Home Blog Page 552

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના કાફલાને નડ્યો અકસ્માત

0

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના કાફલાની કારની અકસ્માત થયો છે. શુક્રવારે બપોરે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દૌસા નજીક આ અકસ્માત થયો હતો. ફારુક અબ્દુલ્લા અજમેર જ‌ઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેઓ ખવાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહ પર જિયારત કરવા જ‌ઈ રહ્યા હતા.

ફારુક અબ્દુલ્લા તેમના કાફલા સાથે અજમેર જવા નીકળ્યા હતા ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર તેમના કાફલાની કાર અચાનક રસ્તા પર આવી ગયેલી નીલ ગાયથી ટકરાઇ ગઇ હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું છે. પણ ફારુક અબ્દુલ્લા સુરક્ષિત છે. તેમને કોઈ ઈજા નથી થ‌ઈ.

મળતી માહિતી મુજબ ફારુક અબ્દુલ્લાના કાફલામાં સામેલ એસ્કોર્ટ કાર દિલ્હી પોલીસની છે. કારનો અકસ્માત સામે અચાનક નીલ ગાય આવી જવાથી થયો હતો. અકસ્માતને કારણે એસ્કોર્ટ કારને પણ નુકસાન થયું છે.

આ પણ વાંચો :-

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ‘સંકલ્પ પત્ર’ જાહેર

0

ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ચૂંટણી ઢંઢેરાના પ્રથમ તબક્કાની જાહેરાત કરી છે. પાર્ટીએ દિલ્હીના લોકોને ઘણા મોટા વચનો આપ્યા છે અને જેપી નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકીય સંસ્કૃતિ બદલાવી છે. અગાઉ મેનિફેસ્ટો જાહેર થતા, પણ રાજકીય પાર્ટીઓ તે ભૂલી જતા. હવે મેનિફેસ્ટોને સંકલ્પ પત્રમાં ફેરવી દેવામાં આવ્યા છે. 2014માં 500 વચનો આપવામાં આવ્યા હતા, જેમાંથી 499 વચનો પૂર્ણ કરવામાં આવ્યા છે.

BJP અધ્યક્ષે કહ્યું કે અમારા વચન પૂરા કરવાની નોંધપાત્ર સિદ્ધિ છે. અમારી સિદ્ધિ દર 99.9% છે. આ વિકસિત દિલ્હીની નયનશીલતાની સંકલ્પના છે. દિલ્હીની બધી યોજનાઓ ચાલુ રહેશે. અમે ઝૂંપડપટ્ટી વાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવશું. આજે 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવી ગયા છે. દિલ્હીમાં જે જનકલ્યાણ યોજનાઓ ચાલી રહી છે, તે BJP સરકાર આવ્યાના પછી પણ ચાલુ રહેશે.

BJPના મોટા વચનો:

  • મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ મહિલાઓને દર મહિને ₹2500 આપવામાં આવશે.
  • ગર્ભવતી મહિલાઓને ₹21,000 આપવામાં આવશે.
  • હોળી અને દિવાળી પર એક-એક LPG સિલિન્ડર મફતમાં મળશે.
  • LPG સિલિન્ડર પર ₹500 સબસિડી આપવામાં આવશે.
  • ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિક કીટ આપવામાં આવશે.
  • 5 લાખ રૂપિયા સુધીનું વધારાનું આરોગ્ય વીમા મળશે.
  • આયુષ્માન ભારત યોજના દિલ્હીમાં લાગુ કરવામાં આવશે.
  • અટલ કેન્ટીન યોજના: ઝૂંપડપટ્ટીઓમાં ₹5માં ભોજન આપશે.
  • વડીલ નાગરિકોને દર મહિને ₹3000 પેન્શન મળશે.

નડ્ડાએ કહ્યું કે અમે મહિલાઓ, યુવાનો, ઝૂંપડપટ્ટીવાસીઓ, અસંગઠિત મજૂરો, મધ્યમ વર્ગ અને વેપારી વર્ગ સાથે ચર્ચા કરી છે. લગભગ 1.80 લાખ પ્રતિભાવો પ્રાપ્ત થયા છે. લગભગ 62 જૂથો સાથે ચર્ચા કરવામાં આવી છે. 12 હજાર નાની-મોટી સભાઓ યોજી. નેતાઓએ દરેક ખૂણામાં જઈને 41 LED વાન દ્વારા ચર્ચા કરી.

આ પણ વાંચો :-

ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર સહિત ખેલાડીઓનું સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યા

0

આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર સમારોહ યોજાયો હતો, જ્યાં વિશ્વના કેટલાક અગ્રણી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બે ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અર્પણ કર્યો. આ બંને ખેલાડીઓને તાળીઓના ગડગડાટ વચ્ચે આ સન્માન આપવામાં આવ્યું હતું, જે તેમની મહેનતને પ્રતિબિંબિત કરે છે. મનુ ભાકરે ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કર્યું છે, જ્યારે ડી ગુકેશે તાજેતરમાં ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે.

આ વખતે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાંથી 17 પેરા એથ્લેટ્સ હતા. અર્જુન પુરસ્કાર વિજેતાઓમાં પેરિસ ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ અમન સેહરાવત, શૂટર્સ સ્વપ્નિલ કુસાલે, સરબજોત સિંહ અને પુરુષ હોકી ટીમના સભ્યો જર્મનપ્રીત સિંહ, સુખજીત સિંહ, સંજય અને અભિષેકનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓની સફળતા સાબિત કરે છે કે ભારતીય રમતગમત જગતમાં સતત સુધારા તરફ પગલાં લેવામાં આવી રહ્યા છે.

અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓમાં પેરિસ ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ અમન સેહરાવત, શૂટર સ્વપ્નિલ કુસાલે, સરબજોત સિંહ અને પુરુષ હોકી ટીમના સભ્યો જર્મનપ્રીત સિંહ, સુખજીત સિંહ, સંજય અને અભિષેકનો સમાવેશ થાય છે.

22 વર્ષીય મનુ ભાકર, ગયા ઓગસ્ટમાં 10 મીટર એર પિસ્તોલ સિંગલ્સ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિકના એક જ આવૃત્તિમાં બે મેડલ જીતનાર સ્વતંત્ર ભારતના પ્રથમ ખેલાડી બન્યા હતા.

18 વર્ષીય ગુકેશ ગયા મહિને ચીનના ડિંગ લિરેનને હરાવીને સૌથી નાની ઉંમરનો વિશ્વ ચેમ્પિયન બન્યો. મહાન ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ પછી આ સિદ્ધિ મેળવનાર તે બીજા ભારતીય છે.

ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા હાઇ જમ્પ ખેલાડી પ્રવીણ કુમારને પણ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના સર્વોચ્ચ રમત સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

સૈફ અલી ખાન પર હુમલો કરવાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ

0

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન ઉપર તેના ઘરમાં ઘૂસીને ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ઘાયલ થયો છે અને તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે મુંબઈ પોલીસે આ મામલે એક શખસની ધરપકડ કરી છે. પોલીસ આરોપીને હિરાસતમાં લઈને વધુ પૂછપરછ માટે બાંદરા પોલીસ સ્ટેશનમાં લઈ આવી છે.

હુમલાખોરે સૈફ પર તીક્ષ્ણ હથિયારથી છ વાર હુમલો કર્યો હતો, ત્યારબાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે પોલીસની 20 ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમને અલગ-અલગ કાર્ય સોંપવામાં આવ્યું હતું. પોલીસે આરોપીને છેલ્લી વાર બાંદરા રેલવે સ્ટેશનની પાસે જોયો હતો. પોલીસને સંદેહ છે કે સંદિગ્ધ ઘટના પછી વસઈ-વિરાર તરફ જતી પહેલી લોકલ ટ્રેન પકડી હતી.

સૈફ અલી ખાન પર ગઈ કાલે ચાકુથી હુમલો થયો હતો, જેમાં તેને ગંભીર ઇજા થઈ હતી. સૈફના શરીર પર છ ઊંડા ઘા હતા, એમાંથી એક ઘા તેની ડોક પર જ 10 સેન્ટિમીટર હતો. એની સાથે તેની પીઠ પર આશરે 2.5 ઇંચ ચાકુનો ટુકડો મળ્યો હતો. પોલીસે એ ટુકડાને કબજામાં લીધો હતો અને બાકી હિસ્સાની તપાસ જારી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સૈફના ઘરે 56 વર્ષની સ્ટાફ નર્સ પણ હાજર હતી. તેનું નામ એલિયામા ફિલિપ છે. તે ફરિયાદી પણ છે. આ ઘટનામાં તેને બ્લેડથી ઈજા થઈ હતી. પોલીસે નર્સ ફિલિપ, ઘરમાં કામ કરતા સ્ટાફ, બિલ્ડિંગના ગાર્ડ અને અન્ય લોકોના નિવેદન નોંધ્યા છે.

આ પણ વાંચો :-

મહાકુંભમાં હેલિકોપ્ટરથી ફૂલવર્ષામાં વિલંબ, પાયલટ સહિત ત્રણ સામે નોંધાઈ FIR

0

પ્રયાગરાજ મહાકુંભમાં યોગી સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભમાં આવનારા લોકો પણ તેના વખાણ કરી રહ્યા છે. પરંતુ, પૌષ પૂર્ણમાના શાહી સ્નાન પર્વ પર સમયસર શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા નહતી થઈ શકી. જોકે, આ મામલે હવે યુપી સરકારે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન વિભાગ દ્વારા કંપનીના સીઈઓ, પાયલટ સહિત ત્રણ લોકો પર FIR દાખલ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના ઉડ્ડયન વિભાગના ઓપરેશનલ મેનેજર કે. પી. રમેશે મહાકુંભ નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવી છે. ઉડ્ડયન વિભાગે દાખલ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે, કંપનીએ કોઈ સૂચન વિના જ હેલિકોપ્ટરને અયોધ્યા મોકલી દીધા હતાં, જેના કારણે મહાકુંભમાં શ્રદ્ધાળુઓ પર સમયાંતરે પુષ્પવર્ષા ન થઈ શકી. પોલીસે હેલિકોપ્ટર કંપનીના સીઈઓ રોહિત માથુર, પાયલટ કેપ્ટન પુનીત ખન્ના અને ઓપરેટર મેનેજમેન્ટ સામે ગંભીર ધારાઓ હેઠળ FIR દાખલ કર્યો છે.

નોંધનીય છે કે, યોગી સરકારે મહાકુંભમાં શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષાનો નિર્ણય લીધો હતો. જેમાં એમ. એ હેરિટેજ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને પૌષ પૂર્ણિમાના દિવસે સવારથી જ પુષ્પવર્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ, કોઈ સૂચના વિના હેલિકોપ્ટરને અયોધ્યા મોકલી દેવાયુ હતું. જેના કારણે શ્રદ્ધાળુઓ પર ફૂલોનો વરસાદ ન થઈ શક્યો. તેમ છતાં બીજુ હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યું અને સાંજે 4 વાગ્યાની આસપાસ ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. હાલ, ગુનો નોંધાયા બાદ મહાકુંભ પોલીસે આ વિશે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

સૈફ અલી ખાનના કરોડરજ્જુમાંથી ચાકુ કાઢવામાં આવ્યું

0

સૈફ અલી ખાન પર જે હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો તેની તસવીર સામે આવી છે. લીલાવતી હોસ્પિટલના ડોકટરોએ સર્જરી દરમિયાન સૈફના કરોડરજ્જુમાંથી હથિયારનો એક ટુકડો કાઢી નાખ્યો હતો. આ હથિયાર છરી જેવું લાગે છે. જ્યારે તેમના નાના પુત્રની કેરટેકરે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે હુમલાખોર પાસે હેક્સા બ્લેડ જેવું હથિયાર હતું. પણ આ હથિયાર બરાબર છરી જેવું લાગે છે. હોસ્પિટલ દ્વારા તેની તસવીર જાહેર કરવામાં આવી છે.

લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર્સે શુક્રવારે સૈફ અલી ખાનનું મેડિકલ બુલેટિન શેર કર્યું હતું. જેમાં ડૉક્ટર્સે જણાવ્યું કે, જ્યારે સૈફ હોસ્પિટલ આવ્યો તો તે લોહીલુહાણ હતો. પરંતુ, તે સાવજની જેમ ચાલી રહ્યો હતો. સૈફ પોતાના 8 વર્ષના દીકરા તૈમુર સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. પોતાની જાતે જ ચાલી રહ્યો હતો. તેણે હીરોની જેમ કામ કર્યું છે, તે રિયલ લાઇફ હીરો છે. હાલ, સૈફની તબિયત હવે બરાબર છે. એક્ટરને આઈસીયુથી સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે, તે થોડો સમય આરામ કરે.

ડૉક્ટર્સે આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, ‘હજુ અમે તપાસ કરી રહ્યા છે. તેની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તે પોતાની જાતે જ ચાલે છે અને ખુશ પણ દેખાય છે. જોકે, એક્ટરને થોડો સમય આરામ કરવો પડશે અને બૅક પર થયેલી ઈજાનું વધારે ધ્યાન રાખવું પડશે, નહીંતર ઇન્ફેક્શન થવાનું જોખમ છે. આ સિવાય મૂવમેન્ટ ઓછી કરવાની રહેશે. ભગવાનની કૃપાથી તે ઠીક છે. ઇન્ફેક્શનના ડરથી સૈફને વિઝિટર્સથી દૂર રાખવાનું કહેવામાં આવ્યું છે. જો પ્રોગ્રેસ બરાબર રહી તો અમે 2 થી 3 દિવસમાં ડિસ્ચાર્જ કરી દઇશું.’

આ પણ વાંચો :-

એક વર્ષમાં 44,90,040 રૂપિયા કેવી રીતે થઈ ગઈ કેજરીવાલની આવક, એફિડેવિટ પર સવાલ ઉઠ્યા

0

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પણ ઉમેદવારી નોંધાવી છે. હવે દિલ્હી બીજેપીના વડાએ કેજરીવાલની આવક પર સવાલ ઉઠાવ્યા છે. અરવિંદ કેજરીવાલે ઉમેદવારી પત્ર ભર્યું. તેણે જે એફિડેવિટ દાખલ કરી છે તેમાં કેટલીક વિસંગતતાઓ છે. તેથી જ અમે તેમને આ પ્રશ્નો પૂછી રહ્યા છીએ. તેઓ એમ કહી રહ્યા છે કે તેમની આવકનો સ્ત્રોત ધારાસભ્યનો પગાર છે અને તે મુજબ આવકવેરો ભરે છે.

દિલ્હી બીજેપીના વડાએ કહ્યું કે એફિડેવિટથી બીજો પ્રશ્ન ઉભો થાય છે કે 2020 થી 21 સુધી માત્ર એક વર્ષમાં AAP પ્રમુખની આવક 44,90,040 રૂપિયા કેવી રીતે થઈ શકે. તેણે કહ્યું કે આ રકમ 2019 થી 20 સુધીની તેમની આવક તરીકે દર્શાવવામાં આવેલા 1,57,823 રૂપિયા કરતાં લગભગ 40 ગણી વધારે છે.

તેમણે કહ્યું કે તેઓ કેજરીવાલને એક સરળ પ્રશ્ન પૂછવા માગે છે, જેમણે હંમેશા દાવો કર્યો છે કે ધારાસભ્ય તરીકેનો તેમનો પગાર જ તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત છે, જ્યારે તેમણે 2020-21માં તેમના પગાર સિવાય આવકનો કોઈ અન્ય સ્ત્રોત કેમ જાહેર કર્યો નથી પાછલા વર્ષોની સરખામણીમાં તેમની આવક અચાનક ચાલીસ ગણી વધી જાય છે.

આ પણ વાંચો :-

આ કેસમાં કોર્ટે ઇમરાન ખાનને 14 અને પત્નીને 7 વર્ષની સજા સંભળાવી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાનની કોર્ટે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ કેસમાં તેની પત્ની બુશરા બીબીને પણ દોષિત ઠેરવવામાં આવી છે અને તેને 7 વર્ષની સજા કરવામાં આવી છે.

નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરોએ ડિસેમ્બર, 2023માં ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી, સહિત અન્ય છ વિરૂદ્ધ રાષ્ટ્રીય ખજાનાને 190 મિલિયન પાઉન્ડનું નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડિસેમ્બર, 2023માં અલ-કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય ખજાનાનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી અને અન્ય સાત લોકો વિરૂદ્ધ કેસ ફાઈલ થયો હતો. અગાઉ ત્રણ વખત ચુકાદો સ્થગિત કરાયા બાદ જસ્ટિસ નાસિર જાવેદ રાણાએ અંતે સજાનો આદેશ આપ્યો હતો. ઈમરાન અને તેના પત્નીએ અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સાથે મળી અબજો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું હતું.

ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને શુક્રવારે £190 મિલિયન અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેમાં પીટીઆઈના સ્થાપકને 14 વર્ષની જેલ અને તેમની પત્ની બુશરા બીબીને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી .

આ પણ વાંચો :-

મોદી સરકારની કર્મચારીઓને આઠમા પગાર પંચને આપી મંજૂરી

0

કેન્દ્રીય સરકારી કર્મચારીઓનો ઇન્તજાર આખતે ખતમ થયો છે. કેબિનેટે બજેટ પહેલાં આઠમા પગાર પંચને મંજૂરી આપી છે. સાતમા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025એ પૂરો થશે. પ્રાપ્ત માહિતી અનુસાર આઠમા પગાર પંચની રચના પહેલાં રાજ્ય સરકારો, PSU વગેરે સાથે વિચારવિમર્શ કરવામાં આવશે. આઠમા પે કમિશનના અધ્યક્ષ અને બે સભ્યોનાં નામ પણ ટૂંક સમયમાં એલાન કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એવા સમયે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની અપેક્ષા રાખતા હતા, જેને આશા આખરે ફળી છે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. 7મા પગાર પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2026માં સમાપ્ત થશે.

વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં કમિશનના અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે. જો 8મું પગાર પંચ જાન્યુઆરી, 2026માં લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુતમ પગાર 34,560 રૂપિયા થવાનો અંદાજ છે.

આ પણ વાંચો :-

વડોદરાના જેતલપુર બ્રિજ પાસે ડેપ્યુટી મામલતદારની કારનો અકસ્માત

0

વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે રોડ સાઈડમાં કાર અઠવાડિયા પછી નશો કરેલી હાલતમાં નાયબ મામલતદાર મળી આવતા અકોટા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આજે જિલ્લા કલેકટરે પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય કર્યો હતો.

વડોદરા શહેરમાં એક તરફ લોકો ઉતરાયણની ઉજવણી કરી રહ્યા હતા. તો બીજી તરફ ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો હતો. નશો કરેલી હાલતમાં કાર ચલાવીને અકસ્માતને અંજામ આપ્યો હતો મળતી માહિતી અનુસાર પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરે નશો કરેલી હાલતમાં ગાડી હંકારીને જેતલપુર બ્રિજ પાસે રોડ સાઈડમાં કાર અથડાયા પછી નશાની હાલતમાં મળી આવ્યો હતો.

આ બનાવ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા અકોટા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નાયબ મામલતદાર નરેશ વણકરની ધરપકડ કરી હતી. ત્યારે જાહેર સેવકને શોભે નહીં એવું વર્તન કરવા બદલ પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો વડોદરા જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો :-