HomeNational"સંગઠનના વડા હોઈ શકે છે, તેઓ હિન્દુ ધર્મના વડા નથી" રામભદ્રાચાર્યનું મોટું...

“સંગઠનના વડા હોઈ શકે છે, તેઓ હિન્દુ ધર્મના વડા નથી” રામભદ્રાચાર્યનું મોટું નિવેદન

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના નિવેદન અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું છે કે આ સંઘ પ્રમુખનું અંગત નિવેદન હોઈ શકે છે અને તે આપણા બધાનું નિવેદન નથી. રામભદ્રાચાર્યએ કહ્યું કે મોહન ભાગવત કોઈ પણ સંગઠનના વડા હોઈ શકે છે, તેઓ હિન્દુ ધર્મના વડા નથી, તેઓ જે કહે છે.

આ પહેલા સંતોના સંગઠન અખિલ ભારતીય સંત સમિતિ (AKSS) એ સોમવારે મોહન ભાગવતની ટિપ્પણીની ટીકા કરી હતી. AKSSના જનરલ સેક્રેટરી સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, “જ્યારે ધર્મનો વિષય આવે છે, ત્યારે તેનો નિર્ણય ધાર્મિક ગુરુઓએ લેવાનો હોય છે અને તેઓ જે પણ નિર્ણય લેશે તે સંઘ અને VHP દ્વારા સ્વીકારવામાં આવશે.”

જગદગુરુ રામભદ્રાચાર્યએ એમ પણ કહ્યું હતું કે, જે આપણી ઐતિહાસિક વસ્તુઓ છે તે આપણને મળવી જોઈએ અને આપણે તે લેવી જોઈએ. પછી ગમે તે રીતે મળે. આ માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ કેમ ન અપનાવવી પડે. રામભદ્રાચાર્ય ઉપરાંત અન્ય ઘણા સંતોએ પણ મોહન ભાગવતના નિવેદનની ટીકા કરી છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ દરેક જગ્યાએ મંદિરો શોધવાની પરવાનગી આપી ન શકાય તે મુદ્દે ભાગવતે આપેલા નિવેદનની ટીકા કરી છે.

જણાવી દઈએ કે, RSS વડા મોહન ભાગવતે પુણેમાં એક પ્રવચનમાં કહ્યું કે, “ધર્મ પ્રાચીન છે અને ધર્મની ઓળખ સાથે જ રામ મંદિરનું નિર્માણ થયું છે. આ વાત સાચી છે, પરંતુ માત્ર મંદિર બાંધવાથી કોઈ હિંદુઓના નેતા ન બની શકે. હિન્દુ ધર્મ એ સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મના આચાર્યો સેવાધર્મનું પાલન કરે છે. આ માનવ ધર્મની જેમ સેવા ધર્મ છે. સેવા કરતી વખતે હંમેશા ચર્ચાથી દૂર રહેવું એ અમારો સ્વભાવ છે.

મોહન ભાગવતે કહ્યું હતુંકે, “જેઓ દેખાડો કર્યા વિના સતત સેવા કરે છે, તે સેવા કરવાની ઇચ્છા રાખે છે. સેવા ધર્મનું પાલન કરતી વખતે આપણે અતિવાદી ન બનવું જોઈએ. દેશની પરિસ્થિતિ અનુસાર મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. માનવ ધર્મ એ બ્રહ્માંડનો ધર્મ છે અને તે સેવાના માધ્યમથી પ્રગટવો જોઈએ. આપણે વિશ્વશાંતિની જાહેરાતો કરીએ છીએ પરંતુ અન્ય જગ્યાએ લઘુમતીઓની સ્થિતિ શું છે? આના પર ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories