Home Blog Page 547

વડોદરાના જેતલપુર બ્રિજ પાસે ડેપ્યુટી મામલતદારની કારનો અકસ્માત

0

વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે રોડ સાઈડમાં કાર અઠવાડિયા પછી નશો કરેલી હાલતમાં નાયબ મામલતદાર મળી આવતા અકોટા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આજે જિલ્લા કલેકટરે પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય કર્યો હતો.

વડોદરા શહેરમાં એક તરફ લોકો ઉતરાયણની ઉજવણી કરી રહ્યા હતા. તો બીજી તરફ ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો હતો. નશો કરેલી હાલતમાં કાર ચલાવીને અકસ્માતને અંજામ આપ્યો હતો મળતી માહિતી અનુસાર પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરે નશો કરેલી હાલતમાં ગાડી હંકારીને જેતલપુર બ્રિજ પાસે રોડ સાઈડમાં કાર અથડાયા પછી નશાની હાલતમાં મળી આવ્યો હતો.

આ બનાવ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા અકોટા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નાયબ મામલતદાર નરેશ વણકરની ધરપકડ કરી હતી. ત્યારે જાહેર સેવકને શોભે નહીં એવું વર્તન કરવા બદલ પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો વડોદરા જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો :-

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર સહમત, જાણો ભારતે શું કહ્યું ?

ભારતના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે, “અમને આશા છે કે આનાથી ગાઝાના લોકોને માનવીય સહાયની સુરક્ષિત અને સતત આપૂર્તિ થઈ શકસે. અમે સતત બધા બંધકોની મુક્તિ, યુદ્ધવિરામ, વાટાઘાટો અને કૂટનીતિના રસ્તા પર પરત ફરવાનું આહ્વાન કર્યું છે.”

હમાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જૂથે ગાઝા યુદ્ધવિરામ માટે ઇઝરાયેલના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો અને વાટાઘાટો ચાલુ હતી. ત્યાર બાદ કતાર અને હમાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટોમાં છેલ્લી ઘડીનો સ્ટેન્ડઓફ ઉકેલાઈ ગયો છે. તે પછી, ઇઝરાયેલ અને હમાસના અધિકારીઓએ કહ્યું કે ગાઝામાં ઇઝરાયેલનું યુદ્ધ રોકવા અને ડઝનબંધ બંધકોને મુક્ત કરવા માટે યુદ્ધવિરામ પર સહમતિ બની છે.

કતારના વડા પ્રધાન, જે વાટાઘાટોમાં મધ્યસ્થી કરી રહ્યા છે, હમાસ અને ઇઝરાયેલના પ્રતિનિધિમંડળો સાથે અલગથી મળ્યા હતા, અને થોડા સમય પછી, વિવાદ ઉકેલાઈ ગયો હતો, કતારના અધિકારીએ એપીને જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે યુદ્ધવિરામ કરાર ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલેલા સંઘર્ષનો અંત દર્શાવે છે.

યુએસ, ઇજિપ્ત અને કતારે ગયા વર્ષે ઓક્ટોબર 2023 માં ઇઝરાયેલ પર હમાસના હુમલાને કારણે શરૂ થયેલા યુદ્ધનો અંત લાવવાની મધ્યસ્થી કરી હતી. મહિનાઓની વાટાઘાટો દરમિયાન, બંને પક્ષોએ અગાઉ કહ્યું હતું કે તેઓ માત્ર છેલ્લી ઘડીએ રોડ બ્લોક્સને હિટ કરવા માટે યુદ્ધવિરામની નજીક છે.

આ પણ વાંચો :-

સૈફ અલી ખાન પર હુમલા બાદ સંજય રાઉતનો કટાક્ષ, જાણો શું કહ્યું ?

0

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર બાંદ્રા સ્થિત તેમના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો. સૈફ અલી ખાન પર હુમલા બાદ રાજકીય આક્ષેપ પ્રતિઆપેક્ષો શરૂ થયા છે. સાંસદ સંજય રાઉતે કટાક્ષમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે? ક્યાંય કાયદો અને વ્યવસ્થા નથી.

સાસંદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા નથી. મુંબઈ હોય પરભણી, બધે કાયદો અને વ્યવસ્થા હવામાં છે. સરકાર વડાપ્રધાનના ઉદઘાટન, ચૂંટણી અને શિબિરોમાં સામેલ છે. સૈફ અલી ખાન એક મોટો અભિનેતા છે જેના પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન બુધવારે મુંબઈમાં હતા, ત્યાં તમામ સુરક્ષા રહેશે. સંજય રાઉતે કહ્યું કે વડાપ્રધાન ભલે મુંબઈમાં હોય પણ રાજ્યના ગૃહમંત્રીએ પોતાની જાતને પૂછવું જોઈએ કે મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે .

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ની નેતા સુપ્રિયા સુલેએ પણ અભિનેતા પર હુમલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ દુર્ઘટનાથી હું સ્તબ્ધ થઈ છું. મુંબઈમાં શું ચાલી રહ્યું છે. બાંદ્રામાં આ પ્રકારની ઘટના ચિંતાનો વિષય બની છે. આ ઘટનાથી સામાન્ય નાગરિકની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. મુંબઈમાં ખુલ્લેઆમ હુમલા, લૂંટ-ફાટ, ચાકૂબાજીની ઘટનાઓ બની રહી છે. સરકાર પાસે આનો કોઈ જવાબ નથી. અમે જવાબ માગીએ છીએ. જો સેલિબ્રિટી જ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતા સુરક્ષાની શું અપેક્ષા રાખી શકે.

આ પણ વાંચો :-

આપના વડા અરવિંદ કેજરીવાલના જીવને જોખમ ખાલિસ્તાની હુમલાની સંભાવના

0

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને લઈને ગુપ્તચર એજન્સીઓએ મોટું એલર્ટ જાહેર કર્યું છે. જો ગુપ્તચર એજન્સીઓના એલર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર હુમલો થઈ શકે છે. એજન્સીઓનો દાવો છે કે ખાલિસ્તાની અરવિંદ કેજરીવાલ પર હુમલો કરી શકે છે. તેને ધ્યાનમાં રાખીને કેજરીવાલની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. જોકે, આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી કે કેન્દ્ર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

ગુપ્તચર સૂત્રોના જણાવાયાનુસાર, ખાલિસ્તાન સંગઠનવાળા લોકો કેજરીવાલ પર હુમલો કરી શકે છે. બે-ત્રણ જણની ટુકડી આ માટે દિલ્હી ભણી આવવા નીકળી છે, જે કેજરીવાલ પર હુમલો કરી શકે છે. આ ટુકડી પંજાબમાં જોવા મળી હતી. અરવિંદ કેજરીવાલે આ માહિતીના સંદર્ભમાં પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે ઈશ્વર મને બચાવશે. મારું આયુષ્ય જેટલુ હશે એટલું હું જીવીશ.

સૂત્રોએ જણાવ્યું કે ખાલિસ્તાની પ્લોટની પાછળ પાકિસ્તાની ISIનો હાથ છે, જેનો હેતુ દિલ્હી અને પંજાબમાં કાનૂન વ્યવસ્થાને તોડી પાડવાનો છે. આ માનવ ગુપ્તચર છે. અમે વધુ માહિતી મેળવવાની કોશિશમાં છીએ, એમ સૂત્રોએ ઉમેર્યું. આપ સુપ્રીમો કેજરીવાલ હાલમાં ઝેડ પ્લસ સિક્યુરિટી કવર ધરાવે છે.

આ પણ વાંચો :-

હિંડનબર્ગ રિસર્ચ કંપનીનું શટર કેમ બંધ થયું, જાણો સંસ્થાપકે શું કહ્યું ?

0

ગૌતમ અદાણી માટે ખુશખબર છે. અદાણી ગ્રૂપના કરોડો ડોલર ડુબાવનાર અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિન્ડેનબર્ગ રિસર્ચ બંધ થવા જઈ રહી છે. બુધવારે તેના ફાઉન્ડર નાથન એન્ડરસને આ વાતની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે કંપની બંધ કરવાનો નિર્ણય ઘણી વાટાઘાટો અને વિચાર કર્યા પછી લેવામાં આવ્યો છે. જો કે એન્ડરસને કંપની બંધ થવાનું કોઇ ચોક્કસ કારણ આપ્યું નથી. હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે ભારતના અદાણી ગ્રૂપ અને ઇચાન એન્ટરપ્રાઇઝ સહિત અનેક કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થયું હતું.

હિંડનબર્ગ રિસર્ચના સંસ્થાપક નાથન એન્ડરસને કહ્યું, મેં ગત વર્ષેના અંતે જ મારો વિચાર પરિવારજનો અને મિત્રો સમક્ષ રજૂ કર્યો હતો. મેં હિંડનબર્ગ રિસર્ચ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમે જે વિચારો પર કામ કરતા હતા તેને પૂરા કર્યા બાદ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું, એવી કોઈ ખાસ વાત નથી, કોઈ ખતરોનો નથી, સ્વાસ્થ્યની કોઈ સમસ્યા નથી અને કોઈ વ્યક્તિગત મુદ્દો પણ નથી. કોઈએ મને એક વખત કહ્યું હતું કે, નિશ્ચિત સમયે એક સફળ કરીઅર એક સ્વાર્થી કામ બની જાય છે.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર અદાણી જૂથે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, અમે હિંડનબર્ગ રિસર્ચમાં છપાયેલ રિપોર્ટથી ચોંકી ગયા છીએ. કેમ કે તેમણે અમારી સાથે સંપર્ક કર્યા વિના સાચા તથ્યોને વેરિફાઈ કર્યા વિના આ રિપોર્ટ પબ્લિશ કર્યો છે. અદાણી જૂથે કહ્યું કે, આ રિપોર્ટ સિલેક્ટેડ ખોટી માહિતી અને વાસી, નિરાધાર અને બદનામ કરનારા આરોપોનો એક દુર્ભાવનાપૂર્ણ મિશ્રણ છે. જેણે ભારતની વડી અદાલતોમાં પારખવામાં આવ્યું છે અને તેને કોર્ટ દ્વારા રદ કરાઈ ચુક્યું છે. અદાણી જૂથે રિપોર્ટના ટાઈમિંગ પર પણ સવાલો ઊભા કર્યા હતા.

જાન્યુઆરી 2023માં હિન્ડેનબર્ગ રિસર્ચ અદાણી ગ્રુપની કંપનીઓ પર શેરના ભાવમાં છેડછાડ કરવાનો આરોપ લગાવતા હેડલાઇન્સમાં આવી હતી. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો અને અદાણી ગ્રૂપની માર્કેટ વેલ્યૂએશનમાં 140 અબજ ડોલરનું ધોવાણ થયું હતું. આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અરજી પણ કરવામાં આવી હતી. કોર્ટે એક સમિતિની રચના કરી હતી અને માર્કેટ રેગ્યુલેટર સેબીને ત્રણ મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવા આદેશ કર્યો હતો.

 

સુરતમાં લાલગેટ પાલીયા ઝૂંપડપટ્ટીમાંથી ઝડપાયો બાંગ્લાદેશી શખ્સ

સુરતમાં અવાનવાર બાંગ્લાદેશીઓ ઝડપાતા હોય છે. ત્યારે ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી બનાવટી ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરાયા. ગેરકાયદે ભારતમાં રહેતા શખ્સ યુસુફ સરદાર સામે પોલીસે કાર્યવાહી કરી.

યુસુફ સરદારે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે, તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો.

આ બાંગ્લાદેશી શખ્સ હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો.યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા, જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો.

આ પણ વાંચો :-

દિલ્હી રમખાણોની આરોપી ઈશરત જહાં ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા સામે ચૂંટણી લડશે

0

દિલ્હી રમખાણો કેસમાં આરોપી ઈશરત જહાં કરાવલ નગર વિધાનસભા વિસ્તારમાંથી ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીનની ટિકિટ પર ભાજપના કપિલ મિશ્રા વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે. ઈશરત જહાં કોંગ્રેસની પૂર્વ કોર્પેરેટર અને ઓખલા વિધાનસભા સીટથી મજબૂત દાવેદાર હતી. જો કે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય આસિફ ખાનની દીકરી અરીબા ખાનને ઓખલા સીટથી ઉમેદવાર જાહેર કર્યા છે.

 

મુસ્તફાબાદ વિધાનસભા સીટ અને ઓખલા વિધાનસભા સીટ બાદ હવે AIMIM દિલ્હી રમખાણોની આરોપી ઈશરત જહાંને કરવલ નગર વિધાનસભા સીટ પરથી ભાજપના કપિલ મિશ્રા સામે મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.

AIMIMના સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે, દિલ્હીના બાબરપુર, બલ્લીમારાન, ચાંદની ચોક, ઓખલા, જંગપુરા, સદર બજાર, મટિયા મહલ, કરાવલ નગર અને સીલમપુરથી ચૂંટણી લડવા ઈચ્છુક છે. તેમાંથી મોટા ભાગના મતવિસ્તારમાં મુસ્લિમ બહુમતી છે.

આ પણ વાંચો :-

ઈસરોએ અંતરિક્ષમાં રચ્યો ઈતિહાસ, સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટનું સફળ પરીક્ષણ

0

ભારતે અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠનનો સ્પેસ ડોકિંગ પ્રયોગ (SPADEX) સફળ રહ્યો છે. મિશન હેઠળ અવકાશમાં મોકલવામાં આવેલા બંને ઉપગ્રહો એકબીજા સાથે સફળતાપૂર્વક જોડાયેલા રહ્યા. અમેરિકા, રશિયા અને ચીન પછી આવું કરનાર ભારત ચોથો દેશ બન્યો છે.

અગાઉ, ISRO એ બે વાર ડોકીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે 7 અને 9 જાન્યુઆરીએ તે શક્ય બન્યું ન હતું. તે પછી 12 જાન્યુઆરીએ, ISROએ ઉપગ્રહને 15 મીટર અને 3 મીટરના અંતરે લાવવામાં સફળતા મેળવી. ત્યારબાદ બંને ઉપગ્રહોને એકબીજાથી દૂર ખસેડવામાં આવ્યા હતા. ઈસરોએ કહ્યું હતું કે હવે ડેટા વિશ્લેષણ પછી ડોકીંગનો પ્રયાસ કરવામાં આવશે. ત્રીજો ડોકીંગ પ્રયાસ 12 જાન્યુઆરીના રોજ થયો હતો. તે પહેલાં પણ ડોકીંગ પ્રક્રિયા બે વાર મુલતવી રાખવી પડી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરી અને આ સફળતા માટે ISROના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા. “ઉપગ્રહોના અવકાશ ડોકીંગના સફળ પ્રદર્શન માટે ISROના વૈજ્ઞાનિકો અને સમગ્ર અવકાશ સમુદાયને અભિનંદન. આવનારા વર્ષોમાં ભારતના મહત્વાકાંક્ષી અવકાશ મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે,” તેમણે પોસ્ટ કર્યું.

આ મિશનમાં બે ઉપગ્રહો છે. પહેલું ચેઝર છે અને બીજું ટાર્ગેટ છે. ચેઝર ઉપગ્રહ લક્ષ્યને પકડી લેશે. તેની સાથે ડોક કરશે. આ સિવાય, તેમાં એક વધુ મહત્વપૂર્ણ કસોટી હોઈ શકે છે. ઉપગ્રહમાંથી એક રોબોટિક હાથ નીકળ્યો છે જે હૂકનો ઉપયોગ કરીને, એટલે કે બાંધેલી રીતે, લક્ષ્યને પોતાની તરફ ખેંચશે. આ લક્ષ્ય એક અલગ ક્યુબસેટ હોઈ શકે છે. આ પ્રયોગ દ્વારા, ભવિષ્યમાં, ISRO ને એવી ટેકનોલોજી મળશે જે તેની ભ્રમણકક્ષા છોડીને અલગ દિશામાં આગળ વધી રહેલા ઉપગ્રહને પાછો લાવશે. વધુમાં, ઇન-ઓર્બિટ સર્વિસિંગ અને રિફ્યુઅલિંગનો વિકલ્પ પણ ખુલશે. સ્પેડેક્સ મિશનમાં બે અલગ-અલગ અવકાશયાન અવકાશમાં જોડાશે.

આ પણ વાંચો :-

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો

0

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘરમાં ઘૂસેલા ચોરે તેના પર છરી વડે હુમલો કર્યો.

અભિનેતા સલમાન ખાનના જીવને ખતરો હોવાની ઘટનાઓ બાદ હવે સૈફ અલી ખાન પરના હુમલાએ બોલિવૂડની ચિંતા વધારી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે બાંદ્રા સ્થિત તેમના ઘરમાં અડધી રાત્રે હુમલો થયો હતો. ચોરે શરૂઆતમાં નોકર સાથે દલીલ કરી. અવાજને કારણે સૈફ અલી બહાર આવ્યો. જ્યારે તેણે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝપાઝપીમાં તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

માહિતી અનુસાર આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. એક ચોર સૈફના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન અમુક નોકર ઊંઘમાંથી ઊઠી એલર્ટ થઈ ગયા અને ચોર ચોરની બૂમ પાડવા લાગ્યા. તે સમયે સૈફ અલી પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યો હતો. આ દરમિયાન ચોરે સૈફ પર ચપ્પા વડે હુમલો કરી દીધો જેમાં સૈફ ઈજાગ્રસ્ત થયો હતો.

સૈફ અલી ખાનની ટીમના જણાવ્યાનુસાર હાલમાં સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે. તેને બે ત્રણ ઈજાઓ થઈ છે જેમાંથી ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયાની માહિતી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરતાં ઘરના અમુક કર્મચારીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર હજુ 3 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ કરવા માટે આ લોકોને સાથે લઈ ગઈ છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ઉત્તરાયણ પર 108 સેવાને 4947 ઇમરજન્સી કોલ મળ્યા, જાણો કેટલાં પક્ષીઓ ઘાયલ

0

ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 108ને 4947 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે. આ દરમિયાન આજે પતંગની દોરીથી ગળું કપાઈ જવા ધાબા પરથી પડી જવા,પતંગ લૂંટવા જતા અકસ્માત જેવા અલગ-અલગ બનાવોમાં બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે 6 લોકોએ પતંગની દોરીના કારણે જીવ ગુમાવવા પડ્યાં હતાં. જેમાં એક 5 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. 10થી વધુ ધાબા પરથી લોકોના પડવાના કેસ પણ નોંધાયા હતા. પતંગની દોરી વાગવાના કારણે 143 લોકોને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતાં.

મંગળવારે (14 જાન્યુઆરી) રાત્રે 9 વાગ્યા સુધીમાં 4256 જેટલાં ઈમરજન્સી કૉલ મળ્યા હતાં. જે આંકડો મોડી રાત્રે વધ્યો હોવાની સંભાવના પણ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ કરતાં ઈમરજન્સીના 411 કૉલ વધારે આવ્યા છે. સૌથી વધારે ઈમરજન્સીના કૉલ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરથી આવ્યા હતાં.

નોંધનીય છે કે, ઉત્તરાયણના પર્વ પર ફક્ત માણસો જ નહીં પરંતુ અનેક અબોલ પશુ-પક્ષીઓ પણ ઘાયલ થયાં હતાં. ઉત્તરાયણના દિવસે 1402 જેટલાં પશુ-પક્ષીઓ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ લગભગ 1 હજારથી વધારે ઈમરજન્સી કૉલ મળ્યા હતાં.

આ પણ વાંચો :-