડૉક્ટર સહિત 2 બોગસ ડૉક્ટર પકડાયા

સુરતમાં નકલીની બોલબાલા! મહિલા ડૉક્ટર સહિત 2 બોગસ ડૉક્ટર પકડાયા

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

સુરત નકલી ચીજવસ્તુઓનો ગઢ બનતો જઈ રહ્યો છે. પછી તે નકલી ડૉક્ટરો હોય, કે પછી નકલી બનાવટની વસ્તુઓ હોય. તાજેતરમાં જ પોલીસે નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા રસેશ ગુજરાતી સહિત 10થી વધુ નકલી ડૉક્ટરોની ધરપકડ કરી હતી. હવે સુરતથી વધુ 2 બોગસ ડોક્ટર ઝડપાયા છે, તેમાંથી એક મહિલા બોગસ ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે.

ઉમરા પોલીસે મળેલી માહિતીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ઉધના મગદલ્લા ગામમાં આવેલા ભવાની સ્ટ્રીટમાં કરિયાણાની દુકાન પાસે આવેલી નાની દુકાનમાં છાપો માર્યો હતો. જ્યાં પ્રયાગ પ્રસાદ નામનો ઇસમ મેડિકલ પ્રેક્ટિસ કરતા રંગે હાથ મળી આવ્યો હતો. એલોપેથીની પ્રેક્ટિસ કરતા પ્રયાગ પ્રસાદ પાસે મેડિકલ સર્ટિફિકેટ સહિતના પુરાવાની માંગણી કરતા પોતે BEMS ડિગ્રી ધરાવતો હોવાની વાત જણાવી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા મેડિકલ ડિગ્રી રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતા ન હોવા છતાં આલોપેથીની પ્રેક્ટિસ કરી રહેલા પ્રયાગ પ્રસાદની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈપણ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે બંનેને ડિગ્રીઓ રજૂ કરવાનો સમય પણ આપ્યો હતો. જોકે નિયત સમય દરમિયાન કોઈપણ ડિગ્રી રજૂ ન કરી શકતા આખરે ઉમરા પોલીસે મોડી રાત્રે બંને સામે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે લલિતા સીંઘ એક ડિમ્પલ નામની મહિલાના ઘરમાં બોગસ ક્લિનિક ચલાવતા હતા અને સામાન્ય બિમારીવાળા દર્દીઓની સારવાર કરતા હતા. અને જો કોઈ ગંભીર બિમારીવાળા દર્દી આવે તો નજીકની હોસ્પિટલમાં રિફર કરતા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories