Home Blog Page 548

સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો, વનડેમાં ખડકયા 435 રન

0

મહિલા ભારતીય ટીમે આજે (15 જાન્યુઆરી) આયર્લેન્ડ સામેની ત્રીજી ODI મેચમાં ઇતિહાસ બનાવ્યો છે. મહિલા ટીમે ODIમાં પહેલી વાર 400થી વધુનો સ્કોર બનાવ્યો. આ ઉપરાંત પુરુષો અને મહિલા બંને ટીમોમાં સૌથી વધુ સ્કોર પણ બનાવ્યો. એકંદરે, આ મેચમાં ટીમ ઈન્ડિયાની મહિલા શક્તિ જોવા મળી. રાજકોટમાં આયર્લેન્ડ સામે રમતી વખતે ટીમ ઈન્ડિયાએ પહેલાં રમતી વખતે ત્રીજી વનડેમાં 50 ઓવરમાં 435/5 રન બનાવ્યા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે જોરદાર શરૂઆત કરી.

ટીમ ઈન્ડિયાએ 12 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામેની બીજી ODIમાં 370 રન બનાવ્યા હતા, જે ODIમાં તેનો સર્વોચ્ચ સ્કોર હતો, પરંતુ માત્ર 72 કલાકમાં જ ટીમ ઈન્ડિયાએ આ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ટીમ ઈન્ડિયાને 400થી આગળ લઈ જવામાં ઓપનર સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પ્રતિકાએ 129 બોલમાં 154 રનની ઇનિંગ રમી હતી. વનડે ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી છે. જ્યારે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ માત્ર 80 બોલમાં 135 રન બનાવ્યા હતા. આ ખેલાડીએ માત્ર 70 બોલમાં સદી ફટકારી અને ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારી મહિલા ભારતીય ક્રિકેટર બની.

મંધાનાએ તેના વનડે કારકિર્દીની 10મી સદી ફટકારી હતી. 80 બોલમાં 135 રનની ઇનિંગ રમ્યા બાદ તે આઉટ થઈ ગઈ હતી. મંધાનાના સિવાય ફક્ત મેગ લેનિંગ (15), સુઝી બેટ્સ (13) અને ટેમી બ્યુમોન્ટ (10) એ વનડે ઇતિહાસમાં 10 કે તેથી વધુ સદી ફટકારી છે. ભારત માટે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે મિતાલી બીજા સ્થાને છે. આ ભૂતપૂર્વ ખેલાડીએ 7 સદી ફટકારી હતી.

આ પણ વાંચો :-

અમદાવાદમાં HMPV વાયરસના વધુ એક કેસ નોંધાયા, ચાર વર્ષના બાળક પોઝિટિવ

0

અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર અર્થે થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાળકને તાવ, શરદી, કફ અને ઉલટી થઇ હતી. 13 જાન્યુઆરીના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષીય બાળકનો 13 જાન્યુઆરીએ HMPVનો પોઝિટિવ રિપોર્ટ આવતા તેને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસોટ્રી મળી નથી. હાલ તેની સારવાર ચાલી રહી છે.

આ વાઈરસને હ્યુમન મેટાપ્યુમો વાઈરસ અથવા HMPV વાઈરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસના નવા હેડક્વાર્ટર ‘ઈન્દિરા ભવન’નું ઉદઘાટન, જાણો તેની વિશેષતા

0

કોંગ્રેસને દિલ્હીમાં તેનું નવું રાષ્ટ્રીય કાર્યાલય મળ્યું છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નવા કાર્યાલયનું સરનામું હવે 9, કોટલા રોડ છે, જ્યારે છેલ્લા 47 વર્ષથી પાર્ટી તેનું રાષ્ટ્રીય મુખ્યાલય 24, અકબર રોડથી ચલાવી રહી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા મોટા નેતાઓની હાજરીમાં નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેને ઈન્દિરા ભવન નામ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો માટે આ ચોક્કસપણે એક મોટો પ્રસંગ છે કારણ કે પાર્ટીએ રાષ્ટ્રીય રાજધાનીમાં તેનું નવું મુખ્યાલય ખોલ્યું છે. આથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી પાર્ટીના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા.

કોંગ્રેસ કાર્યકારી સમિતિ, કોંગ્રેસના ખાસ અને કાયમી આમંત્રિતો, પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના અધિકારીઓ, AICCના અધિકારીઓ, તમામ પક્ષના સાંસદો, ભૂતપૂર્વ સાંસદો, મુખ્યમંત્રીઓ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અને આગળના સંગઠનો સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કોંગ્રેસનું આ નવું કાર્યાલય પક્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

ખરેખર તો 1977ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પછી લુટિયન્સ દિલ્હીના 24, અકબર રોડ પરના બંગલાને AICC હેડક્વાર્ટરમાં ફેરવી દેવામાં આવ્યો હતો. અકબર રોડ બંગલા પર એક સમયે સર રેજિનાલ્ડ મેક્સવેલનો કબજો હતો, જેઓ લોર્ડ લિનલિથગોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય (હોમ) હતા. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી 24, અકબર રોડ સ્થિત વર્તમાન મુખ્ય કાર્યાલય ખાલી નહીં કરે. 1978 માં તેની રચના થઈ ત્યારથી તે કોંગ્રેસ (I) નું મુખ્યાલય છે. એવી ચર્ચા છે કે જૂના હેડક્વાર્ટરમાં અમુક વિભાગો જળવાઈ રહેશે.

આ પણ વાંચો :-

 

વૃંદાવન પર્યટન સેન્ટરમાં બસમાં આગ, એક વૃદ્ધનું મોત

0

મહાકુંભમાં સહભાગી થવા માટે કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે મહાકુંભ જઈ રહેલી એક ખાનગી બસમ આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેલંગાણાથી 51 જેટલા મુસાફરો સાથે મહાકુંભ જઈ રહેલી બસ વૃંદાવનના પ્રવાસન કેન્દ્ર પર ઊભી હતી તે દરમિયાન આગ લાગી હતી. પોલીસ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે સિગારેટ આગનું કારણ હોઈ શકે છે.

ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર બ્રિગેડ, પોલીસ, વહીવટી તંત્રનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રીગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર બસમાં લગભગ 50 શ્રદ્ધાળુઓ મહાકુંભમાં અમૃત સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. ત્યારે વૃંદાવન પહોંચ્યા બાદ મોટાભાગના યાત્રાળુઓ મંદિરોમાં દર્શન કરવા ગયા હતા પરંતુ માત્ર એક વૃદ્ધની તબીયત ખરાબ હોવાથી બસમાં આરામ કરી રહ્યા હતા.

જિલ્લા મેજિસ્ટ્રેટે માહિતી આપતા કહ્યું હતું કે આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તે સિવાય અન્ય તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે બસમાં લાગેલી આગમાં તેમનો બધો સામાન બળી ગયો હતો. વધુમાં જણાવ્યું કે બસમાં કુલ 51 મુસાફરો હતા. જેમાંથી 50 મુસાફરો સુરક્ષિત છે અને તેમના માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે અને તેઓને પાછા મોકલવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

પીએમ મોદીએ ભારતીય નૌકાદળને 3 નવા યુદ્ધ જહાજો સમર્પિત કર્યા

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ જવા રવાના થઈ ગયા છે. તેઓ મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ યુદ્ધ જહાજો INS સુરત (ડિસ્ટ્રોયર), INS નીલગીરી (સ્ટીલ્થ ફ્રિગેટ) અને INS વાઘશીર (સબમરીન) રાષ્ટ્રને સમર્પિત કરશે. બાદમાં મોદી નવી મુંબઈમાં ઈસ્કોનની પહેલ શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું પણ ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદીએ આ દિવસે જણાવ્યું હતું કે, નૌસેનાને નવું સામર્થ્ય મળ્યું છે. નેવીને મજબૂત કરવા માટે અમે પગલા ઉઠાવી રહ્યા છીએ. આજે ભારતની સમુદ્રી વિરાસત નેવીને ગૌરવશાળી ઈતિહાસ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખૂબ જ મોટો દિવસ છે. છત્રપતિ શિવાજી મહારાજે નૌસેનાને નવું સામર્થ્ય અને વિઝન આપ્યું હતું. આજે તેમની આ પાવન ધરતી પર 21મી સજીની નેવીને સશક્ત કરવા તરફ અમે મોટું પગલું ઉઠાવી રહ્યા છીએ. આ પહેલી વાર થઈ રહ્યું છે, જ્યારે એક ડિસ્ટ્રોયર, એક ફ્રિગેટ અને એક સબમરીનને એક સાથે કમીશન કરવામાં આવી રહ્યું છે. ગર્વની વાત એ છે કે આ ત્રણેય મેડ ઈન ઈંડિયા છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતે હંમેશા ખુલ્લા, સુરક્ષિત, સમાવેશી અને સમૃદ્ધ હિન્દ- પ્રશાંત વિસ્તારનું સમર્થન કર્યું છે. એટલા માટે જ્યારે તટીય દેશોના વિકાસની વાત આવે તો ભારતે સાગરનો મંત્ર આપ્યો. સાગરનો મતલબ આ વિસ્તારમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ છે. અમારી સરકારે ત્રીજા કાર્યકાળમાં કેટલાય મોટા નિર્ણયો સાથે શરુઆત કરી. ઝડપથી અમે નવી નીતિઓ બનાવી, દેશની જરુરિયાતોને જોતા અમે અમારા નવા કામ શરુ કર્યા, દેશના દરેક ખૂણે, દરેક સેક્ટરનો વિકાસ થાય, અમે આ ટાર્ગેટ સાથે આગળ ચાલી રહ્યા છીએ.

મેક ઇન ઇન્ડિયાના મંત્ર હેઠળ કામ કરી રહ્યા દેશની સૌથી મોટી હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી કર્ણાટકમાં શરૂ થઈ. યુપી-તામિલનાડુમાં બની રહેલા ડિફેન્સ કોરિડોરને વધુ વેગ મળશે. નેવીએ મેક ઈન ઈન્ડિયા અભિયાનનો પણ વિસ્તાર કર્યો છે. મઝાગોન ડોક યાર્ડના આપ સાથીઓની ભૂમિકા છે. 10 વર્ષમાં 33 જહાજ અને 7 સબમરીન નેવીમાં સામેલ કરવામાં આવી. તેમાંથી 39 ભારતીય શિપયાર્ડમાં જ બનેલ છે.

અમારી સેનાઓએ આવા 5 હજારથી વધુ સાધનોની યાદી તૈયાર કરી છે, જે હવે તેઓ વિદેશથી આયાત નહીં કરે. જ્યારે ભારતીય સૈનિક ભારતીય સાધનો સાથે આગળ વધે છે ત્યારે આત્મવિશ્વાસ પણ કંઈક અલગ જ હોય છે.

INS નીલગિરી (સ્ટીલ્થ ફ્રિગેટ)

  • P17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું આ પ્રથમ જહાજ છે.
  • આ ડિઝાઇન ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
  • આમાં એડવાન્સ સર્વાઈબિલિટી, સી-કીપિંગનો સમાવેશ છે.
  • આ સ્વદેશી ફ્રિગેટ્સની નેક્સ્ટ જનરેશનનું પ્રતીક છે.
  • તેમાં સ્ટીલ્થ ટેકનોલોજી અને લાંબા સમય સુધી દરિયામાં રહેવાની ક્ષમતા છે.
  • ચેતક, એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર, MH-60R હેલિકોપ્ટરનું ઓપરેશન કરી શકે છે.
  • તેમાં એડવાન્સ સેન્સર અને વેપન સિસ્ટમ છે.

INS સુરત (ડિસ્ટ્રોયર)

  • P15B ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું આ ચોથું અને અંતિમ જહાજ છે.
  • તે વિશ્વના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી વિનાશકારી જહાજોમાથી એક છે. તેમાં 75% સ્વદેશી સામગ્રી છે.
  • તે એડવાન્સ નેટવર્ક અને એડવાન્સ વેપન સેન્સર પેકેજથી સજ્જ છે.

INS વાઘશીર (સબમરીન)

  • P75 સ્કોર્પીન પ્રોજેક્ટ કલવરી ક્લાસની છઠ્ઠી અને છેલ્લી સબમરીન છે.
  • તેને બનાવવામાં ફ્રેન્ચ નેવી ગ્રુપની મદદ લેવામાં આવી છે.
  • વિશ્વની સૌથી શાંત અને વર્સેટાઈલ ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનમાંથી એક છે.
  • તે એન્ટી-સરફેસ વોર, એન્ટી સબમરીન વોર, વાયર-ગાઈડેડ ટોર્પિડોઝ, એન્ટી શિપ મિસાઈલથી પણ સજ્જ છે.

આ પણ વાંચો :-

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

0

દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યુન સુક યોલની ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓએ 3 ડિસેમ્બરે માર્શલ લૉની ઘોષણા સંબંધિત કેસોમાં પગલાં લીધાં છે. યૂને ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવતા પહેલા રેકોર્ડ કરાયેલા એક વીડિયો સંદેશમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે આ દેશમાં કાયદાનું શાસન સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર વિરોધી તપાસકર્તાઓ યેઓલના ઘર નજીક પહોંચ્યા હતા.જ્યાં યૂન સમર્થકો અને શાસક પીપલ્સ પાવર પાર્ટીના સભ્યો વચ્ચે સુરક્ષા દળો સાથે અથડામણ થઈ.આ સમયગાળા દરમિયાન ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.આ બધી ગતિરોધ વચ્ચે, યુન સુક યેઓલની હવે ધરપકડ કરવામાં આવી છે.

યુન પર ધરપકડની તલવાર પહેલેથી જ લટકી રહી હોવાથી, તેના વકીલો પણ અગાઉથી નિવેદનો આપી રહ્યા હતા. યુનના વકીલોએ કહ્યું હતું કે યુનને અટકાયતમાં રાખવાનો પ્રયાસ ગેરકાયદેસર હતો. આ બધું તેમને અપમાનિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. યુનના વકીલોએ આખા કેસને કાવતરું ગણાવ્યું હતું. હાલમાં, યુનની ધરપકડ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. કારણ કે આ રીતે રાષ્ટ્રપતિની ધરપકડ એક મોટી રાજકીય ઘટના છે.

આ પણ વાંચો :-

તિરુપતિ મંદિરમાં પ્રસાદ કાઉન્ટર પાસે લાગી ભયંકર આગ

0

તિરુપતિ મંદિરમાં થોડા જ દિવસોમાં ફરી એક દુર્ઘટના ઘટી છે. સોમવારે તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ્ મંદિરમાં લાડુ વિતરણ કેન્દ્ર પાસે આગ લાગી હતી. કાઉન્ટર પાસે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન ઓચિંતા આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, હાલમાં વહીવટીતંત્ર આગ ઓલવવામાં વ્યસ્ત છે. ફાયર બ્રિગેડની મદદથી આગને ઝડપથી કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના 10 દિવસીય વૈકુંઠ દ્વાર દર્શનમ ઉત્સવ દરમિયાન બની હતી. આ પ્રસંગે દેશભરમાંથી હજારો લોકો ત્યાં પહોંચ્યા છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે 8 જાન્યુઆરીએ થયેલા અકસ્માતને કારણે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૮ જાન્યુઆરીના રોજ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના અવસાન થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. આ નાસભાગની ઘટના તિરુપતિમાં એમજીએમ સ્કૂલ પાસે આવેલા બૈરાગી પટ્ટેડા પાસે બની હતી.

આ પણ વાંચો :-

મહાકુંભમાં પહોંચી સૌથી સુંદર સાધ્વી, જાણો પત્રકારને શું કહ્યું ?

0

મહાકુંભ 2025નો આરંભ 13 જાન્યુઆરીએ થઈ ગયો છે. સંગમ તટ પર નાગા સાધુઓનો હઠયોગ, સંતોની તપસ્યા અને ભક્તોની શ્રદ્ધા દરેકનું ધ્યાન ખેંચી રહી છે. આ દરમિયાન એક સાધ્વીનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે ઈન્ટરનેટ પર ચકચાર મચાવી દીધી છે.

જ્યારે પત્રકારએ તેની સુંદરતાની પ્રશંસા કરતાં પૂછ્યું કે તેઓએ એટલી સુંદર હોવા છતાં સંન્યાસનું જીવન કેમ પસંદ કર્યું, તો સાધ્વીએ જવાબ આપ્યો, “મારે જે કરવું હતું તે હું કરી ચૂકી છું. હવે આ જીવનમાં મને શાંતિ મળે છે.” બાદમાં સાધ્વીએ તેની ઉંમર 30 વર્ષ જણાવી અને કહ્યું કે તે છેલ્લા બે વર્ષથી સંન્યાસ જીવન જીવી રહી છે. આ વિડિઓ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે. કેટલાક લોકોએ સાધ્વીના સંન્યાસ જીવનને બિરદાવ્યું અને તેને પ્રેરણાદાયી ગણાવ્યું. જ્યારે ઘણા યૂઝર્સે પ્રશ્ન ઊભા કરતાં સાધ્વીને ઢોંગી ગણાવી.

એક યૂઝરે લખ્યું, “કઈ સાધ્વી એટલો શ્રૃંગાર કરે છે બહેન? સાચી સાધ્વીઓ તેમના અંદરની ઉજાસના કારણે સુંદર અને તેજસ્વી લાગે છે.” બીજાએ ટાંકણું કરીને કહ્યું, “ચાલ-ચાલ મિત્ર ગાડી કાઢ, હવે બાબા બનવા છે.” જ્યારે ત્રીજાએ જણાવ્યું કે તેનાથી શું ફર્ક પડે છે કે કોઈ ત્યાગને કઈ નજરથી જુએ છે. પરંતુ આ જોઈને સારા લાગ્યું કે એક 30 વર્ષીય યુવતીએ બધું છોડીને છેલ્લા 2 વર્ષથી સાધ્વી બની છે.

આ પણ વાંચો :-

ભારતીય શેરબજારમાં મોટો કડકો, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો

0

પવિત્ર સ્નાનના પહેલા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન, BSE સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો જ્યારે નિફ્ટી 500 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. જેના કારણે છેલ્લા ચાર કારોબારી દિવસમાં રોકાણકારોના આશરે 17 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. સોમવારની શરૂઆતમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 23 પૈસા તૂટીને 86.7ના ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો હતો.

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો હતો. બપોરે 2.12 કલાકે સેન્સેક્સ 960 અને નિફ્ટી 326 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરતાં હતા. છેલ્લા થોડા દિવસોથી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા 20 વર્ષોમાં, કુંભ મેળા દરમિયાન દર વખતે શેરબજારમાં ઘટાડો થયો છે. સૌથી મોટો ઘટાડો 2015માં નાસિકમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન જોવા મળ્યો હતો.

યુએસ ડોલર સતત મજબૂત થઇ રહ્યો છે. 6 કરન્સી બાસ્કેટ સામે અમેરિકન ડોલર 0.22 ટકા વધીને 109.72 ના બે વર્ષની ઉંચી સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. 10 વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.76 ટકા થઇ છે, જે ઓક્ટોબર 2023 પછી સૌથી ઉંચુ સ્તર છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો પણ 1.44 ટકાની તેજીમાં 80.91 ડોલર પ્રતિ બેરલ ટ્રેડ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :-

પ્રયાગરાજ મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને આવ્યો હાર્ટઍટેક

0

પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યા હતા. જેમાં છ દર્દીઓને મેળામાં પરેડ મેદાન પર ઉપસ્થિત કેન્દ્રીય હોસ્પિટલમાં અને પાંચ દર્દીઓને સેક્ટર-20ની સબ સેન્ટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુલ 11માંથી નવ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે બે દર્દીઓની સ્થિતિ ગંભીર બનતાં તેમને એસઆરએન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રવિવારે મેળામાં શરૂ કરેલા કેન્દ્રીય હોસ્પિટલની 10 બેડના આઈસીયુ વોર્ડ હાર્ટ અટેકના દર્દીઓથી ભરાઈ ગયું હતું. ડોક્ટર્સે હાર્ટ અટેક આવવા પાછળનું કારણ વરસાદ અને ઠંડી હોવાનું જણાવ્યું છે. તેમણે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરતાં શ્રદ્ધાળુઓને સાવચેતીઓ રાખવા સલાહ આપી છે.

તબીબી વિશેષજ્ઞોએ મહાકુંભમાં આવેલા ભક્તોને સાવચેત રહેવાની સલાહ આપી છે, ખાસ કરીને પવિત્ર સ્નાન દરમિયાન. હૃદયરોગના હુમલાના મુખ્ય કારણો પૈકી એક ઠંડી હવામાં ઠંડા પાણીમાં સ્નાન કરવું છે. જણાવી દઇએ કે, ઠંડા પાણીમાં સ્નાન કરવાથી શરીરની નસો થીજી શકે છે, જેનાથી રક્ત પુરવઠામાં વિક્ષેપ પડે છે, જેની શરીર પર ખરાબ અસર પડી શકે છે. આ સ્થિતિએ રક્ત પુરવઠામાં વિક્ષેપ આવવાથી હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે. તબીબોનું કહેવું છે કે, જ્યારે પણ કોઇ વ્યક્તિને છાતીમાં બળતરા, દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા હાથ, કમર અને જડબામાં દુખાવાનો અનુભવ થાય, ત્યારે તેમણે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ, કારણ કે આ હૃદયરોગનો સંકેત હોઈ શકે છે.

આ પણ વાંચો :-